Mark 3 - WEB (Gujarati)
1 He entered again into the synagogue, and there was a man there who had his hand withered.બીજા એક સમયે ઈસુ સભાસ્થાનમાં ગયો. ત્યાં સભાસ્થાનમાં એક સુકાયેલા હાથવાળો માણસ હતો.
2 They watched him, whether he would heal him on the Sabbath day, that they might accuse him.કેટલાક યહૂદિઓ ઈસુને કઈક ખોટું કરતાં જોવા ઈચ્છતા હતા, જેથી તેઓ તેના પર તહોમત મૂકી શકે. તેથી તે લોકો તેમની નજીકથી ચોકી કરતા હતા. ઈસુ વિશ્રામવારના દિવસે તે માણસને સાજો કરે છે કે નહિ તે તેઓ જોતા હતા.
3 He said to the man who had his hand withered, "Stand up."ઈસુએ તે સુકાયેલા હાથવાળા માણસને કહ્યું, ‘અહીં ઊભો થા જેથી બધા લોકો તને જોઈ શકે.’
4 He said to them, "Is it lawful on the Sabbath day to do good, or to do harm? To save a life, or to kill?" But they were silent.પછી ઈસુએ લોકોને પૂછયું, ‘વિશ્રામવારના દિવસે કઈ વસ્તુ કરવી ઉચિત છે; સારું કરવું કે ખરાબ કરવું? જીવ બચાવવો કે નાશ કરવો, શું ઉચિત છે?’ લોકોએ ઈસુને જવાબ આપવા કશું કહ્યું નહિ.
5 When he had looked around at them with anger, being grieved at the hardening of their hearts, he said to the man, "Stretch out your hand." He stretched it out, and his hand was restored as healthy as the other.ઈસુએ લોકો તરફ જોયું. તે ગુસ્સામાં હતો પણ તેને ઘણું દુ:ખ થયું. કારણ કે તેઓ કઠણ હૃદયના હતા. ઈસુએ તે માણસને કહ્યું, ‘મને તારો હાથ જોવા દે.’ તે માણસે તેનો હાથ ઈસુ આગળ લંબાવ્યો. અને તે સાજો થઈ ગયો.
6 The Pharisees went out, and immediately conspired with the Herodians against him, how they might destroy him.પછી ફરોશીઓ વિદાય થયા અને ઈસુને શી રીતે મારી નાખવો તે વિષે હેરોદીઓ સાથે યોજનાઓ કરી.
7 Jesus withdrew to the sea with his disciples, and a great multitude followed him from Galilee, from Judea,ઈસુ તેના શિષ્યોની સાથે સરોવર તરફ ગયો. ગાલીલમાંથી ઘણા લોકો તેની પાછળ ગયા.
8 from Jerusalem, from Idumaea, beyond the Jordan, and those from around Tyre and Sidon. A great multitude, hearing what great things he did, came to him.યહૂદિયામાંથી, યરૂશાલેમમાંથી, યર્દનને પેલે પારથી તથા તૂર તથા સિદોનની આસપાસના ઘણા લોકો તેણે જે જે કાર્યો કર્યા તે સાંભળીને તેની પાસે આવ્યા.
9 He spoke to his disciples that a little boat should stay near him because of the crowd, so that they wouldn't press on him.ઈસુએ ઘણા લોકોને જોયા. તેથી તેણે તેના શિષ્યોને નાની હોડી લાવીને તેને માટે તૈયાર રાખવાં કહ્યું. ઈસુને હોડી જોઈતી હતી જેથી લોકોની ભીડના કારણે તે દબાઇ જાય નહિ.
10 For he had healed many, so that as many as had diseases pressed on him that they might touch him.ઈસુએ ઘણા લોકોને સાજાં કર્યા. તેથી બધા જ માંદા લોકો તેનો સ્પર્શ કરવા તેના તરફ ધકેલાતા હતા.
