Matthew 18:16
પણ જો એ માણસ તને સાંભળવાની સાફ ના પાડે તો તું ફરીથી એકાદ બે વધુ વ્યક્તિને તારી સાથે લે. તું જે કંઈ કહે તે આ બે કે ત્રણ સાક્ષીઓથી સાબિત કરી શકાય.
But | ἐὰν | ean | ay-AN |
if | δὲ | de | thay |
he will not | μὴ | mē | may |
hear | ἀκούσῃ | akousē | ah-KOO-say |
take then thee, | παράλαβε | paralabe | pa-RA-la-vay |
with | μετὰ | meta | may-TA |
thee | σοῦ | sou | soo |
one | ἔτι | eti | A-tee |
or | ἕνα | hena | ANE-ah |
two | ἢ | ē | ay |
more, | δύο | dyo | THYOO-oh |
that | ἵνα | hina | EE-na |
in | ἐπὶ | epi | ay-PEE |
the mouth | στόματος | stomatos | STOH-ma-tose |
of two | δύο | dyo | THYOO-oh |
or | μαρτύρων | martyrōn | mahr-TYOO-rone |
three | ἢ | ē | ay |
witnesses | τριῶν | triōn | tree-ONE |
every | σταθῇ | stathē | sta-THAY |
word | πᾶν | pan | pahn |
may be established. | ῥῆμα· | rhēma | RAY-ma |
Cross Reference
Deuteronomy 19:15
“કોઈ એક જ વ્યકિતની સાક્ષીને આધારે કોઈને દોષિત ન ઠરાવી શકાય. ગુનેગાર સાબિત કરવા માંટે બે કે ત્રણ સાક્ષીઓની જુબાની આવશ્યક છે.
Hebrews 10:28
જો કોઈ મૂસાના નિયમશાસ્ત્રનો ભંગ કરે અને તે બે કે ત્રણ સાક્ષીઓ દ્ધારા પૂરવાર થાય તો તેને માફી નહિ આપતા કોઈ પણ દયા વગર મોતની સજા થતી હતી.
1 Timothy 5:19
મંડળીના વડીલ પર આક્ષેપ મૂકનાર વ્યક્તિની વાત સાંભળતો નહિ. એ વડીલે કંઈક ખોટું કર્યુ છે એવું કહેનાર બીજા બે-ત્રણ માણસો નીકળે તો જ પેલા માણસની વાત સાંભળવી.
2 Corinthians 13:1
હું ફરીથી તમારી પાસે આવીશ આ ત્રીજી વખત હશે. અને યાદ રાખજો, “દરેક ફરિયાદ માટે બે કે ત્રણ વ્યક્તિ હોવી જોઈએ જે કહે કે તેઓ જાણે છે કે ફરિયાદ સાચી છે.”
John 8:17
તમારું પોતાનું નિયમશાસ્ત્ર કહે છે કે જ્યારે બે સાક્ષીઓ એક જ વાત કહે તો પછી તમારે તેઓ જે કહે તે સ્વીકારવું જોઈએ.
Numbers 35:30
“મનુષ્યવધ કરનારને એકથી વધુ સાક્ષીઓના પુરાવાને આધારે જ ખૂની ઠરાવીને દેહાતદંડની સજા કરી શકાય. ફકત એક જ સાક્ષીનો પુરાવો દેહાંતદંડ આપવા માંટે પૂરતો ગણાય નહિ.
Deuteronomy 17:6
પરંતુ એકાદ સાક્ષીના આધારે કોઈ વ્યકિતને માંરી નાખવી નહિ; તે માંટે ઓછામાં ઓછા બે અથવા ત્રણ સાક્ષી હોવા જ જોઈએ.
Revelation 11:3
અનેં હું મારા બે સાક્ષીઓને આધિકાર આપીશ અને તેઓ 1,260 દિવસ માટે પ્રબોધ કરશે. તેઓ શણના કપડાં પહેરશે.”
1 John 5:7
તેથી ત્યાં ઈસુ વિશે આપણને કહેનારા ત્રણ સાક્ષીઓ છે:
1 Kings 21:13
અને પેલા બે બદમાંશો આવીને તેની સામે બેઠા અને તેના વિષે લોકો સમક્ષ જુબાની આપી અને કહ્યું તેણે (નાબોથ) દેવને અને રાજાને શ્રાપ આપીને ખોટું કર્યુ છે. પછી તેઓ તેને શહેરની બહાર લઈ ગયા અને પથ્થરો ફેકીને માંરી નાખ્યો.