Bible

Leviticus 26 - YLT (Gujarati)

1 `Ye do not make to yourselves idols; and graven image or standing image ye do not set up to yourselves; and a stone of imagery ye do not put in your land, to bow yourselves to it; for I `am' Jehovah your God.તમાંરે પૂજા કરવા માંટે દેવોની મૂર્તિઓ બનાવવી નહિ, તેમજ કોતરેલી મૂર્તિ, સ્તંભ કે કંડારેલા પથ્થરની પૂજા કરવી નહિ, કારણ ‘હું યહોવા તમાંરો દેવ છું.’

2 `My sabbaths ye do keep, and My sanctuary ye do reverence; I `am' Jehovah.“તમાંરે માંરા વિશ્રામવાર પાળવા અને માંરા મુલાકાતમંડપની પવિત્રતા જાળવવી, હું યહોવા છું.

3 `If in My statutes ye walk, and My commands ye keep, and have done them,“જો તમે માંરા સર્વ કાનૂનો પ્રમાંણે ચાલશો અને માંરી સર્વ આજ્ઞાઓનું પાલન કરીને તેનો અમલ કરશો;

4 then I have given your rains in their season, and the land hath given her produce, and the tree of the field doth give its fruit;તો હું તમાંરા માંટે નિયમિત ઋતુ પ્રમાંણે વરસાદ મોકલીશ, જમીન તમને પાક આપશે અને વૃક્ષો ફળ આપશે.

5 and reached to you hath the threshing, the gathering, and the gathering doth reach the sowing-`time'; and ye have eaten your bread to satiety, and have dwelt confidently in your land.તમાંરે ત્યાં પુષ્કળ પાક ઊતરશે, વાવણીનો સમય આવે ત્યાં સુધી દ્રાક્ષ પાકયા કરશે, અને લણવાનું કામ વાવણીના સમય સુધી ચાલશે, તમે ધરાતાં સુધી જમશો અને દેશમાં સુરક્ષિત રહેશો.

6 `And I have given peace in the land, and ye have lain down, and there is none causing trembling; and I have caused evil beasts to cease out of the land, and the sword doth not pass over into your land.હું તમને દેશમાં શાંતિ આપીશ, અને તમે રાત્રે નિર્ભય બની નિરાંતે ઊધી શકશો, ‘હું દેશમાંથી હિંસક પ્રાણીઓને ભગાડી મૂકીશ અને યુદ્ધ થવા દઈશ નહિ.

7 `And ye have pursued your enemies, and they have fallen before you by the sword;“તમે તમાંરા દુશ્મનોને હાંકી કાઢશો, અને તેઓ તમાંરી તરવારનો ભોગ બનશે.

8 and five of you have pursued a hundred, and a hundred of you do pursue a myriad; and your enemies have fallen before you by the sword.તમાંરામાંના પાંચ એકસોને હાંકી કાઢશે અને તમાંરામાંના 100 હાંકશે 10,000ને! તમાંરા સર્વ શત્રુઓનો પરાજય થશે અને તમાંરી તરવારથી માંર્યા જશે.

9 `And I have turned unto you, and have made you fruitful, and have multiplied you, and have established My covenant with you;“હું તમાંરા તરફ થઈશ, તમાંરી સંભાળ રાખીશ, અને તમાંરું સંખ્યાબળ વધારીશ. તમને ઘણાં સંતાન આપીશ, અને તમાંરી સાથેનો માંરો કરાર હું પૂર્ણ કરીશ.

10 and ye have eaten old `store', and the old because of the new ye bring out.તમાંરી પાસે પુષ્કળ અનાજ હશે, આખું વરસ ખાવા છંતા તે ખૂટશે નહિ. નવો પાક તૈયાર થશે ત્યારે તેને સંધરવા જૂના પાકનો વધેલો ભાગ ફેંકી દેવો પડશે.

11 `And I have given My tabernacle in your midst, and My soul doth not loathe you;હું તમાંરી વચ્ચે માંરું નિવાસ કરીશ. હું તમાંરો ત્યાગ કરીશ નહિ.

12 and I have walked habitually in your midst, and have become your God, and ye -- ye are become My people;હું તમાંરી મધ્યે વાસો કરીશ. હું તમાંરો દેવ થઈશ અને તમે માંરી પ્રજા થશો.

13 I `am' Jehovah your God, who have brought you out of the land of the Egyptians, from being their servants; and I break the bars of your yoke, and cause you to go erect.કારણ કે તમને ચાકરીમાંથી છોડાવી મિસરની બહાર લાવનાર હું તમાંરો દેવ યહોવા છું. તમાંરી ચાકરીની ઝૂસરી તોડી નાખીને તમને ઉન્નત મસ્તકે ચાલતા મેં કર્યા છે.

