Psalm 148:9
તમે પર્વતો તથા ડુંગરો; ફળવૃક્ષો તથા સર્વ દેવદારો.
Psalm 148:9 in Other Translations
King James Version (KJV)
Mountains, and all hills; fruitful trees, and all cedars:
American Standard Version (ASV)
Mountains and all hills; Fruitful trees and all cedars;
Bible in Basic English (BBE)
Mountains and all hills; fruit-trees and all trees of the mountains:
Darby English Bible (DBY)
Mountains and all hills, fruit-trees and all cedars;
World English Bible (WEB)
Mountains and all hills; Fruit trees and all cedars;
Young's Literal Translation (YLT)
The mountains and all heights, Fruit tree, and all cedars,
| Mountains, | הֶהָרִ֥ים | hehārîm | heh-ha-REEM |
| and all | וְכָל | wĕkāl | veh-HAHL |
| hills; | גְּבָע֑וֹת | gĕbāʿôt | ɡeh-va-OTE |
| fruitful | עֵ֥ץ | ʿēṣ | ayts |
| trees, | פְּ֝רִ֗י | pĕrî | PEH-REE |
| and all | וְכָל | wĕkāl | veh-HAHL |
| cedars: | אֲרָזִֽים׃ | ʾărāzîm | uh-ra-ZEEM |
Cross Reference
Isaiah 44:23
ઓ આકાશ, હર્ષના પોકાર કરો, કારણ, આ કાર્ય યહોવાનું છે! આનંદના લલકાર કરો, ઓ પૃથ્વીના ઊંડાણો! આનંદના ગીત ગાઓ, હે પર્વતો, જંગલો અને જંગલના વૃક્ષો! કારણ, યહોવાએ યાકૂબનો ઉદ્ધાર કરીને ઇસ્રાએલ દ્વારા પોતાનો મહિમા પ્રગટ કર્યો છે!
Isaiah 49:13
હે આકાશો, હર્ષનાદ કરો; અને હે પૃથ્વી, તું આનંદ કર; હે પર્વતો, તમે જયઘોશ કરવા માંડો, કારણ કે યહોવાએ પોતાના લોકોને દિલાસો આપ્યો છે, અને પોતાની દુ:ખી પ્રજા પર કરુણા દર્શાવી છે.
Ezekiel 36:1
યહોવાએ કહ્યું, “હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલના પર્વતોને મારા વચન સંભળાવ, તેમને કહે; હે ઇસ્રાએલના પર્વતો યહોવાની વાણી સાંભળો,
Isaiah 64:1
તમે આકાશ ફાડીને નીચે ઉતરી આવો! જેથી પર્વતો તમારી હાજરીમાં કંપી ઊઠે!
Isaiah 55:12
“તમે બાબિલમાંથી આનંદપૂર્વક નીકળી પડશો અને સુરક્ષિત રીતે તમને દોરી લઇ જવામાં આવશે. તમારી આગળ પર્વતો અને ડુંગરો આનંદના પોકારો કરીને અને જંગલના વૃક્ષો તાળીઓ પાડીને તમને આવકારશે.
Isaiah 42:11
અરણ્યના નગરો, હે કેદારવંશી રણવાસીઓ અને સેલાના રહેવાસીઓ, આનંદથી પોકારી ઊઠો! પર્વતો પરથી હર્ષનાદ કરો!
Psalm 114:3
તેઓને આવતા જોઇને લાલ સમુદ્ર બે ભાગમાં વહેંચાઇ ગયો; યર્દન નદી પાછી વળી અને દૂર દોડી ગઇ.
Psalm 98:7
સઘળા સમુદ્રોને ત્યાં સંચરનારા ર્ગજી ઊઠો, આખું જગત અને આ ધરતી પર રહેનારાં ગાજો.
Psalm 97:4
તેમની વીજળીઓ જગતને ચમકાવે છે અને પ્રકાશિત કરે છે; તે જોઇને પૃથ્વી થરથર કાંપે છે.
Psalm 96:11
આકાશો આનંદ પામો! હે પૃથ્વી, સુખી થાવ! હે ગર્જના કરતા સમુદ્રની વિશાળતા હર્ષથી પોકારો.
Psalm 65:12
વેરાન ખેતરો ઘાસથી ભરાઇ ગયા છે અને ઘાસથી ભરેલી ટેકરીઓ આનંદથી ભરાઇ ગઇ છે.