Mark 1 - YLT (Gujarati)
1 A beginning of the good news of Jesus Christ, Son of God.દેવના દીકરા, ઈસુ ખ્રિસ્ત વિષેની સુવાર્તાનો આરંભ.
2 As it hath been written in the prophets, `Lo, I send My messenger before thy face, who shall prepare thy way before thee,' --યશાયા પ્રબોધકે જે કહ્યુ છે તે થશે. યશાયાએ લખ્યું છે: ‘ધ્યાનથી સાંભળો! હું (દેવ) મારા દૂતને તારી આગળ મોકલીશ. તે તારા માટે માર્ગ તૈયાર કરશે.’ માલાખી 3:1
3 `A voice of one calling in the wilderness, Prepare ye the way of the Lord, straight make ye his paths,' --‘ત્યાં એક વ્યક્તિ છે જે રેતીના રણમાં પોકાર કરે છે: ‘પ્રભુ માટે માર્ગ તૈયાર કરો. તેના રસ્તા સીધા કરો.”‘ યશાયા 40:3
4 John came baptizing in the wilderness, and proclaiming a baptism of reformation -- to remission of sins,તેથી યોહાન બાપ્તિસ્ત આવ્યો અને રણપ્રદેશમાં લોકોને બાપ્તિસ્મા આપતો હતો. તેણે લોકોને કહ્યું કે જો તેઓ તેમના જીવનમાં પરિવર્તન ઈચ્છતા હોય તો તે બતાવવા માટે બાપ્તિસ્મા પામે પછી તેમના પાપો માફ કરવામાં આવશે.
5 and there were going forth to him all the region of Judea, and they of Jerusalem, and they were all baptized by him in the river Jordan, confessing their sins.યહૂદિયા દેશના અને યરૂશાલેમના બધા લોકો યોહાન પાસે આવવા નીકળ્યા. આ લોકોએ કરેલાં પાપોની કબૂલાત કર્યા પછી યર્દન નદીમાં તેઓ યોહાન દ્ધારા બાપ્તિસ્મા પામ્યા.
6 And John was clothed with camel's hair, and a girdle of skin around his loins, and eating locusts and honey of the field,ઊંટના વાળમાંથી બનાવેલાં વસ્ત્રો યોહાન પહેરતો હતો. યોહાન તેની કમરે એક ચામડાનો પટટો બાંધતો હતો. તે તીડો તથા જંગલી મધ ખાતો હતો.
7 and he proclaimed, saying, `He doth come -- who is mightier than I -- after me, of whom I am not worthy -- having stooped down -- to loose the latchet of his sandals;યોહાન લોકોને જે ઉપદેશ આપતો હતો તે આ છે: ‘મારા કરતાં જે વધારે મહાન છે તે મારી પાછળ આવે છે. હું તો તેના ઘૂંટણે પડવા તથા તેના જોડાની દોરી છોડવા માટે પણ યોગ્ય નથી.
8 I indeed did baptize you with water, but he shall baptize you with the Holy Spirit.'મેં તમારું પાણીથી બાપ્તિસ્મા કર્યુ. પણ જે વ્યક્તિ આવે છે તે તમારું પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરશે.
9 And it came to pass in those days, Jesus came from Nazareth of Galilee, and was baptized by John at the Jordan;તે વખતે ઈસુ ગાલીલના નાસરેથથી જ્યાં યોહાન હતો તે જગ્યાએ આવ્યો. યોહાને યર્દન નદીમાં ઈસુને બાપ્તિસ્મા આપ્યુ.
10 and immediately coming up from the water, he saw the heavens dividing, and the Spirit as a dove coming down upon him;જ્યારે ઈસુ પાણીમાંથી બહાર આવતો હતો ત્યારે તેણે આકાશ ઊઘડેલું જોયું. પવિત્ર આત્મા ઈસુ પર કબૂતરની જેમ આવ્યો.
11 and a voice came out of the heavens, `Thou art My Son -- the Beloved, in whom I did delight.'આકાશમાંથી એક અવાજ આવ્યો અને કહ્યું, ‘તું મારો વ્હાલો દીકરો અને હું તને ચાહુ છું. હું તારા પર ઘણો પ્રસન્ન થયો છું.’
