Proverbs 28 - KJV (Gujarati)
1 The wicked flee when no man pursueth: but the righteous are bold as a lion.કોઇ પાછળ ન પડ્યું હોય તો પણ દુષ્ટ વ્યકિત ભાગે છે, પણ ભલી વ્યકિત તો સિંહની જેમ હિંમતવાન હોય છે.
2 For the transgression of a land many are the princes thereof: but by a man of understanding and knowledge the state thereof shall be prolonged.ગુનાથી ભરેલા દેશમાં તેના રાજકર્તાઓ વારંવાર બદલાય છે. પણ બુદ્ધિમાન તથા જ્ઞાની રાજકર્તા હેઠળ તે દીર્ઘકાળ પર્યંત સ્થિરતા અનુભવે છે.
3 A poor man that oppresseth the poor is like a sweeping rain which leaveth no food.અસહાયને રંજાડતી ગરીબ વ્યકિત પાકનો તદૃન નાશ કરનાર વરસાદની હેલી જેવો છે.
4 They that forsake the law praise the wicked: but such as keep the law contend with them.જેઓ નિયમથી દૂર વળી જાય છે, તેઓ દુર્જનને વખાણે છે, પણ તે પાળનારા તેમનો વિરોધ કરે છે.
5 Evil men understand not judgment: but they that seek the LORD understand all things.દુષ્ટ માણસો ન્યાય સમજતા નથી; પણ જેઓ યહોવાને શોધે છે તેઓ આ સઘળી બાબતો સમજે છે.
6 Better is the poor that walketh in his uprightness, than he that is perverse in his ways, though he be rich.અવળા માગેર્ ચાલનારા ધનવાન કરતાં પ્રામાણિકપણે ચાલનારો ગરીબ વધારે સારો છે.
7 Whoso keepeth the law is a wise son: but he that is a companion of riotous men shameth his father.જે પુત્ર નિયમને અનુસરે છે તે ડાહ્યો છે. પરંતુ નકામા લોકોની સોબત રાખનાર પુત્ર પિતાના નામને બટ્ટો લગાડે છે.
8 He that by usury and unjust gain increaseth his substance, he shall gather it for him that will pity the poor.જે કોઇ વ્યાજખોરી અને વધુ પડતી નફાખોરીથી સંપત્તિની વૃદ્ધિ કરે છે; તે દરિદ્રી પર દયા રાખનારને માટે તેનો સંગ્રહ કરે છે.
9 He that turneth away his ear from hearing the law, even his prayer shall be abomination.જે વ્યકિત નીતિનિયમ પાળતો નથી તેની પ્રાર્થના બેસ્વાદ હોય છે.
10 Whoso causeth the righteous to go astray in an evil way, he shall fall himself into his own pit: but the upright shall have good things in possession.જે કોઇ પ્રામાણિકને કુમાગેર્ ભટકાવી દે છે, તે તેના પોતાના જ ખાડામાં પડે છે, પણ નિદોર્ષ માણસનું ભલું થાય છે.
11 The rich man is wise in his own conceit; but the poor that hath understanding searcheth him out.ધનવાન પોતાને ડાહ્યો માને છે પણ શાણો ગરીબ તેના દ્વારા સત્ય જાણે છે,
12 When righteous men do rejoice, there is great glory: but when the wicked rise, a man is hidden.જ્યારે ન્યાયી વિજયી થાય છે ત્યારે આનંદોત્સવ થાય છે. પણ દુર્જનોની ચઢતી થાય છે, ત્યારે લોકો સંતાઇ જાય છે.
13 He that covereth his sins shall not prosper: but whoso confesseth and forsaketh them shall have mercy.જે માણસ પોતાના અપરાધોને ઢાંકે છે, તેની આબાદી થશે નહિ, પણ જે કોઇ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે, તેઓ પર દયા કરવામાં આવશે.
14 Happy is the man that feareth alway: but he that hardeneth his heart shall fall into mischief.જે હંમેશા સાવધ રહે છે તે સુખી છે, પણ જે નઠોર બની જાય છે તે દુ:ખી થશે.
