Proverbs 8 - WEB (Gujarati)
1 Doesn't wisdom cry out? Doesn't understanding raise her voice?જ્ઞાન બોલાવે છે અને સમજણ મોટેથી બૂમો પાડે છે.
2 On the top of high places by the way, Where the paths meet, she stands.ડુંગરની ટોચે, રસ્તે ઘાટે, ચોરેચૌટે
3 Beside the gates, at the entry of the city, At the entry doors, she cries aloud:અને શહેરમાં પ્રવેશવાના દરવાજા આગળ ઊભાં ઊભાં તે મોટે સાદે કહે છે:
4 "To you men, I call! I send my voice to the sons of mankind.હે માણસો, હું તમને પોકાર કરીને કહું છું; હું પ્રત્યેક માણસને સાદ પાડું છું.
5 You simple, understand prudence. You fools, be of an understanding heart.હે અજ્ઞાની લોકો, શાણપણ શીખો, અને હે મૂર્ખાઓ તમે સમજણ હોવાનું શીખો.
6 Hear, for I will speak excellent things. The opening of my lips is for right things.સાંભળો, હું તમને ઉત્તમ વાતો કહેવાનો છું. અને જે સાચું છે તે જ હું તમને શીખવીશ.
7 For my mouth speaks truth. Wickedness is an abomination to my lips.હું સાચું જ બોલીશ, જૂઠાને હું ધિક્કારું છું.
8 All the words of my mouth are in righteousness. There is nothing crooked or perverse in them.મારા મુખના સઘળા શબ્દો પ્રામાણિક છે, હું તમને જૂઠ્ઠું કે ગેર માગેર્ દોરનારું નહિ બોલું.
9 They are all plain to him who understands, Right to those who find knowledge.સમજુ માણસો માટે મારા શબ્દો સ્પષ્ટ છે. અને જ્ઞાનીઓને માટે તે યથાયોગ્ય છે.
10 Receive my instruction rather than silver; Knowledge rather than choice gold.રૂપાને બદલે મારી સલાહ લો અને ઉત્તમ સોનાને બદલે જ્ઞાન પ્રાપ્ત કરો.
11 For wisdom is better than rubies. All the things that may be desired can't be compared to it.કારણ કે જ્ઞાન રત્નો કરતા વધારે મૂલ્યાવાન છે. એની તોલે મોંઘામાં મોંઘી વસ્તુ પણ ન આવે.
12 "I, wisdom, have made prudence my dwelling. Find out knowledge and discretion.“હું જ્ઞાન છું, વિવેકબુદ્ધિ મારી સાથે રહે છે, અને હું જ્ઞાન અને ચતુરાઇ ધરાવું છું.
13 The fear of Yahweh is to hate evil. I hate pride, arrogance, the evil way, and the perverse mouth.યહોવાનો ભય એટલે પાપને ધિક્કારવું, અભિમાન, ઉદ્ધતાઇ, કુમાર્ગ, અને વાંકાબોલાપણાને હું ધિક્કારું છું.
14 Counsel and sound knowledge are mine. I have understanding and power.મારી પાસે સારી સલાહ અને જ્ઞાન છે. મારી પાસે ઊંડી સમજ અને શકિત છે.
15 By me kings reign, And princes decree justice.મારે લીધે જ રાજાઓ રાજ્ય કરે છે અને રાજકર્તાઓ ન્યાય તોલે છે.
16 By me princes rule; Nobles, and all the righteous rulers of the earth.મારે લીધે રાજકુમારો શાસન કરે છે અને ઊમદા લોકો સાચો ચુકાદો આપે છે.
17 I love those who love me. Those who seek me diligently will find me.મારા પર પ્રેમ રાખનારાઓ પર હું પ્રેમ રાખું છું. અને જે ઓ મને ઉત્સુકતાથી શોધે છે તે મને પામે છે.
18 With me are riches, honor, Enduring wealth, and prosperity.ધન અને સન્માન મારા હાથમાં છે. મારી પાસે ટકાઉ સંપત્તિ અને સદાચાર છે.
19 My fruit is better than gold, yes, than fine gold; My yield than choice silver.મારા ફળ સોના કરતાં ચડિયાતા છે. અને મારી પેદાશ ઊંચી જાતની ચાંદી કરતાં શ્રેષ્ટ છે.
