Sign in / My account

Revelation 5 - WEB (Gujarati)

1 I saw, in the right hand of him who sat on the throne, a book written inside and outside, sealed shut with seven seals.પછી રાજ્યાસન પર જે બેઠા હતા તે એકના જમણા હાથમાં મે એક ઓળિયુંજોયું, ઓળિયાની બંને બાજુએ લખાણ હતું. ઓળિયું સાત મુદ્રાઓથી મુદ્રિત રાખવામાં આવ્યું હતું.

2 I saw a mighty angel proclaiming with a loud voice, "Who is worthy to open the book, and to break its seals?"અને મેં એક શક્તિશાળી દૂતને જોયો. તે દૂતે મોટા સાદે કહ્યું કે, “આ ઓળિયું ઉઘાડવાને અને તેની મુદ્રાઓ તોડવાને કોણ સમર્થ છે?”

3 No one in heaven above, or on the earth, or under the earth, was able to open the book, or to look in it.પરંતુ આકાશમાં કે પૃથ્વી પર કે પૃથ્વી નીચે ત્યાં એવું કોઈ ન મળ્યું કે જે તે ઓળિયું ઉઘાડવા કે તેની અંદરની બાજુએ જોવા સમર્થ હોય.

4 And I wept much, because no one was found worthy to open the book, or to look in it.હું ખૂબ ખૂબ રડ્યો કારણ કે તે ઓળિયું ઉઘાડવાને કે તેમાં જોવાને કોઈ યોગ્ય હતું નહિ.

5 One of the elders said to me, "Don't weep. Behold, the Lion who is of the tribe of Judah, the Root of David, has overcome; he who opens the book and its seven seals."પરંતું વડીલોમાંના એકે મને કહ્યું કે, “રડીશ નહિ! યહૂદાના કુટુંબના સમુહમાથી તે સિંહે (ખ્રિસ્તે) વિજય પ્રાપ્ત કર્યો છે. તે દાઉદનો વંશજ છે. તે ઓળિયું તથા તેની સાત મુદ્રાઓને ખોલવાને શકિતમાન છે.”

6 I saw in the midst of the throne and of the four living creatures, and in the midst of the elders, a Lamb standing, as though it had been slain, having seven horns, and seven eyes, which are the seven Spirits of God, sent out into all the earth.પછી રાજ્યાસનની સમક્ષ ચાર જીવતાં પ્રૅંણીઓની વચમાં મેં એક હલવાનને ઊભું રહેલું જોયું. જેની આજુબાજુ વડીલો પણ હતા. તે હલવાન મારી નંખાયેલા જેવું હલવાન લાગતું હતું. તેને સાત શિંગડા તથા સાત આંખો હતી. આ દેવના સાત આત્મા છે જેઓને આખી પૃથ્વી પર મોકલવામાં આવ્યા છે.

7 Then he came, and he took it out of the right hand of him who sat on the throne.તે હલવાન આવ્યું અને રાજ્યાસન પર બેઠેલા એકના જમણા હાથમાંથી તે ઓળિયું લીધું.

8 Now when he had taken the book, the four living creatures and the twenty-four elders fell down before the Lamb, each one having a harp, and golden bowls full of incense, which are the prayers of the saints.હલવાને ઓળિયું લીધા પછી તે ચાર જીવતાં પ્રાણીઓ અને 24 વડીલો હલવાનની આગળ પગે પડ્યાં. તેમાંના દરેકની પાસે વીણા હતી. તેઓએ ધૂપથી ભરેલા સોનાના પ્યાલા પણ પકડ્યા હતા. આ ધૂપના પ્યાલા દેવના પવિત્ર લોકોની પ્રાર્થનાઓ છે.

9 They sang a new song, saying, "You are worthy to take the book, And to open its seals: For you were killed, And bought us for God with your blood, Out of every tribe, language, people, and nation,અને તે બધાએ હલવાન પાસે એક નવું ગીત ગાયું:“તું ઓળિયું લેવાને તથા તેની મુદ્રાને બોલવાને યોગ્ય છે, કારણ કે તને મારી નાખવામાં આવ્યો હતો. અને તેં તારા લોહીથી દેવને માટે સર્વ કૂલોના, ભાષાના, પ્રજાના તથા દેશોના લોકોને ખરીધાં છે.

10 And made them kings and priests to our God, And they reign on earth."અમારા દેવ માટે તેં લોકોને રાજ્ય બનાવ્યા છે, અને આ લોકોને અમારા દેવને સારું યાજકો બનાવ્યા છે. અને તેઓ પૃથ્વી પર રાજ કરશે.”

11 I saw, and I heard something like a voice of many angels around the throne, the living creatures, and the elders; and the number of them was ten thousands of ten thousands, and thousands of thousands;પછી મેં જોયું અને મેં ઘણા દૂતોને વાણી સાંભળી. તે દૂતો રાજ્યાસનની, તે જીવતાં ચાર પ્રાણીઓની, અને વડીલોની આજુબાજુ હતા. ત્યાં હજારો દૂતો હતા-અને તે લાખો અને હજારોહજારની સંખ્યામાં હતા.

12 saying with a loud voice, "Worthy is the Lamb who has been killed to receive the power, wealth, wisdom, strength, honor, glory, and blessing!"તે દૂતોએ મોટા સાદે કહ્યું કે:“જે હલવાનને મારી નાખવામાં આવ્યું હતું તે પરાક્રમ, સંપત્તિ, શાણપણ અને શક્તિ, માન, મહિમા મેળવવા તથા સ્તુતિને યોગ્ય છે!”

13 I heard every created thing which is in heaven, on the earth, under the earth, on the sea, and everything in them, saying, "To him who sits on the throne, and to the Lamb be the blessing, the honor, the glory, and the dominion, forever and ever! Amen!{TR omits "Amen!"}"પછી મેં પ્રત્યેક જીવતાં પ્રાણી કે જે આકાશમાં, અને પૃથ્વી પર અને પૃથ્વીની નીચે અને સમુદ્રમાં છે તેમને સાંભળ્યાં. મે આ બધી જગ્યાઓએ દરેક વાતો સાંભળી. મેં તમને બધાને કહેતાં સાંભળ્યા કે:“જે રાજ્યાસન પર બેઠેલો છે તેને તથા હલવાનને સ્તુતિ, માન અને મહિમા તથા સત્તા સદાસર્વકાળ હો!”

14 The four living creatures said, "Amen!" The {TR adds "twenty-four"}elders fell down and worshiped.{TR adds "the one living forever and ever"}તે ચારે જીવતા પ્રાણીઓએ કહ્યું, “આમીન!” અને વડીલોએ પગે પડીને આરાધના કરી.

Gujarati Bible