12 And immediately doth the Spirit put him forth to the wilderness,પછીથી આત્માએ ઈસુને રણમાં મોકલ્યો.
13 and he was there in the wilderness forty days, being tempted by the Adversary, and he was with the beasts, and the messengers were ministering to him.ઈસુ રણમાં 40 દિવસો રહ્યો હતો. તે ત્યાં જંગલી પશુઓ સાથે હતો. જ્યારે ઈસુ રણમાં હતો શેતાનથી તેનું પરીક્ષણ થયું હતું. અને દૂતોએ આવીને ઈસુની સેવા કરી.
14 And after the delivering up of John, Jesus came to Galilee, proclaiming the good news of the reign of God,આ પછી, યોહાનને બંદીખાનામાં મૂકવામાં આવ્યો હતો. ઈસુ ગાલીલમાં ગયો અને દેવ તરફથી સુવાર્તા પ્રગટ કરી.
15 and saying -- `Fulfilled hath been the time, and the reign of God hath come nigh, reform ye, and believe in the good news.'ઈસુએ કહ્યું, ‘હવે નિશ્ચિત સમય આવી પહોંચ્યો છે. દેવનું રાજ્ય નજીક છે. પસ્તાવો કરો અને દેવની સુવાર્તામાં વિશ્વાસ કરો!’
16 And, walking by the sea of Galilee, he saw Simon, and Andrew his brother, casting a drag into the sea, for they were fishers,ઈસુ ગાલીલના સરોવરની બાજુમાં ચાલતો હતો ત્યારે ઈસુએ સિમોનના ભાઈ આંદ્રિયાને જોયો. આ બંને માણસો માછીમારો હતા, અને તેઓ માછલા પકડવા સરોવરમાં જાળ નાખતા હતાં.
17 and Jesus said to them, `Come ye after me, and I shall make you to become fishers of men;'ઈસુએ તેમને કહ્યું, ‘મારી પાછળ આવો, ને હું તમને એક જુદા પ્રકારના માછીમારો બનાવીશ. તમે લોકોને ભેગા કરવાનું કામ કરશો, માછલીઓ નહિ.’
18 and immediately, having left their nets, they followed him.તેથી સિમોન અને આંદ્રિયાએ તેઓની જાળો છોડી દીધી અને ઈસુની પાછળ ગયા.
19 And having gone on thence a little, he saw James of Zebedee, and John his brother, and they were in the boat refitting the nets,ઈસુએ ગાલીલ સરોવરની બાજુમાં ચાલવાનું ચાલુ રાખ્યું. તેણે ત્યાં બે વધારે ભાઈઓ, ઝબદીનો દીકરો યાકૂબ અને યોહાનને જોયા. તેઓ હોડીમાં તેમની માછલાં પકડવાની જાળો તૈયાર કરતાં હતા.
20 and immediately he called them, and, having left their father Zebedee in the boat with the hired servants, they went away after him.તેમનો પિતા ઝબદી અને તે માણસો જે તેમના માટે કામ કરતાં હતા, તેઓ તે ભાઈઓ સાથે હોડીમાં હતા. જ્યારે ઈસુએ તે ભાઈઓને જોયા, તેણે તેઓને આવવા કહ્યું. તેઓએ તેમના પિતાને છોડ્યા અને ઈસુની પાછળ ગયા.
21 And they go on to Capernaum, and immediately, on the sabbaths, having gone into the synagogue, he was teaching,ઈસુ અને તેના શિષ્યો કફર-નહૂમમાં ગયા. વિશ્રામવારે ઈસુ સભાસ્થાનમાં ગયો અને લોકોને ઉપદેશ આપ્યો.
22 and they were astonished at his teaching, for he was teaching them as having authority, and not as the scribes.ત્યાં જે લોકો હતા તેઓ ઈસુના ઉપદેશથી નવાઇ પામ્યા. ઈસુએ તેમના શાસ્ત્રીઓની જેમ શીખવ્યું નહિ. પરંતુ ઈસુએ જે વ્યક્તિ પાસે અધિકાર હોય તેવી રીતે શીખવ્યું.