11 The unclean spirits, whenever they saw him, fell down before him, and cried, "You are the Son of God!"કેટલાક લોકોમાં શેતાન તરફથી અશુદ્ધ આત્મા હતો. જ્યારે અશુદ્ધ આત્માએ ઈસુને જોયો ત્યારે તેઓ તેને પગે પડીને બૂમો પાડવા લાગ્યા. ‘તું દેવનો દીકરો છે!’
12 He sternly warned them that they should not make him known.પરંતુ ઈસુએ તે આત્માઓને કડકાઇથી આજ્ઞા કરી કે તે કોણ હતો તે લોકોને કહેવું નહિ.
13 He went up into the mountain, and called to himself those whom he wanted, and they went to him.પછી ઈસુ ટેકરી પર ગયો. ઈસુએ કેટલાક માણસોને તેની પાસે આવવા કહ્યું. ઈસુને જે માણસો જોઈતા હતા તે આ હતા. આ માણસો ઈસુ પાસે ગયા.
14 He appointed twelve, that they might be with him, and that he might send them out to preach,ઈસુએ બાર માણસો પસંદ કર્યા અને તેઓને પ્રેરિતો કહ્યાં. ઈસુની ઈચ્છા આ બાર માણસો તેની સાથે રહે એવી હતી. અને તેની ઈચ્છા તેઓ બધાને જુદી જુદી જગ્યાએ ઉપદેશ માટે મોકલવાની હતી.
15 and to have authority to heal sicknesses and to cast out demons:અને ઈસુની ઈચ્છા હતી કે આ માણસો લોકોમાંથી ભૂતોને બહાર કાઢવાનો અધિકાર પામે.
16 Simon, to whom he gave the name Peter;ઈસુએ પસંદ કરેલા બાર માણસોના નામ આ છે. સિમોન (ઈસુએ તેનું નામ પિતર આપ્યું).
17 James the son of Zebedee; John, the brother of James, and he surnamed them Boanerges, which means, Sons of Thunder;ઝબદીનો દીકરો યાકૂબ અને યોહાન (ઈસુએ તેઓને બને-રગેસ એટલે ‘ગર્જનાના પુત્રો’ નામ આપ્યા);
18 Andrew; Philip; Bartholomew; Matthew; Thomas; James, the son of Alphaeus; Thaddaeus; Simon the Zealot;આંદ્રિયા, ફિલિપ, બર્થોલ્મી, માથ્થી, થોમા, અલ્ફીનો દીકરો યાકૂબ, થદી તથા સિમોન કનાની તથા
19 and Judas Iscariot, who also betrayed him. He came into a house.યહૂદા ઈશ્કરિયોત કે જેણે ઈસુને દગો દીધો.
20 The multitude came together again, so that they could not so much as eat bread.પછી ઈસુ ઘેર ગયો. પણ ફરીથી ત્યાં ઘણા લોકો ભેગા થયા. ત્યાં એટલા બધા લોકો હતા કે ઈસુ અને તેના શિષ્યો ખાઈ શક્યા નહિ.
21 When his friends heard it, they went out to seize him: for they said, "He is insane."ઈસુના કુટુંબે આ બધી બાબતો વિષે સાંભળ્યું. તેઓ તેને પકડવા ગયા. કારણ કે લોકોએ કહ્યું કે, ઈસુ ઘેલો હતો.
22 The scribes who came down from Jerusalem said, "He has Beelzebul," and, "By the prince of the demons he casts out the demons."યરૂશાલેમના શાસ્ત્રીઓએ કહ્યું, ‘તેનામાં (ઈસુ) બઆલઝબૂલ (શેતાન) વસે છે ને ભૂતોના સરદારની મદદથી તે ભૂતોને કાઢે છે.’
