Proverbs 6 - WEB (Gujarati)
1 My son, if you have become collateral for your neighbor, If you have struck your hands in pledge for a stranger;1 “મારા દીકરા, જો તું તારા પડોશીનો જામીન થયો હોય, જો તેં કોઇને બદલે પારકાને માટે કોલ આપ્યો હોય,
2 You are trapped by the words of your mouth. You are ensnared with the words of your mouth.તો તું તારા શબ્દોથી બંધાઇ ચૂક્યો હોય, જો તું વચનોને લીધે સપડાયો હોય,
3 Do this now, my son, and deliver yourself, Seeing you have come into the hand of your neighbor. Go, humble yourself. Press your plea with your neighbor.તો તારા પડોશીના હાથમાં સપડાયો છે. મારા પુત્ર, તું આટલું કરીને છૂટો થઇ જજે; તું એકદમ જા. તારા પડોશીની આગળ નમી જઇને કાલાવાલા કર.
4 Give no sleep to your eyes, Nor slumber to your eyelids.સૌથી પહેલા સૂઇશ નહિ. અને તારી પાંપણોને ઢળવા દઇશ નહિ.
5 Free yourself, like a gazelle from the hand of the hunter, Like a bird from the snare of the fowler.હરણું જેમ શિકારીના હાથમાંથી ભાગી જાય અથવા પંખી જેમ પારધી પાસેથી છૂટી જાય, તેમ તું તારી જાતને છોડાવી લેજે.
6 Go to the ant, you sluggard. Consider her ways, and be wise;ઓ આળસુ, કીડી પાસે જા; તે કેમ જીવે છે તે જોઇને હોશિયાર થા.
7 Which having no chief, overseer, or ruler,તેના પર કોઇ મુકાદમ નથી, કોઇ આજ્ઞા કરનાર નથી, કે કોઇ ધણી નથી.
8 Provides her bread in the summer, And gathers her food in the harvest.છતાં તે પાક વખતે પોતાનાં અનાજનો સંગ્રહ કરે છે અને કાપણીની મોસમમાં પોતાનો ખોરાક ભરી રાખે છે.
9 How long will you sleep, sluggard? When will you arise out of your sleep?ઓ આળસુ. તું ક્યાં સુધી પડ્યો રહીશ? તું ક્યારે ઊંઘમાંથી ઊઠીશ?
10 A little sleep, a little slumber, A little folding of the hands to sleep:તું કહે છે કે “હજી થોડીક નિદ્રા, થોડીક ઊંઘ, ટૂંટિયાં વાળીને થોડોક આરામ લેવા દો.”
11 So your poverty will come as a robber, And your scarcity as an armed man.તો તું જાણજે કે ચોરની જેમ અને હથિયારબંધ ધાડપાડુની જેમ ગરીબી તારા પર ત્રાટકશે.
12 A worthless person, a man of iniquity, Is he who walks with a perverse mouth;નકામો અને દુષ્ટ માણસ ગેરમાગેર્ દોરનારી વાતો કરશે.
13 Who winks with his eyes, who signals with his feet, Who motions with his fingers;તે પોતાની આંખોથી મીંચકારા મારી, પગથી ધૂળમાં નિશાનીઓ કરશે અને આંગળીથી ઇશારો કરશે.
14 In whose heart is perverseness, Who devises evil continually, Who always sows discord.તેના મનમાં કપટ છે, તે વિધ્વંસી અનિષ્ટો ઘડે છે અને હંમેશા તકરારો મોકલે છે.
15 Therefore his calamity will come suddenly. He will be broken suddenly, and that without remedy.આથી અચાનક તેના પર વિપત્તિના વાદળ ઘેરાય છે. અને તે એકાએક ભાંગીને ભૂક્કા થઇ જાય છે, તે ફરી બેઠો થઇ શકતો નથી.
16 There are six things which Yahweh hates; Yes, seven which are an abomination to him:યહોવા સખત અણગમતી સાત વસ્તુઓમાંથી છ વસ્તુને ધિક્કારે છે.
17 Haughty eyes, a lying tongue, Hands that shed innocent blood;તુમાખીભરી આંખો, જૂઠાબોલાની જીભ, નિદોર્ષના લોહીથી ખરડાયેલા હાથ,
18 A heart that devises wicked schemes, Feet that are swift in running to mischief,દુષ્ટ કાવતરાં રચનાર હૃદય, નુકશાન કરવા દોડી જતા પગ,
19 A false witness who utters lies, And he who sows discord among brothers.શ્વાસેશ્વાસે જૂઠું બોલનાર જૂઠો સાક્ષી. અને રનેહી સંબંધીઓમાં કુસંપનું બીજ વાવનાર માણસ.
