Proverbs 29 - DBY (Gujarati)
1 He that being often reproved hardeneth his neck, shall suddenly be destroyed, and without remedy.જે માણસ વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની ગરદન અક્કડ રાખે છે, તે અકસ્માત નાશ પામશે, તેનો કોઇ ઉપાય રહેશે નહિ.
2 When the righteous increase, the people rejoice; but when the wicked beareth rule, the people mourn.જ્યારે ન્યાયી લોકો સત્તા પર આવે છે ત્યારે લોકો આનંદોત્સવ કરે છે, પણ દુર્જનના હાથમાં સત્તા આવે છે ત્યારે તેઓ નિસાસા નાખે છે.
3 Whoso loveth wisdom rejoiceth his father; but he that is a companion of harlots destroyeth [his] substance.જે કોઇ જ્ઞાનને પ્રેમ કરે તે પોતાના પિતાને આનંદ આપે છે; પણ જે વારાંગના સાથે સબંધ રાખે છે તે પોતાની સંપત્તિ પણ ગુમાવે છે.
4 A king by just judgment establisheth the land; but he that taketh gifts overthroweth it.નીતિમાન ન્યાયી રાજા દેશને સ્થિરતા અપેર્ છે, પણ લાંચ મેળવવાનું ચાહે છે તે તેનો નાશ કરે છે.
5 A man that flattereth his neighbour spreadeth a net for his steps.જે માણસ પોતાના પડોશીના ખોટા વખાણ કરે છે તે તેને ફસાવવા જાળ પાથરે છે.
6 In the transgression of an evil man there is a snare; but the righteous shall sing and rejoice.દુર્જન પોતાના પાપનાં ફાંદામાં ફસાય છે. સજ્જન આનંદ કરે છે.
7 The righteous taketh knowledge of the cause of the poor; the wicked understandeth not knowledge.સજ્જન ગરીબોના હિતની ચિંતા રાખે છે. દુર્જનને તે સમજવાની પણ પડી નથી.
8 Scornful men set the city in a flame; but the wise turn away anger.તિરસ્કાર કરનાર માણસો શહેર ઉશ્કેરે છે, પરંતુ હોશિયાર રોષને સમાવે છે.
9 If a wise man contendeth with a fool, whether he rage or laugh, [he] hath no rest.જો ડાહ્યો માણસ મૂર્ખ સાથે ન્યાયાલયમાં જાય તો તો મૂર્ખ ડાહી વ્યકિત પર ગુસ્સે થશે અને હસશે, અને ત્યાં કાંઇ સૂઝાવ નહિ હોય.
10 The bloodthirsty hate the perfect, but the upright care for his soul.લોહી તરસ્યા માણસો પ્રામાણિક માણસો પર વૈર રાખે છે, અને તેઓ ન્યાયી માણસોને મારી નાખવા માટે ઝૂરે છે.
11 A fool uttereth all his mind; but a wise [man] keepeth it back.મૂર્ખ માણસ પોતનો ક્રોધ બહાર ઠાલવે છે, પણ ડાહી વ્યકિત પોતાની જાતને કાબૂમાં રાખે છે.
12 If a ruler hearken to lying words, all his servants are wicked.કોઇ શાસનકર્તા જૂઠાંણું કાને ધરે છે, તો તેના બધા અમલદારો દુષ્ટ થઇ જાય છે.
13 The indigent and the oppressor meet together; Jehovah lighteneth the eyes of them both.ગરીબને જેઓ તેમને તકલીફ આપે છે તેમનામાં એક સમાનતા છે. યહોવાએ તેમને જીવન આપ્યુ છે.
14 A king that faithfully judgeth the poor, his throne shall be established for ever.જે રાજા વિશ્વાસુપણાથી ગરીબોનો ન્યાય કરે છે, તેનો હોદૃો સદાને માટે સ્થિર રહેશે.
15 The rod and reproof give wisdom; but a child left [to himself] bringeth his mother to shame.સોટી તથા ઠપકો જ્ઞાન આપે છે; પણ સ્વતંત્ર મૂકેલું બાળક પોતાની માને ફજેત કરે છે.
16 When the wicked increase, transgression increaseth; but the righteous shall see their fall.દુર્જનો સત્તા ઉપર આવે છે ત્યારે પાપ વધે છે, પણ સજ્જનો તેઓની પડતી થતી જોશે.
17 Chasten thy son, and he shall give thee rest, and shall give delight unto thy soul.તું તારા દીકરાને શિક્ષા કરીશ તો તે તારા માટે આશીર્વાદરૂપ હશે, તે તારા હૈયાને આનંદ આપશે.
18 Where there is no vision the people cast off restraint; but happy is he that keepeth the law.જ્યાં સંદર્શન નથી, ત્યાં લોકો સ્વેચ્છાચારી બની જાય છે, પણ જે દેવના નિયમને વળગી રહે છે તે સુખી છે.
19 A servant is not corrected by words: he understandeth indeed, but he will not answer.ગુલામોને એકલા શબ્દથી સુધારી ન શકાય, કારણ, તે સમજશે તો પણ ગણકારશે નહિ.
20 Hast thou seen a man hasty in his words? there is more hope of a fool than of him.તમે ઝડપથી બોલતા માણસને જુઓ છો? તેના કરતાં મૂર્ખ માટે વધારે આશા છે.
21 He that delicately bringeth up his servant from a child, shall in the end have him as a son.નાનપણથી લાડમાં ઉછરેલો ગુલામ પછીથી તે તેનો દીકરો થઇ જાય છે.
22 An angry man exciteth contention; and a furious man aboundeth in transgression.ક્રોધી માણસ ઝઘડા સળગાવે છે, અને ગુસ્સાવાળો વ્યકિત ઘણા ગુના કરે છે.
23 A man's pride bringeth him low; but the humble in spirit shall obtain honour.અભિમાન વ્યકિતને અપમાનિત કરે છે, પણ નમ્રતાથી વ્યકિત સન્માન મેળવે છે.
24 Whoso shareth with a thief hateth his own soul: he heareth the adjuration, and declareth not.ચોરનો ભાગીદાર પોતાનો જ દુશ્મન છે; તેને જુબાની આપવા માટે બોલાવાય છે, પણ સાક્ષી નથી પૂરતો.
25 The fear of man bringeth a snare; but whoso putteth his confidence in Jehovah is protected.વ્યકિતનો ભય એ છટકું છે, પણ જે કોઇ યહોવા પર વિશ્વાસ રાખે છે તે સુરક્ષિત છે.
26 Many seek the ruler's face; but a man's right judgment is from Jehovah.સૌ કોઇ શાશકની કૃપા શોધે છે, પણ ન્યાય તો યહોવા પાસેથી જ મળી શકે છે.
27 An unjust man is an abomination to the righteous; and he that is of upright way is an abomination to the wicked [man].પણ સજ્જનો દુર્જનોને તિરસ્કારે છે અને દુર્જનો સાચા માગેર્ ચાલનારને ધૂત્કારે છે.
Gujarati Bible