Bible

Psalm 89 - WEB (Gujarati)

1 > I will sing of the loving kindness of Yahweh forever. With my mouth, I will make known your faithfulness to all generations.યહોવાની કૃપા વિષે હું સદા ગાઇશ, સર્વ પેઢી સમક્ષ વિશ્વાસ પ્રગટ કરીશ.

2 I indeed declare, "Love stands firm forever. You established the heavens. Your faithfulness is in them."મે કહ્યું છે, “તમારો સાચો પ્રેમ સદાકાળ અવિચળ છે, અને તમારી વિશ્વસનીયતા આકાશની જેમ સતત રહે છે.”

3 "I have made a covenant with my chosen one, I have sworn to David, my servant,યહોવા દેવ કહે છે, “મેં મારા પસંદ કરેલા સાથે કરાર કર્યો છે; અને મારા સેવક દાઉદને વચન આપ્યું છે.

4 'I will establish your seed forever, And build up your throne to all generations.'" Selah.તારા સંતાનને હું સદા ટકાવી રાખીશ; અને વંશપરંપરાગત તારું રાજ્યાસન સ્થિર રાખીશ.”

5 The heavens will praise your wonders, Yahweh; Your faithfulness also in the assembly of the holy ones.પણ, હે યહોવા, તમારા ચમત્કારોની સ્તુતિ આકાશો કરશે, અને સંતોની મંડળી તમારી વિશ્વસનીયતા વિષે ગાશે.

6 For who in the skies can be compared to Yahweh? Who among the sons of the heavenly beings is like Yahweh,આકાશમાં કોણ છે એવું જેની તુલના થાય યહોવા સાથે? જનોમાં દેવદૂતોમાં તેના જેવો કોણ છે?

7 A very awesome God in the council of the holy ones, To be feared above all those who are around him?સંતોની સભા દેવથી ડરે છે અને આદર આપે છે. જેઓ તેમની આસપાસ છે તે સર્વ કરતાં, દેવ ભયાવહ અને સન્માનનીય છે.

8 Yahweh, God of hosts, who is a mighty one, like you? Yah, your faithfulness is around you.હે સૈન્યોના દેવ યહોવા; તમારા જેવું શકિતશાળી બીજું કોણ છે? તમે સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છો.

9 You rule the pride of the sea. When its waves rise up, you calm them.સમુદ્રના ગર્વ પર તમે અધિકાર ચલાવો છો; તમારા શબ્દોચ્ચાર તોફાની ઊછળતાં મોજાઓને શાંત કરે છે.

10 You have broken Rahab in pieces, like one of the slain. You have scattered your enemies with your mighty arm.તમે એ છો જેણે રાહાબને હરાવ્યો છે. તમારી શકિતશાળી ભુજે તમારા શત્રુઓને વિખેરી નાખ્યાં છે.

11 The heavens are yours. The earth also is yours; The world and its fullness. You have founded them.આકાશો અને પૃથ્વી તમારાં છે, કારણ; તમે જગત તથા તેના સર્વસ્વને સ્થાપન કર્યા છે.

12 The north and the south, you have created them. Tabor and Hermon rejoice in your name.ઉત્તર તથા દક્ષિણ તમારાથી ઉત્પન્ન થયા છે; તાબોર ને હેમોર્ન તમારા નામે હર્ષનાદ કરે છે .

13 You have a mighty arm. Your hand is strong, and your right hand is exalted.તમારો હાથ બળવાન છે, તમારા ભુજમાં પરાક્રમ છે, તમારો જમણો હાથ ઊંચો છે, મહિમાવંત સાર્મથ્યમાં.

14 Righteousness and justice are the foundation of your throne. Loving kindness and truth go before your face.ન્યાયીપણું તથા ન્યાય તમારા રાજ્યાસનનો પાયો છે; તમારું વિશ્વાસપણું અને પ્રેમ સર્વ કૃત્યોમાં પ્રગટ થાય છે.

15 Blessed are the people who learn to acclaim you. They walk in the light of your presence, Yahweh.હે યહોવા, ધન્ય છે આનંદદાયક નાદને જાણનાર લોકોને, તેઓ તમારા મુખના પ્રકાશમાં.

16 In your name they rejoice all day. In your righteousness, they are exalted.તેઓ આખો દિવસ તમારા નામમાં આનંદ માણે છે; અને તમારા ન્યાયીપણાંથી તેઓને ઊંચા કરાય છે.

