Bible

Numbers 24 - WEB (Gujarati)

1 When Balaam saw that it pleased Yahweh to bless Israel, he didn't go, as at the other times, to meet with enchantments, but he set his face toward the wilderness.બલામને ખબર પડી કે યહોવા ઇસ્રાએલને આશીર્વાદ આપવા ઈચ્છે છે, તેથી તેણે જાદૂઈ ખેલો કરીને તેને બદલવા પ્રયત્ન કર્યો નહિ. તેને બદલે તે રણ તરફ ઇસ્રાએલી છાવણી તરફ ફરીને ઊભો રહ્યો.

2 Balaam lifted up his eyes, and he saw Israel dwelling according to their tribes; and the Spirit of God came on him.તેણે જોયું તો ઇસ્રાએલીઓએ કુળસમૂહો પ્રમાંણે છાવણી નાંખી હતી. પછી દેવના આત્માંએ તેનામાં પ્રવેશ કર્યો.

3 He took up his parable, and said, Balaam the son of Beor says, The man whose eye was closed says;અને તેણે ભવિષ્યવાણી ઉચ્ચારતા કહ્યું,“બયોરનો પુત્ર બલામ કહે છે, જે સ્પષ્ટ નિહાળે છે તે દિવ્ય દૃષ્ટિ ધરાવનારની વાણી છે.

4 He says, who hears the words of God, Who sees the vision of the Almighty, Falling down, and having his eyes open:દેવના શબ્દો સાંભળનારની વાણી છે. સમાંધિમગ્ન છતાં ખુલ્લાં અંતઃચક્ષુથી સર્વસમર્થ દેવે બતાવેલાં દિવ્યદર્શનો જોનારની વાણી છે.

5 How goodly are your tents, Jacob, Your tents, Israel!હે યાકૂબના લોકો, તમાંરા મંડપ કેવા સુંદર છે! હે ઇસ્રાએલીઓ તમાંરા ઘરો કેવા રઢિયાળ છે!

6 As valleys are they spread forth, As gardens by the river-side, As lign-aloes which Yahweh has planted, As cedar trees beside the waters.જાણે નદીકાંઠે વિસ્તરેલા બાગબગીચા, જાણે યહોવાએ રોપેલા કુવારના છોડ,

7 Water shall flow from his buckets, His seed shall be in many waters, His king shall be higher than Agag, His kingdom shall be exalted.અને પાણી પાસેના એરેજ વૃક્ષના જેવા છે, તેઓને ભરપૂર પાણીથી આશીર્વાદિત કરવામાં આવશે. ઘણું જળસીંચન કરેલા ખેતરોમાં તે બી વાવશે. તેઓનો રાજા અગાગ રાજા કરતાં મહાન થશે; તેઓનું રાજ્ય પ્રતાપી રાજ્ય બનશે.

8 God brings him forth out of Egypt; He has as it were the strength of the wild-ox: He shall eat up the nations his adversaries, Shall break their bones in pieces, Smite [them] through with his arrows.દેવ તેઓને મિસરમાંથી લઈ આવ્યા તે જ રાની બળદના શીંગડાની જેમ તેમનું રક્ષણ કરે છે. તેઓ સિંહ જેવા છે; પોતાની વિરુદ્ધ થનાર પ્રજાઓને તે ખાઈ જશે; તે તેઓનાં હાડકાં ભાંગીને ચૂરા કરશે, અને તે અસંખ્ય તીરોથી તેઓને વીંધી નાખશે.

9 He couched, he lay down as a lion, As a lioness; who shall rouse him up? Blessed be everyone who blesses you, Cursed be everyone who curses you.પછી તે આડો પડીને ઊઘે છે, તેને ઉઠાડવાની હિંમત કોણ કરે? હે ઇસ્રાએલીઓ, તમને જે આશીર્વાદ આપે તેના પર આશીર્વાદ ઊતરો, તમને જે શ્રાપ આપે તેના પર શ્રાપ ઊતરો.”

10 Balak's anger was kindled against Balaam, and he struck his hands together; and Balak said to Balaam, I called you to curse my enemies, and, behold, you have altogether blessed them these three times.આ સાંભળીને રાજા બાલાક બલામ પર ખૂબ ગુસ્સે થયો. ક્રોધાવેશમાં મુક્કી પછાડીને તેણે અણગમો વ્યક્ત કરતાં ઊંચા સાદે કહ્યું, “હું માંરા દુશ્મનોને શ્રાપ આપવા માંટે તને લઈ આવ્યો અને તેં ત્રણ ત્રણ વાર તેમને આશીર્વાદ આપ્યા!

11 Therefore now flee you to your place: I thought to promote you to great honor; but, behold, Yahweh has kept you back from honor.ચાલ, ભાગ, અહીંથી ચાલ્યો જા. ઘર ભેગો થઈ જા! મેં તને ભારે સન્માંન આપવાનું વચન આપ્યું હતું, પણ યહોવાએ તને તેનાથી વંચિત રાખ્યો છે.”