14 `And if ye do not hearken to Me, and do not all these commands;“પરંતુ જો તમે માંરું કહ્યું સાંભળશો નહિ અને માંરી આજ્ઞાઓનું ઉલંઘન કરશો,

15 and if at My statutes ye kick, and if My judgments your soul loathe, so as not to do all My commands -- to your breaking My covenant --તથા માંરા કાનૂનોને ફગાવી દેશો, માંરા કાયદાઓની ઉપેક્ષા કરશો અને માંરી પ્રત્યેક આજ્ઞાનું પાલન ન કરીને માંરા કરારનો ભંગ કરશો,

16 I also do this to you, and I have appointed over you trouble, the consumption, and the burning fever, consuming eyes, and causing pain of soul; and your seed in vain ye have sowed, and your enemies have eaten it;તો હું તમને આ પ્રમાંણે સજા કરીશ: હું તમાંરા પર અત્યંત ત્રાસ વર્તાવીશ. હું તમાંરા પર એવા રોગો અને જવર મોકલીશ કે જે તમને અંધ બનાવી દેશે, અને તમાંરા જીવનનો નિકાસ કરી નાખશે. તમે વાવશો દાણા છતાં તમાંરો પાક જમી શકશો નહિ, કારણ કે તે તમાંરો શત્રુ જમશે.

17 and I have set My face against you, and ye have been smitten before your enemies; and those hating you have ruled over you, and ye have fled, and there is none pursuing you.હું તમાંરી વિરુદ્ધ થઈ જઈશ અને તમાંરો પરાજય તમાંરા દુશ્મનોને હાથે હું કરાવીશ તમાંરા શત્રુઓ તમાંરા પર રાજ કરશે, અને કોઈ તમાંરી પાછળ નહિ પડયું હોય છતાં તમે ભાગતા ફરશો.

18 `And if unto these ye hearken not to Me, -- then I have added to chastise you seven times for your sins;“આટલી મુશ્કેલીઓ પડવા છતાં તમે જો માંરું કહ્યું નહિ માંનો, તો હું તમને તમાંરા પાપો બદલ સાત ગણી વધુ શિક્ષા કરીશ.

19 and I have broken the pride of your strength, and have made your heavens as iron, and your earth as brass;હું તમાંરું શક્તિનું અભિમાંન ઉતારી નાખીશ, તમાંરા આકાશને લોખંડના તવા જેવું બનાવીશ જેથી એક ટીપું ય વરસાદ પડશે નહિ, અને તમાંરી જમીનને પિત્તળ જેવી સૂકી ભઠ્ઠ બનાવી દઈશ;

20 and consumed hath been your strength in vain, and your land doth not give her produce, and the tree of the land doth not give its fruit.તમાંરી મહેનત વ્યર્થ જશે. તમાંરી જમીનમાં કશુંય પાકશે નહિ અને તમાંરાં વૃક્ષોને ફળ પણ આવશે નહિ.”

21 `And if ye walk with Me `in' opposition, and are not willing to hearken to Me, then I have added to you a plague seven times, according to your sins,“અને તે છતાંય તમે માંરી આજ્ઞાની વિરુદ્ધ વર્તન કરવાનું ચાલુ રાખશો અને માંરું નહિ સાંભળો તો હું તમાંરાં પાપોને કારણે સાતગણી વધુ આફતો ઉતારીશ.

22 and sent against you the beast of the field, and it hath bereaved you; and I have cut off your cattle, and have made you few, and your ways have been desolate.પછી હું તમાંરા ઉપર જંગલી જાનવરો છોડી મૂકીશ, જે તમાંરાં બાળકોને માંરી નાખશે અને તમાંરાં પશુઓનો નાશ કરશે, પરિણામે તમાંરી સંખ્યા ઘટી જતા તમાંરા રસ્તાઓ ઉજજડ થઈ જશે.”

23 `And if by these ye are not instructed by Me, and have walked with Me `in' opposition,“આમ છતાં પણ જો તમાંરું પરિવર્તન નહિ થાય અને તમે નહિ સુધરો અને માંરી વિરુદ્ધ વર્તન કરવાનું ચાલુ રાખશો;

24 then I have walked -- I also -- with you in opposition, and have smitten you, even I, seven times for your sins;તો હું તમાંરી વિરુદ્ધ થઈશ, અને હું પોતે તમને તમાંરાં પાપો માંટે સાતગણી વધુ આકરી સજા કરીશ.

25 and I have brought in on you a sword, executing the vengeance of a covenant; and ye have been gathered unto your cities, and I have sent pestilence into your midst, and ye have been given into the hand of an enemy.માંરા કરાર ભંગનો બદલો લેવા હું તમાંરા ઉપર યુદ્ધ મોકલીશ. તમે તમાંરાં નગરોમાં અદૃશ્ય થઈ જશો તો હું ત્યાં તમાંરી મધ્યે મરકી મોકલીશ; તમાંરે તમાંરા શત્રુઓને શરણે જવું પડશે.

