Bible

Genesis 24 - WEB (Gujarati)

1 Abraham was old, and well stricken in age. Yahweh had blessed Abraham in all things.હવે ઇબ્રાહિમ ખૂબ વૃદ્વ થયો હતો. યહોવાએ ઇબ્રાહિમને આશીર્વાદ આપ્યા અને તેના પ્રત્યેક કામમાં સફળતા પ્રદાન કરી.

2 Abraham said to his servant, the elder of his house, who ruled over all that he had, "Please put your hand under my thigh.ઇબ્રાહિમે પોતાના ઘરના જૂનામાં જૂના નોકરને બોલાવ્યો અને કહ્યું, “માંરી જાંઘ નીચે તારો હાથ મૂક.

3 I will make you swear by Yahweh, the God of heaven and the God of the earth, that you shall not take a wife for my son of the daughters of the Canaanites, among whom I live.હું તને આકાશ અને પૃથ્વીના દેવ યહોવાને નામે સમ દેવા ઈચ્છું છું કે, તું કનાનીઓની કોઈ પણ કન્યા સાથે માંરા પુત્રના વિવાહ થવા દઈશ નહિ. અમે લોકો કનાનીઓની વચમાં રહીએ છીએ, પરંતુ કોઈ પણ કનાની કન્યા સાથે તેના લગ્ન થવા ન દેશો.

4 But you shall go to my country, and to my relatives, and take a wife for my son Isaac."તમે માંરા દેશમાં માંરાં સગાંસંબંધીઓમાં જાઓ અને ત્યાં શોધો. પછી ત્યાંથી માંરા દીકરા માંટે સ્ત્રી લાવજો.”

5 The servant said to him, "What if the woman isn't willing to follow me to this land? Must I bring your son again to the land you came from?"નોકરે તેમને કહ્યું, “કદાચ તે કન્યા માંરી સાથે આ દેશમાં આવવા તૈયાર ન પણ થાય. ત્યારે માંરે તમાંરા પુત્રને તમે જે દેશમાંથી આવ્યા છો ત્યાં પાછો લઈ જવો?”

6 Abraham said to him, "Beware that you don't bring my son there again.ઇબ્રાહિમે તેને કહ્યું, “ના, તું માંરા પુત્રને એ દેશમાં લઈ જઈશ નહિ.

7 Yahweh, the God of heaven, who took me from my father's house, and from the land of my birth, who spoke to me, and who swore to me, saying, 'I will give this land to your seed{or, offspring}.' He will send his angel before you, and you shall take a wife for my son from there.યહોવા આકાશના દેવે મને માંરી જન્મભૂમિનો અને માંરા બાપના ઘરનો ત્યાગ કરાવ્યો હતો. અને જેણે સમ ખાઈને મને એવું વચન આપ્યું હતું: ‘હું તારા વંશજોને આ દેશ આપીશ.’ તે તારી આગળ તને દોરવવા તેના દૂતને ત્યાંથી માંરા પુત્ર માંટે પત્ની લાવવા મોકલશે.

8 If the woman isn't willing to follow you, then you shall be clear from this my oath. Only you shall not bring my son there again."પરંતુ કન્યા જો તારી સાથે આવવા તૈયાર ન હોય તો તું માંરા આ સમથી મુકત છે. પરંતુ તું માંરા પુત્રને તે દેશમાં પાછો લઈ જઈશ નહિ.”

9 The servant put his hand under the thigh of Abraham his master, and swore to him concerning this matter.આ રીતે નોકરે પોતાના ધણી ઇબ્રાહિમની જાંધ નીચે હાથ મૂકયો અને એ પ્રકારના સમ લીધા.

10 The servant took ten camels, of his master's camels, and departed, having all goodly things of his master's in his hand. He arose, and went to Mesopotamia, to the city of Nahor.પછી નોકરે ઇબ્રાહિમના દશ ઊંટ લીધાં. અને ધણી પાસેથી જાતજાતની સારામાં સારી ભેટસોગાદો લઈને અરામ-નાહશ-ઇમનામાં આવેલા નાહોર નગરમાં જવા નીકળી પડયો.

11 He made the camels kneel down outside the city by the well of water at the time of evening, the time that women go out to draw water.તે નગર બહાર કૂવા પાસે ગયો, ત્યારે સંધ્યાકાળે સ્ત્રીઓ ત્યાં પાણી ભરવા જતી હતી. તે વખતે તેણે શહેર બહાર કૂવા પાસે ઊંટને બેસાડયાં.