12 Balaam said to Balak, Didn't I also tell your messengers who you sent to me, saying,બલામે પ્રત્યુત્તર આપ્યો, “મેં તો તેં મોકલેલા માંણસોને કહ્યું હતું કે,

13 If Balak would give me his house full of silver and gold, I can't go beyond the word of Yahweh, to do either good or bad of my own mind; what Yahweh speaks, that will I speak?‘બાલાક મને તેના ઘરનું બધું સોનું અને ચાંદી આપે, તોયે હું યહોવાની આજ્ઞાની વિરુદ્ધ જઈને માંરી મરજી મુજબ સારું કે ખરાબ કઈ જ ન કરી શકું. હું તો યહોવા જે કહેવાનું મને કહેશે તે જ કહીશ.’

14 Now, behold, I go to my people: come, [and] I will advertise you what this people shall do to your people in the latter days.હવે હું માંરા લોકો પાસે જાઉ છું પણ તે પહેલા તને સાવધાન કરતો જાઉ છું કે આ ઇસ્રાએલીઓ ભવિષ્યમાં તમાંરા મોઆબીઓના શા હાલ કરશે.”

15 He took up his parable, and said, Balaam the son of Beor says, The man whose eye was closed says;એમ કહીને તેણે નીચે પ્રમાંણે ભવિષ્યવાણી પ્રગટ કરી:“બયોરના પુત્ર બલામની, દિવ્ય દ્રષ્ટિ ધરાવનારની આ વાણી છે.

16 He says, who hears the words of God, Knows the knowledge of the Most High, Who sees the vision of the Almighty, Falling down, and having his eyes open:દેવના શબ્દો સાંભળનારની, જેને પરાત્પર દેવ પાસે જ્ઞાન પ્રાપ્ત કર્યુ છે તેની આ વાણી છે. સમાંધિમગ્ન છતાં ખુલ્લાં અંતઃચક્ષુથી સર્વસમર્થ દેવે બતાવેલા દિવ્યદર્શનો જોનારની આ વાણી છે.

17 I see him, but not now; I see him, but not near: There shall come forth a star out of Jacob, A scepter shall rise out of Israel, Shall strike through the corners of Moab, Break down all the sons of tumult.હું જે જોઉ છું તે દૃશ્ય આજનું નથી, પણ ભવિષ્યનું છે. યાકૂબના વંશમાંથી એક તારો ઊગશે, ઇસ્રાએલના લોકોમાંથી એક નવો શાસક આવશે, તે પોતાના રાજદંડથી મોઆબીઓનાં પ્રાણ હરશે. અને શેથના પુત્રોનો તે નાશ કરશે.

18 Edom shall be a possession, Seir also shall be a possession, [who were] his enemies; While Israel does valiantly.ઇસ્રાએલ મજબૂત બનશે! તેને અદોમની ભૂમિ પ્રાપ્ત થશે. તેને તેના દુશ્મન સેઈરની ભૂમિ પ્રાપ્ત થશે.

19 Out of Jacob shall one have dominion, Shall destroy the remnant from the city.યાકૂબના કુટુંબમાંથી એક નવો શાસક આવશે. તે શાસક શહેરમાં બાકી રહેલા લોકોનો વિનાશ કરશે.”

20 He looked at Amalek, and took up his parable, and said, Amalek was the first of the nations; But his latter end shall come to destruction.પછી બલામે અમાંલેકીઓને જોયા અને ભવિષ્યવાણી પ્રગટ કરી:“અમાંલેકીઓ સર્વ પ્રજાઓમાં આગળ હતા; પણ તેનો અંત સંપૂર્ણ વિનાશમાં આવશે.”

21 He looked at the Kenite, and took up his parable, and said, Strong is your dwelling-place, Your nest is set in the rock.પછી કેનીઓને જોયા પછી બલામે ભવિષ્યવાણી કરી:“તમાંરું આશ્રયસ્થાન લાગે છે તો સુરક્ષિત, તે ખડકોમાં બાંધેલા માંળા સમાંન છે.

22 Nevertheless Kain shall be wasted, Until Asshur shall carry you away captive.પણ એ બળી જવા નિમાંયો છે. કેનીઓનો વિનાશ થશે. તમે કયાં સુધી આશ્શૂરના કેદી બની રહેશો?”

23 He took up his parable, and said, Alas, who shall live when God does this?અંતમાં તેણે ભવિષ્યવાણી પ્રગટ કરતાં કહ્યું:“દેવ આ પ્રમાંણે કરે ત્યારે કોણ જીવી શકે?

24 But ships [shall come] from the coast of Kittim, They shall afflict Asshur, and shall afflict Eber; He also shall come to destruction.કિત્તીમમાંથી (સાયપ્રસ) કિનારા પરથી વહાણો આવશે. તેઓ આશ્શૂરને અને એબેરને કચડી નાખશે, પછી છેવટે વિજેતા પણ વિનાશ પામશે.”

25 Balaam rose up, and went and returned to his place; and Balak also went his way.પછી બલામ ઊઠીને પોતાને ઘેર ફર્યો અને બાલાક પણ પોતાના રસ્તે પડયો.

Gujarati Bible