Bible

Matthew 24 - YLT (Gujarati)

1 And having gone forth, Jesus departed from the temple, and his disciples came near to show him the buildings of the temple,ઈસુએ મંદિર છોડયું અને ચાલતો હતો, ત્યારે શિષ્યો તેની પાસે આવ્યા. તેઓ તેને મંદિર બતાવવા લાગ્યા.

2 and Jesus said to them, `Do ye not see all these? verily I say to you, There may not be left here a stone upon a stone, that shall not be thrown down.'ઈસુએ કહ્યું, “તમે આ બધું જુઓ છો? હું તમને સત્ય કહું છું, આ બધું તોડી પાડવામાં આવશે.એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેવામા આવશે નહિ. અને એક એક પથ્થરને જમીનદોસ્ત કરવામાં આવશે.”

3 And when he is sitting on the mount of the Olives, the disciples came near to him by himself, saying, `Tell us, when shall these be? and what `is' the sign of thy presence, and of the full end of the age?'પછી ઈસુ જૈતૂન પર્વત પર બેઠો હતો ત્યારે શિષ્યો તેની સાથે એકાંત માટે આવ્યા અને પૂછયું એ બધું ક્યારે બનશે? અને “અમને કહે કે તારા આગમનની અને જગતના અંતની નિશાનીઓ શું હશે?”

4 And Jesus answering said to them, `Take heed that no one may lead you astray,ઈસુએ કહ્યું, “સાવધાન રહો! તમને કોઈ ગેરમાર્ગે ન દોરે.

5 for many shall come in my name, saying, I am the Christ, and they shall lead many astray,ઘણા લોકો આવશે અને મારા નામનો ઉપયોગ કરશે અને કહેશે, ‘હું જ ખ્રિસ્ત છું.’ અને તેઓ ઘણા લોકોને છેતરશે.

6 and ye shall begin to hear of wars, and reports of wars; see, be not troubled, for it behoveth all `these' to come to pass, but the end is not yet.પણ તમે લડાઈઓ વિષે અને લડાઈઓની અફવાઓ વિષે સાંભળશો ત્યારે તમે ગભરાશો નહિ. એ બધું જ અંત પહેલા બનવાનું છે અને ભબિષ્યનો અંત હજી બાકી છે.

7 `For nation shall rise against nation, and kingdom against kingdom, and there shall be famines, and pestilences, and earthquakes, in divers places;રાષ્ટ્ર બીજા રાષ્ટ્રોની સામે અને રાજ્યો બીજા રાજ્યોની વિરૂદ્ધ ઊઠશે. અને એક સમય એવો આવશે કે લોકોને ખાવા માટે ખોરાક પણ નહિ હોય અને જુદા જુદા વિસ્તારોમાં ધરતીકંપ થશે.

8 and all these `are' the beginning of sorrows;પણ એ બધાં તો દુ:ખોનો આરંભ જ છે.

9 then they shall deliver you up to tribulation, and shall kill you, and ye shall be hated by all the nations because of my name;“આ સમયે તમને શિક્ષા માટે સુપ્રત કરવામાં આવશે અને તમને મારી નાંખશે કારણ કે તમે મારા શિષ્યો છો. બધા જ રાષ્ટ્રો તમારો તિરસ્કાર કરશે.

10 and then shall many be stumbled, and they shall deliver up one another, and shall hate one another.આ સમયે ઘણા લોકોનો વિશ્વાસ ડગી જશે. એકબીજાની સામે થઈ જશે અને એકબીજાનો તિરસ્કાર કરશે.

11 `And many false prophets shall arise, and shall lead many astray;અનેક જૂઠા પ્રબોધકો નીકળી પડશે અને તેઓ ઘણાને આડે માર્ગે દોરી જશે.

12 and because of the abounding of the lawlessness, the love of the many shall become cold;અનિષ્ટ સર્વત્ર પ્રસરશે. પરિણામે ઘણાનો પ્રેમ ઠંડો પડી જશે.

