Matthew 17:6
તે શિષ્યોએ આ વાણી સાંભળી અને તેઓ ખૂબ ભયભીત થયા. જેથી તેઓ જમીન પર પડ્યા.
Matthew 17:6 in Other Translations
King James Version (KJV)
And when the disciples heard it, they fell on their face, and were sore afraid.
American Standard Version (ASV)
And when the disciples heard it, they fell on their face, and were sore afraid.
Bible in Basic English (BBE)
And at these words the disciples went down on their faces in great fear.
Darby English Bible (DBY)
And the disciples hearing [it] fell upon their faces, and were greatly terrified.
World English Bible (WEB)
When the disciples heard it, they fell on their faces, and were very afraid.
Young's Literal Translation (YLT)
And the disciples having heard, did fall upon their face, and were exceedingly afraid,
| And | καὶ | kai | kay |
| when the | ἀκούσαντες | akousantes | ah-KOO-sahn-tase |
| disciples | οἱ | hoi | oo |
| heard | μαθηταὶ | mathētai | ma-thay-TAY |
| fell they it, | ἔπεσον | epeson | A-pay-sone |
| on | ἐπὶ | epi | ay-PEE |
| their | πρόσωπον | prosōpon | PROSE-oh-pone |
| face, | αὐτῶν | autōn | af-TONE |
| and | καὶ | kai | kay |
| were sore | ἐφοβήθησαν | ephobēthēsan | ay-foh-VAY-thay-sahn |
| afraid. | σφόδρα | sphodra | SFOH-thra |
Cross Reference
2 પિતરનો પત્ર 1:18
અને અમે તે વાણી સાંભળી હતી. જ્યારે અમે પવિત્ર પર્વત પર ઈસુની સાથે હતા ત્યારે તે આકાશવાણી સાંભળી હતી.
પ્રેરિતોનાં ક્રત્યો 26:14
અમે બધા જમીન પર પડી ગયા. પછી મેં એક વાણી યહૂદિ ભાષામાં સાંભળી. તે વાણીએ કહ્યું, ‘શાઉલ, શાઉલ તું મને કેમ સતાવે છે? મારી સાથે લડવામાં તું તારી જાતને જ નુકસાન કરી રહ્યો છે.’
પ્રેરિતોનાં ક્રત્યો 22:7
હું જમીન પર પડ્યો. મને કંઈક કહેતી વાણી મેં સાંભળી. ‘શાઉલ, શાઉલ તું શા માટે મારી સતાવણી કરે છે?’
દારિયેલ 10:16
પછી અચાનક કોઇક જે માણસ જેવો લાગતો હતો, તેણે મારા હોઠને સ્પર્શ કર્યો એટલે મેં બોલવા માટે મોઢું ખોલ્યું અને જે મારી સામે ઊભો હતો તેને ઉદ્દેશીને કહ્યું, ‘હે મારા માલિક, આ સંદર્શનને કારણે મને ખૂબ વેદના થાય છે. મારામાં કશી શકિત રહી નથી.
દારિયેલ 10:7
“હું દાનિયેલ એકલો આ મહાન સંદર્શન જોઇ શકતો હતો. મારી સાથેના માણસો તે જોઇ શકતા નહોતા, તેમ છતાં તેઓ ભયભીત થઇને નાસી ગયા અને સંતાઇ ગયાં.
દારિયેલ 8:17
પછી ગાબ્રિયેલ મારી તરફ આવવા લાગ્યો, તે પાસે આવ્યો; ત્યારે હું એટલો ડરી ગયો કે, હું ઊભો રહી શક્યો નહિ અને ઊંધે મોઢે જમીન પર પડી ગયો. પરંતુ તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, સમજી લે કે, આ સંદર્શન અંત કાળનું છે.”
હઝકિયેલ 43:3
જે સંદર્શન પ્રથમ મને કબાર નદીને કિનારે થયું હતું અને ફરીથી તે યરૂશાલેમ નગરનો નાશ કરવાને આવ્યા ત્યારે થયું હતું તેના જેવું જ આ સંદર્શન પણ હતું. હું ભૂમિ પર તેમની આગળ ઊંધો પડ્યો.
હઝકિયેલ 3:23
તેથી હું ઊઠીને મેદાનમાં ગયો અને ત્યાં મને કબાર નદી પર થયા હતાં તેવા યહોવાના ગૌરવનાં દર્શન થયાં, મેં સાષ્ટાંગ પ્રણામ કર્યા.
1 કાળવ્રત્તાંત 21:16
દાઉદે પર નજર કરીને જોયું તો યહોવાનો દૂત આકાશ અને પૃથ્વી વચ્ચે ઉઘાડી ખેંચેલી તરવાર લઇને યરૂશાલેમ તરફ પોતાના હાથ લંબાવી ઊભો હતો. કંતાન પહેરેલા દાઉદ અને વડીલોએ ભૂમિ પર લાંબા થઇને પ્રણામ કર્યા.
ન્યાયાધીશો 13:22
માંનોઆહે પોતાની પત્નીને મોટે સાદે કહ્યું, “હવે આપણું મૃત્યુ નિશ્ચિત છે. કારણ કે આપણે દેવનાં દર્શન કર્યા છે.”
ન્યાયાધીશો 13:20
યજ્ઞનો ભડકો આકાશ તરફ ઊંચે ચડ્યો ત્યારે એ જવાળાઓમાં દેવનો દેવદૂત માંનોઆહ અને તેની પત્નીના દેખતાં એ જવાળાઓમાં આકાશમાં ઊચે ગયો.આ જોયા પછી બંને જણાએ તેઓના મુખ નીચે જમીન તરફ રાખ્યા.
લેવીય 9:24
યહોવા તરફથી એકાએક અગ્નિ પ્રગટયો અને તે આવીને વેદી પરના દહનાર્પણ અને ચરબીવાળા ભાગો ભસ્મ કરી ગયો. આ જોઈને બધા લોકોએ હર્ષના પોકારો કર્યા અને યહોવા સમક્ષ સાષ્ટાંગ નમસ્કાર કરી જમીન પર ઊધા સૂઈ ગયા.