23 And there was in their synagogue a man with an unclean spirit, and he cried out,જ્યારે ઈસુ સભાસ્થાનમાં હતો, ત્યારે એક અશુદ્ધ આત્મા વળગેલા માણસે બૂમ પાડી,
24 saying, `Away! what -- to us and to thee, Jesus the Nazarene? thou didst come to destroy us; I have known thee who thou art -- the Holy One of God.'‘નાઝરેથના ઈસુ! તારે અમારી સાથે શું છે? શું તું અમારો નાશ કરવા આવ્યો છે? હું જાણું છું તું કોણ છે-દેવનો એક પવિત્ર!’
25 And Jesus rebuked him, saying, `Be silenced, and come forth out of him,'ઈસુએ તેને ધમકાવતાં કહ્યું, ‘શાંત રહે! તે માણસમાંથી બહાર નીકળ!’
26 and the unclean spirit having torn him, and having cried with a great voice, came forth out of him,તે અશુદ્ધ આત્માએ તે માણસને ધ્રુંજાવી નાખ્યો. પછી તે આત્માએ મોટી બૂમ પાડી અને તે માણસમાંથી બહાર નીકળી ગયો.
27 and they were all amazed, so as to reason among themselves, saying, `What is this? what new teaching `is' this? that with authority also the unclean spirits he commandeth, and they obey him!'લોકો નવાઇ પામ્યા હતા. તેઓએ એકબીજાને પૂછયું, ‘અહીં શું થઈ રહ્યું છે? આ માણસ કઈક નવું શીખવે છે. અને તે અધિકારથી શીખવે છે. તે અશુદ્ધ આત્માઓને પણ હુકમ કરે છે અને તેઓ તેનું માને છે.’
28 And the fame of him went forth immediately to all the region, round about, of Galilee.તેથી ઈસુના સમાચાર ઝડપથી ગાલીલના પ્રદેશમાં સર્વત્ર પ્રસરી ગયા.
29 And immediately, having come forth out of the synagogue, they went to the house of Simon and Andrew, with James and John,ઈસુ અને તેના શિષ્યોએ સભાસ્થાન છોડ્યું. તેઓ યાકૂબ અને યોહાન સાથે સિમોન અને આંદ્રિયાના ઘરમાં ગયા.
30 and the mother-in-law of Simon was lying fevered, and immediately they tell him about her,સિમોનની સાસુ બિમાર હતી. તે પથારીમા હતી અને તેને તાવ હતો. ત્યાંના લોકોએ ઈસુને તેના વિષે કહ્યું.
31 and having come near, he raised her up, having laid hold of her hand, and the fever left her immediately, and she was ministering to them.તેથી ઈસુ તેની પથારી પાસે ગયો. ઈસુએ તેનો હાથ પકડ્યો અને તેને ઉભા થવામાં મદદ કરી. તેનો તાવ ઉતરી ગયો અને તે સાજી થઈ ગઈ. પછીથી તેણે તેઓની સેવા કરવી શરું કરી.
32 And evening having come, when the sun did set, they brought unto him all who were ill, and who were demoniacs,તે રાત્રે સૂર્યાસ્ત થયા પછી લોકો ઘણા માંદા લોકોને ઈસુ પાસે લાવ્યા તથા જેઓને ભૂતો વળગેલા હતા તેવા લોકોને પણ લાવ્યા હતા.
33 and the whole city was gathered together near the door,શહેરના બધાજ લોકો તે ઘરનાં બારણા આગળ ભેગા થયા.
34 and he healed many who were ill of manifold diseases, and many demons he cast forth, and was not suffering the demons to speak, because they knew him.ઈસુએ ઘણા લોકો જેઓ જુદા જુદા રોગથી પીડાતા હતા તે બધાને સાજા કર્યા. ઈસુએ ઘણાં ભૂતોને કાઢ્યાં. પણ ઈસુએ ભૂતોને બોલવા દીધાં નહિ, કારણ કે ભૂતો જાણતા હતા કે તે કોણ હતો.