13 but he who did endure to the end, he shall be saved;પરંતુ જે કોઈ અંત સુધી ટકશે તે જ તારણ પામશે.

14 and this good news of the reign shall be proclaimed in all the world, for a testimony to all the nations; and then shall the end arrive.દેવના રાજ્યની સુવાર્તા આખા વિશ્વમાં બધી જ જાતિના લોકોને સંભળાવવામાં આવશે. ત્યારે અંત આવશે.

15 `Whenever, therefore, ye may see the abomination of the desolation, that was spoken of through Daniel the prophet, standing in the holy place (whoever is reading let him observe)“જેના વિષે દાનિયેલ પ્રબોધકે કહેલું છે કે, ‘એ ભયાનક વિનાશકારી વસ્તુને તમે પવિત્ર જગ્યામાં (મંદિર) ઊભેલી જુઓ.” (વાંચક તેનો અર્થ સમજી લે)

16 then those in Judea -- let them flee to the mounts;“ત્યારે જેઓ યહૂદિયામાં રહે છે તેઓને પહાડો તરફ ભાગી જવું પડશે.

17 he on the house-top -- let him not come down to take up any thing out of his house;જેઓ ઘરના છાપરાં પર હોય તેઓએ ઘરમાં સરસામાન લેવા જવું નહિ.

18 and he in the field -- let him not turn back to take his garments.જેઓ ખેતરોમાં હોય તેમણે પોતાના કપડાં લેવા પાછા ઘરે જવું નહિ.

19 `And wo to those with child, and to those giving suck in those days;“એ દિવસોમાં જે ગર્ભવતી સ્ત્રીઓ હશે, અને જેને ધાવણાં બાળકો હશે તેમને માટે દુ:ખદાયક દિવસ હશે.

20 and pray ye that your flight may not be in winter, nor on a sabbath;પ્રાર્થના કરો કે તમારે શિયાળાનાં દિવસોમાં કે વિશ્રામવારે ભાગવું ના પડે.

21 for there shall be then great tribulation, such as was not from the beginning of the world till now, no, nor may be.એ દિવસોમાં એવી મોટી આપત્તિ આવશે કે સૃષ્ટિ રચી ત્યારથી અત્યાર સુધી કદી આવી નથી. અને ભવિષ્યમાં એવી આપત્તિ આવશે નહિ.

22 And if those days were not shortened, no flesh would have been saved; but because of the chosen, shall those days be shortened.“આ ભયંકર આપત્તિના દિવસો લોકોને ખાતર ઓછા કરવામાં આવશે. જો તેમ ન થયું હોત તો કોઈ માણસ બચી શકત નહિ. પરંતુ દેવના પસંદ કરાયેલા માણસો માટે જ આ દિવસો ઘટાડવામાં આવશે.

23 `Then if any one may say to you, Lo, here `is' the Christ! or here! ye may not believe;“ત્યારે તમને જો કોઈ કહે કે જુઓ, અહીં ‘ખ્રિસ્ત’ છે અથવા તે અહીં છે તો તેનો વિશ્વાસ કરશો નહિ.

24 for there shall arise false Christs, and false prophets, and they shall give great signs and wonders, so as to lead astray, if possible, also the chosen.કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઊભા થશે. અને એવા અદભૂત ચમત્કારો તથા અદભૂત કૃત્યો કરી બતાવશે કે જો બની શકે તો દેવના પસંદ કરેલા લોકોને પણ તેઓ ભુલાવશે.

25 Lo, I did tell you beforehand.જુઓ, આ વાત તમને અગાઉથી બાતાવું છું માટે સાવધ રહેજો.

26 `If therefore they may say to you, Lo, in the wilderness he is, ye may not go forth; lo, in the inner chambers, ye may not believe;“તેથી કોઈ તમને કહે; ‘ખ્રિસ્ત પેલી ઉજજડ ભૂમીમાં છે!’ પણ તે ઉજજડ પ્રદેશમાં ખ્રિસ્તને જોવા જશો નહિ. કોઈ કહે, ‘ખ્રિસ્ત અમુક ઘરમાં છે તો તે તમે માનશો નહિ.