12 He said, "Yahweh, the God of my master Abraham, please give me success this day, and show kindness to my master Abraham.નોકરે કહ્યું, “હે યહોવા, તું માંરા ધણી ઇબ્રાહિમનો દેવ છે. આજે તું માંરા ધણીના પુત્ર માંટે એક વહુ મેળવી આપ. કૃપા કરીને માંરા ધણી ઇબ્રાહિમ પર દયા કર.

13 Behold, I am standing by the spring of water. The daughters of the men of the city are coming out to draw water.હું આ પાણી ભરવાના કૂવા પાસે ઊભો છું અને નગરની કન્યાઓ પાણી ભરવા આવે છે.

14 Let it happen, that the young lady to whom I will say, 'Please let down your pitcher, that I may drink.' She will say, 'Drink, and I will also give your camels a drink.' Let the same be she who you have appointed for your servant Isaac. Thereby will I know that you have shown kindness to my master."હું એક વિશિષ્ટ પ્રકારના ચિન્હની પ્રતીક્ષા કરી રહ્યો છું, જેના વડે હું જાણી શકું કે, ઇસહાકને યોગ્ય કઈ કન્યા છે. હું કન્યાને કહું કે, ‘તારો ઘડો જરા વાંકો કર, એટલે હું પાણી પી શકું.’ અને જે કન્યા કહે કે, ‘પીઓને; અને હું તમાંરાં ઊંટને પણ પાઈશ.’ તે જ તારા સેવક ઇસહાકની વહુ થવા તેં નક્કી કરેલી કન્યા હોય. આના પરથી હું જાણીશ કે, માંરા ધણી પર તારી કૃપા છે.”

15 It happened, before he had done speaking, that behold, Rebekah came out, who was born to Bethuel the son of Milcah, the wife of Nahor, Abraham's brother, with her pitcher on her shoulder.પછી નોકરની પ્રાર્થના પૂરી થતાં પહેલા જ ત્યાં રિબકા નામની કન્યા ખભા પર ઘડો લઈને આવી. રિબકા બથુએલની પુત્રી હતી. અને બથુએલ ઇબ્રાહિમના ભાઈ નાહોર અને મિલ્કાહનો પુત્ર હતો.

16 The young lady was very beautiful to look at, a virgin, neither had any man known her. She went down to the spring, filled her pitcher, and came up.કન્યા ખૂબ રૂપાળી હતી અને કુંવારી હતી. કોઈ પુરુષનો સ્પર્શ તેને થયો ન હતો. તે પોતાનો ઘડો ભરવા માંટે કૂવા ઉપર આવી.

17 The servant ran to meet her, and said, "Please give me a drink, a little water from your pitcher."અને જ્યારે તેણી ગાગર ભરીને પાછી આવી, નોકર તેની તરફ દોડ્યો અને બોલ્યો, “કૃપા કરીને તમાંરા ઘડામાંથી થોડું પાણી પીવા આપશો?”

18 She said, "Drink, my lord." She hurried, and let down her pitcher on her hand, and gave him drink.રિબકાએ જલદીથી ખભા પરથી ઘડો ઉતાર્યો અને તેને પાણી પાયું. રિબકાએ કહ્યું, “શ્રીમાંન, લો આ પીઓ.”

19 When she had done giving him drink, she said, "I will also draw for your camels, until they have done drinking."જયારે તે પાણી પીવડાવી રહી એટલે તે બોલી, “તમાંરા ઊંટ માંટે પણ તેઓ પી રહે ત્યાં સુધી હું પાણી લાવી આપીશ.”

20 She hurried, and emptied her pitcher into the trough, and ran again to the well to draw, and drew for all his camels.એમ કહીને તેણે ઝટપટ ઘડો હવાડામાં ઠાલવી દીધો અને ફરી ભરવા માંટે કૂવે દોડી ગઈ. અને તેણે બધાં જ ઊંટોને પાણી પીવડાવ્યું.

21 The man looked steadfastly at her, holding his peace, to know whether Yahweh had made his journey prosperous or not.નોકરે ચૂપચાપ ધ્યાનથી તેને જોઈ. એ નક્કી જાણવા માંગતો હતો કે, કદાચ યહોવાએ એની વાત સ્વીકારીને તેનો પ્રવાસ સફળ કર્યો છે.

