Mark 1 - ASV (Gujarati)
1 The beginning of the gospel of Jesus Christ, the Son of God.દેવના દીકરા, ઈસુ ખ્રિસ્ત વિષેની સુવાર્તાનો આરંભ.
2 Even as it is written in Isaiah the prophet, Behold, I send my messenger before thy face, Who shall prepare thy way.યશાયા પ્રબોધકે જે કહ્યુ છે તે થશે. યશાયાએ લખ્યું છે: ‘ધ્યાનથી સાંભળો! હું (દેવ) મારા દૂતને તારી આગળ મોકલીશ. તે તારા માટે માર્ગ તૈયાર કરશે.’ માલાખી 3:1
3 The voice of one crying in the wilderness, Make ye ready the way of the Lord, Make his paths straight;‘ત્યાં એક વ્યક્તિ છે જે રેતીના રણમાં પોકાર કરે છે: ‘પ્રભુ માટે માર્ગ તૈયાર કરો. તેના રસ્તા સીધા કરો.”‘ યશાયા 40:3
4 John came, who baptized in the wilderness and preached the baptism of repentance unto remission of sins.તેથી યોહાન બાપ્તિસ્ત આવ્યો અને રણપ્રદેશમાં લોકોને બાપ્તિસ્મા આપતો હતો. તેણે લોકોને કહ્યું કે જો તેઓ તેમના જીવનમાં પરિવર્તન ઈચ્છતા હોય તો તે બતાવવા માટે બાપ્તિસ્મા પામે પછી તેમના પાપો માફ કરવામાં આવશે.
5 And there went out unto him all the country of Judaea, and all they of Jerusalem; And they were baptized of him in the river Jordan, confessing their sins.યહૂદિયા દેશના અને યરૂશાલેમના બધા લોકો યોહાન પાસે આવવા નીકળ્યા. આ લોકોએ કરેલાં પાપોની કબૂલાત કર્યા પછી યર્દન નદીમાં તેઓ યોહાન દ્ધારા બાપ્તિસ્મા પામ્યા.
6 And John was clothed with camel's hair, and `had' a leathern girdle about his loins, and did eat locusts and wild honey.ઊંટના વાળમાંથી બનાવેલાં વસ્ત્રો યોહાન પહેરતો હતો. યોહાન તેની કમરે એક ચામડાનો પટટો બાંધતો હતો. તે તીડો તથા જંગલી મધ ખાતો હતો.
7 And he preached, saying, There cometh after me he that is mightier than I, the latchet of whose shoes I am not worthy to stoop down and unloose.યોહાન લોકોને જે ઉપદેશ આપતો હતો તે આ છે: ‘મારા કરતાં જે વધારે મહાન છે તે મારી પાછળ આવે છે. હું તો તેના ઘૂંટણે પડવા તથા તેના જોડાની દોરી છોડવા માટે પણ યોગ્ય નથી.
8 I baptized you in water; But he shall baptize you in the Holy Spirit.મેં તમારું પાણીથી બાપ્તિસ્મા કર્યુ. પણ જે વ્યક્તિ આવે છે તે તમારું પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરશે.
9 And it came to pass in those days, that Jesus came from Nazareth of Galilee, and was baptized of John in the Jordan.તે વખતે ઈસુ ગાલીલના નાસરેથથી જ્યાં યોહાન હતો તે જગ્યાએ આવ્યો. યોહાને યર્દન નદીમાં ઈસુને બાપ્તિસ્મા આપ્યુ.
10 And straightway coming up out of the water, he saw the heavens rent asunder, and the Spirit as a dove descending upon him:જ્યારે ઈસુ પાણીમાંથી બહાર આવતો હતો ત્યારે તેણે આકાશ ઊઘડેલું જોયું. પવિત્ર આત્મા ઈસુ પર કબૂતરની જેમ આવ્યો.
11 And a voice came out of the heavens, Thou art my beloved Son, in thee I am well pleased.આકાશમાંથી એક અવાજ આવ્યો અને કહ્યું, ‘તું મારો વ્હાલો દીકરો અને હું તને ચાહુ છું. હું તારા પર ઘણો પ્રસન્ન થયો છું.’
