John 7:29
પણ હું તેને ઓળખું છું અને હું તેની પાસેથી આવ્યો છું. તેણે મને મોકલ્યો છે.”
John 7:29 in Other Translations
King James Version (KJV)
But I know him: for I am from him, and he hath sent me.
American Standard Version (ASV)
I know him; because I am from him, and he sent me.
Bible in Basic English (BBE)
I have knowledge of him because I came from him and he sent me.
Darby English Bible (DBY)
I know him, because I am from him, and *he* has sent me.
World English Bible (WEB)
I know him, because I am from him, and he sent me."
Young's Literal Translation (YLT)
and I have known Him, because I am from Him, and He did send me.'
| But | ἐγὼ | egō | ay-GOH |
| I | δὲ | de | thay |
| know | οἶδα | oida | OO-tha |
| him: | αὐτόν | auton | af-TONE |
| for | ὅτι | hoti | OH-tee |
| I am | παρ' | par | pahr |
| from | αὐτοῦ | autou | af-TOO |
| him, | εἰμι | eimi | ee-mee |
| and he | κἀκεῖνός | kakeinos | ka-KEE-NOSE |
| hath sent | με | me | may |
| me. | ἀπέστειλεν | apesteilen | ah-PAY-stee-lane |
Cross Reference
યોહાન 8:55
પણ ખરેખર તમે તેને ઓળખતા નથી. હું તેને ઓળખું છું. જો હું કહું કે હું તેને જાણતો નથી, તો પછી હું તમારા જેવો જૂઠો ઠરું. પણ હું તેને ઓળખું છું અને તે જે કહે છે તેનું હું પાલન કરું છું.
માથ્થી 11:27
મારા બાપે મને બધું જ આપ્યું છે. બાપ સિવાય દીકરાને કોઈ ઓળખતું નથી અને બાપને દીકરા સિવાય કોઈ ઓળખી શકતું નથી. અને એવા લોકો જે બાપને ઓળખે છે તે એવા લોકો છે જેને દીકરો તેની પાસે બાપને પ્રગટ કરવા પસંદ કરે છે, તેઓ જ બાપને ઓળખે છે.
1 યોહાનનો પત્ર 4:14
અમે જોયું છે કે પિતાએ તેના પુત્રને જગતનો તારનાર થવા મોકલ્યો છે. હવે આપણે લોકોને જે કહીએ છીએ તે આ છે.
1 યોહાનનો પત્ર 4:9
આ રીતે દેવે તેનો પ્રેમ આપણને બતાવ્યો છે: દેવે તેના એક માત્ર પુત્રને તેના મારફત આપણને જીવન આપવા માટે આ દુનિયામાં મોકલ્યો છે.
1 યોહાનનો પત્ર 1:2
તે જીવન અમને બતાવ્યું છે. અમે તે જોયું છે. અમે તે વિષે સાક્ષી આપી શકીએ છીએ. હવે અમે તમને તે જીવન વિષે કહીએ છીએ. તે જીવન જે અનંતકાળનું છે. આ તે જીવન છે જે દેવ બાપ સાથે હતું. દેવે આપણને આ જીવન બતાવ્યું છે.
યોહાન 17:25
પિતા, તું એક જે ન્યાયી છે. જગત તને જાણતું નથી. પણ હું તને જાણું છું. અને આ લોકો જાણે છે કે તેં મને મોકલ્યો છે.
યોહાન 17:18
મેં તેઓને જગતમાં મોકલ્યા છે. જે રીતે તેં મને જગતમાં મોકલ્યો છે.
યોહાન 16:27
ના! પિતા પોતે તમને પ્રેમ કરે છે. તે તમને પ્રેમ કરે છે કારણ કે તમે મને પ્રેમ કર્યો છે. અને તે તમને પ્રેમ કરે છે કારણ કે તમે વિશ્વાસ કર્યો છે કે હું દેવ પાસેથી આવ્યો છું.
યોહાન 13:3
પિતાએ ઈસુને બધી વસ્તુઓ પરની સત્તા સોંપી હતી. ઈસુએ આ જાણ્યું. ઈસુએ તે પણ જાણ્યું કે તે દેવ પાસેથી આવ્યો છે. અને એમ પણ જાણ્યું કે હવે તે દેવ પાસે પાછો જતો હતો.
યોહાન 10:15
હું મારું જીવન આ ઘેટાં માટે આપું છું.
યોહાન 6:46
હું સમજતો નથી કે કોઈએ પિતાને જોયો હોય. ફક્ત જે દેવ પાસેથી આવ્યો છે તેણે જ પિતાને જોયો છે.
યોહાન 3:16
હા, દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે તેણે તેનો એકનો એક દીકરો આપ્યો. દેવે તેનો દીકરો આપ્યો તેથી તેનામાં દરેક વ્યક્તિ જે વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.
યોહાન 1:18
કોઈ પણ માણસે આજપર્યંત દેવને જોયો નથી, પરંતુ એકાકીજનિત દીકરો (ઈસુ) જ દેવ છે. તે પિતા (દેવની) ની ઘણી નજીક છે. દેવ કોના જેવો છે, તે દીકરાએ આપણને બતાવ્યું છે.