Bible

Psalm 97 - WEB (Gujarati)

1 Yahweh reigns! Let the earth rejoice! Let the multitude of islands be glad!યહોવા શાસન કરે છે. હે પૃથ્વી, આનંદિત થાઓ! હે દૂરનાં પ્રદેશો, સુખી થાઓ!

2 Clouds and darkness are around him. Righteousness and justice are the foundation of his throne.તેની આસપાસ મેઘ ને અંધકાર છે; ન્યાયીપણું તથા ન્યાય તેના રાજ્યાસનનો પાયો છે.

3 A fire goes before him, And burns up his adversaries on every side.અગ્નિ તેમની આગળ ચાલે છે અને તેમનાં સર્વ શત્રુઓને ભસ્મ કરે છે.

4 His lightning lights up the world. The earth sees, and trembles.તેમની વીજળીઓ જગતને ચમકાવે છે અને પ્રકાશિત કરે છે; તે જોઇને પૃથ્વી થરથર કાંપે છે.

5 The mountains melt like wax at the presence of Yahweh, At the presence of the Lord of the whole earth.પૃથ્વી પરના બધાં પર્વતો સમગ્ર પૃથ્વીના પ્રભુ યહોવા સમક્ષ મીણની જેમ પીગળી ગયાં.

6 The heavens declare his righteousness. All the peoples have seen his glory.તેનું ન્યાયીપણું આકાશો પ્રગટ કરે છે; અને સર્વ લોકોએ તેનો મહિમા જોયો છે.

7 Let all them be shamed who serve engraved images, Who boast in their idols. Worship him, all you gods!મૂર્તિઓનું પૂજન કરનારા અને તેના વિષે ડંફાસ હાંકનારા સહુ શરમાઓ, તેમના “દેવો” નમશે અને યહોવાની ઉપાસના કરશે.

8 Zion heard and was glad. The daughters of Judah rejoiced, Because of your judgments, Yahweh.હે યહોવા, તમારા અદલ ન્યાયથી સિયોન આનંદ પામ્યું, તે સાંભળી યહૂદિયાની દીકરીઓ હરખાઇ.

9 For you, Yahweh, are most high above all the earth. You are exalted far above all gods.હે યહોવા, સમગ્ર પૃથ્વીના પરાત્પર દેવ છો; અને તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો.

10 You who love Yahweh, hate evil. He preserves the souls of his saints. He delivers them out of the hand of the wicked.હે યહોવા, પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાને ધિક્કારો, તે પોતાના ભકતોના આત્માઓનું રક્ષણ કરે છે. તે તેઓને દુષ્ટોના હાથમાંથી છોડાવે છે.

11 Light is sown for the righteous, And gladness for the upright in heart.સજ્જનો પર તેજ પ્રકાશે છે, જેઓના હૃદય શુદ્ધ છે તેઓને સુખથી ભરી દેવામાં આવે છે.

12 Be glad in Yahweh, you righteous people! Give thanks to his holy Name.હે ન્યાયી લોકો, તમે યહોવામાં આનંદ કરો; અને તેનાં પવિત્ર નામને માન આપો!

Gujarati Bible