22 It happened, as the camels had done drinking, that the man took a golden ring of half a shekel weight, and two bracelets for her hands of ten shekels weight of gold,ઊંટો પાણી પી રહ્યાં એટલે પેલા માંણસે અર્ધા તોલા સોનાની એક વાળી અને દશ તોલા સોનાની બે બંગડીઓ પેલી યુવતીને આપી.

23 and said, "Whose daughter are you? Please tell me. Is there room in your father's house for us to lodge in?"પછી નોકરે પૂછયું, “તારા પિતા કોણ છે? તારા પિતાના ઘરમાં અમે રાતવાસો કરીએ એટલી જગ્યા છે?”

24 She said to him, "I am the daughter of Bethuel the son of Milcah, whom she bore to Nahor."રિબકાએ જવાબ આપ્યો, “માંરા પિતા બથુએલ છે, જે મિલ્કાહ અને નાહોરના પુત્ર છે.”

25 She said moreover to him, "We have both straw and provender enough, and room to lodge in."પછી તેને કહ્યું, “હા, અમાંરી પાસે તમાંરા ઊંટો માંટે પુષ્કળ ઘાસચારો છે. અને રાતવાસો કરવા માંટે જગ્યા પણ છે.”

26 The man bowed his head, and worshiped Yahweh.નોકરે માંથું નમાંવીને યહોવાની ઉપાસના કરી.

27 He said, "Blessed be Yahweh, the God of my master Abraham, who has not forsaken his loving kindness and his truth toward my master. As for me, Yahweh has led me in the way to the house of my master's relatives."નોકરે કહ્યું, “માંરા ધણી ઇબ્રાહિમના દેવ યહોવાની પ્રશંસા થાઓ. યહોવા માંરા ધણી પ્રત્યે દયાળુ અને વફાદાર રહ્યાં છે. યહોવાએ મને માંરા ધણીના સગાઓના ઘરે દોરવ્યો છે. અને માંરા ધણીના પુત્ર માંટે યોગ્ય કન્યા તરફ દોરવ્યો છે.”

28 The young lady ran, and told her mother's house about these words.પછી રિબકાએ ઘેર દોડી જઈને જે કાંઈ બન્યું હતું તે પોતાના પરિવારને જણાવ્યું,,

29 Rebekah had a brother, and his name was Laban. Laban ran out to the man, to the spring.રિબકાના ભાઈનું નામ લાબાન હતું. રિબકાએ તે વ્યકિતએ જે વાત કરી હતી તે વાતો ભાઈને કહી. લાબાન તેની વાતો સાંભળી રહ્યો હતો ત્યારે,

30 It happened, when he saw the ring, and the bracelets on his sister's hands, and when he heard the words of Rebekah his sister, saying, "This is what the man said to me," that he came to the man. Behold, he was standing by the camels at the spring.તેણે પોતાની બહેનના હાથ પર બંગડીઓ અને વાળી જોઈ, તેથી તે દોડીને પેલા માંણસને મળવા ગયો. તે માંણસ કૂવા આગળ ઉંટો પાસે ઊભો હતો.

31 He said, "Come in, you blessed of Yahweh. Why do you stand outside? For I have prepared the house, and room for the camels."લાબાને કહ્યું, “પધારો શ્રીમાંન, આપનું સ્વાગત કરું છું, તમે અહીં બહાર કેમ ઊભા છો? મેં તમાંરા ઊંટોને માંટે એક જગ્યા તૈયાર રાખી છે, અને તમાંરા માંટે સૂવાનો ઓરડો પણ તૈયાર કરી દીધો છે.”

32 The man came into the house, and he unloaded the camels. He gave straw and provender for the camels, and water to wash his feet and the feet of the men who were with him.તેથી ઇબ્રાહિમનો નોકર ઘરમાં ગયો. લાબાને ઊંટના બંધનો છોડી નાખ્યા, ઊંટો માંટે ઘાસચારો આપ્યો. અને તેને અને તેના માંણસોને પગ ધોવા માંટે પાણી આપ્યું.

33 Food was set before him to eat. But he said, "I will not eat until I have told my message." He said, "Speak on."પછી લાબાને તેમને ખાવા માંટે ભોજન આપ્યું. પરંતુ તેણે કહ્યું, “હું શા કામે આવ્યો છું તે કહ્યાં પહેલા હું જમીશ નહિ.” લાબાન બોલ્યો, “તો કહો.”