27 for as the lightning doth come forth from the east, and doth appear unto the west, so shall be also the presence of the Son of Man;જ્યારે માણસનો દીકરો આવશે ત્યારે આકાશમાં પૂર્વથી પશ્ર્ચિમે ઝબકારા જેવું થશે જે દરેક માણસ જોઈ શકશે. તે પ્રમાણે માણસનો દીકરો પ્રગટ થશે.

28 for wherever the carcase may be, there shall the eagles be gathered together.જ્યાં મડદાં હશે, ત્યાં ગીધો ભેગાં થશે.

29 `And immediately after the tribulation of those days, the sun shall be darkened, and the moon shall not give her light, and the stars shall fall from the heaven, and the powers of the heavens shall be shaken;“એ દિવસોમાં જ્યારે વિપત્તિ દૂર થશે કે તરત જ: ‘સૂરજ અંધકારરૂપ થઈ જશે, અને ચંદ્ર તેનું અજવાળું આપશે નહિ. અને તારાઓ આકાશમાંથી ખરી પડશે. આકાશમાં બધુંજ ઘ્રુંજી ઊઠશે.’ યશાયા 13:10; 34:4-5

30 and then shall appear the sign of the Son of Man in the heaven; and then shall all the tribes of the earth smite the breast, and they shall see the Son of Man coming upon the clouds of the heaven, with power and much glory;એ સમયે, માણસના દીકરાના આવવાના સંકેત આકાશમાં જોવા મળશે, તે વખતે પૃથ્વી પરના બધાજ લોકો વિલાપ કરશે અને માણસના દીકરાને પરાક્રમ અને મોટા મહિમાસહિત આકાશના વાદળોમાં આવતો જોશે.

31 and he shall send his messengers with a great sound of a trumpet, and they shall gather together his chosen from the four winds, from the ends of the heavens unto the ends thereof.માણસનો દીકરો પોતાના દૂતોને પૃથ્વીની ચારે બાજુ મોકલવા મોટા અવાજથી રણશિંગડું ફૂંકશે. દૂતો પૃથ્વીના દરેક ભાગમાંથી પસંદ કરેલા માણસોને ભેગા કરશે.

32 `And from the fig-tree learn ye the simile: When already its branch may have become tender, and the leaves it may put forth, ye know that summer `is' nigh,“અંજીર પરથી બોધપાઠ લો, જ્યારે તેની ડાળી કુમળી હોય છે અને પાંદડાં ફૂટવા લાગે છે ત્યારે તમે સમજી શકો છો કે ઉનાળો પાસે આવ્યો છે.

33 so also ye, when ye may see all these, ye know that it is nigh -- at the doors.તે જ પ્રમાણે, જ્યારે તમે આ બધા જ બનાવો બનતા જુઓ, ત્યારે જાણી લેવું કે એ સમય નજીક આવી રહ્યો છે અને આવવાની તૈયારી છે.

34 Verily I say to you, this generation may not pass away till all these may come to pass.હું તમને સત્ય કહું છું કે આ પેઢીનાં લોકોના જીવતાં જ આ બધી જ ઘટના બનશે.

35 The heaven and the earth shall pass away, but my words shall not pass away.આખી દુનિયા, પૃથ્વી અને આકાશનો નાશ થશે, પણ મેં તમને જે શબ્દો કહ્યાં છે તેનો કદી વિનાશ નહિ થાય!

36 `And concerning that day and the hour no one hath known -- not even the messengers of the heavens -- except my Father only;“પણ એ દિવસ અને કલાક વિષે કોઈ જાણતું નથી. આકાશના દૂતો કે દીકરો કોઈ જાણતું નથી. ફક્ત તે બાપ જ જાણે છે.

37 and as the days of Noah -- so shall be also the presence of the Son of Man;“નૂહના સમયમાં બન્યું એવું જ માણસના દીકરાના આગમન સમયે બનશે.

