Bible

Psalm 54 - WEB (Gujarati)

1 > Save me, God, by your name. Vindicate me in your might.હે યહોવા દેવ, તમારા નામે મને બચાવો; અને તમારા પરાક્રમથી મારો ન્યાય કરો.

2 Hear my prayer, God. Listen to the words of my mouth.હે દેવ, મારી પ્રાર્થના સાંભળો; મારા મોઢાંની વાતો કાને ઘરો.

3 For strangers have risen up against me. Violent men have sought after my soul. They haven't set God before them. Selah.વિદેશનાં માણસો મારી વિરુદ્ધ થયા છે, તેઓ અતિ ક્રૂર છે, મારો જીવ લેવા ઇચ્છે છે. ‘દેવ છે’ એ હકીકતની તેમને દરકાર નથી.

4 Behold, God is my helper. The Lord is the one who sustains my soul.યહોવા દેવ, મને સહાય કરનાર છો, મારા જીવનનો એજ આધાર છે.

5 He will repay the evil to my enemies. Destroy them in your truth.યહોવા મારા શત્રુઓને દુષ્ટતાનો બદલો આપશે, હે દેવ, તમારા સત્ય વચનો પ્રમાણે દુષ્ટોનો અંત લાવો.

6 With a free will offering, I will sacrifice to you. I will give thanks to your name, Yahweh, for it is good.હું તમારી પાસે, રાજીખુશીથી મારા અર્પણો લાવું છું; હે યહોવા, હું તમારા શુભ નામની સ્તુતિ કરીશ.

7 For he has delivered me out of all trouble. My eye has seen triumph over my enemies.દેવે મારી, સર્વકાળે સર્વ સંકટમાં રક્ષા કરી છે; મારા શત્રુઓ પર વિજય અપાવ્યો, તે મેં નજરે નિહાળ્યું છે. 8

Gujarati Bible