34 He said, "I am Abraham's servant.નોકરે કહ્યું, “હું ઇબ્રાહિમનો નોકર છું, યહોવાએ અમાંરા ધણી ઉપર દરેક બાબતમાં કૃપા કરી છે. માંરા ધણી મહાન વ્યકિત થઈ ગયા છે.

35 Yahweh has blessed my master greatly. He has become great. He has given him flocks and herds, silver and gold, men-servants and maid-servants, and camels and donkeys.યહોવાએ તેમને ઘેટાંબકરાં, ઊંટો અને ગધેડાં, ઢોરઢાંખર, સોનુંરૂપું, દાસ દાસીઓ આપ્યાં છે.

36 Sarah, my master's wife, bore a son to my master when she was old. He has given all that he has to him.માંરા ધણીની પત્ની સારાને વૃદ્વાવસ્થામાં એક પુત્ર અવતર્યો અને માંરા ધણીએ તેને બધી મિલકત સોંપી દીધી છે.

37 My master made me swear, saying, 'You shall not take a wife for my son of the daughters of the Canaanites, in whose land I live,માંરા માંલિકે મને એવા સમ દીધા છે કે, ‘જે કનાનીઓના દેશમાં હું વસું છું તેમની પુત્રીઓમાંથી તારે માંરા પુત્ર માંટે સ્ત્રી લાવવી નહિ.

38 but you shall go to my father's house, and to my relatives, and take a wife for my son.'એટલા માંટે તારે વચન આપવું પડશે કે, તું માંરા પિતાના દેશમાં અને માંરા કુટુંબમાં જઈને ત્યાંથી માંરા પુત્ર માંટે કન્યા લાવીશ.’

39 I said to my master, 'What if the woman will not follow me?'મેં માંરા ધણીને કહ્યું, ‘કદાચ એમ પણ બને કે, સ્ત્રી માંરી સાથે આ દેશમાં આવવા તૈયાર ન થાય.’

40 He said to me, 'Yahweh, before whom I walk, will send his angel with you, and prosper your way. You shall take a wife for my son of my relatives, and of my father's house.પરંતુ માંરા ધણીએ કહ્યું, ‘હું યહોવાની સેવા કરું છું. અને યહોવા તારી સાથે એમનો દૂત મોકલશે, જે તમાંરી મદદ કરશે. ત્યાં તને અમાંરા લોકોમાં માંરા પુત્ર માંટે સ્ત્રી મળશે.

41 Then will you be clear from my oath, when you come to my relatives. If they don't give her to you, you shall be clear from my oath.'એ પછી તું મને આપેલા તારા વચનથી મુકત થઇશ. પરંતુ જો તું માંરા પિતાના દેશમાં જા અને તે લોકો માંરા પુત્ર માંટે કન્યા આપવાની ના પાડે તો પણ તું તારા સમથી મુકત છે.’

42 I came this day to the spring, and said, 'Yahweh, the God of my master Abraham, if now you do prosper my way which I go.“આજે હું આ કૂવા આગળ આવ્યો અને મેં કહ્યું, ‘હે યહોવા, માંરા ધણીના દેવ, કૃપા કરીને માંરા પ્રવાસને સફળ બનાવો.”

43 Behold, I am standing by the spring of water. Let it happen, that the maiden who comes forth to draw, to whom I will say, Give me, I pray you, a little water from your pitcher to drink.જો હું આ કૂવા આગળ ઊભો રહું છું. હવે જે યુવાન કન્યા પાણી ભરવા આવે અને જેને હું કહું કે, “તારા ઘડામાંથી મને થોડું પાણી પા.”

44 She will tell me, "Drink, and I will also draw for your camels." Let the same be the woman whom Yahweh has appointed for my master's son.'અને જો તેણી મને કહે, “પાણી પીઓ, હું તમાંરાં ઊંટો માંટે પણ પાણી લાવીશ. એ રીતે હું જાણીશ કે, તેણી માંરા ધણીના પુત્ર માંટે યહોવાએ પસંદ કરેલ યોગ્ય કન્યા છે.’

