Genesis 42:15
એટલા માંટે તમાંરી પરીક્ષા કરવામાં આવશે; ફારુનના જીવના સમ ખાઈને કહું છું કે, તમાંરો સૌથી નાનો ભાઈ અહીં ન આવે, ત્યાં સુધી તમાંરે અહીંથી જવાનું નથી. તમાંરામાંથી ગમે તે એક જણને મોકલીને તમાંરા ભાઈને બોલાવો.
Genesis 42:15 in Other Translations
King James Version (KJV)
Hereby ye shall be proved: By the life of Pharaoh ye shall not go forth hence, except your youngest brother come hither.
American Standard Version (ASV)
hereby ye shall be proved: by the life of Pharaoh ye shall not go forth hence, except your youngest brother come hither.
Bible in Basic English (BBE)
But in this way will you be put to the test: by the life of Pharaoh, you will not go away from this place till your youngest brother comes here.
Darby English Bible (DBY)
By this ye shall be put to the proof: as Pharaoh lives, ye shall not go forth hence, unless your youngest brother come hither!
Webster's Bible (WBT)
By this ye shall be proved: By the life of Pharaoh ye shall not go forth hence, except your youngest brother shall come hither.
World English Bible (WEB)
Hereby you shall be tested. By the life of Pharaoh you shall not go forth from here, unless your youngest brother come here.
Young's Literal Translation (YLT)
by this ye are proved: Pharaoh liveth! if ye go out from this -- except by your young brother coming hither;
| Hereby | בְּזֹ֖את | bĕzōt | beh-ZOTE |
| ye shall be proved: | תִּבָּחֵ֑נוּ | tibbāḥēnû | tee-ba-HAY-noo |
| life the By | חֵ֤י | ḥê | hay |
| of Pharaoh | פַרְעֹה֙ | parʿōh | fahr-OH |
| forth go not shall ye | אִם | ʾim | eem |
| hence, | תֵּֽצְא֣וּ | tēṣĕʾû | tay-tseh-OO |
| except | מִזֶּ֔ה | mizze | mee-ZEH |
| כִּ֧י | kî | kee | |
| youngest your | אִם | ʾim | eem |
| brother | בְּב֛וֹא | bĕbôʾ | beh-VOH |
| come | אֲחִיכֶ֥ם | ʾăḥîkem | uh-hee-HEM |
| hither. | הַקָּטֹ֖ן | haqqāṭōn | ha-ka-TONE |
| הֵֽנָּה׃ | hēnnâ | HAY-na |
Cross Reference
1 શમુએલ 17:55
જયારે શાઉલે દાઉદને ગોલ્યાથની સામે લડવા જતો જોયો ત્યારે તેણે તેના સેનાપતિ આબ્નેરને સવાલ કર્યો, “આબ્નેર, એ જુવાન કોણ છે?”આબ્નેરે જવાબ આપ્યો, “નામદાર, આપના સમ, એ કોણ છે, હું જાણતો નથી.”
યાકૂબનો 5:12
મારા ભાઈઓ અને બહેનો, જ્યારે તમે વચન આપો ત્યારે સમ ન ખાઓ. તે ખૂબજ મહત્વનું છે કે તમે જે કહો છો તેને સાબિત કરવામાં આકાશ, ધરતી અથવા બીજી કોઈ પણ વસ્તુના નામના સમ ન ખાઓ. જ્યારે તમે હકારાત્મક છો ત્યારે માત્ર “હા” કહો અને નકારાત્મક છો, ત્યારે માત્ર “ના” કહો. આમ કરો કે જેથી તમે ગુનેગાર ન ઠરો.
માથ્થી 23:16
“ઓ અંધ આગેવાનો તમારી કેવી દુર્દશા થશે? તમારો નિયમ છે કે જો કોઈ પ્રભુ મંદિરના નામે સમ લે તો કાંઈ વાંધો નહિં, અને એ ના પાળે તો પણ ચાલે પણ મંદિરના સોનાના નામે સમ લે તો પછી તેણે તેના સમ પાળવા જોઈએ.
માથ્થી 5:33
“તમે સાંભળ્યું કે આપણા પૂર્વજોને એ પણ કહેવામાં આવ્યું હતું કે, ‘તમે પ્રભુના નામે લીધેલા સમનો ભંગ કરશો નહિ.’પ્રભુને જે વચન આપ્યું છે તે હમેશા અવશ્ય પાળો.
