Bible

Proverbs 27 - BBE (Gujarati)

1 Do not make a noise about tomorrow, for you are not certain what a day's outcome may be.આવતી કાલની બડાશ મારીશ નહિ, કારણ, આવતીકાલે શું થઇ જાય તે તું જાણતો નથી.

2 Let another man give you praise, and not your mouth; one who is strange to you, and not your lips.તારાં વખાણ બીજાને કરવા દે, તારે મોઢે ન કર; પારકો ભલે કરે, તું ન કર.

3 A stone has great weight, and sand is crushing; but the wrath of the foolish is of greater weight than these.પથ્થર વજનદાર હોય છે, અને રેતી ભારે હોય છે; પરંતુ મૂર્ખની ઉશ્કેરણી બંન્ને કરતાઁ ભારે હોય છે.

4 Wrath is cruel, and angry feeling an overflowing stream; but who does not give way before envy?ક્રોધ ક્રૂર છે, અને કોપ રેલરૂપ છે, પણ ઇર્ષ્યા આગળ કોણ ટકી શકે?

5 Better is open protest than love kept secret.છુપાવેલા પ્રેમ કરતાં ઉઘાડો ઠપકો સારો છે.

6 The wounds of a friend are given in good faith, but the kisses of a hater are false.મિત્રના ઘા પ્રામાણિક હોય છે, દુશ્મનનાં ચુંબન શંકાશીલ હોય છે.

7 The full man has no use for honey, but to the man in need of food every bitter thing is sweet.ધરાયેલાને મધ પણ કડવું લાગે છે, જ્યારે ભૂખ્યાને કડવું પણ મીઠું લાગે છે.

8 Like a bird wandering from the place of her eggs is a man wandering from his station.પોતાનું ઘર છોડીને ભટકતી વ્યકિત પોતાનો માળો છોડી દીધેલા પક્ષી જેવી છે.

9 Oil and perfume make glad the heart, and the wise suggestion of a friend is sweet to the soul.જેમ સુગંધીથી અને અત્તરથી મન પ્રસન્ન થાય છે, અંત:કરણથી સલાહ આપનાર મિત્રની મીઠાશથી પણ થાય છે.

10 Do not give up your friend and your father's friend; and do not go into your brother's house in the day of your trouble: better is a neighbour who is near than a brother far off.તારા પોતાના મિત્રને તથા તારા પિતાના મિત્રને ન તજીશ. વિપત્તિને સમયે તારા ભાઇને ઘેર ન જઇશ. દૂરના ભાઇ કરતાં નજીકનો પડોશી સારો.

11 My son, be wise and make my heart glad, so that I may give back an answer to him who puts me to shame.મારા દીકરા જ્ઞાની થા, અને મારા હૃદયને આનંદથી ભરી દે, જેથી મને મહેણાં મારનારને હું જવાબ આપી શકું.

12 The sharp man sees the evil and takes cover: the simple go straight on and get into trouble.ચતુર વ્યકિત આફતને આવતી જોઇને તેને ટાળે છે, અવિચારી માણસ આગળ વધતો રહે છે અને તેને લીધે સહન કરે છે.

13 Take a man's clothing if he makes himself responsible for a strange man, and get an undertaking from him who gives his word for strange men.અજાણ્યાનો જામીન થનારનાં કપડાં લઇ લેવાં, અને જો તે દુરાચારી સ્ત્રીનો જામીન થાય તો તેને તાબામાં પકડી લેવો.

14 He who gives a blessing to his friend with a loud voice, getting up early in the morning, will have it put to his account as a curse.જે કોઇ પરોઢિયે ઊઠીને પોતાના મિત્રને મોટે સાદે આશીર્વાદ દે છે, તે તેને શાપ સમાન લાગશે.

15 Like an unending dropping on a day of rain is a bitter-tongued woman.ચોમાસામાં ચૂતું છાપરું તથા કજિયાળી સ્ત્રી બંને બરાબર છે.

16 He who keeps secret the secret of his friend, will get himself a name for good faith.જે તેણીને રોકી શકે તે પવનને રોકી શકે, અને પોતાના જમણા હાથમાં લગાવેલા તેલની સુગંધ પણ પકડી શકે.

17 Iron makes iron sharp; so a man makes sharp his friend.લોઢું લોઢાને તેજ બનાવે છે, તેમ એક મિત્ર બીજા મિત્રને તેજ બનાવે છે.

18 Whoever keeps a fig-tree will have its fruit; and the servant waiting on his master will be honoured.જે કોઇ અંજીરી સાચવે છે તે અંજીર ખાશે, જે પોતાના ધણીની કાળજી કરે છે તે માન પામે છે.

19 Like face looking at face in water, so are the hearts of men to one another.જેમ માણસોનો ચહેરો પાણીમાં પ્રતિબિંબિત થાય છે, તેવી જ રીતે એક માણસનું હૃદય બીજા માણસના હૃદયમાં પ્રતિબિંબિત થાય છે.

20 The underworld and Abaddon are never full, and the eyes of man have never enough.જેમ શેઓલ અને અબદોન કદી તૃપ્ત થતાં નથી; તે જ રીતે માણસની આંખો કદી તૃપ્ત થતી નથી.

21 The heating-pot is for silver and the oven-fire for gold, and a man is measured by what he is praised for.રૂપું ગાળવા સારુ કુલડી અને સોનાને માટે ભઠ્ઠી હોય છે તેમ વ્યકિતની પરીક્ષા બીજા તેની પ્રશંસા કરે તેના પરથી થાય છે.

22 Even if a foolish man is crushed with a hammer in a vessel among crushed grain, still his foolish ways will not go from him.ઘંટીમાં અનાજની જેમ દળાય તોયે મૂર્ખની મૂર્ખાઇ ન જાય.

23 Take care to have knowledge about the condition of your flocks, looking well after your herds;તારાં ઘેટાંબકરાંની પરિસ્થિતીથી બરાબર માહિતગાર રહે. તારા ઢોરઢાંકરની પૂરતી સંભાળ લે.

24 For wealth is not for ever, and money does not go on for all generations.કારણ ધન સદા ટકતું નથી અને રાજમુગટ કાયમ રહેતો નથી.

25 The grass comes up and the young grass is seen, and the mountain plants are got in.સૂકું ઘાસ વઢાઇ જાય ત્યાં નવું ઘાસ ફૂટે છે, પર્વત પરની વનસ્પતિઓ ભેગી કરી લેવામાં આવે છે.

26 The lambs are for your clothing, and the he-goats make the value of a field:ઘેટાં તને વસ્ત્રો આપે છે, અને બકરાં તારાં ખેતરનું મૂલ્ય છે;

27 There will be goats' milk enough for your food, and for the support of your servant-girls.વળી બકરીનું દૂધ તને, તારા કુટુંબને અને તારી દાસીઓના ગુજરાન માટે ચાલશે.

Gujarati Bible