Exodus 22 - WEB (Gujarati)
1 "If a man steals an ox or a sheep, and kills it, or sells it; he shall pay five oxen for an ox, and four sheep for a sheep.“જો કોઈ માંણસ બળદ કે ઘેટું ચોરે અને તેને કાપે અથવા વેચી નાખે, તો તેણે એક બળદને બદલે પાંચ બળદ અને એક ઘેટાને બદલે ચાર ઘેટા આપવા.
2 If the thief is found breaking in, and is struck so that he dies, there shall be no guilt of bloodshed for him.જો કોઈ ચોર રાતના ખાતર પાડતા પકડાય અને તેની હત્યા થાય તો એ ખૂન ન ગણાય, પણ
3 If the sun has risen on him, there shall be guilt of bloodshed for him; he shall make restitution. If he has nothing, then he shall be sold for his theft.જો તે સૂર્યોદય પછી ખાતર પાડીને ઘરમાં ઘૂસે અને પકડાઈ જતાં તેને માંરી નાખવામાં આવે તો એ ખૂન ગણાય. ચોરેલા માંલની નુકસાની ચોરી કરનાર ભરી આપે; અને જો તે કંગાલ હોય તો તેની ચોરીને કારણે પોતે વેચાઈ જાય.
4 If the stolen property is found in his hand alive, whether it is ox, donkey, or sheep, he shall pay double.પરંતુ જો ચોરેલી વસ્તુ તેના તાબામાં જીવતી મળી આવે, પછી તે બળદ હોય કે ગધેડું હોય કે ઘેટું હોય; તો તે બમણું ભરપાઈ કરી આપે.
5 "If a man causes a field or vineyard to be eaten, and lets his animal loose, and it grazes in another man's field, he shall make restitution from the best of his own field, and from the best of his own vineyard.“જો કોઈ વ્યક્તિ પોતાનાં ઢોર ખેતરમાં કે દ્રાક્ષની વાડીમાં છૂટાં મૂકે અને તેઓ બીજાનાં ખેતરોમાં ભેલાણ કરે, તો તેણે પોતાના ખેતરની અથવા દ્રાક્ષની વાડીની સર્વોત્તમ ઊપજમાંથી નુકસાની ભરપાઈ કરી આપવી.
6 "If fire breaks out, and catches in thorns so that the shocks of grain, or the standing grain, or the field are consumed; he who kindled the fire shall surely make restitution.“જો કોઈ વ્યક્તિ પોતાના ખેતરમાં કાંટા-ઝાખરાં સળગાવવા આગ પેટાવે અને આગ પડોશીના ખેતરમાં ફેલાઈ જાય અને તેના પાક અથવા અનાજ બળી જાય; તો જેણે આગ લગાડી હોય તેણે પૂરું નુકસાન ભરપાઈ કરી આપવું.
7 "If a man delivers to his neighbor money or stuff to keep, and it is stolen out of the man's house; if the thief is found, he shall pay double.“જો કોઈ વ્યક્તિ પોતાના પડોશીને નાણાં કે મિલકત સાચવવા માંટે સોંપે અને તે પેલા માંણસના ઘરમાંથી ચોરાઈ જાય; અને જો ચોર પકડાય, તો તેણે બમણું ભરપાઈ કરી આપવું.
8 If the thief isn't found, then the master of the house shall come near to God, to find out if he hasn't put his hand to his neighbor's goods.પરંતુ જો ચોર પકડાઈ ના જાય તો તે ઘર ધણીએ પોતાને ન્યાયધીશો આગળ રજુ કરવો અને ન્યાયધીશ તેની ચોરીનો ફેસલો કરશે.