38 for as they were, in the days before the flood, eating, and drinking, marrying, and giving in marriage, till the day Noah entered into the ark,જળપ્રલય થયો તે પહેલા લોકો ખાતાપીતા અને પરણાવતા, આ બધુજ નૂહ વહાણ પર ન ચઢયો ત્યાં સુધી બનતું રહ્યું.

39 and they did not know till the flood came and took all away; so shall be also the presence of the Son of Man.જળપ્રલય થયો અને બધાને તાણીને લઈ ગયો, ત્યાં સુધી ખબર ન પડી, માણસના દીકરાને આવવાનું થશે, ત્યારે આવું જ બનશે.

40 Then two men shall be in the field, the one is received, and the one is left;એ સમયે ખેતરમાં કામ કરતાં બે માણસોમાંથી એકને ઉઠાવી લેવાશે અને બીજો ત્યાં જ છોડી દેવાશે.

41 two women shall be grinding in the mill, one is received, and one is left.આ સમયે ઘંટી ચલાવતી બે સ્ત્રીઓમાંથી એક સ્ત્રીને ત્યાંથી ઊઠાવી લેવામાં આવશે અને બીજીને ત્યાંજ પાછળ રહેવા દેવામાં આવશે.

42 `Watch ye therefore, because ye have not known in what hour your Lord doth come;“એટલે તમે લોકો સાવધ રહો, કારણ કે તમારો પ્રભુ ક્યારે આવે છે તે તમે જાણતા નથી.

43 and this know, that if the master of the house had known in what watch the thief doth come, he had watched, and not suffered his house to be broken through;યાદ રાખો કે, જો ઘરના ધણીએ જાણ્યું હોત કે ચોર ક્યા સમયે આવશે તો તે ઘણી સજાગ રહેત અને ચોરને ઘરમાં પ્રવેશ કરવા ન દેત.

44 because of this also ye, become ye ready, because in what hour ye do not think, the Son of Man doth come.એટલે તમારે પણ તૈયાર રહેવું જોઈએ કારણ માણસનો દીકરો ગમે તે સમયે આવશે, જ્યારે તમને ખબર પણ નહિ પડે.

45 `Who, then, is the servant, faithful and wise, whom his lord did set over his household, to give them the nourishment in season?“ધણી પોતાના ઘરના સર્વને નિયત સમયે ખાવાનું આપવા જેને પોતાના ઘરના સેવકો પર અધિકારી નીમે છે એવો શાણો અને વિશ્વાસુ સેવક કોણ છે?

46 Happy that servant, whom his lord, having come, shall find doing so;ધણી જ્યારે આવે ત્યારે જે સેવક આ કામ કરતો દેખાશે તે માણસ સુખી થશે.

47 verily I say to you, that over all his substance he will set him.હું તમને સત્ય કહું છું. એવા વફાદાર માણસને ધણી પોતાની તમામ મિલ્કતનો કારભારી બનાવશે.

48 `And, if that evil servant may say in his heart, My Lord doth delay to come,“પણ જો નોકર દુષ્ટ હશે અને વિચારશે કે મારા ધણી તરત જ પાછા નથી આવવાના.

49 and may begin to beat the fellow-servants, and to eat and to drink with the drunken,પછી તે પોતાના સાથીદાર સેવકોને મારપીટ કરશે. અને તે સેવક બીજા લોકો સાથે તેની જેમ ખાવા પીવા લાગશે.

50 the lord of that servant will arrive in a day when he doth not expect, and in an hour of which he doth not know,પણ તે ચાકરનો ધણી એવો ઓચિંતો આવી પહોંચશે કે તેને તે દિવસની કદી આશા નહિં હોય અને તે સમય વિષે તે જાણતો નહિ હોય.

51 and will cut him off, and his portion with the hypocrites will appoint; there shall be the weeping and the gnashing of the teeth.એનો સ્વામી એને ખરાબ રીતે સજા કરશે અને ઢોંગીઓ વચ્ચે તેનું સ્થાન નિશ્ર્ચિત કરશે. જ્યાં લોકો રૂદન કરતાં હશે. દુ:ખની પીડાથી દાંત પીસતાં થશે.

Gujarati Bible