John 8:36
તેથી જો દીકરો તમને મુક્ત કરે તો પછી તમે ખરેખર મુક્ત થશો.
John 8:36 in Other Translations
King James Version (KJV)
If the Son therefore shall make you free, ye shall be free indeed.
American Standard Version (ASV)
If therefore the Son shall make you free, ye shall be free indeed.
Bible in Basic English (BBE)
If then the son makes you free, you will be truly free.
Darby English Bible (DBY)
If therefore the Son shall set you free, ye shall be really free.
World English Bible (WEB)
If therefore the Son makes you free, you will be free indeed.
Young's Literal Translation (YLT)
if then the son may make you free, in reality ye shall be free.
| If | ἐὰν | ean | ay-AN |
| the | οὖν | oun | oon |
| Son | ὁ | ho | oh |
| therefore | υἱὸς | huios | yoo-OSE |
| shall make free, | ὑμᾶς | hymas | yoo-MAHS |
| you | ἐλευθερώσῃ | eleutherōsē | ay-layf-thay-ROH-say |
| ye shall be | ὄντως | ontōs | ONE-tose |
| free | ἐλεύθεροι | eleutheroi | ay-LAYF-thay-roo |
| indeed. | ἔσεσθε | esesthe | A-say-sthay |
Cross Reference
ગ લાતીઓને પત્ર 5:1
સ્વતંત્રતામાં જીવવા ખ્રિસ્તે આપણને મુક્ત બનાવ્યા. તેથી દઢ રહો, બદલાશો નહિ અને નિયમની ગુલામી તરફ પાછા ન વળશો.
રોમનોને પત્ર 8:2
મને શા માટે અપરાધી ઠરાવવામાં આવ્યો નથી? કારણ કે ખ્રિસ્ત ઈસુમાં આત્માનો જે નિયમ જીવન લાવે છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે.
2 કરિંથીઓને 3:17
પ્રભુ તે આત્મા છે. અને જ્યાં દેવનો આત્મા છે ત્યાં સ્વતંત્રતા છે.
યોહાન 8:31
તેથી જે યહૂદિઓએ તેનામાં વિશ્વાસ મૂક્યો હતો તેઓને ઈસુએ કહ્યું, “જો તમે મારા બોધને માનવાનું ચાલુ રાખશો તો પછી તમે મારા સાચા શિષ્યો છો.
ઝખાર્યા 9:11
યહોવા કહે છે, “તમારી સાથે લોહીથી કરેલા કરાર મુજબ હું દેશવટો ભોગવતા તમારા ભાઇઓને કારાવાસની ગર્તામાંથી મુકત કરું છું.
લૂક 4:18
“પ્રભુનો આત્મા મારામાં સમાયેલો છે. પ્રભુએ જે લોકો પાસે કશું નથી એવા લોકોને સુવાર્તા આપવા, કેદીઓને તેમની મુક્તિ જાહેર કરવા, આંધળાઓને દષ્ટિ આપવા જેથી તેઓ ફરીથી જોઈ શકે તથા કચડાયેલા લોકોને મુક્ત કરવા મારો અભિષેક કર્યો છે.
ગીતશાસ્ત્ર 119:133
હે યહોવા, તમારા વચનપ્રમાણે મને દોરો. કોઇપણ દુષ્ટતાને મારા પર શાસન ન કરવા દો.
યશાયા 49:24
શકિતશાળી માણસના હાથમાંથી શિકારને કોણ પાછો ઝૂંટવી શકે? અત્યાચારી રાજવી પાસે બંદીવાનોને મુકત કરાવવાની માગણી કોણ કરી શકે?
યશાયા 61:1
યહોવા મારા માલિકે, તેનો આત્મા મારામાં મૂક્યો છે, કારણ, તેણે મારો અભિષેક કર્યો છે. તેણે મને દીનદુ:ખીઓને શુભસમાચાર સંભળાવવા, ભાંગેલા હૈયાના ઘા રૂઝાવવા, કેદીઓને છુટકારાની, ને બંદીવાનોને મુકિતની જાહેરાત કરવા મોકલ્યો છે.
ગીતશાસ્ત્ર 19:13
મને કોઇનું ખરાબ કરવાના વિચારો અને પાપથી દૂર રાખો અને તેમ કરતા અટકાવો. મને ખરાબ કાર્ય ન કરવા માટે તમે સહાય કરો. ત્યારે જ હું દોષમુકત અને પૂર્ણ થઇશ અને મહાપાપ કરવામાંથી બચી જઇશ.
ગીતશાસ્ત્ર 119:32
તમારી આજ્ઞાઓના માર્ગમાં હું જીવન જીવીશ; કારણ તમે મારી સમજશકિત ખીલવો છો અને મારા હૃદયને પ્રફુલ્લિત કરો છો.