9 For every matter of trespass, whether it be for ox, for donkey, for sheep, for clothing, or for any kind of lost thing, about which one says, 'This is mine,' the cause of both parties shall come before God. He whom God condemns shall pay double to his neighbor.“જો કોઈ બે વ્યક્તિ બળદ વિષે કે ગધેડા વિષે કે ઘેટા વિષે કે વસ્ત્ર વિષે કે કોઈ ખોવાયેલી વસ્તુ વિષે અસહમત હોય અને તેમાંનો એક કહે: ‘આ માંરુ છે.’ પણ બીજો કહે: ‘ના આ માંરુ છે’ તો બન્નેએ દેવ પાસે જવુંને દેવ ન્યાય આપશે કે કોણ ખોટુ છે. જે ખોટો નીકળે તેણે બીજા વ્યક્તિને બમણું ભરપાઈ કરી આપવું.
10 "If a man delivers to his neighbor a donkey, an ox, a sheep, or any animal to keep, and it dies or is injured, or driven away, no man seeing it;“જો કોઈ માંણસ પોતાના પડોશીને ગધેડું, બળદ, ઘેટું કે બીજું કોઈ પશુ સાચવવા સોંપે; અને તે મરી જાય, અથવા તેને કોઈ ઈજા થાય, અથવા કોઈ ઉપાડી જાય, અને કોઈ સાક્ષી હોય નહિ,
11 the oath of Yahweh shall be between them both, whether he hasn't put his hand to his neighbor's goods; and the owner of it shall accept it, and he shall not make restitution.તો પછી તે માંણસે સમજાવવું કે તેણે ચોરી નથી કરી અથવા પ્રાણીને ઈજા નથી પહોચાડી. તેણે યહોવાને સમ સાથે કહેવાનું કે તેણે ચોરી નથી કરી; અને તેના ધણીએ એ કબૂલ રાખવું; અને પછી પડોશીએ નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી.
12 But if it is stolen from him, he shall make restitution to the owner of it.પરંતુ જો પડોશી એ તે પશુની ચોરી કરી હોય, તો તેણે ધણીને નુકસાન ભરપાઈ કરી આપવું.
13 If it is torn in pieces, let him bring it for evidence. He shall not make good that which was torn.જો કોઈ જંગલી પ્રાણીએ તેને ફાડી ખાધું હોય, તો તેનો વધેલો ભાગ પુરાવા તરીકે રજૂ કરવો. પછી ફાડી ખાધેલાં પશુનું નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી.”
14 "If a man borrows anything of his neighbor's, and it is injured, or dies, the owner of it not being with it, he shall surely make restitution.“અને જો કોઈ વ્યક્તિ પોતાના પડોશી પાસેથી કોઈ પ્રાણી ઉછીનું માંગી લે, અને તેનો ધણી તેની સાથે ના હોય તે સ્થિતીમાં તેને કંઈ ઈજા થાય અથવા તે મરી જાય, તો ઉછીનું લેનારે તેનો પુરેપુરો બદલો આપવો.
15 If the owner of it is with it, he shall not make it good. If it is a leased thing, it came for its lease.ધણી તેની સાથે હોય, તો ઉછીનું લેનારે નુકસાન ભરપાઈ કરવાનું રહેતું નથી. અને જો ભાડે લીધું હોય તો ફકત ભાડું ચુકવવાનું રહે.
16 "If a man entices a virgin who isn't pledged to be married, and lies with her, he shall surely pay a dowry for her to be his wife.“જો કોઈ વ્યક્તિ અપરણીત કુમાંરિકાને લલચાવીને તેની સાથે મેળાપ કરે, તો તેણે તેનું કન્યામૂલ્ય ચૂકવીને તેની સાથે લગ્ન કરે.
17 If her father utterly refuses to give her to him, he shall pay money according to the dowry of virgins.જો તેનો બાપ તેની સાથે પરણાવાની ના પાડે, તો કુમાંરિકાના કન્યામૂલ્ય જેટલું નાણું આપવાનું રહે.”
18 "You shall not allow a sorceress to live.“મેલીવિધાનો ઉપયોગ કરનાર સ્ત્રીને જીવતી રહેવા ન દે.
19 "Whoever has sex with an animal shall surely be put to death.“જાનવરની સાથે કુકર્મ કરનારને મૃત્યુદંડની સજા કરવી.”