12 And straightway the Spirit driveth him forth into the wilderness.પછીથી આત્માએ ઈસુને રણમાં મોકલ્યો.
13 And he was in the wilderness forty days tempted of Satan; And he was with the wild beasts; And the angels ministered unto him.ઈસુ રણમાં 40 દિવસો રહ્યો હતો. તે ત્યાં જંગલી પશુઓ સાથે હતો. જ્યારે ઈસુ રણમાં હતો શેતાનથી તેનું પરીક્ષણ થયું હતું. અને દૂતોએ આવીને ઈસુની સેવા કરી.
14 Now after John was delivered up, Jesus came into Galilee, preaching the gospel of God,આ પછી, યોહાનને બંદીખાનામાં મૂકવામાં આવ્યો હતો. ઈસુ ગાલીલમાં ગયો અને દેવ તરફથી સુવાર્તા પ્રગટ કરી.
15 and saying, The time is fulfilled, and the kingdom of God is at hand: repent ye, and believe in the gospel.ઈસુએ કહ્યું, ‘હવે નિશ્ચિત સમય આવી પહોંચ્યો છે. દેવનું રાજ્ય નજીક છે. પસ્તાવો કરો અને દેવની સુવાર્તામાં વિશ્વાસ કરો!’
16 And passing along by the sea of Galilee, he saw Simon and Andrew the brother of Simon casting a net in the sea; for they were fishers.ઈસુ ગાલીલના સરોવરની બાજુમાં ચાલતો હતો ત્યારે ઈસુએ સિમોનના ભાઈ આંદ્રિયાને જોયો. આ બંને માણસો માછીમારો હતા, અને તેઓ માછલા પકડવા સરોવરમાં જાળ નાખતા હતાં.
17 And Jesus said unto them, Come ye after me, and I will make you to become fishers of men.ઈસુએ તેમને કહ્યું, ‘મારી પાછળ આવો, ને હું તમને એક જુદા પ્રકારના માછીમારો બનાવીશ. તમે લોકોને ભેગા કરવાનું કામ કરશો, માછલીઓ નહિ.’
18 And straightway they left the nets, and followed him.તેથી સિમોન અને આંદ્રિયાએ તેઓની જાળો છોડી દીધી અને ઈસુની પાછળ ગયા.
19 And going on a little further, he saw James the `son' of Zebedee, and John his brother, who also were in the boat mending the nets.ઈસુએ ગાલીલ સરોવરની બાજુમાં ચાલવાનું ચાલુ રાખ્યું. તેણે ત્યાં બે વધારે ભાઈઓ, ઝબદીનો દીકરો યાકૂબ અને યોહાનને જોયા. તેઓ હોડીમાં તેમની માછલાં પકડવાની જાળો તૈયાર કરતાં હતા.
20 And straightway he called them: and they left their father Zebedee in the boat with the hired servants, and went after him.તેમનો પિતા ઝબદી અને તે માણસો જે તેમના માટે કામ કરતાં હતા, તેઓ તે ભાઈઓ સાથે હોડીમાં હતા. જ્યારે ઈસુએ તે ભાઈઓને જોયા, તેણે તેઓને આવવા કહ્યું. તેઓએ તેમના પિતાને છોડ્યા અને ઈસુની પાછળ ગયા.
21 And they go into Capernaum; and straightway on the sabbath day he entered into the synagogue and taught.ઈસુ અને તેના શિષ્યો કફર-નહૂમમાં ગયા. વિશ્રામવારે ઈસુ સભાસ્થાનમાં ગયો અને લોકોને ઉપદેશ આપ્યો.
22 And they were astonished at his teaching: For he taught them as having authority, and not as the scribes.ત્યાં જે લોકો હતા તેઓ ઈસુના ઉપદેશથી નવાઇ પામ્યા. ઈસુએ તેમના શાસ્ત્રીઓની જેમ શીખવ્યું નહિ. પરંતુ ઈસુએ જે વ્યક્તિ પાસે અધિકાર હોય તેવી રીતે શીખવ્યું.
