Numbers 16 - ASV (Gujarati)
1 Now Korah, the son of Izhar, the son of Kohath, the son of Levi, with Dathan and Abiram, the sons of Eliab, and On, the son of Peleth, sons of Reuben, took `men':લેવી કુળના વંશજ કોરાહ, જે કહાથના પુત્ર યિસ્હારનો પુત્ર હતો, રૂબેનના વંશજો દાથાન તથા અબીરામ જે અલીઆબના પુત્રો હતા તથા રૂબેન કુળ સમૂહનો હજુ એક વંશજ ઓન જે પેલેથનો પુત્ર હતો એ ચારે જણ ભેગા થયા અને મૂસા સામે ઉભા થયા.
2 and they rose up before Moses, with certain of the children of Israel, two hundred and fifty princes of the congregation, called to the assembly, men of renown;તેમની સાથે 250 ઇસ્રાએલી તેમની ઉશ્કેરણીથી મૂસા વિરુદ્ધ બંડમાં જોડાયા. તેઓ બધા સમાંજના આગેવાનો, પંચના ચૂંટાયેલા અગ્રણી તથા પ્રતિષ્ઠિત માંણસો હતા.
3 and they assembled themselves together against Moses and against Aaron, and said unto them, Ye take too much upon you, seeing all the congregation are holy, every one of them, and Jehovah is among them: wherefore then lift ye up yourselves above the assembly of Jehovah?તેઓ બધા મૂસા અને હારુનની વિરુદ્ધ થયા અને તેમને કહ્યું, “તમે હવે હદ વટાવો છો, તમાંરી આગેવાનીથી અમે થાકી ગયા છીએ. ઇસ્રાએલના સર્વ લોકો પવિત્ર છે? તેઓની વચ્ચે યહોવાનો વાસ નથી? તમે તમાંરી જાતને યહોવાની મંડળી કરતાં ઊંચી શા માંટે ગણાવો છો?”
4 And when Moses heard it, he fell upon his face:આ શબ્દો કાને પડતાં જ મૂસા જમીન પર પછાડ ખાઈને પડયો.
5 and he spake unto Korah and unto all his company, saying, In the morning Jehovah will show who are his, and who is holy, and will cause him to come near unto him: even him whom he shall choose will he cause to come near unto him.પછી તેણે કોરાહને અને તેના બધા સાથીમિત્રોને કહ્યું, “આવતી કાલે સવારે યહોવા જાહેર કરશે કે, કોણ યહોવાના છે, અને કોણ ખરેખર પવિત્ર છે, યહોવા એ વ્યક્તિને પસંદ કરી અને તેને પોતાની નજીક બોલાવશે.
6 This do: take you censers, Korah, and all his company;કોરાહ, તું અને તારા સાથીઓ આ મુજબ કરો:
7 and put fire in them, and put incense upon them before Jehovah to-morrow: and it shall be that the man whom Jehovah doth choose, he `shall be' holy: ye take too much upon you, ye sons of Levi.આવતીકાલે તમાંરે ધૂપદાની લઈને તેમાં અગ્નિ અને ધૂપ મૂકવો અને યહોવાને ધરાવવી. યહોવા પસંદ કરશે તે જ ખરેખરો પવિત્ર બનશે. લેવીના પુત્રો તમે જ છો. જે મર્યાદા વટાવો છો.”
8 And Moses said unto Korah, Hear now, ye sons of Levi:વળી મૂસાએ વધુમાં કોરાહને કહ્યું, “ઓ લેવીઓ, માંરી વાત સાંભળો.
9 `seemeth it but' a small thing unto you, that the God of Israel hath separated you from the congregation of Israel, to bring you near to himself, to do the service of the tabernacle of Jehovah, and to stand before the congregation to minister unto them;સમગ્ર ઇસ્રાએલી સમાંજમાંથી દેવે તમને પસંદ કર્યા, અને અલગ કર્યા, મંદિરમાં સેવા ઉપાસના અને ઇસ્રાએલી લોકોને દેવની ઉપાસના કરવામાં મદદ કરવા માંટે. એટલું તમાંરા માંટે શું પૂરતું નથી?
