Psalm 96 - WEB (Gujarati)
1 Sing to Yahweh a new song! Sing to Yahweh, all the earth.યહોવા સમક્ષ નવું ગીત ગાઓ! સમગ્ર પૃથ્વી પર સર્વત્ર એ ગીત ગાઓ, યહોવા સમક્ષ ગાઓ.
2 Sing to Yahweh! Bless his name! Proclaim his salvation from day to day!તેમના નામને ધન્યવાદ આપો; દિનપ્રતિદિન તેનું તારણ પ્રગટ કરો.
3 Declare his glory among the nations, His marvelous works among all the peoples.પ્રજાઓને તેના મહિમા વિષે જણાવો અને બધા લોકોને તેમના ચમત્કારો વિષે કહો.
4 For great is Yahweh, and greatly to be praised! He is to be feared above all gods.કારણ, યહોવાની મહાનતા અવર્ણનીય છે; અને તે બહુ સ્તુત્ય છે; તેજ માત્ર ભયાવહ દેવ; સર્વ “દેવોની” ઉપર છે.
5 For all the gods of the peoples are idols, But Yahweh made the heavens.લોકોના સર્વ “દેવો,” મૂર્તિઓ માત્ર છે; પણ યહોવાએ આકાશોને ઉત્પન્ન કર્યા છે.
6 Honor and majesty are before him. Strength and beauty are in his sanctuary.ભવ્યતા અને મહિમા તેમની સામે ચમકે છે. સાર્મથ્ય અને સૌન્દર્ય તેમના પવિત્રસ્થાનમાં છે.
7 Ascribe to Yahweh, you families of nations, Ascribe to Yahweh glory and strength.હે વિશ્વની સર્વ પ્રજાઓ, યહોવા એકલા જ છે મહિમાવાન અને પરાક્રમી; તે તમે કબૂલ કરો ને તેમને માન આપો .
8 Ascribe to Yahweh the glory due to his name. Bring an offering, and come into his courts.યહોવાને ઘટે છે ગૌરવ જે તે તેમને આપો, તેમની આરાધના કરવાને તમારા અર્પણો લઇને તેનાં આંગણામાં જાઓ.
9 Worship Yahweh in holy array. Tremble before him, all the earth.પવિત્રતાની સુંદરતા ધારણ કરી, યહોવાની ઉપાસના કરો; અને ધ્રૂજો સમગ્ર પૃથ્વી તેમની સમક્ષ.
10 Say among the nations, "Yahweh reigns." The world is also established. It can't be moved. He will judge the peoples with equity.પ્રજાઓની વચ્ચે જાહેર કરો, યહોવા એ છે જે જગત પર શાસન કરે છે અને ટકાવી રાખે છે, તેથી તેનો વિનાશ થશે નહિ. બધાં લોકોનો નિષ્પક્ષતાથી ન્યાય કરશે.
11 Let the heavens be glad, and let the earth rejoice. Let the sea roar, and it's fullness!આકાશો આનંદ પામો! હે પૃથ્વી, સુખી થાવ! હે ગર્જના કરતા સમુદ્રની વિશાળતા હર્ષથી પોકારો.
12 Let the field and all that is in it exult! Then all the trees of the woods shall sing for joyખેતરો અને તેમાં જે કઇં ઊગે છે તે સર્વ સુખી થાઓ. હે વનનાં સર્વ વૃક્ષો યહોવાની આગળ હર્ષ સાથે ગાઓ.
13 Before Yahweh; for he comes, For he comes to judge the earth. He will judge the world with righteousness, The peoples with his truth.પૃથ્વીનો ન્યાય કરવાને, યહોવા આવે છે; તે સર્વ પ્રજાઓનો ન્યાય સત્યતાએ કરશે; અને જગતનો યથાર્થપણે.
Gujarati Bible