20 "He who sacrifices to any god, except to Yahweh only, shall be utterly destroyed.“માંરા સિવાય એટલે કે યહોવા સિવાય બીજા કોઈ પણ દેવને યજ્ઞ કરે અને આહુતિ આપે તો તે વ્યક્તિનું નામનિશાન રહેવા દેવું નહિ.”
21 "You shall not wrong an alien, neither shall you oppress him, for you were aliens in the land of Egypt.“તમાંરે વિદેશીઓને હેરાન કરવા નહિ, તેમના પર ત્રાસ કરવો નહિ, કારણ કે, તમે પોતે મિસર દેશમાં વિદેશી હતા.”
22 "You shall not take advantage of any widow or fatherless child.“કોઈ વિધવા કે અનાથ બાળકને રંજાડશો નહિ.”
23 If you take advantage of them at all, and they cry at all to me, I will surely hear their cry;જો તમે કોઈ પણ પ્રકારે ત્રાસ અથવા તેમને દુઃખી કરશો તો તેઓ મને પોકારશે અને હું તેમનો પોકાર સાંભળીશ.
24 and my wrath will grow hot, and I will kill you with the sword; and your wives shall be widows, and your children fatherless.અને માંરો ક્રોધ ભભૂકી ઊઠશે. અને હું તરવારથી તમને રહેંસી નાખીશ; તો તમાંરી પત્ની વિધવા થશે અને તમાંરાં પોતાનાં બાળકો અનાથ થશે.
25 "If you lend money to any of my people with you who is poor, you shall not be to him as a creditor; neither shall you charge him interest.“તમે માંરા લોકોમાંના કોઈ ગરીબ માંણસને નાણાં ધીરો, તો તેના પ્રત્યે લેણદાર જેવો વ્યવહાર ન રાખશો, ને તેની પાસે વ્યાજ લેશો નહિ.
26 If you take your neighbor's garment as collateral, you shall restore it to him before the sun goes down,જો તમે તમાંરા પડોશીનું વસ્ત્ર ગીરવે રાખો, તો સૂર્યાસ્ત થતાં અગાઉ તમાંરે તે તેને પાછું આપવું.
27 for that is his only covering, it is his garment for his skin. What would he sleep in? It will happen, when he cries to me, that I will hear, for I am gracious.કારણ કે એ એકમાંત્ર એનું પાગરણ છે. તેથી તે બીજું શું ઓઢીને સૂએ? જો તે મને પોકારશે, તો હું તેને સાંભળીશ, કારણ કે હું કૃપાળુ છું.
28 "You shall not blaspheme God, nor curse a ruler of your people.“તમાંરા ન્યાયધીશોની નિંદા ન કર તથા તમાંરા પોતાના લોકોના કોઈ આગેવાનને શાપ આપવો નહિ.
29 "You shall not delay to offer from your harvest and from the outflow of your presses. "You shall give the firstborn of your sons to me.“તમાંરે તમાંરા ખેતરની ઊપજ તથા તમાંરા દ્રાક્ષારસની પુષ્કળતામાંથી અર્પણ કરવામાં ઢીલ કરવી નહિ અને તમાંરો જયેષ્ઠ પુત્ર મને આપવો.
30 You shall do likewise with your oxen and with your sheep. Seven days it shall be with its mother, then on the eighth day you shall give it me.“તમાંરાં બળદો અને ઘેટાનું પ્રથમ જનિત મને આપવું. સાત દિવસ ભલે તે પોતાની માંતાની સાથે રહે. આઠમે દિવસે તમાંરે તે મને આપી દેવો.”
31 "You shall be holy men to me, therefore you shall not eat any flesh that is torn by animals in the field. You shall cast it to the dogs.“અને તમે લોકો માંરા પવિત્ર માંણસો થાઓ; તમાંરે જંગલી પશુએ માંરેલા કોઈ પશુનું માંસ ન ખાવું, તે કૂતરાંને નાખી દેવું.
Gujarati Bible