23 And straightway there was in their synagogue a man with an unclean spirit; and he cried out,જ્યારે ઈસુ સભાસ્થાનમાં હતો, ત્યારે એક અશુદ્ધ આત્મા વળગેલા માણસે બૂમ પાડી,
24 saying, What have we to do with thee, Jesus thou Nazarene? art thou come to destroy us? I know thee who thou art, the Holy One of God.‘નાઝરેથના ઈસુ! તારે અમારી સાથે શું છે? શું તું અમારો નાશ કરવા આવ્યો છે? હું જાણું છું તું કોણ છે-દેવનો એક પવિત્ર!’
25 And Jesus rebuked him, saying, Hold thy peace, and come out of him.ઈસુએ તેને ધમકાવતાં કહ્યું, ‘શાંત રહે! તે માણસમાંથી બહાર નીકળ!’
26 And the unclean spirit, tearing him and crying with a loud voice, came out of him.તે અશુદ્ધ આત્માએ તે માણસને ધ્રુંજાવી નાખ્યો. પછી તે આત્માએ મોટી બૂમ પાડી અને તે માણસમાંથી બહાર નીકળી ગયો.
27 And they were all amazed, insomuch that they questioned among themselves, saying, What is this? a new teaching! with authority he commandeth even the unclean spirits, and they obey him.લોકો નવાઇ પામ્યા હતા. તેઓએ એકબીજાને પૂછયું, ‘અહીં શું થઈ રહ્યું છે? આ માણસ કઈક નવું શીખવે છે. અને તે અધિકારથી શીખવે છે. તે અશુદ્ધ આત્માઓને પણ હુકમ કરે છે અને તેઓ તેનું માને છે.’
28 And the report of him went out straightway everywhere into all the region of Galilee round about.તેથી ઈસુના સમાચાર ઝડપથી ગાલીલના પ્રદેશમાં સર્વત્ર પ્રસરી ગયા.
29 And straightway, when they were come out of the synagogue, they came into the house of Simon and Andrew, with James and John.ઈસુ અને તેના શિષ્યોએ સભાસ્થાન છોડ્યું. તેઓ યાકૂબ અને યોહાન સાથે સિમોન અને આંદ્રિયાના ઘરમાં ગયા.
30 Now Simon's wife's mother lay sick of a fever; and straightway they tell him of her:સિમોનની સાસુ બિમાર હતી. તે પથારીમા હતી અને તેને તાવ હતો. ત્યાંના લોકોએ ઈસુને તેના વિષે કહ્યું.
31 and he came and took her by the hand, and raised her up; and the fever left her, and she ministered unto them.તેથી ઈસુ તેની પથારી પાસે ગયો. ઈસુએ તેનો હાથ પકડ્યો અને તેને ઉભા થવામાં મદદ કરી. તેનો તાવ ઉતરી ગયો અને તે સાજી થઈ ગઈ. પછીથી તેણે તેઓની સેવા કરવી શરું કરી.
32 And at even, when the sun did set, they brought unto him all that were sick, and them that were possessed with demons.તે રાત્રે સૂર્યાસ્ત થયા પછી લોકો ઘણા માંદા લોકોને ઈસુ પાસે લાવ્યા તથા જેઓને ભૂતો વળગેલા હતા તેવા લોકોને પણ લાવ્યા હતા.
33 And all the city was gathered together at the door.શહેરના બધાજ લોકો તે ઘરનાં બારણા આગળ ભેગા થયા.
34 And he healed many that were sick with divers diseases, and cast out many demons; and he suffered not the demons to speak, because they knew him.ઈસુએ ઘણા લોકો જેઓ જુદા જુદા રોગથી પીડાતા હતા તે બધાને સાજા કર્યા. ઈસુએ ઘણાં ભૂતોને કાઢ્યાં. પણ ઈસુએ ભૂતોને બોલવા દીધાં નહિ, કારણ કે ભૂતો જાણતા હતા કે તે કોણ હતો.