10 and that he hath brought thee near, and all thy brethren the sons of Levi with thee? and seek ye the priesthood also?ફકત તને કોરાહને, તથા તારા અન્ય લેવીબંધુઓને પોતાની આટલી સેવા કરવાનો અધિકાર આપ્યો છે અને હવે તમે યાજકપદની અભિલાષા કરો છો?
11 Therefore thou and all thy company are gathered together against Jehovah: and Aaron, what is he that ye murmur against him?હારુને કઈ ખોટું કર્યુ છે કે તમે એની સામે ફરિયાદ કરો છો? તું અને તારા સાથીઓ યહોવાની વિરુદ્ધ બળવો કરો છો?”
12 And Moses sent to call Dathan and Abiram, the sons of Eliab; and they said, We will not come up:ત્યારબાદ મૂસાએ અલીઆવના પુત્ર દાથાનને અને અબીરામને તેડાવ્યા, પણ તેમણે કહેવડાવ્યું, “અમે નથી આવતા,
13 is it a small thing that thou hast brought us up out of a land flowing with milk and honey, to kill us in the wilderness, but thou must needs make thyself also a prince over us?તું અમને દૂધ અને મધની રેલછેલ હતી એવા દેશમાંથી આ અરણ્યમાં મરવા માંટે લઈ આવ્યો એટલું ઓછું છે કે તું અમાંરા પર પાછો દોર ચલાવવા માંગે છે?
14 Moreover thou hast not brought us into a land flowing with milk and honey, nor given us inheritance of fields and vineyards: wilt thou put out the eyes of these men? we will not come up.તદુપરાંત જે અદભૂત દેશનું તેં વચન આપ્યું હતું તેમાં તું અમને લાવ્યો નથી, તેં અમને ખેતરો કે દ્રાક્ષાવાડીઓ પણ આપી નથી, તને શું લોકોની આંખો કાઢી નાખીશ જેથી તેઓ ઉપર કરેલું નુકશાન જુએ નહિ? ના, અમે તારી પાસે આવવાના નથી.”
15 And Moses was very wroth, and said unto Jehovah, Respect not thou their offering: I have not taken one ass from them, neither have I hurt one of them.પછી મૂસાએ ગુસ્સે થઈને યહોવાને કહ્યું, “એમના અર્પણ કરેલાં બલિદાનોનો સ્વીકાર કરશો નહિ, મેં તે લોકો પાસેથી એક ગધેડું પણ લીધું નથી કે તેઓમાંના કોઈનું કશું નુકસાન પણ કર્યુ નથી.”
16 And Moses said unto Korah, Be thou and all thy company before Jehovah, thou, and they, and Aaron, to-morrow:એટલે મૂસાએ કોરાહને કહ્યું, “તું અને તારા સર્વ સાથીઓ આવતીકાલે યહોવા સમક્ષ અહીં હાજર થજો. હારુન પણ આવશે.
17 and take ye every man his censer, and put incense upon them, and bring ye before Jehovah every man his censer, two hundred and fifty censers; thou also, and Aaron, each his censer.તમાંરામાંનો પ્રત્યેક વ્યક્તિ પોતાની ધૂપદાની સાથે લઈને યહોવા સમક્ષ આવે. ત્યાં આગેવાનો માંટે 250 ધૂપદાનીઓ અને તારા અને હારુન માંટે એક-એક ધૂપદાની હશે.”
18 And they took every man his censer, and put fire in them, and laid incense thereon, and stood at the door of the tent of meeting with Moses and Aaron.તેથી તે બધા પોતાની ધૂપદાનીઓ સાથે લાવ્યા અને તેમાં દેવતા મૂકી ધૂપ નાખ્યો; અને મૂસા અને હારુનની સાથે મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ આવીને ઊભા રહ્યા.
19 And Korah assembled all the congregation against them unto the door of the tent of meeting: and the glory of Jehovah appeared unto all the congregation.તે દરમ્યાન કોરાહે સમગ્ર સમાંજને મૂસા અને હારુન વિરુદ્ધ ઉશ્કેરીને એ બે જણની સામે ભેગા કર્યા હતા. ત્યાં તો યહોવાના ગૌરવે સમગ્ર સમાંજને દર્શન દીધાં.