35 And very early, it being yet night, having risen, he went forth, and went away to a desert place, and was there praying;બીજી સવારે, ઈસુ ઘણો વહેલો ઉઠ્યો. જ્યારે અંધારું હતું ત્યારે ઈસુએ ઘર છોડ્યું. તે એકાંત જગ્યાએ એકલો પ્રાર્થના કરવા ગયો.
36 and Simon and those with him went in quest of him,પાછળથી, સિમોન અને તેના મિત્રો ઈસુની શોધમાં નીકળ્યા.
37 and having found him, they say to him, -- `All do seek thee;'તેઓએ ઈસુને શોધ્યો અને કહ્યું, ‘બધા જ લોકો તારી રાહ જોઈ રહ્યા છે!’
38 and he saith to them, `We may go to the next towns, that there also I may preach, for for this I came forth.'ઈસુએ જવાબ આપ્યો, ‘આપણે બીજી કોઈ જગ્યાએ જવું જોઈએ. આપણે અહીંના આજુબાજુના બીજાં ગામોમાં જઇએ, હું તે સ્થળોએ પણ ઉપદેશ આપી શકુ તે માટે આવ્યો છું.’
39 And he was preaching in their synagogues, in all Galilee, and is casting out the demons,તેથી ઈસુએ ગાલીલમાં સર્વત્ર મુસાફરી કરી. સભાસ્થાનોમાં તેણે ઉપદેશ કર્યો, અને તેણે દુષ્ટાત્માઓને લોકોને છોડીને જવા ફરજ પાડી.
40 and there doth come to him a leper, calling on him, and kneeling to him, and saying to him -- `If thou mayest will, thou art able to cleanse me.'એક માણસ કે જેને કોઢ હતો તે ઈસુ પાસે આવ્યો. તે માણસે ઘૂંટણ ટેકવીને ઈસુને વિનંતી કરી. ‘તું ઈચ્છે તો તું મને સાજો કરવા સમર્થ છે.’
41 And Jesus having been moved with compassion, having stretched forth the hand, touched him, and saith to him, `I will; be thou cleansed;'ઈસુને આ માણસ માટે દયા આવી. તેથી ઈસુએ તે માણસને સ્પર્શ કર્યો અને કહ્યું, ‘હું તને સાજો કરવા ઈચ્છું છું, સાજો થઈ જા!’
42 and he having spoken, immediately the leprosy went away from him, and he was cleansed.પછી માંદગી તે માણસને છોડી ગઈ અને તે સાજો થઈ ગયો.
43 And having sternly charged him, immediately he put him forth,ઈસુએ તે માણસને જવાનું કહ્યું. પણ ઈસુએ તેને કડક ચેતવણી આપી. ઈસુએ કહ્યું,
44 and saith to him, `See thou mayest say nothing to any one, but go away, thyself shew to the priest, and bring near for thy cleansing the things Moses directed, for a testimony to them.'‘મેં તારા માટે જે કાંઇ કર્યું તે વિષે તું કોઈ વ્યક્તિને કહીશ નહિ. પણ જા અને યાજકને જઇને બતાવ. અને દેવને ભેટ અર્પણ કર. કારણ કે તું સાજો થઈ ગયો છે. મૂસાએ જે ફરમાન કર્યુ છે તેની ભેટ અર્પણ કર. આથી લોકોને સાક્ષી મળશે કે તું સાજો થઈ ગયો છે’
45 And he, having gone forth, began to proclaim much, and to spread abroad the thing, so that no more he was able openly to enter into the city, but he was without in desert places, and they were coming unto him from every quarter.તે માણસ ત્યાંથી વિદાય થયો અને બધા લોકોને તેણે જોયા તે સર્વને કહ્યું કે ઈસુએ તેને સાજો કર્યો છે. તેથી ઈસુ વિષેના સમાચાર પ્રસરી ગયા. અને તેથી ઈસુ ફરી શહેરમાં ઉઘાડી રીતે જઇ ન શક્યો. ઈસુ એવી જગ્યાઓએ રહ્યો જ્યાં લોકો રહેતાં ન હતા. પરંતુ બધા શહેરોના લોકો ઈસુ જે જગ્યાએ હતો ત્યાં આવ્યા.
Gujarati Bible