Psalm 38 - BBE (Gujarati)
1 <A Psalm. Of David. To keep in memory.> O Lord, be not bitter with me in your wrath; let not your hand be on me in the heat of your passion.હે યહોવા, તમે ક્રોધમાં આવી મને ઠપકો આપશો નહિ, અને તમારા ગુસ્સામંા મને તમે શિક્ષા કરશો નહિ.
2 For your arrows have gone into my flesh, and I am crushed under the weight of your hand.તમારા બાણોએ મને વીંધી નાખ્યો છે; અને તમારા હાથે મને કચડી નાખ્યો છે.
3 My flesh is wasted because of your wrath; and there is no peace in my bones because of my sin.તમારા ગુસ્સાને લીધે મારું શરીર જરાપણ તંદુરસ્ત નથી. મારા પાપોને લીધે અને તમારી શિક્ષાને લીધે મારા બધા હાડકાઁઓ ઇજા પામ્યા છે.
4 For my crimes have gone over my head; they are like a great weight which is more than my strength.મારા માથા પર પાપો અને અન્યાયનો ભાર વધી ગયો છે, ભારે બોજાની જેમ તે મને અસહ્ય થઇ પડ્યો છે.
5 My wounds are poisoned and evil-smelling, because of my foolish behaviour.મારી મૂર્ખાઇને કારણે ઘા પડી ગયા છે અને કોહવાઇને ગંધાઇ ઊઠયા છે.
6 I am troubled, I am made low; I go weeping all the day.હું લથડી ગયો છું અને વાંકો વળી ગયો છું, અને આખો દિવસ હું શોક કર્યા કરું છું.
7 For my body is full of burning; all my flesh is unhealthy.મારી કમરમાં અસહ્ય બળતરા થાય છેં, અને મારું શરીર રોગગ્રસ્ત થઇ ગયું છે.
8 I am feeble and crushed down; I gave a cry like a lion because of the grief in my heart.હું નિર્બળ થઇને કચડાઇ ગયો છું, હૃદયની વેદનાને કારણે નિસાસા નાખું છું.
9 Lord, all my desire is before you; my sorrow is not kept secret from you.હે યહોવા, તમને મારી સર્વ ઇચ્છાની ખબર છે, મારા એ નિસાસાથી તમે અજાણ્યા નથી.
10 My heart goes out in pain, my strength is wasting away; as for the light of my eyes, it is gone from me.મારા હૃદયના ધબકારા વધી ગયા છે, આંખોનું તેજ ઘટી ગયું છે. અને શકિત ઘટી ગઇ છે.
11 My lovers and my friends keep away from my disease; my relations keep far away.મારા રોગનાં ભયથી, મારા સ્નેહીજનો અને મિત્રો દૂર થઇ ગયા છે, અને મારા સગાસબંધી સૌ કોઇ, મારાથી જૂદા જઇ રહે છે.
12 Those who have a desire to take my life put nets for me; those who are designing my destruction say evil things against me, all the day their minds are full of deceit.શત્રુઓ મને મારવા ફાંદા ગોઠવે છે, મારું અહિત કરનારા હાનિકારક વાતો કરે છે.
13 But I kept my ears shut like a man without hearing; like a man without a voice, never opening his mouth.મારી વિરુદ્ધ આખો દિવસ કપટી કાવતરા કરે છે. પણ હું તો બહેરા માણસની જેમ સાંભળતો નથી, પોતાનું મોઢું ઉઘાડી ન શકું એવો હું મૂગો માણસ છું.
14 So I was like a man whose ears are shut, and in whose mouth there are no sharp words.સાંભળી ન શકે, ઉત્તર ન આપી શકે, હું એવા માણસ જેવો છું.
15 In you, O Lord, is my hope: you will give me an answer, O Lord, my God.હે યહોવા, મારા દેવ, હું તમારી વાટ જોઉં છું; હે યહોવા, હું આશા રાખું છું કે તમે મને ઉત્તર આપશો.
16 I said, Let them not be glad over me; when my foot is moved, let them not be lifted up with pride against me.મેં કહ્યું, “મારો પગ લપસે ત્યારે, મારી વિરુદ્ધ બડાઇ કરનારા મારી દુ:ખદ પરિસ્થિતિ જોઇને કદાચ આનંદ પામે.
17 My feet are near to falling, and my sorrow is ever before me.હું હવે કોઇપણ સમયે ઢળી પડીશ, મારું દુ:ખ હંમેશા મારી સાથે છે.
18 I will make clear my wrongdoing, with sorrow in my heart for my sin.હું મારા પાપ ને અન્યાય કબુલ કરું છુ; અને મારા પાપ માટે હું બહુ દિલગીર છું.
19 But they are strong who have hate for me without cause: those who are against me falsely are increased in numbers.જેઓ વિના કારણે મારા શત્રુ થયા છે તેઓ અતિ પ્રબળ છે; જેઓ વિના કારણ મારો તિરસ્કાર કરે છે તેઓની સંખ્યા વધી છે.
20 They give me back evil for good; they are my haters because I go after the thing which is right.ભલાઇ ને બદલે દુષ્ટતા પાછી વાળે છે, અન્યાયથી તેઓ મારો તિરસ્કાર કરે છે, કારણ, હું જે સારું છે તેને અનુસરું છું.
21 Do not give me up, O Lord; O my God, be near to me.હે યહોવા, તમે મને તરછોડશો નહિ, હે મારા દેવ, મારાથી દૂર ન થશો.
22 Come quickly to give me help, O Lord, my salvation.હે યહોવા, મારા તારણના દેવ, તમે જલદી આવો અને મને મદદ કરો!
Gujarati Bible