20 And Jehovah spake unto Moses and unto Aaron, saying,યહોવાએ મૂસાને અને હારુનને કહ્યું,
21 Separate yourselves from among this congregation, that I may consume them in a moment.“તમે આ લોકોના સમાંજમાંથી બહાર નીકળી જાઓ, એટલે હું તત્કાળ એ સર્વનો નાશ કરું.”
22 And they fell upon their faces, and said, O God, the God of the spirits of all flesh, shall one man sin, and wilt thou be wroth with all the congregation?પરંતુ મૂસાએ અને હારુને યહોવા સમક્ષ સાષ્ટાંગ નમસ્કાર કર્યા અને કહ્યું, “હે દેવ, તમે જ બધા જીવોના જીવનદાતા છો, એક જ વ્યક્તિના પાપને કારણે શું તમે સમગ્ર સમાંજ પ્રત્યે ક્રોધાયમાંન થશો?”
23 And Jehovah spake unto Moses, saying,એટલે યહોવાએ મૂસાને કહ્યું,
24 Speak unto the congregation, saying, Get you up from about the tabernacle of Korah, Dathan, and Abiram.“તું એ લોકોને કહે કે તેઓ કોરાહ, દાથાન અને અબીરામના તંબુ આગળથી દૂર ખસી જાય.”
25 And Moses rose up and went unto Dathan and Abiram; and the elders of Israel followed him.ત્યારપછી મૂસાએ ઇસ્રાએલીઓના વડીલો સાથે દાથાન અને અબીરામની પાસે જઈને આખા સમાંજને ઉદેશીને કહ્યું,
26 And he spake unto the congregation, saying, Depart, I pray you, from the tents of these wicked men, and touch nothing of theirs, lest ye be consumed in all their sins.“તમે આ દુષ્ટ માંણસોના તંબુઓથી આધા ખસી જાઓ. એમની કોઈ વસ્તુને અડશો નહિ. નહિ તો તેમનાં બધાં પાપોને કારણે તમે પણ તેમની સાથે નાશ પામશો.”
27 So they gat them up from the tabernacle of Korah, Dathan, and Abiram, on every side: and Dathan and Abiram came out, and stood at the door of their tents, and their wives, and their sons, and their little ones.તેથી કોરાહ, દાથાન અને અબીરામના તંબુઓ આગળથી બધા લોકો દૂર ચાલ્યા ગયા, દાથાન અને અબીરામ પોતાની પત્નીઓ, પુત્રો અને બાળકો સાથે પોતાના તંબુમાંથી બહાર આવીને પ્રવેશદ્વાર આગળ આવીને ઊભા રહ્યા.
28 And Moses said, Hereby ye shall know that Jehovah hath sent me to do all these works; for `I have' not `done them' of mine own mind.મૂસાએ કહ્યું, “આ દ્વારા તમને ખાતરી થશે કે મેં જે કંઈ કર્યું છે તે કરવા માંટે મને યહોવાએ મોકલ્યો છે; કારણ કે હું કાંઈ માંરી મરજી મુજબ આ બધાં કાર્યો કરતો નથી.
29 If these men die the common death of all men, or if they be visited after the visitation of all men; then Jehovah hath not sent me.જો આ લોકો બીજા બધા માંણસોની જેમ કુદરતી રીતે મૃત્યુ પામે તો માંનવું કે યહોવાએ મને મોકલ્યો નથી,
30 But if Jehovah make a new thing, and the ground open its mouth, and swallow them up, with all that appertain unto them, and they go down alive into Sheol; then ye shall understand that these men have despised Jehovah.પણ જો યહોવા ચમત્કાર કરે અને ધરતી પોતાનું મુખ ઉધાડે અને તેઓને તથા તેઓની બધી જ વસ્તુઓને ગળી જાય અને તેઓ જીવતા મૃત્યુલોકોમાં પહોંચી જાય તો તમાંરે જાણવું કે, એ લોકોએ યહોવાનું અપમાંન કર્યું છે.”