35 And in the morning, a great while before day, he rose up and went out, and departed into a desert place, and there prayed.બીજી સવારે, ઈસુ ઘણો વહેલો ઉઠ્યો. જ્યારે અંધારું હતું ત્યારે ઈસુએ ઘર છોડ્યું. તે એકાંત જગ્યાએ એકલો પ્રાર્થના કરવા ગયો.
36 And Simon and they that were with him followed after him;પાછળથી, સિમોન અને તેના મિત્રો ઈસુની શોધમાં નીકળ્યા.
37 and they found him, and say unto him, All are seeking thee.તેઓએ ઈસુને શોધ્યો અને કહ્યું, ‘બધા જ લોકો તારી રાહ જોઈ રહ્યા છે!’
38 And he saith unto them, Let us go elsewhere into the next towns, that I may preach there also; for to this end came I forth.ઈસુએ જવાબ આપ્યો, ‘આપણે બીજી કોઈ જગ્યાએ જવું જોઈએ. આપણે અહીંના આજુબાજુના બીજાં ગામોમાં જઇએ, હું તે સ્થળોએ પણ ઉપદેશ આપી શકુ તે માટે આવ્યો છું.’
39 And he went into their synagogues throughout all Galilee, preaching and casting out demons.તેથી ઈસુએ ગાલીલમાં સર્વત્ર મુસાફરી કરી. સભાસ્થાનોમાં તેણે ઉપદેશ કર્યો, અને તેણે દુષ્ટાત્માઓને લોકોને છોડીને જવા ફરજ પાડી.
40 And there cometh to him a leper, beseeching him, and kneeling down to him, and saying unto him, If thou wilt, thou canst make me clean.એક માણસ કે જેને કોઢ હતો તે ઈસુ પાસે આવ્યો. તે માણસે ઘૂંટણ ટેકવીને ઈસુને વિનંતી કરી. ‘તું ઈચ્છે તો તું મને સાજો કરવા સમર્થ છે.’
41 And being moved with compassion, he stretched forth his hand, and touched him, and saith unto him, I will; be thou made clean.ઈસુને આ માણસ માટે દયા આવી. તેથી ઈસુએ તે માણસને સ્પર્શ કર્યો અને કહ્યું, ‘હું તને સાજો કરવા ઈચ્છું છું, સાજો થઈ જા!’
42 And straightway the leprosy departed from him, and he was made clean.પછી માંદગી તે માણસને છોડી ગઈ અને તે સાજો થઈ ગયો.
43 And he strictly charged him, and straightway sent him out,ઈસુએ તે માણસને જવાનું કહ્યું. પણ ઈસુએ તેને કડક ચેતવણી આપી. ઈસુએ કહ્યું,
44 and saith unto him, See thou say nothing to any man: but go show thyself to the priest, and offer for thy cleansing the things which Moses commanded, for a testimony unto them.‘મેં તારા માટે જે કાંઇ કર્યું તે વિષે તું કોઈ વ્યક્તિને કહીશ નહિ. પણ જા અને યાજકને જઇને બતાવ. અને દેવને ભેટ અર્પણ કર. કારણ કે તું સાજો થઈ ગયો છે. મૂસાએ જે ફરમાન કર્યુ છે તેની ભેટ અર્પણ કર. આથી લોકોને સાક્ષી મળશે કે તું સાજો થઈ ગયો છે’
45 But he went out, and began to publish it much, and to spread abroad the matter, insomuch that Jesus could no more openly enter into a city, but was without in desert places: and they came to him from every quarter.તે માણસ ત્યાંથી વિદાય થયો અને બધા લોકોને તેણે જોયા તે સર્વને કહ્યું કે ઈસુએ તેને સાજો કર્યો છે. તેથી ઈસુ વિષેના સમાચાર પ્રસરી ગયા. અને તેથી ઈસુ ફરી શહેરમાં ઉઘાડી રીતે જઇ ન શક્યો. ઈસુ એવી જગ્યાઓએ રહ્યો જ્યાં લોકો રહેતાં ન હતા. પરંતુ બધા શહેરોના લોકો ઈસુ જે જગ્યાએ હતો ત્યાં આવ્યા.
Gujarati Bible