Psalm 92 - BBE (Gujarati)
1 <A Psalm. A Song for the Sabbath.> It is a good thing to give praise to the Lord, and to make melody to your name, O Most High;યહોવાની સ્તુતિ કરવી અને આભાર વ્યકત કરવો અને તમારા નામના, પરાત્પર દેવના સ્તોત્ર ગાન કરવા તે સારું છે.
2 To make clear your mercy in the morning, and your unchanging faith every night;દસ તારવાળા વાજીંત્ર તથા સિતાર કે વીણાના મધુર સ્વર સાથે ગાવું તે ખરેખર સારું છે.
3 On a ten-corded instrument, and on an instrument of music with a quiet sound.પ્રત્યેક સવારે તેમના માટે તમારો પ્રેમ વ્યકત કરો, અને પ્રત્યેક રાત્રે તેમનામાં તમારો વિશ્વાસ વ્યકત કરો.
4 For you, O Lord, have made me glad through your work; I will have joy in the works of your hands.હે યહોવા, તમે તમારા કૃત્યોથી મને આનંદ પમાડ્યો છે; હું તમારા હાથે થયેલાં કામને લીધે હર્ષનાદ કરીશ.
5 O Lord, how great are your works! and your thoughts are very deep.હે યહોવા, તમારા કૃત્યો કેવાં મહાન છે! તમારા વિચારો બહુ ગહન છે.
6 A man without sense has no knowledge of this; and a foolish man may not take it in.ઊંડો વિચાર ન કરી શકે તેવા લોકો તે સમજી શકતાં નથી, અને મૂર્ખ માણસ કદાપિ તેનો અર્થ પામી શકતો નથી.
7 When the sinners come up like the grass, and all the workers of evil do well for themselves, it is so that their end may be eternal destruction.દુષ્ટ માણસો ઘાસની જેમ પુષ્કળ ઉગે છે, ભૂંડુ કરનાર દરેક જગાએ ફૂટી નીકળે છે. પણ તેમનો સદાને માટે વિનાશ થશે.
8 But you, O Lord, are on high for ever.પણ, હે યહોવા, તમે સર્વકાળનાં પરાત્પર દેવ છો.
9 For see! your haters, O Lord, will be put to death; all the workers of evil will be put to flight;હે યહોવા, તમારા શત્રુઓ અવશ્ય નાશ પામશે; અને સર્વ ભૂંડુ કરનારાઓ વિખેરાઇ જશે.
10 But my horn is lifted up like the horn of the ox: the best oil is flowing on my head.પણ તમે મને, જંગલી ગોધાના જેવો, બળવાન કર્યો છે; મને મૂલ્યવાન તેલ ચોળવામાં આવ્યું છે, જે ચેતનવંતો બનાવે.
11 My eyes have seen trouble come on my haters; my ears have news of the fate of the evil-doers who have come up against me.મેં નજરે નિહાળ્યું છે ને મારા શત્રુઓની હાર થઇ છે; અને મેં સાંભળ્યું છે, કે મારા દુષ્ટ દુશ્મનોને ભગાડી મૂકવામાં આવ્યા છે.
12 The good man will be like a tall tree in his strength; his growth will be as the wide-stretching trees of Lebanon.સદાચારી લોકો તાડના વૃક્ષની જેમ ખીલશે અને લબાનોનના દેવદાર વૃક્ષોની જેમ વધશે.
13 Those who are planted in the house of the Lord will come up tall and strong in his gardens.યહોવાના મંદિરમાં જેઓને રોપવામાં આવેલા છે; તેઓ આપણા દેવનાં આંગણામાં ખીલી ઊઠશે.
14 They will give fruit even when they are old; they will be fertile and full of growth;તેઓ ઘડપણમાં પણ ફળધારક થશે, અને તેઓ તાજાં લીલાં વૃક્ષો જેવાં હશે.
15 For a sign that the Lord is upright; he is my Rock, there is no deceit in him.તેથી તેઓ કહેશે કે, યહોવા સારા અને પ્રામાણિક છે. તેઓ મારા ખડક છે, અને તેમના વિશે કઁઇ અન્યાયી નથીં.
Gujarati Bible