31 And it came to pass, as he made an end of speaking all these words, that the ground clave asunder that was under them;મૂસા બોલી રહ્યો કે તરત જ તે લોકોના પગ નીચેની ધરતી ફાટી;
32 and the earth opened its mouth, and swallowed them up, and their households, and all the men that appertained unto Korah, and all their goods.ધરતીએ ખોલેલા મુખમાં તેમનાં કુટુંબો, તેમનાં તંબુઓ, તેઓ અને તેઓના સાથીઓ અને તેઓનું સર્વસ્વ જતુ રહ્યું.
33 So they, and all that appertained to them, went down alive into Sheol: and the earth closed upon them, and they perished from among the assembly.તેઓ પોતાના સર્વસ્વ સાથે જીવતા મૃત્યુલોકમાં પહોંચી ગયા; ધરતી પાછી સંધાઈ ગઈ. આમાં તેઓનો સર્વનાશ થઈ ગયો, તેઓ સમુદાયમાંથી જતાં રહ્યાં.
34 And all Israel that were round about them fled at the cry of them; for they said, Lest the earth swallow us up.તેમની ચીસો સાંભળીને ત્યાં આસપાસ ઊભેલા બધાં ઇસ્રાએલીઓ ભયભીત થઈને ભાગવા માંડયા. રખેને તેઓને પણ “ધરતી હડપ કરી જાય.”
35 And fire came forth from Jehovah, and devoured the two hundred and fifty men that offered the incense.પછી યહોવાનો અગ્નિ આવ્યો અને ધૂપ ચઢાવવા આવેલા 250 માંણસોને ભશ્મ કરી ગયો.
36 And Jehovah spake unto Moses, saying,પછી યહોવાએ મૂસાને કહ્યું,
37 Speak unto Eleazar the son of Aaron the priest, that he take up the censers out of the burning, and scatter thou the fire yonder; for they are holy,“તું યાજક હારુનના પુત્ર એલઆઝારને કહે કે, અગ્નિમાંથી ધૂપદાનીઓ ઉપાડી લે; કેમકે તેમાંનો ધૂપ પવિત્ર છે કારણ એ યહોવાને અર્પિત થયેલ છે. અને એમને કહો કે તેમાંનો કોલસો અને રાખ આમતેમ વેરી દે.
38 even the censers of these sinners against their own lives; and let them be made beaten plates for a covering of the altar: for they offered them before Jehovah; therefore they are holy; and they shall be a sign unto the children of Israel.યહોવાની વેદી સમક્ષ તે રજૂ થઈ હતી તેથી તે ધૂપદાનીઓ પવિત્ર છે, તેથી પાપ કરીને મૃત્યુને ભેટનાર એ લોકોની ધૂપદાનીઓમાંથી પતરાં બનાવડાવી તેના વડે વેદીના ઢાંકણને મઢાવજે, એ ઇસ્રાએલી લોકો માંટે ચેતવણીરૂપ થઈ પડશે.”
39 And Eleazar the priest took the brazen censers, which they that were burnt had offered; and they beat them out for a covering of the altar,યહોવાએ મૂસા માંરફતે કરેલી આજ્ઞા મુજબ યાજક એલઆઝારે ધૂપ ઘરાવતી વખતે અગ્નિનો ભોગ લોકોની ધૂપદાનીઓ લઈને તેની વેદીને ઢાંકવા માંટે પતરાં બનાવડાવ્યાં.
40 to be a memorial unto the children of Israel, to the end that no stranger, that is not of the seed of Aaron, come near to burn incense before Jehovah; that he be not as Korah, and as his company: as Jehovah spake unto him by Moses.જેને જોઈને ઇસ્રાએલીઓને યાદ રહે કે જે હારુનના કુટુંબમાંથી ના હોય અને બિનઅધિકૃત હોય તેણે યહોવા સમક્ષ ધૂપ ધરાવવા આવવું નહિ. નહિ તો તેની હાલત કોરાહ અને તેના સાથીઓ જેવી થશે. આમ મૂસા દ્વારા યહોવાએ એલઆઝારને આપેલી આજ્ઞા અનુસાર બધું કરવામાં આવ્યું.
