Proverbs 27 - KJV (Gujarati)
1 Boast not thyself of to morrow; for thou knowest not what a day may bring forth.આવતી કાલની બડાશ મારીશ નહિ, કારણ, આવતીકાલે શું થઇ જાય તે તું જાણતો નથી.
2 Let another man praise thee, and not thine own mouth; a stranger, and not thine own lips.તારાં વખાણ બીજાને કરવા દે, તારે મોઢે ન કર; પારકો ભલે કરે, તું ન કર.
3 A stone is heavy, and the sand weighty; but a fool's wrath is heavier than them both.પથ્થર વજનદાર હોય છે, અને રેતી ભારે હોય છે; પરંતુ મૂર્ખની ઉશ્કેરણી બંન્ને કરતાઁ ભારે હોય છે.
4 Wrath is cruel, and anger is outrageous; but who is able to stand before envy?ક્રોધ ક્રૂર છે, અને કોપ રેલરૂપ છે, પણ ઇર્ષ્યા આગળ કોણ ટકી શકે?
5 Open rebuke is better than secret love.છુપાવેલા પ્રેમ કરતાં ઉઘાડો ઠપકો સારો છે.
6 Faithful are the wounds of a friend; but the kisses of an enemy are deceitful.મિત્રના ઘા પ્રામાણિક હોય છે, દુશ્મનનાં ચુંબન શંકાશીલ હોય છે.
7 The full soul loatheth an honeycomb; but to the hungry soul every bitter thing is sweet.ધરાયેલાને મધ પણ કડવું લાગે છે, જ્યારે ભૂખ્યાને કડવું પણ મીઠું લાગે છે.
8 As a bird that wandereth from her nest, so is a man that wandereth from his place.પોતાનું ઘર છોડીને ભટકતી વ્યકિત પોતાનો માળો છોડી દીધેલા પક્ષી જેવી છે.
9 Ointment and perfume rejoice the heart: so doth the sweetness of a man's friend by hearty counsel.જેમ સુગંધીથી અને અત્તરથી મન પ્રસન્ન થાય છે, અંત:કરણથી સલાહ આપનાર મિત્રની મીઠાશથી પણ થાય છે.
10 Thine own friend, and thy father's friend, forsake not; neither go into thy brother's house in the day of thy calamity: for better is a neighbour that is near than a brother far off.તારા પોતાના મિત્રને તથા તારા પિતાના મિત્રને ન તજીશ. વિપત્તિને સમયે તારા ભાઇને ઘેર ન જઇશ. દૂરના ભાઇ કરતાં નજીકનો પડોશી સારો.
11 My son, be wise, and make my heart glad, that I may answer him that reproacheth me.મારા દીકરા જ્ઞાની થા, અને મારા હૃદયને આનંદથી ભરી દે, જેથી મને મહેણાં મારનારને હું જવાબ આપી શકું.
12 A prudent man foreseeth the evil, and hideth himself; but the simple pass on, and are punished.ચતુર વ્યકિત આફતને આવતી જોઇને તેને ટાળે છે, અવિચારી માણસ આગળ વધતો રહે છે અને તેને લીધે સહન કરે છે.
13 Take his garment that is surety for a stranger, and take a pledge of him for a strange woman.અજાણ્યાનો જામીન થનારનાં કપડાં લઇ લેવાં, અને જો તે દુરાચારી સ્ત્રીનો જામીન થાય તો તેને તાબામાં પકડી લેવો.
14 He that blesseth his friend with a loud voice, rising early in the morning, it shall be counted a curse to him.જે કોઇ પરોઢિયે ઊઠીને પોતાના મિત્રને મોટે સાદે આશીર્વાદ દે છે, તે તેને શાપ સમાન લાગશે.
15 A continual dropping in a very rainy day and a contentious woman are alike.ચોમાસામાં ચૂતું છાપરું તથા કજિયાળી સ્ત્રી બંને બરાબર છે.
16 Whosoever hideth her hideth the wind, and the ointment of his right hand, which bewrayeth itself.જે તેણીને રોકી શકે તે પવનને રોકી શકે, અને પોતાના જમણા હાથમાં લગાવેલા તેલની સુગંધ પણ પકડી શકે.
17 Iron sharpeneth iron; so a man sharpeneth the countenance of his friend.લોઢું લોઢાને તેજ બનાવે છે, તેમ એક મિત્ર બીજા મિત્રને તેજ બનાવે છે.
18 Whoso keepeth the fig tree shall eat the fruit thereof: so he that waiteth on his master shall be honoured.જે કોઇ અંજીરી સાચવે છે તે અંજીર ખાશે, જે પોતાના ધણીની કાળજી કરે છે તે માન પામે છે.
19 As in water face answereth to face, so the heart of man to man.જેમ માણસોનો ચહેરો પાણીમાં પ્રતિબિંબિત થાય છે, તેવી જ રીતે એક માણસનું હૃદય બીજા માણસના હૃદયમાં પ્રતિબિંબિત થાય છે.
20 Hell and destruction are never full; so the eyes of man are never satisfied.જેમ શેઓલ અને અબદોન કદી તૃપ્ત થતાં નથી; તે જ રીતે માણસની આંખો કદી તૃપ્ત થતી નથી.
21 As the fining pot for silver, and the furnace for gold; so is a man to his praise.રૂપું ગાળવા સારુ કુલડી અને સોનાને માટે ભઠ્ઠી હોય છે તેમ વ્યકિતની પરીક્ષા બીજા તેની પ્રશંસા કરે તેના પરથી થાય છે.
22 Though thou shouldest bray a fool in a mortar among wheat with a pestle, yet will not his foolishness depart from him.ઘંટીમાં અનાજની જેમ દળાય તોયે મૂર્ખની મૂર્ખાઇ ન જાય.
23 Be thou diligent to know the state of thy flocks, and look well to thy herds.તારાં ઘેટાંબકરાંની પરિસ્થિતીથી બરાબર માહિતગાર રહે. તારા ઢોરઢાંકરની પૂરતી સંભાળ લે.
24 For riches are not for ever: and doth the crown endure to every generation?કારણ ધન સદા ટકતું નથી અને રાજમુગટ કાયમ રહેતો નથી.
25 The hay appeareth, and the tender grass sheweth itself, and herbs of the mountains are gathered.સૂકું ઘાસ વઢાઇ જાય ત્યાં નવું ઘાસ ફૂટે છે, પર્વત પરની વનસ્પતિઓ ભેગી કરી લેવામાં આવે છે.
26 The lambs are for thy clothing, and the goats are the price of the field.ઘેટાં તને વસ્ત્રો આપે છે, અને બકરાં તારાં ખેતરનું મૂલ્ય છે;
27 And thou shalt have goats' milk enough for thy food, for the food of thy household, and for the maintenance for thy maidens.વળી બકરીનું દૂધ તને, તારા કુટુંબને અને તારી દાસીઓના ગુજરાન માટે ચાલશે.
Gujarati Bible