Bible

Proverbs 20 - KJV (Gujarati)

1 Wine is a mocker, strong drink is raging: and whosoever is deceived thereby is not wise.દ્રાક્ષારસ હાંસી ઊડાવનાર છે, મધનું પીણું દંગો મચાવે છે; જે કોઇ સુરાપાનને લીધે ખોટેમાગેર્ જાય છે તો તે જ્ઞાની નથી.

2 The fear of a king is as the roaring of a lion: whoso provoketh him to anger sinneth against his own soul.રાજાની ધમકી સિંહની ગર્જના જેવી છે; તેનો રોષ વહોરી લેનાર પોતાના જ જીવને જોખમમાં મૂકે છે.

3 It is an honour for a man to cease from strife: but every fool will be meddling.ઝગડાથી દૂર રહેવું સન્માનીય છે, પણ મૂરખ ઝગડો કરવા માટે ઊતાવળો હોય છે.

4 The sluggard will not plow by reason of the cold; therefore shall he beg in harvest, and have nothing.આળસુ વ્યકિત ઉચિત સમયે ખેડ કરતો નથી, અને કાપણી વખતે પાક લેવા જાય છે, ત્યારે તેને કશું મળતું નથી.

5 Counsel in the heart of man is like deep water; but a man of understanding will draw it out.અક્કલ વ્યકિતના મનમાં ઊંડા પાણી જેવી છે, પણ સમજણો માણસ તેને બહાર કાઢી લાવશે.

6 Most men will proclaim every one his own goodness: but a faithful man who can find?ઘણા લોકો દાવો કરે છે કે તેઓ વિશ્વાસુ મિત્રો છે; પણ જેના પર વિશ્વાસ રાખી શકાય એવો માણસ ક્યાં મળે?

7 The just man walketh in his integrity: his children are blessed after him.નીતિમત્તાને માગેર્ ચાલનારી વ્યકિત સુંદર જીવન જીવે છે. અને તેની પછી તેના બાળકો આશીર્વાદિત છે.

8 A king that sitteth in the throne of judgment scattereth away all evil with his eyes.ન્યાયાસન પર બેઠેલો રાજા પોતાની આંખથીજ દુષ્ટને ઓળખી કાઢે છે.

9 Who can say, I have made my heart clean, I am pure from my sin?કોણ કહી શકે કે, મેઁ મારું અંત:કરણ સાફ છે અને હું પાપથી ચોખ્ખો થયો હું?

10 Divers weights, and divers measures, both of them are alike abomination to the LORD.આપવા-લેવાનાં જુદાં કાટલાં અને જુદાં માપ એ બન્નેથી યહોવા કંટાળે છે.

11 Even a child is known by his doings, whether his work be pure, and whether it be right.બાળક પણ તેના આચરણથી પરખાય છે કે તેનાં કાર્યો શુદ્ધ અને સાચાં છે કે કેમ?

12 The hearing ear, and the seeing eye, the LORD hath made even both of them.સાંભળતો કાન અને દેખતી આંખ બંને યહોવાએ બનાવ્યાં છે.

13 Love not sleep, lest thou come to poverty; open thine eyes, and thou shalt be satisfied with bread.ઊંઘ સાથે પ્રીત કરશો તો તમે બધું ખોઇ બેસશો, આંખ ઊઘાડી રાખશો તો ભરપેટ ખાવા પામશો.

14 It is naught, it is naught, saith the buyer: but when he is gone his way, then he boasteth.આ તો ખરાબ છે, ખરાબ છે, એવું ખરીદનાર કહે છે; પણ પછીથી પોતાની ખરીદી વિષે બડાશ મારે છે.

15 There is gold, and a multitude of rubies: but the lips of knowledge are a precious jewel.ત્યાં સોનું છે અને ત્યાં માણેક છે, પણ જ્ઞાની વાણી તો કિંમતી રત્નો જેવી છે.

16 Take his garment that is surety for a stranger: and take a pledge of him for a strange woman.અજાણ્યાના જામીન થનારનાં કપડાં લઇ લેવાં અને તે અવેજમાં રાખવાં.

17 Bread of deceit is sweet to a man; but afterwards his mouth shall be filled with gravel.છેતરપિંડીથી મેળવેલો રોટલો મીઠો તો લાગે છે પણ પછી મોમાં રેતી ને કાંકરા રહી જાય છે.

18 Every purpose is established by counsel: and with good advice make war.દરેક યોજના સલાહથી પરિપૂર્ણ થયેલી છે માટે શાણી સલાહ પ્રમાણે તમારે યુદ્ધ કરવું.

19 He that goeth about as a talebearer revealeth secrets: therefore meddle not with him that flattereth with his lips.જે વ્યકિત ખાનગી વાતોને બહાર પાડે છે તે કૂથલી કરનારો છે. માટે વાતોડિયા સાથે સંબંધ ન રાખવો.

20 Whoso curseth his father or his mother, his lamp shall be put out in obscure darkness.માતાપિતાને શાપ આપનારનો દીવો ઘોર અંધકારમાં ઓલવાઇ જશે.

21 An inheritance may be gotten hastily at the beginning; but the end thereof shall not be blessed.વારસો જલદીથી મેળવવામાં આવે છે, પણ તેનું પરિણામ આખરે સુખદાઇ હોતું નથી.

22 Say not thou, I will recompense evil; but wait on the LORD, and he shall save thee.હું ભૂંડાઇનો બદલો લઇશ, એવું તારે ન કહેવું જોઇએ; યહોવાની રાહ જોજે, તે તને ઉગારી લેશે.

23 Divers weights are an abomination unto the LORD; and a false balance is not good.જુદાં જુદાં કાટલાંથી યહોવાને ગુસ્સો છે; ખોટો કાંટો સારો નથી.

24 Man's goings are of the LORD; how can a man then understand his own way?યહોવા વ્યકિતના પગલાંને દોરે છે, તો પછી વ્યકિત તેનો માર્ગ શી રીતે સમજી શકે?

25 It is a snare to the man who devoureth that which is holy, and after vows to make enquiry.વગર વિચારે એમ કહી દેવું કે અમુક વસ્તુ અર્પણ કરેલી છે, અને માનતા માન્યા પછી તેના વિષે તપાસ કરવી એ માણસને ફાંદારૂપ છે.

26 A wise king scattereth the wicked, and bringeth the wheel over them.જ્ઞાની રાજા દુષ્ટોને વિખેરી કાઢે છે, અને તેમને સખત સજા કરે છે.

27 The spirit of man is the candle of the LORD, searching all the inward parts of the belly.વ્યકિતનો અંતરાત્મા યહોવાનો દીવો છે, તે તેના અંતરનો ખૂણે-ખૂણો તપાસે છે.

28 Mercy and truth preserve the king: and his throne is upholden by mercy.કૃપા અને સત્ય રાજાનું રક્ષણ કરે છે. તેનું રાજ્યાસન વફાદારી ઉપર ટકેલું છે.

29 The glory of young men is their strength: and the beauty of old men is the grey head.યુવાનોનું ગર્વ તેઓનું બળ છે; અને સફેદવાળ વૃદ્ધોની શોભા છે.

30 The blueness of a wound cleanseth away evil: so do stripes the inward parts of the belly.ચાબખા અને ઘા દુષ્ટતાને ભૂંસી નાખે છે. ફટકા અંતરના ઊંડાણ સુધી પહોંચે છે.

Gujarati Bible