45 Before I had done speaking in my heart, behold, Rebekah came forth with her pitcher on her shoulder. She went down to the spring, and drew. I said to her, 'Please let me drink.'“માંરી પ્રાર્થના પૂરી થતાં પહેલા જ રિબકા કૂવા પર પાણી ભરવા આવી. પાણીનો ઘડો તેના ખભા પર હતો તે ઊતારીને પાણી ભર્યું. મેં તેને કહ્યું, કૃપા કરીને મને થોડું પાણી આપો.

46 She hurried and let down her pitcher from her shoulder, and said, 'Drink, and I will also give your camels a drink.' So I drank, and she made the camels drink also.તેણીએ તરત જ ઘડો નમાંવ્યો અને કહ્યું, ‘પીઓ અને હું તમાંરા ઊંટો માંટે પણ પાણી લાવીશ.’ તેથી મેં પાણી પીધું અને તેણીએ માંરા ઉંટોને પણ પીવા માંટે પાણી આપ્યું.

47 I asked her, and said, 'Whose daughter are you?' She said, 'The daughter of Bethuel, Nahor's son, whom Milcah bare to him.' I put the ring on her nose, and the bracelets on her hands.પછી મેં એને પૂછયું, ‘તારા પિતા કોણ છે?’ એણે ઉત્તર આપ્યો, ‘માંરા પિતા બથુએલ છે. માંરા પિતાના માંતાપિતા મિલ્કાહ અને નાહોર છે.’ એટલે મેં એના નાકમાં વાળી અને હાથમાં બંગડીઓ પહેરાવી.

48 I bowed my head, and worshiped Yahweh, and blessed Yahweh, the God of my master Abraham, who had led me in the right way to take my master's brother's daughter for his son.પછી મેં સાષ્ટાંગ પ્રણામ કર્યા અને માંરા ધણીના દેવની સ્તુતિ કરી. કારણ કે તે મને સાચા માંર્ગે દોરી લાવ્યા, જેથી હું માંરા ધણીના પુત્ર માંટે તેના ભાઈની પુત્રી પસંદ કરી શકું.

49 Now if you will deal kindly and truly with my master, tell me. If not, tell me. That I may turn to the right hand, or to the left."હવે તમે શું કરશો? તે કહો. શું તમે માંરા ધણી પ્રત્યે દયાળુ અને શ્રધ્ધાળુ બનશો અને તમાંરી પુત્રી તેને આપશો? કે, પછી તમાંરી પુત્રી આપવાની ના પાડશો? એ મને જણાવો, જેથી માંરે કયે રસ્તે જવું તેની ખબર પડે.”

50 Then Laban and Bethuel answered, "The thing proceeds from Yahweh. We can't speak to you bad or good.પછી લાબાને અને બથુએલે જવાબ આપ્યો, “અમે જોઈએ છીએ કે, આ બધું યહોવાની ઈચ્છાથી થયું છે. તેથી અમે તેને બદલવા માંટે કઇ પણ કહી શકીએ નહિ.

51 Behold, Rebekah is before you, take her, and go, and let her be your master's son's wife, as Yahweh has spoken."આ રિબકા તમાંરી આગળ છે, એને લઈ જાઓ અને તમાંરા ધણીના પુત્ર સાથે પરણાવો.”

52 It happened that when Abraham's servant heard their words, he bowed himself down to the earth to Yahweh.ઇબ્રાહિમના નોકરે આ સાંભળ્યું અને તેણે યહોવાને સાષ્ટાંગ પ્રણામ કર્યા.

53 The servant brought forth jewels of silver, and jewels of gold, and clothing, and gave them to Rebekah. He gave also to her brother and to her mother precious things.પછી તેણે પોતે જે સાથે લાવ્યો હતો તે ભેટો રિબકાને આપી. તેણે રિબકાને સોનારૂપાના દાગીના તથા સુંદર વસ્રો કાઢીને રિબકાને આપ્યાં. તેણે તેના ભાઈ અને તેની માંને કિંમતી ભેટો આપી.

54 They ate and drank, he and the men who were with him, and stayed all night. They rose up in the morning, and he said, "Send me away to my master."તેણે અને તેની સાથેના માંણસોએ ત્યાં ખાધુંપીધું અને ત્યાં જ રાત રહ્યાં. બીજે દિવસે સવારે ઊઠયા અને બોલ્યા, “હવે અમે અમાંરા ધણીની પાસે જઈશું.”