41 But on the morrow all the congregation of the children of Israel murmured against Moses and against Aaron, saying, Ye have killed the people of Jehovah.પરંતુ બીજે દિવસે સમગ્ર ઇસ્રાએલી સમાંજ મૂસાની અને હારુનની વિરૂદ્ધ એમ કહેતા કચવાટ કરવા લાગ્યો, “તમે જ યહોવાના માંણસોના મોત નિપજાવ્યા છે.”
42 And it came to pass, when the congregation was assembled against Moses and against Aaron, that they looked toward the tent of meeting: and, behold, the cloud covered it, and the glory of Jehovah appeared.થોડા સમયમાં જ ફરિયાદ કરતા લોકોનું મોટું ટોળું ભેગું થયું. તેઓએ મુલાકાત મંડપ તરફ જોયું તો એકાએક તેના પર એક વાદળો આચ્છાદન કર્યું હતું. અને યહોવાના ગૌરવે ત્યાં દર્શન દીથાં હતાં.
43 And Moses and Aaron came to the front of the tent of meeting.મૂસા અને હારુન મુલાકાત મંડપના પ્રવેશદ્વાર આગળ જઈને ઊભા રહ્યાં.
44 And Jehovah spake unto Moses, saying,એટલે યહોવાએ મૂસાને કહ્યું,
45 Get you up from among this congregation, that I may consume them in a moment. And they fell upon their faces.“આ લોકોથી દૂર ખસી જા, જેથી હું એ લોકોનો એક પળમાં નાશ કરું.” એટલે મૂસા અને હારુને જમીન પર લાંબા થઈને તેમને સાંષ્ટાંગ નમસ્કાર કર્યા.
46 And Moses said unto Aaron, Take they censer, and put fire therein from off the altar, and lay incense thereon, and carry it quickly unto the congregation, and make atonement for them: for there is wrath gone out from Jehovah; the plague is begun.અને મૂસાએ હારુનને કહ્યું, “જલદીથી ધૂપદાની લઈને તેમાં વેદીમાંથી દેવતા ભર અને તેમાં ધૂપ નાખ, અને તે લઈને દોડતો દોડતો લોકો પાસે જા અને તેમના પાપનું પ્રાયશ્ચિત કર, કારણ કે યહોવાનો કોપ તેઓના પર ઊતર્યો છે અને રોગચાળો ફાટી નીકળ્યો છે. લોકોમાં મરકી શરૂ થઈ ગઈ છે.”
47 And Aaron took as Moses spake, and ran into the midst of the assembly; and, behold, the plague was begun among the people: and he put on the incense, and made atonement for the people.આથી મૂસાએ કહ્યું તે મુજબ હારુને કર્યુ. અને ઝડપથી ધૂપદાની લઈને ભેગા મળેલા લોકો વચ્ચે દોડી ગયો, તો ખબર પડી કે તેઓમાં રોગચાળો શરૂ થઈ ગયો હતો. તેણે ધૂપદાનીમાં ધૂપ નાખી મરેલાં
48 And he stood between the dead and the living; and the plague was stayed.અને જીવતા વચ્ચે ઊભા રહી લોકોના પાપનું પ્રાયશ્ચિત કર્યું. રોગચાળો બંધ થઈ ગયો.
49 Now they that died by the plague were fourteen thousand and seven hundred, besides them that died about the matter of Korah.પરંતુ તેટલા સમયમાં 14,700 લોકો મૃત્યુ પામ્યાં હતાં અને કોરાહના બંડ વખતે મૃત્યુ પામેલા તે તો જુદા.
50 And Aaron returned unto Moses unto the door of the tent of meeting: and the plague was stayed.આમ રોગચાળો બંધ થઈ ગયો એટલે હારુન મુલાકાત મંડપના પ્રવેશ દ્વાર આગળ મૂસા પાસે પાછો ચાલ્યો ગયો.
Gujarati Bible