23 He summoned them, and said to them in parables, "How can Satan cast out Satan?તેથી ઈસુએ લોકોને બોલાવ્યા. અને લોકોને શીખવવા વાર્તાઓનો ઉપયોગ કર્યો. ઈસુએ કહ્યું, ‘શેતાન તેના પોતાના અશુદ્ધ આત્માઓને લોકોમાંથી બહાર કાઢવા દબાણ કરશે નહિ.
24 If a kingdom is divided against itself, that kingdom cannot stand.જે રાજ્ય તેની પોતાની વિરૂદ્ધ લડે છે તે ચાલુ રહી શકતું નથી.
25 If a house is divided against itself, that house cannot stand.અને જે પરિવારમાં ભાગલા પડે છે તે સફળ થઈ શકતું નથી.
26 If Satan has risen up against himself, and is divided, he can't stand, but has an end.અને જો શેતાન તેની જાતની વિરૂદ્ધ હોય અને તેના પોતાના લોકો વિરૂદ્ધ લડે તો તે નભી શકતો નથી. તે શેતાનનો અંત હશે.
27 But no one can enter into the house of the strong man to plunder, unless he first binds the strong man; and then he will plunder his house.‘જો કોઈ વ્યક્તિની ઈચ્છા બળવાન માણસના ઘરમાં પ્રવેશવાની અને તેના ઘરમાંથી તેની વસ્તુઓની ચોરી કરવાની હોય તો તે વ્યક્તિએ પહેલાં બળવાન માણસને બાંધવો જોઈએ, પછીથી તે વ્યક્તિ ઘરમાંથી વસ્તુઓ ચોરી શકશે.
28 Most assuredly I tell you, all of the children of men's sins will be forgiven them, including their blasphemies with which they may blaspheme;‘હું તમને સત્ય કહું છું કે લોકોના પાપો માફ થઈ શકે છે. અને લોકો દેવની વિરૂદ્ધ જે બધી ખરાબ વાતો કહે તે પણ માફ થઈ શકે છે.
29 but whoever may blaspheme against the Holy Spirit never has forgiveness, but is guilty of an eternal sin"પણ જે કોઈ વ્યક્તિ પવિત્ર આત્માની વિરૂદ્ધ ખરાબ વાતો કહ છે તે કદાપિ માફ થઈ શકશે નહિ. તે હંમેશા તે પાપ માટે દોષિત રહેશે.’
30 -- because they said, "He has an unclean spirit."ઈસુએ આ કહ્યું કારણ કે શાસ્ત્રીઓ કહેતા હતા કે ઈસુને આત્મા વળગેલા છે.
31 His mother and his brothers came, and standing outside, they sent to him, calling him.પછી ઈસુની મા અને તેના ભાઈઓ આવ્યાં. તેઓએ બહાર ઉભાં રહીને ઈસુને બહાર આવવાનું કહેવા માટે એક માણસને મોકલ્યો.
32 A multitude was sitting around him, and they told him, "Behold, your mother, your brothers, and your sisters{TR omits "your sisters"} are outside looking for you."ઈસુની આજુબાજુ ઘણા બધા લોકો બેઠા હતા. તેઓએ તેને કહ્યું, ‘તારી મા અને તારા ભાઈઓ બહાર તારા માટે રાહ જુએ છે’
33 He answered them, "Who are my mother and my brothers?"ઈસુએ પૂછયું ‘મારી મા કોણ છે? મારા ભાઈઓ કોણ છે?’
34 Looking around at those who sat around him, he said, "Behold, my mother and my brothers!પછી ઈસુએ તેની આજુબાજુ બેઠેલા લોકો તરફ જોયું. તેણે કહ્યું, ‘આ લોકો મારી મા અને ભાઈઓ છે!
35 For whoever does the will of God, the same is my brother, and my sister, and mother."મારા સાચા ભાઈ અને બહેન અને મા એ લોકો છે જે દેવની ઈચ્છા પ્રમાણે કરે છે.’
Gujarati Bible