17 For you are the glory of their strength. In your favor, our horn will be exalted.તમે તેમની અદભૂત શકિત છો. અને તમારી ઇચ્છા પ્રમાણે તેઓની વૃદ્ધિ થાય છે.

18 For our shield belongs to Yahweh; Our king to the Holy One of Israel.હા, યહોવા અમારી ઢાલ છે, અમારો ઇસ્રાએલનો પવિત્ર રાજા છે.

19 Then you spoke in vision to your saints, And said, "I have bestowed strength on the warrior. I have exalted a young man from the people.તમારા ભકતોને તમે દર્શનમાં કહ્યું, “જે પરાક્રમી છે તેને મેં સહાય કરી છે; અને એક યુવાનને મેં સામાન્ય લોકોમાંથી પસંદ કરીને ઊંચો કર્યો છે.

20 I have found David, my servant. I have anointed him with my holy oil,મારો સેવક દાઉદ મને મળ્યો છે; મેં તેને મારા પવિત્ર તેલથી અભિષિકત કર્યો છે.

21 With whom my hand shall be established. My arm will also strengthen him.મારો હાથ તેને ટકાવી રાખશે; અને મારો ભુજ તેને સાર્મથ્ય આપશે.

22 No enemy will tax him. No wicked man will oppress him.તેનાં શત્રુઓ તેને હરાવીં નહિ શકે. અને દુષ્ટ લોકો તેની પર વિજય પામી શકશે નહિ.

23 I will beat down his adversaries before him, And strike those who hate him.તેમનાં શત્રુઓને તેમની સમક્ષ હું પાડી નાખીશ; અને હું તેમના દ્વેષીઓનો પણ નાશ કરીશ.

24 But my faithfulness and my loving kindness will be with him. In my name, his horn will be exalted.પરંતુ મારું વિશ્વાસપણું તથા મારી કૃપા તેમની સાથે ચાલુ રહેશે; ને હું નિરંતર પ્રેમ રાખીશ; મારા નામને માટે પણ હું તેમને મહાન બનાવીશ.

25 I will set his hand also on the sea, And his right hand on the rivers.હું તેના હાથ સમુદ્ર પર સ્થાપન કરીશ; અને નદીઓ પર તેનો જમણો હાથ.

26 He will call to me, 'You are my Father, My God, and the rock of my salvation!'તે મને કહેશે; તમે મારા પિતા છો તમે મારું તારણ કરનાર ખડક છો, તમે મારા દેવ છો જે મને બચાવે છે.

27 I will also appoint him my firstborn, The highest of the kings of the earth.હું એની સાથે, મારા પ્રથમજનિત પુત્રની જેમ વ્યવહાર કરીશ; અને તેને પૃથ્વી પર સૌથી મહાન બળવાન રાજા બનાવીશ.

28 I will keep my loving kindness for him forevermore. My covenant will stand firm with him.મારી કૃપા તેના પર સદા રહેશે, અને મારો વિશ્વાસપાત્ર કરાર સદાકાળ તેની પાસે રહેશે!”

29 I will also make his seed endure forever, And his throne as the days of heaven.હું તેમની વંશાવળી સદાને માટે પ્રસ્થાપિત કરીશ. સ્વર્ગના અવિનાશી દિવસો જેમ, તેના શાસનનો અંત આવશે નહિ.

30 If his children forsake my law, And don't walk in my ordinances;જો તેનાં સંતાનો મારા નિયમોનો ભંગ કરશે, અને મારા હુકમોને નહિ અનુસરે.

31 If they break my statutes, And don't keep my commandments;જો તેઓ મારા વિધિઓને તોડશે, અને મારી આજ્ઞાઓ પ્રમાણે નહિ જીવે,

32 Then I will punish their sin with the rod, And their iniquity with stripes.તો હું તેમને તેમના પાપોની શિક્ષા સોટીથી કરીશ, અને તેમનાં અન્યાયને ફટકાથી જોઇ લઇશ.

33 But I will not completely take my loving kindness from him, Nor allow my faithfulness to fail.પરંતુ હું મારી કૃપા તેમની પાસેથી લઇ લઇશ નહિ, અને હું તેમને અવિશ્વાસુ નહિ બનું.

34 I will not break my covenant, Nor alter what my lips have uttered.ના, હું મારા કરારનું ખંડન નહિ કરું, મેં તેમને જે વચન આપ્યું છે તે હું કદાપિ નહિ બદલું.