15 As a roaring lion, and a ranging bear; so is a wicked ruler over the poor people.ગરીબો પર રાજ્ય કરતો દુષ્ટ રાજકર્તા ત્રાડ નાખતા સિંહ જેવો અને ધસી આવતા રીંછ જેવો છે.
16 The prince that wanteth understanding is also a great oppressor: but he that hateth covetousness shall prolong his days.સમજણ વગરનો શાસનકર્તા જુલમો વધારે છે, પણ લોભનો જેને તિરસ્કાર છે તે લાંબો સમય રાજ્ય કરશે.
17 A man that doeth violence to the blood of any person shall flee to the pit; let no man stay him.ખૂન માટે દોષી વ્યકિત કબર તરફ આગળ વધશે, કોઇ તેને મદદ કરશો નહિ.
18 Whoso walketh uprightly shall be saved: but he that is perverse in his ways shall fall at once.જે પ્રામાણિકતાથી ચાલે છે તે સુરક્ષિત છે, જે પોતાના માગેર્થી ફંટાય છે. તેની અચાનક પડતી થશે.
19 He that tilleth his land shall have plenty of bread: but he that followeth after vain persons shall have poverty enough.જે માણસ પોતાની જમીન ખેડે છે, તે પેટ ભરીને જમશે, પરંતુ જેઓ નકામી વસ્તુઓની પાછળ દોડે છે તેઓ ખૂબ ગરીબ રહેશે.
20 A faithful man shall abound with blessings: but he that maketh haste to be rich shall not be innocent.વિશ્વાસુ વ્યકિત આશીર્વાદથી ભરપૂર થશે. પરંતુ ઉતાવળે ધનવાન થવા જનારને સજા થયા વગર રહેશે નહિ.
21 To have respect of persons is not good: for for a piece of bread that man will transgress.પક્ષપાત કરવો એ યોગ્ય નથી; તેમ જ કોઇ માણસ રોટલાના ટૂકડા માટે ગુનો કરે તે પણ સારુ નથી.
22 He that hasteth to be rich hath an evil eye, and considereth not that poverty shall come upon him.લોભી વ્યકિત પૈસાદાર થવા માટે દોડે છે, પણ તેને ખબર નથી કે પોતાના ઉપર દરિદ્રતા આવી પડશે.
23 He that rebuketh a man afterwards shall find more favour than he that flattereth with the tongue.જે પ્રશંસા કરે છે તેના કરતાં જે વ્યકિત ઠપકો આપે છે તેને વધુ કૃપા મળશે.
24 Whoso robbeth his father or his mother, and saith, It is no transgression; the same is the companion of a destroyer.જે પોતાના માતાપિતાને લૂંટે અને પોતાની માને કહે કે, એમાં પાપ નથી, તે નાશ કરનારનો સોબતી છે.
25 He that is of a proud heart stirreth up strife: but he that putteth his trust in the LORD shall be made fat.જે વ્યકિત લોભી મનની હોય છે, તે ઝઘડા જગાવે છે, પણ જેે યહોવા પર વિશ્વાસ રાખે છે તે સફળ થશે.
26 He that trusteth in his own heart is a fool: but whoso walketh wisely, he shall be delivered.જે માણસ પોતાની જાત પર વિશ્વાસ રાખે છે તે મૂર્ખ છે; પણ જે કોઇ ડહાપણથી વતેર્ છે તેનો બચાવ થશે.
27 He that giveth unto the poor shall not lack: but he that hideth his eyes shall have many a curse.ગરીબને ધન આપનારને ત્યાં ખૂટવાનું નથી, પણ જે આંખમીંચામણાં કરશે તે ઘણા શાપ પામશે.
28 When the wicked rise, men hide themselves: but when they perish, the righteous increase.દુર્જનો સત્તા પર આવે ત્યારે લોકો સંતાઇ જાય છે. જ્યારે તેઓની પડતી આવે છે ત્યારે સજ્જનોની વૃદ્ધિ થાય છે.
Gujarati Bible