Psalm 98 - BBE (Gujarati)
1 <A Psalm.> O make a new song to the Lord, because he has done works of wonder; with his right hand, and with his holy arm, he has overcome.યહોવા સમક્ષ, કોઇ એક નવું ગીત ગાઓ; કેમ કે તેણે અદભૂત કૃત્યો કર્યાં છે. એણે પવિત્ર બાહુબળનાં પુણ્ય પ્રતાપે જીત પ્રાપ્ત કરી છે.
2 The Lord has given to all the knowledge of his salvation; he has made clear his righteousness in the eyes of the nations.યહોવાએ પોતાની તારણ શકિત બતાવી છે, તેમણે તેમનું ન્યાયીપણું પ્રજાઓ સમક્ષ પ્રગટ કર્યુ છે.
3 He has kept in mind his mercy and his unchanging faith to the house of Israel; all the ends of the earth have seen the salvation of our God.તેણે પોતાનો સાચો પ્રેમ તથા વિશ્વાસીપણું ઇસ્રાએલના લોકો માટે સંભાર્યા છે. બધા દૂરના રાષ્ટોએ બધી સીમાઓએ તેમાં વસતાં પોતાની સગી આંખે જોયું કે, આપણા દેવે તેમના લોકોને કેવી રીતે બચાવ્યા.
4 Let all the earth send out a glad cry to the Lord; sounding with a loud voice, and praising him with songs of joy.હે પૃથ્વીનાં લોકો, યહોવાની આગળ હર્ષનાદ કરો. આનંદ અને ઉત્સાહથી તેમની સ્તુતિ ગાઓ.
5 Make melody to the Lord with instruments of music; with a corded instrument and the voice of song.તમે સિતારનાં તાર સાથે તાર મેળવો, સૂર સાથે યહોવાના સ્તોત્રો ગાઓ.
6 With wind instruments and the sound of the horn, make a glad cry before the Lord, the King.આપણા રાજા યહોવા સમક્ષ આનંદના પોકારો કરો! ભૂંગળા અને રણશિંગડા જોરથી વગાડો.
7 Let the sea be thundering, with all its waters; the world, and all who are living in it;સઘળા સમુદ્રોને ત્યાં સંચરનારા ર્ગજી ઊઠો, આખું જગત અને આ ધરતી પર રહેનારાં ગાજો.
8 Let the streams make sounds of joy with their hands; let the mountains be glad together,નદીઓના પ્રવાહો તાળી પાડો અને પર્વતો ગાન પોકારો; યહોવાની સમક્ષ અકત્ર હર્ષનાદ કરો.
9 Before the Lord, for he has come as judge of the earth; judging the world in righteousness, and giving true decisions for the peoples.યહોવા ધરતી પર ન્યાય શાસન કરવાં પધારે છે. તે ન્યાયીપણાએ પૃથ્વીનો, અને યથાર્થપણાએ લોકોનો ન્યાય કરશે.
Gujarati Bible