20 I walk in the way of righteousness, In the midst of the paths of justice;હું સદાચારને માગેર્ ચાલું છું, મારો રસ્તો ન્યાયનો છે.
21 That I may give wealth to those who love me. I fill their treasuries.મારા પર પ્રેમ રાખનારને હું સમૃદ્ધિ આપું છું અને તેમના ભંડારો ભરપૂર કરું છું.
22 "Yahweh possessed me in the beginning of his work, Before his deeds of old.યહોવાએ સૃષ્ટિક્રમનાં આરંભમાં, લાંબા સમય અગાઉ મારું સર્જન કર્યુ.
23 I was set up from everlasting, from the beginning, Before the earth existed.લાંબા સમય અગાઉ, પૃથ્વીનું સર્જન થયા પહેલાઁ મારું સ્થાપન કરવામાં આવ્યું હતું.
24 When there were no depths, I was brought forth, When there were no springs abounding with water.જ્યારે કોઇ સાગરો નહોતા, જ્યારે પાણીથી ભરેલા ઝરણાઓ નહોતા ત્યારે મારો જન્મ થયો હતો.
25 Before the mountains were settled in place, Before the hills, I was brought forth;પર્વતોના પાયા નંખાયા તે પહેલાં, ડુંગરો થયા તેના પણ પહેલાં મારો જન્મ થયો હતો.
26 While as yet he had not made the earth, nor the fields, Nor the beginning of the dust of the world.હજી યહોવાએ પૃથ્વી ર્સજી નહોતી કે ખેતરો પણ ર્સજ્યા નહોતાં. અરે! ધૂળની કણી પણ ર્સજી નહોતી ત્યારે મારું અસ્તિત્વ હતું.
27 When he established the heavens, I was there; When he set a circle on the surface of the deep,જ્યારે તેણે આકાશને એને સ્થાને સ્થાપ્યું, અને સાગર ઉપર ક્ષિતિજને ગોઠવી હતી ત્યારે મારું અસ્તિત્વ હતું.
28 When he established the clouds above, When the springs of the deep became strong,જ્યારે તેણે અંતરિક્ષને સ્થિર કર્યુ; અને ઝરણાંને સમુદ્ર નીચે વહાવ્યાં.
29 When he gave to the sea its boundary, That the waters should not violate his commandment, When he marked out the foundations of the earth;જ્યારે તેણે સાગરની હદ નક્કી કરી અને તેનું ઉલ્લંધન કરવાની તેણે મના ફરમાવી. અને જ્યારે તેણે પૃથ્વીના પાયા નાખ્યા.
30 Then I was the craftsman by his side. I was a delight day by day, Always rejoicing before him,ત્યારે કુશળ કારીગર તરીકે હું તેની સાથે હતી; અને હું દિનપ્રતિદિન તેને આનંદ આપતી હતી; અને આખો વખત હું તેની સામે નૃત્ય કરતી હતી.
31 Rejoicing in his whole world. My delight was with the sons of men.તેની વસતિવાળી પૃથ્વી પર મને મજા આવતી હતી. અને માણસોની સંગતમાં મને આનંદ આવતો હતો.
32 "Now therefore, my sons, listen to me, For blessed are those who keep my ways.માટે હે મારા દીકરાઓ, મારું સાંભળો; કારણ કે જેઓ મારા માગેર્ ચાલે છે તેઓ સુખ પામે છે.
33 Hear instruction, and be wise. Don't refuse it.મારો ઉપદેશ સાંભળીને જ્ઞાની થાઓ, અને સુધારણાની ઉપેક્ષા કરશો નહિ.
34 Blessed is the man who hears me, Watching daily at my gates, Waiting at my door posts.તે વ્યકિત આશીર્વાદિત છે, જે મારું સાંભળે છે અને હંમેશા મારા દરવાજે, તથા મારા પ્રવેશદ્વાર આગળ મારી રાહ જુએ છે.
35 For whoever finds me, finds life, And will obtain favor from Yahweh.કારણ કે જે મને પામ્યો છે તે જીવન પામ્યો છે અને યહોવાની કૃપા પામ્યો છે.
36 But he who sins against me wrongs his own soul. All those who hate me love death."પણ જે મારી સામે પાપ કરે છે, તે પોતાનેે, નુકશાન પહોંચાડે છે; જેઓ મને ધિક્કારે છે, તેઓ મૃત્યુ સાથે પ્રેમ કરે છે.”
Gujarati Bible