35 Once have I sworn by my holiness, I will not lie to David.મેં એકવાર તારી પવિત્રતાના સમ ખાધા છે; હું દાઉદ સાથે જૂઠું બોલીશ નહિ .

36 His seed will endure forever, His throne like the sun before me.તેમનાં સંતાન સર્વકાળ ટકશે, અને સૂર્યની જેમ તેમની હકૂમત સર્વદા ટકશે.

37 It will be established forever like the moon, The faithful witness in the sky." Selah.તેમનું શાસન મારા વિશ્વાસુ સાક્ષી ચંદ્રની જેમ અચળ રહેશે.”

38 But you have rejected and spurned. You have been angry with your anointed.પરંતુ, દેવ, તમે તમારા અભિષિકતને તજી દીધાં છે, તિરસ્કાર કર્યો છે અને સજા કરી છે.

39 You have renounced the covenant of your servant. You have defiled his crown in the dust.તમે તમારા સેવક સાથે કરેલો કરાર રદ કર્યો છે, તમે રાજાના મુગટને કચરામાં ફેંકી દીધો હતો.

40 You have broken down all his hedges. You have brought his strongholds to ruin.તેનું રક્ષણ કરનાર દીવાલોને તમે તોડી પાડી છે, અને તેના દરેક કિલ્લાને તમે ખંડેર બનાવ્યાં છે.

41 All who pass by the way rob him. He has become a reproach to his neighbors.માગેર્ જનારા સર્વ કોઇ તેને લૂટી લે છે, અને પડોશીઓથી તે અપમાનિત થાય છે.

42 You have exalted the right hand of his adversaries. You have made all of his enemies rejoice.તમે તેમના વૈરીઓને તેમની વિરુદ્ધ બળવાન કર્યા છે. અને તેમના સર્વ શત્રુઓને તમે આનંદિત કર્યા છે.

43 Yes, you turn back the edge of his sword, And haven't supported him in battle.તમે તેમની તરવાર નીચી પાડી છે, અને તેમને યુદ્ધમાં સહાય નથી કરી.

44 You have ended his splendor, And thrown his throne down to the ground.તેના ગૌરવનો તમે અંત આણ્યો છે અને તેમનું રાજ્યાસન ઉથલાવી મૂક્યું છે.

45 You have shortened the days of his youth. You have covered him with shame. Selah.તેના યુવાનીના દિવસો તમે ટૂંકા કર્યા છે અને તમે તેને શરમાવ્યો છેે.

46 How long, Yahweh? Will you hide yourself forever? Will your wrath burn like fire?હે યહોવા, ક્યાં સુધી આમ ચાલ્યા કરશે? શું તમે આમ છુપાઇ રહેશો સદાકાળ? શું તમારો કોપ અગ્નિની જેમ સળગતો રહેશે?

47 Remember how short my time is! For what vanity have you created all the children of men!હે યહોવા, તમે મારા આયુખ્યને કેટલું ટૂંકુ બનાવ્યું છે તે જરા સંભારો; શું તમે માનવજાતનું નિર્માણ વ્યર્થતાને માટે કર્યુ છે?

48 What man is he who shall live and not see death, Who shall deliver his soul from the power of Sheol? Selah.છે કોઇ એવો જે જીવશે ને મરણ દેખશે નહિ? શેઓલના કબજામાંથી પોતાનો આત્મા કોણ છોડાવશે?

49 Lord, where are your former loving kindnesses, Which you swore to David in your faithfulness?હે યહોવા, તમારી અગાઉની કૃપા ક્યાં છે? જેનું તમે તમારી વિશ્વસનીયતા દ્વારા દાઉદને વચન આપ્યું હતું.

50 Remember, Lord, the reproach of your servants, How I bear in my heart the taunts of all the mighty peoples,હે યહોવા, તમારા સેવકોનું અપમાન કરનાર તે બધાં લોકોને હું સહન કરું છું તે શરમનું સ્મરણ કરો.

51 With which your enemies have mocked, Yahweh, With which they have mocked the footsteps of your anointed one.હે યહોવા, તમારા શત્રુઓએ મારું અપમાન કર્યુ, અને તેઓએ તમારા પસંદ કરેલા રાજાનું પણ અપમાન કર્યુ!

52 Blessed be Yahweh forevermore. Amen, and Amen.યહોવાની સદાય સ્તુતિ કરો. આમીન તથા આમીન!

Gujarati Bible