26 `In My breaking to you the staff of bread, then ten women have baked your bread in one oven, and have given back your bread by weight; and ye have eaten, and are not satisfied.હું તારા અનાજના પૂરવઠાનો નાશ કરીશ જેથી દશ પરિવારો માંટે રોટલી શેકવા માંટે ફકત એક ભઠ્ઠી પૂરતી થઈ પડશે; તેઓ તમને માંપી તોલીને રોટલી વહેંચશે, અને તમાંરું પેટ નહિ ભરાતા તમે ભૂખ્યાં જ રહેશો.

27 `And if for this ye hearken not to Me, and have walked with Me in opposition,“આટઆટલું વીતવા છતાંય તમે માંરું નહિ સાંભળો અને માંરી સામે થશો,

28 then I have walked with you in the fury of opposition, and have chastised you, even I, seven times for your sins.તો હું પણ ક્રોધે ભરાઈને તમાંરી સામે પડીશ અને તમાંરાં પાપોની સાતગણી મોટી શિક્ષા તમને કરીશ.

29 `And ye have eaten the flesh of your sons; even flesh of your daughters ye do eat.તમાંરે તમાંરા પુત્ર અને પુત્રીઓનું માંસ જમવાનો સમય આવશે.

30 And I have destroyed your high places, and cut down your images, and have put your carcases on the carcases of your idols, and My soul hath loathed you;હું તમે જયાં તમાંરી મૂર્તિઓની પૂજા કરો છો તે ટેકરીઓ ઉપરનાં મુલાકાતમંડપનો નાશ કરીશ અને તમાંરી મૂર્તિઓના ભંગાર ઉપર હું તમાંરાં મૃતદેહો ખડકીશ. હું તમને તિરસ્કૃત કરી નાખીશ.

31 and I have made your cities a waste, and have made desolate your sanctuaries, and I smell not at your sweet fragrances;હું તમાંરા નગરોને વેરાન ખંડેર બનાવી દઈશ. તમાંરાં પવિત્ર સ્થાનોનો વિનાશ કરીશ, અને તમાંરાં સુવાસિત અર્પણોનો અસ્વીકાર કરીશ.

32 and I have made desolate the land, and your enemies, who are dwelling in it, have been astonished at it.હું તમાંરા દેશને એવો તારાજ કરી નાખીશ કે તમાંરા દુશ્મનો જે તેમાં વસશે તેઓ પણ તમાંરી દુર્દશા જોઈને આભા બની જશે.

33 And you I scatter among nations, and have drawn out after you a sword, and your land hath been a desolation, and your cities are a waste.હું તમને અનેક દેશોમાં વેરવિખેર કરી નીખીશ, હું તરવાર લઈને તમાંરી પાછળ પડીશ અને તમાંરો દેશ ઉજજડ વેરાન થઈ જશે, અને તમાંરાં શહેરો ખંડેર થઈ જશે.

34 `Then doth the land enjoy its sabbaths -- all the days of the desolation, and ye in the land of your enemies -- then doth the land rest, and hath enjoyed its sabbaths;“અને જયારે તમે દુશ્મનોના પ્રદેશમાં રહેતા હશો તે વર્ષોમાં જમીન ઉજજડ પડી રહેશે, અને તે તેનો વિશ્રામવાર ભોગવશે અને તેના વિશ્રામ વર્ષોના આનંદ માંણશે.

35 all the days of the desolation it resteth that which it hath not rested in your sabbaths in your dwelling on it.જયારે તમે ત્યાં વસતા હતા ત્યારે દરેક સાતમે વર્ષે તમે આપ્યો ન્હોતો તે વિશ્રામ હવે તે પ્રાપ્ત કરશે.

36 `And those who are left of you -- I have also brought a faintness into their heart in the lands of their enemies, and the sound of a leaf driven away hath pursued them, and they have fled -- flight from a sword -- and they have fallen, and there is none pursuing.જે લોકો તમાંરામાંથી બચી જઈને દુશ્મનોના દેશમાં દેશવટો ભોગવી રહ્યા હશે તેમને હું એવા ભયભીત કરીશ કે એક પાંદડુ પડવાનો અવાજ થતાં તેઓ જાણે મોત પાછળ પડયું હોય તેમ ભાગવા માંડશે, ને કોઈ પાછળ પડયું ના હોવા છતાં તેઓ ભોંય પર ઢળી પડશે.

