Psalm 11 - WEB (Gujarati)
1 > In Yahweh, I take refuge. How can you say to my soul, "Flee as a bird to your mountain!"યહોવા પર હું ભરોસો રાખું છું , તો પછી “શા માટે તમે મને સુરક્ષા માટે પક્ષીની જેમ ઊડીને મારા પર્વતો પર નાસી જવાનું કહો છો?”
2 For, behold, the wicked bend their bows. They set their arrows on the strings, That they may shoot in darkness at the upright in heart.કારણ કે દુષ્ટ લોકો તેમના ધનુષ્યની પણછ ખેંચે છે જુઓ, તેમણે પણછ પર તેમના તીર ચઢાવ્યાં છે. તેઓ અચાનક આક્રમણ કરવા માટે જાડીમાં છુપાઇ ગયા છે, અને તેઓ પ્રામાણિક માણસોના હૃદયમાં તીર વીંધવાનું ધ્યેય રાખે છે.
3 If the foundations are destroyed, What can the righteous do?જ્યારે સમાજના પાયાઓનો જ નાશ થઇ ગયો છે, તો પછી સારા લોકો શું કરી શકે?
4 Yahweh is in his holy temple. Yahweh is on his throne in heaven. His eyes observe. His eyes examine the children of men.યહોવા હજુ પોતાના પવિત્ર મંદિરમાં છે. યહોવાનું રાજ્યાસન આકાશમાં છે. તે સ્વર્ગમાંથી શાસન કરે છે અને તેમની આંખો લોકો જે કરે છે તે બધું જુએ છે અને તેઓ સારા છે કે ખરાબ તેને પારખે છે.
5 Yahweh examines the righteous, But the wicked and him who loves violence his soul hates.યહોવા ઉમદા માણસોની પરીક્ષા કરે છે પણ દુષ્ટ અને અન્યાયી લોકોને ધિક્કારે છે.
6 On the wicked he will rain blazing coals; Fire, sulfur, and scorching wind shall be the portion of their cup.દુષ્ટ લોકો પર વરસાદની જેમ વરસાવવા માટે તે અગ્નિ અને ગંધકનુ નિર્માણ કરશે અને તેઓ ગરમ લૂ સિવાય કંઇ નહિ મેળવે.
7 For Yahweh is righteous. He loves righteousness. The upright shall see his face.કારણ, યહોવા ન્યાયી છે અને ન્યાયીપણાને ચાહે છે, જે પવિત્ર ને ન્યાયી છે, તેજ તેનું મુખ જોઇ શકશે.
Gujarati Bible