55 Her brother and her mother said, "Let the young lady stay with us a few days, at least ten. After that she will go."રિબકાની માં અને ભાઈએ કહ્યું, “રિબકાને અમાંરા લોકોની સાથે થોડા દિવસ રહેવા દો; કંઈ નહિ તો દશ દિવસ તો રહેવા દો, ત્યાર પછી તે આવશે.”

56 He said to them, "Don't hinder me, seeing Yahweh has prospered my way. Send me away that I may go to my master."પરંતુ નોકરે તેઓને કહ્યું, “મને રોકશો નહિ, યહોવાએ માંરો પ્રવાસ સફળ બનાવ્યો છે. હવે મને જવા દો જેથી હું માંરા ધણીને જઈને મળું.”

57 They said, "We will call the young lady, and ask her."રિબકાના ભાઈ અને માંએ કહ્યું, “અમે રિબકાને બોલાવીને પૂછીએ છીએ કે, તે શું ઈચ્છે છે?”

58 They called Rebekah, and said to her, "Will you go with this man?" She said, "I will go."તેઓએ રિબકાને બોલાવી અને તેને પૂછયું, “શું તું આ માંણસ સાથે હમણા જ જવા ઈચ્છે છે?”

59 They sent away Rebekah, their sister, with her nurse, Abraham's servant, and his men.તેથી તેઓએ રિબકાને ઇબ્રાહિમના નોકર અને તેના સાથીઓ સાથે વિદાય કર્યા. રિબકાની દાસી પણ તેની સાથે ગઈ.

60 They blessed Rebekah, and said to her, "Our sister, may you be the mother of thousands of ten thousands, and let your seed possess the gate of those who hate them."જયારે તે વિદાય થતી હતી ત્યારે આશીર્વાદ આપ્યા કે,“અમાંરી બહેન, લાખો પુત્રોની માંતા થાઓ, અને તારા વંશજો દુશ્મનોના શહેરો કબજે કરો.”

61 Rebekah arose with her ladies. They rode on the camels, and followed the man. The servant took Rebekah, and went his way.પછી રિબકા અને તેની દાસીઓ ઊંટ પર સવાર થઈ અને નોકર તથા તેની સાથીઓની પાછળ પાછળ ચાલવા લાગી. આ રીતે નોકરે રિબકાને સાથે લીધી અને ઘેર પાછા ફરવા માંટેની યાત્રા શરુ કરી.

62 Isaac came from the way of Beer Lahai Roi. For he lived in the land of the South.તે સમયે ઇસહાકે બેર-લાહાય-રોઇ છોડી દીધું હતું અને નેગેબમાં રહેવાનું શરૂ કર્યુ હતું.

63 Isaac went out to meditate in the field at the evening. He lifted up his eyes, and saw, and, behold, there were camels coming.એક દિવસ સાંજે તે ખેતરમાં ફરવા ગયો હતો. ત્યાં તેણે આંખ ઊંચી કરીને જોયું તો ઊંટો આવતાં દેખાયાં.

64 Rebekah lifted up her eyes, and when she saw Isaac, she dismounted from the camel.રિબકાએ નજર કરી અને ઈસહાકને જોયો. એટલે તે ઊંટ પરથી ઊતરી પડી.

65 She said to the servant, "Who is the man who is walking in the field to meet us?" The servant said, "It is my master." She took her veil, and covered herself.તેણે નોકરને પૂછયું, “પેલો માંણસ ખેતરમાં ફરનારો, આપણને મળવા આવે છે તે કોણ છે?”નોકરે કહ્યું, “તે માંરા ધણીનો પુત્ર છે.” એટલે રિબકાએ પોતાનો ચહેરો બુરખામાં છુપાવી દીધો.

66 The servant told Isaac all the things that he had done.નોકરે ઇસહાકને જે જે બન્યું હતું તે બધું કહી સંભળાવ્યું.

67 Isaac brought her into his mother Sarah's tent, and took Rebekah, and she became his wife. He loved her. Isaac was comforted after his mother's death.પછી ઇસહાક રિબકાને પોતાની માંતાના તંબુમાં લઈ ગયો. તે દિવસે ઇસહાકે રિબકા સાથે વિવાહ કરી લીધા. તે તેની સાથે ખૂબ પ્રેમભાવ રાખતો હતો, તેથી તેને માંતાના મૃત્યુ પછી પણ સાંત્વન પ્રાપ્ત થયું. માંતાના મરણનું દુ:ખ તે ભૂલી શકયો.

Gujarati Bible