Bible

Proverbs 2 - DBY (Gujarati)

1 My son, if thou receivest my words, and layest up my commandments with thee,મારા દીકરા, જો તું મારાં વચનોનો અંગીકાર કરશે અને મારી આજ્ઞાઓ અંતરમાં સંઘરી રાખશે,

2 so that thou incline thine ear unto wisdom [and] thou apply thy heart to understanding;ડહાપણની વાત ધ્યાનથી સાંભળીને, સમજણમાં તારું ધ્યાન દોરીશ;

3 yea, if thou criest after discernment [and] liftest up thy voice to understanding;અને જો તું વિવેકબુદ્ધિનેમાટે પોકાર કરશે અને સમજણ શકિત માટે ખંત રાખશે.

4 if thou seekest her as silver and searchest for her as for hidden treasures:અને તું જો ચાંદીની જેમ અને છૂપાવેલા ખજાનાની જેમ તેને શોધશે.

5 then shalt thou understand the fear of Jehovah, and find the knowledge of God.તો તને યહોવાના ભયનું ભાન થશે. અને તને દેવનું જ્ઞાન પ્રાપ્ત થશે.

6 For Jehovah giveth wisdom; out of his mouth [come] knowledge and understanding.કારણ કે યહોવા જ્ઞાનના દાતા છે, તેના મુખમાંથી જ્ઞાન અને સમજણ શકિત પ્રગટે છે.

7 He layeth up sound wisdom for the upright; [he] is a shield to them that walk in integrity;તે નીતિમાન લોકોને વ્યવહારિક ક્ષમતા આપે છે, પ્રામાણિકતાથી રહેતા લોકોની રક્ષા કરે છે.

8 guarding the paths of just judgment and keeping the way of his godly ones.તે ન્યાયના માર્ગની રક્ષા કરે છે અને પોતાના વફાદાર લોકોની કાળજી લે છે.

9 Then shalt thou understand righteousness and judgment and equity: every good path.ત્યારે તને સમજાશે કે દરેક સાચો અને સારો રસ્તો સત્ય ન્યાયી અને પ્રામાણિક હોય છે;

10 When wisdom entereth into thy heart and knowledge is pleasant unto thy soul,તારા હૃદયમાં શાણપણ પ્રવેશશે અને જ્ઞાન તારા આત્માને ખુશીથી ભરી દેશે.

11 discretion shall keep thee, understanding shall preserve thee:વિવેકબુદ્ધિ તારું ધ્યાન રાખશે અને સમજણ તારું રક્ષણ કરશે.

12 To deliver thee from the way of evil, from the man that speaketh froward things;ખરાબ માગેર્થી અને આડું બોલનાર માણસોથી તને ઉગારી લેશે;

13 [from those] who leave the paths of uprightness, to walk in the ways of darkness;જેઓ સદાચારના માર્ગ તજીને અંધકારને માગેર્ ચાલે છે.

14 who rejoice to do evil, [and] delight in the frowardness of evil;જેઓ દુષ્ટતા આચરવામાં આનંદ માણે છે, અને છળકપટ કરવામાં જ તેમને મજા પડે છે.

15 whose paths are crooked, and who are perverted in their course:જેઓના રસ્તા આડા છે, અને જેમના પગલા છેતરામણાં છે તેમનાથી તારું રક્ષણ કરશે.

16 To deliver thee from the strange woman, from the stranger who flattereth with her words;વળી સમજ કે તે તને વ્યભિચારી સ્ત્રીઓથી અને તેમની લોભામણી વાણીથી બચાવશે.

17 who forsaketh the guide of her youth, and forgetteth the covenant of her God;જે પોતાના પતિને જેની સાથે જુવાનીમાં તેણે લગ્ન કરેલા તેને છોડી દે છે અને દેવ સાથે કરેલો પોતાનો કરાર વિષે ભૂલી જાય છે;

18 -- for her house inclineth unto death, and her paths unto the dead;તેનું ઘર મૃત્યુની ખાઇમાં ઊતરી જાય છે અને તેનો માર્ગ મૃત્યુલોકમાં જાય છે.

19 none that go unto her return again, neither do they attain to the paths of life:તેની પાસે જનારાઓમાંથી કોઇ પાછો ફરતો નથી, તેઓ જીવનનો માર્ગ સંપાદન કરી શકતા નથી.

20 -- that thou mayest walk in the way of the good, and keep the paths of the righteous.તું સજ્જનોના માગેર્ ચાલજે અને ન્યાય અને સત્યના રસ્તા પર ટકી રહેજે.

21 For the upright shall dwell in the land, and the perfect shall remain in it;કારણકે, પ્રામાણિક માણસો જ પૃથ્વી પર જીવતા રહેશે. સંનિષ્ઠ અને નિદોર્ષ માણસો જ એમાં વસશે.

22 but the wicked shall be cut off from the land, and the unfaithful shall be plucked up out of it.પણ દુષ્ટોનું પૃથ્વી પરથી નિકંદન નીકળી જશે. અને જેઓ કપટ કરનારા છે તેમને સમૂળગા ઉખેડી નાખવામાં આવશે.

Gujarati Bible