Zechariah 2 - WEB (Gujarati)
1 I lifted up my eyes, and saw, and, behold, a man with a measuring line in his hand.મેં ઊંચે નજર કરીને જોયું, તો હાથમાં માપવાની દોરી લઇને એક માણસ ઊભો હતો.
2 Then I asked, "Where are you going?" He said to me, "To measure Jerusalem, to see what is its breadth and what is its length."મેં તેને પૂછયું, “તું ક્યાં જાય છે?”ત્યારે તેણે મને કહ્યું, “યરૂશાલેમને માપવા; તેની પહોળાઇ કેટલી છે અને તેની લંબાઇ કેટલી છે, તે જાણવા સાંરુ.”
3 Behold, the angel who talked with me went forth, and another angel went out to meet him,પછી મારી સાથે જે દેવદૂત વાતો કરતો હતો તેણે મને છોડી દીધો અને બીજો દેવદૂત તેને મળવા ગયો.
4 and said to him, "Run, speak to this young man, saying, 'Jerusalem will be inhabited as villages without walls, because of the multitude of men and cattle in it.બીજા દૂતે કહ્યું, “દોડતો જઇને પેલા જુવાનને કહે કે,‘યરૂશાલેમમાં માણસો અને ઢોરોની એટલી વસ્તી હશે કે તેની ફરતે કોટ નહિ બાંધી શકાય.’
5 For I,' says Yahweh, 'will be to her a wall of fire around it, and I will be the glory in the midst of her.કારણ, યહોવા કહે છે કે, ‘હું પોતે જ તેની ફરતે અગ્નિનો કોટ બનીને રહીશ અને હું મહિમાપૂર્વક તેમાં વાસ કરીશ.”‘
6 Come! Come! Flee from the land of the north,' says Yahweh; 'for I have spread you abroad as the four winds of the sky,' says Yahweh.યહોવા કહે છે; “જાઓ, ઉત્તરના પ્રદેશમાંથી નાસી છૂટો. આકાશના ચાર વાયુની દિશાઓમાં મેં તમને ફેલાવી દીધા છે.”
7 'Come, Zion! Escape, you who dwell with the daughter of Babylon.'“બાબિલમાં વસનારા સિયોનના લોકો નાસી જાઓ.”
8 For thus says Yahweh of hosts: 'For honor he has sent me to the nations which plundered you; for he who touches you touches the apple of his eye.સૈન્યોનો દેવ યહોવાએ મને સન્માન લાવવા માટે મોકલ્યો છે અને તમને લૂંટનારી પ્રજાઓ પાસે મોકલ્યા છે, કારણ, જે તમને અડે છે તે તેની આંખની કીકીને અડે છે.
9 For, behold, I will shake my hand over them, and they will be a spoil to those who served them; and you will know that Yahweh of Hosts has sent me.જુઓ, યહોવા કહે છે, “હું તેઓ પર મારો હાથ ફરકાવીશ અને તેઓ તેમના સેવકોને હાથે લૂંટાશે, અને ત્યારે તમે જાણશો કે સૈન્યોનો દેવ યહોવાએ મને મોકલ્યો છે.”
10 Sing and rejoice, daughter of Zion; for, behold, I come, and I will dwell in the midst of you,' says Yahweh.યહોવા કહે છે, “સિયોનના વતનીઓ, ગીતો ગાઓ અને આનંદ કરો, કારણ, જુઓ, હું આવું છું અને તમારી વચ્ચે વસનાર છું.
11 Many nations shall join themselves to Yahweh in that day, and shall be my people; and I will dwell in the midst of you, and you shall know that Yahweh of Hosts has sent me to you.તે દિવસે ઘણી પ્રજાઓ યહોવાની સાથે સંબંધ બાંધશે, અને તેઓ એની પ્રજા થશે અને યહોવા તેમની વચ્ચે વસશે,” અને ત્યારે તમને જાણ થશે કે યહોવાએ મને તમારી પાસે મોકલ્યો છે.
12 Yahweh will inherit Judah as his portion in the holy land, and will again choose Jerusalem.અને ત્યારે પવિત્ર ભૂમિમાં યહૂદિયા યહોવાનો વિશિષ્ટ ભાગ બનશે. અને યહોવા ફરીથી યરૂશાલેમને પસંદ કરશે.
13 Be silent, all flesh, before Yahweh; for he has roused himself from his holy habitation!"યહોવા સમક્ષ સર્વ શાંત થઇ જાઓ, કારણ, તે પોતાના પવિત્ર ધામમાંથી આવી રહ્યાં છે.
Gujarati Bible