37 And they have stumbled one on another, as from the face of a sword, and there is none pursuing, and ye have no standing before your enemies,વળી કોઈ પાછળ પડયું ના હોવા છતાં યુદ્ધમાંથી મૂઠીવાળીને ભાગતા હોય તેમ તેઓ ભાગતાં એકબીજા સાથે ભટકાઈને, ઠોકરો ખાઈને પડશે અને શત્રુઓનો સામનો કરવાની શક્તિ પણ તેઓનામાં રહેશે નહિ.

38 and ye have perished among the nations, and the land of your enemies hath consumed you.“વિદેશી પ્રજાઓ વચ્ચે તમાંરો અંત આવશે અને તમાંરા દુશ્મનોની ભૂમિ તમને ગળી જશે, અને તમે મૃત્યુ પામશો.

39 `And those who are left of you -- they consume away in their iniquity, in the lands of your enemies; and also in the iniquities of their fathers, with them they consume away.જેઓ દુશ્મનોના દેશમાં બચી જશે તેઓ પોતાના અને પોતાના પિતૃઓનાં પાપોને કારણે ઝૂરી ઝૂરીને ક્ષય પામતા જશે.

40 `And -- they have confessed their iniquity, and the iniquity of their fathers, in their trespass which they have trespassed against Me, and also, that they have walked with Me, in opposition,“પરંતુ કદાચ તેઓ પોતાનાં અને પોતાના પિતૃઓનાં પાપો કબૂલ કરશે, મને વિશ્વાસઘાત કરીને માંરી વિરુદ્ધ પડીને તેમણે જે પાપો કર્યા છે તે કબૂલ કરશે,

41 also I walk to them in opposition, and have brought them into the land of their enemies -- or then their uncircumcised heart is humbled, and then they accept the punishment of their iniquity, --તેઓના પાપોએ મને તે લોકોની વિરુદ્ધ કર્યો, તેથી મેં તેઓને વિદેશી પ્રજાઓમાં દેશનિકાલ કર્યા. છેલ્લે તમાંરા વંશજો નમ્ર થશે અને માંરી વિરુદ્ધ આચરેલા પાપ અને બંડને કારણે થયેલી શિક્ષા ભોગવશે.

42 then I have remembered My covenant `with' Jacob, and also My covenant `with' Isaac, and also My covenant `with' Abraham I remember, and the land I remember.ત્યારે હું યાકૂબ સાથેનો ઈસહાક સાથેનો અને ઈબ્રાહિમ સાથેનો માંરો કરાર અને આ ભૂમિને સંભારીશ.

43 `And -- the land is left of them, and doth enjoy its sabbaths, in the desolation without them, and they accept the punishment of their iniquity, because, even because, against My judgments they have kicked, and My statutes hath their soul loathed,“કારણ કે ભૂમિ જયાં સુધી ઉજજડ પડી રહેશે તેટલો સમય તે પોતાના સાબ્બાથો વિશ્રામના વર્ષો માંણશે, પરંતુ માંરી આજ્ઞાઓના ઉલ્લંઘન કર્યા બદલ અને માંરા નિયમોને ધિક્કારવાના કારણે જ તેઓ ઉપર આ ભારી શિક્ષા આવી પડી છે તેનું તેઓને ભાન થશે, અને તેઓ પૂરેપૂરી સજા ભોગવશે.

44 and also even this, in their being in the land of their enemies, I have not rejected them, nor have I loathed them, to consume them, to break My covenant with them; for I `am' Jehovah their God; --છતાં, તેઓ તેમના દુશ્મનોના દેશમાં હશે ત્યારે પણ હું તેમનો સંપૂર્ણ નાશ નહિ કરું. તેમનો પૂરેપૂરો ત્યાગ પણ નહિ કરું અને માંરો જે કરાર તેઓની સાથે છે તેનો ભંગ કરીશ નહિ, કારણ કે હું યહોવા તેમનો દેવ છું.

45 then I have remembered for them the covenant of the ancestors, whom I brought forth out of the land of Egypt before the eyes of the nations to become their God; I `am' Jehovah.'તેઓના પિતૃઓને તેમનો દેવ થવા માંટે હું બીજા દેશોના જોતા જ મિસરમાંથી બહાર લઈ આવ્યો હતો અને તેમની સાથે જે કરાર કર્યો હતો તે સંભારીને તેમનું કલ્યાણ કરીશ. હું યહોવા છું.”

46 These `are' the statutes, and the judgments, and the laws, which Jehovah hath given between Him and the sons of Israel, in mount Sinai, by the hand of Moses.યહોવાએ સિનાઈ પર્વત પર મૂસા માંરફતે ઇસ્રાએલીઓને આપેલા કાનૂનો, નિયમો અને ઉપદેશો ઉપર પ્રમાંણે છે.

Gujarati Bible