20 My son, keep your father's commandment, And don't forsake your mother's teaching.મારા દીકરા, તારા પિતાની આજ્ઞાઓને માનજે. અને તારી માતાની શિખામણો ભૂલીશ નહિ.
21 Bind them continually on your heart. Tie them around your neck.એને સદા તારા હૃદયમાં બાંધી રાખજે અને તારા કંઠની આજુબાજુ લટકાવી દેજે.
22 When you walk, it will lead you. When you sleep, it will watch over you. When you awake, it will talk with you.તું જ્યારે જ્યારે ચાલતો હોઇશ ત્યારે એ તને માર્ગ બતાવશે, તું ઊંઘતો હશે ત્યારે એ તારી ચોકી કરશે. અને તું જાગતો હશે ત્યારે એ તારી સાથે વાતચીત કરશે.
23 For the commandment is a lamp, And the law is light. Reproofs of instruction are the way of life,આજ્ઞા એ દીપક છે, અને નિયમ પ્રકાશ છે; અને ઠપકો તથા ચેતવણી એ જીવનના માર્ગદર્શક છે.
24 To keep you from the immoral woman, From the flattery of the wayward wife's tongue.એ તારું ભૂંડી સ્ત્રીથી રક્ષણ કરશે અને, અપવિત્ર સ્ત્રીની લોભામણી વાણીથી ઉગારી લેશે.
25 Don't lust after her beauty in your heart, Neither let her captivate you with her eyelids.તેના રૂપ સૌંદર્યની કામના કરતો નહિ અને તેના આંખનાં પોપચાંથી સપડાઇશ નહિ.
26 For a prostitute reduces you to a piece of bread. The adulteress hunts for your precious life.કારણ કે વારાંગનાને તો પુરુષે રોટલાનો ટૂકડો આપવો જ પડે છે જ્યારે પરણેલી સ્ત્રીની વાસનાભૂખતો પુરુષના જીવનને લઇને સંતોષાય છે.
27 Can a man scoop fire into his lap, And his clothes not be burned?જો કોઇ માણસ અંગારા હૈયે ચાંપે તો તેનું પહેરણ સળગ્યા વગર રહે?
28 Or can one walk on hot coals, And his feet not be scorched?જો કોઇ માણસ અંગારા પર ચાલે તો શું તેના પગ દાઝયા વગર રહે?
29 So is he who goes in to his neighbor's wife. Whoever touches her will not be unpunished.એટલે કોઇ તેના પાડોશીની પત્ની પાસે જાય છે, અને તેને સ્પર્શ કરે છે તેને સજા થયા વિના રહેતી નથી.
30 Men don't despise a thief, If he steals to satisfy himself when he is hungry:જો કોઇ માણસ ભૂખ સંતોષવા ચોરી કરે તો લોકો તેના માટે માન નથી ગુમાવી બેસતા.
31 But if he is found, he shall restore seven times. He shall give all the wealth of his house.પણ જો તે પકડાય છે તો તેણે તેનું સાતગણું આપવું પડે છે. એનો અર્થ એવો થાય કે પોતાના ઘરની સઘળી સંપત્તિ સોંપી દેવી પડે તો પણ.
32 He who commits adultery with a woman is void of understanding. He who does it destroys his own soul.જે પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે છે તે અક્કલ વગરનો છે, તે પોતાની જાતે પોતાનું જીવન બરબાદ કરે છે.
33 He will get wounds and dishonor. His reproach will not be wiped away.તેના નસીબમાં તેને માર તથા અપમાન જ મળશે અને તેનું કલંક કદી ભૂંસાશે નહિ.
34 For jealousy arouses the fury of the husband. He won't spare in the day of vengeance.કારણ કે ઇર્ષ્યાથી ધણીનો રોષ ભભૂકી ઊઠશે અને તે વૈર વાળતી વખતે જરાય કાચું રાખશે નહિ.
35 He won't regard any ransom, Neither will he rest content, though you give many gifts.તે કોઇ પગાર સ્વીકારશે નહિ અને કોઇપણ પ્રકારની ભેટો તેને શાંત પાડી શકશે નહિ.
Gujarati Bible