ચર્મિયા 5:7
દેવે કહ્યું, “હું તેમને કંઇ રીતે માફી આપું? તમારા બાળકોએ મને છોડી દીધો છે અને મૂર્તિઓના નામે વચન આપ્યા છે. મેં તેમને તેમના પેટ ભરાય ત્યાં સુધી ખવડાવ્યું, પણ તેઓ વ્યભિચારી નીકળ્યાં. અને વેશ્યાઓનાં ઘરોમાં ભટકવા લાગ્યા.
ચર્મિયા 5:2
લોકો પ્રતિજ્ઞા લે છે અને મારામાં શ્રદ્ધા રાખે છે એમ કહે છે, પણ એ જૂઠું બોલે છે.”
1 શમુએલ 20:3
દાઉદે જવાબ આપ્યો, “તારા પિતા બરાબર જાણે છે; કે તું માંરો સાચો મિત્ર છે. તેથી તેણે એમ વિચાર્યુ હશે કે, ‘તને આની ખબર પડવી જોઈએ નહિ. નહિ તો તને દુ:ખ થશે અને એ વિષે તું મને કહીશ.’ પણ હું તને યહોવાના સમ ખાઈને કહું છું, તારા સમ ખાઈને કહું છું કે, માંરી અને મોતની વચ્ચે એક પગલાનું જ અંતર છે.”
1 શમુએલ 1:26
હાન્નાએ કહ્યું, “માંરા મુરબ્બી, હું સમ ખઇને કહું છું કે હું સાચું બોલી રહી છું. હું એજ સ્રી છું જે તમાંરી પાસે ઊભી હતી અને યહોવાને પ્રાર્થના કરતી હતી.
પુનર્નિયમ 6:13
તમાંરા દેવ યહોવૅંથી ડરો, તેની સેવા કરવી અને તમાંરા બધા વચનોમાં ફકત તેમનું જ નામ વાપરવું.
ઊત્પત્તિ 44:20
તેથી અમે માંલિકને જવાબ આપ્યો હતો, ‘અમાંરે વૃદ્વ પિતા અને એક નાનો ભાઈ છે, જે એમને પાછલી અવસ્થામાં પ્રાપ્ત થયો હતો. એનો ભાઈ અવસાન પામેલ છે, તેથી તે તેની માંતાનો એકનો એક પુત્ર છે, વળી તેના પિતાને તે ખૂબ વહાલો છે.’
ઊત્પત્તિ 43:3
પણ યહૂદાએ કહ્યું, “તે પ્રદેશના શાસનકર્તાએ અમને સખત ચેતવણી આપીને કહ્યું છે કે, ‘તમાંરો ભાઈ સાથે હશે તો જ તમે મને મળી શકશો.’
ઊત્પત્તિ 42:34
અને તમાંરા સૌથી નાના ભાઈને માંરી પાસે લઈને આવો તો હું માંનીશ કે, તમે જાસૂસો નથી, પણ સાચા માંણસ છો. અને હું તમાંરા ભાઈને પાછો તમને સોંપી દઈશ અને તમે આ દેશમાં વેપાર કરજો.”‘
ઊત્પત્તિ 42:30
તેમણે કહ્યું, “જે માંણસ તે દેશનો શાસનકર્તા છે તેણે અમાંરી સાથે કડકાઈથી વાત કરી અને અમને કઠોર વેણ કહ્યાં, ને અમને દેશના જાસૂસ ગણ્યા.
ઊત્પત્તિ 42:20
પછી તમાંરા સૌથી નાના ભાઈને માંરી આગળ લઈને આવો; તે પરથી તમાંરી વાત સાચી ઠરશે અને તમાંરે મરવું પણ નહિ પડે.”પછી તે લોકો એમ કરવા સંમત થયા.
ઊત્પત્તિ 42:16
ત્યાં સુધી તમાંરે કારાગારમાં બંદીવાન બનવું પડશે; આમ, તમે સાચું બોલો છો કે, કેમ તેની કસોટી થશે, નહિ તો ફારુનના જીવના સમ ખાઈને કહું છું કે, તમે જાસૂસ જ છો.”
ઊત્પત્તિ 42:12
છતાં યૂસફે કહ્યું, “એમ નહિ, તમે દેશનાં છિદ્રો જોવા જ આવ્યા છો.”
ઊત્પત્તિ 42:7
પરંતુ યૂસફે પોતાના ભાઈઓને જોયા અને ઓળખ્યા, છતાં પણ જાણે અજાણ્યો હોય તે રીતે તેઓની સાથે વત્ર્યો. અને કડકાઈથી તેઓને સવાલ કર્યો, “તમે કયાંથી આવો છો?”તેઓએ જવાબ આપ્યો, “અમો કનાનના પ્રદેશમાંથી અનાજ ખરીદવા આવ્યા છીએ.”