Bible

Lamentations 3 - BBE (Gujarati)

1 I am the man who has seen trouble by the rod of his wrath.હું એક એવો માણસ છું જેણે યહોવાના રોષના દંડાનો માર અનુભવ્યો છે.

2 By him I have been made to go in the dark where there is no light.હું એ માણસ જેવો છું જેને અંધારા રસ્તા પર દીવા વગર ચાલવા માટે ફરજ પડાઇ છે.

3 Truly against me his hand has been turned again and again all the day.ફકત મારી વિરૂદ્ધ જ તે ફરી ફરીને આખો વખત પોતાનો હાથ ધૂમાવ્યા કરે છે.

4 My flesh and my skin have been used up by him and my bones broken.તેણે મારી ચરબી અને ચામડીને નુકશાન પહોંચાડ્યું છે. તેણે મારા હાડકાં ભાંગી નાખ્યા છે.

5 He has put up a wall against me, shutting me in with bitter sorrow.દુ:ખ અને સંતાપની કોટડીમાં પૂરી તેણે મને કેવો રૂંધી નાખ્યો છે!

6 He has kept me in dark places, like those who have been long dead.મરી ગયેલા માણસની જેમ. તેણે મને કયારનોય અંધકારમાં પૂરી રાખ્યો છે.

7 He has put a wall round me, so that I am not able to go out; he has made great the weight of my chain.હું ક્યાંય છટકી ન જઇ શકું; તેથી તેણે મારી આસપાસ કોટ ચણી લીધો છે. અને તેણે ભારે સાંકળોથી મને પકડી લીધો છે.

8 Even when I send up a cry for help, he keeps my prayer shut out.જ્યારે હું પોકાર કરીને સહાય માંગુ છું, ત્યારે મારી તે પ્રાર્થના પાછી વાળે છે.

9 He has put up a wall of cut stones about my ways, he has made my roads twisted.તેણે ઘડેલા પથ્થરોથી મારા માગોર્ને બંધ કર્યા છે અને તેણે તેને વાંકાચૂંકા ભૂલભૂલા મણીભર્યા કર્યા છે.

10 He is like a bear waiting for me, like a lion in secret places.તે રીંછની જેમ મારી વાટ જોતો પડ્યો રહે છે, સિંહની જેમ મને પકડવા સંતાઇ રહે છે.

11 By him my ways have been turned on one side and I have been pulled in bits; he has made me waste.મેં લીધેલા માર્ગથી તેણે મને બહાર ખેંચી કાઢયો છે. તેણે મારા ટૂકડે-ટૂકડા કરીને મને ત્યાં પડ્યો રહેવા દીધો છે.

12 With his bow bent, he has made me the mark for his arrows.તેણે ધનુષ્ય પર બાણ ચઢાવ્યું છે અને તેને મારી સામે તાક્યું છે.

13 He has let loose his arrows into the inmost parts of my body.તેણે પોતાના જ ભાથાનાં બાણોથી. મારા મર્મસ્થાનો, ભેદી નાખ્યાં છે.

14 I have become the sport of all the peoples; I am their song all the day.હું મારા લોકો સમક્ષ હાંસીપાત્ર થયો છું; અને તેઓ આખો દિવસ મને ચીડવતા ગીતો ગાય છે.

15 He has made my life nothing but pain, he has given me the bitter root in full measure.તેણે મારા જીવનને કડવાશથી ભરી દીધુ છે. તેણે મને કટુઝેરથી ભરી દીધો છે.

16 By him my teeth have been broken with crushed stones, and I am bent low in the dust.વળી તેણે મારા દાંત કાંકરાથી ભાંગી નાખ્યા છે, તેણે મને રાખમાં રગદોળી દીધો છે.

17 My soul is sent far away from peace, I have no more memory of good.મારા હૃદયની શાંતિ હરાઇ ગઇ છે, સુંદર જીવન હોવું એ શુ છે તે હું ભૂલી ગયો છું.

18 And I said, My strength is cut off, and my hope from the Lord.હું કહું છુ કે, મારી શકિત ખૂટી ગઇ છે અને યહોવા તરફની મારી આશા નષ્ટ થઇ છે.

19 Keep in mind my trouble and my wandering, the bitter root and the poison.યાદ કર કે, હું તો માત્ર ગરીબ શરણાથીર્ છું, અને હું દિવસે દિવસે કડવા અનુભવમાંથી પસાર થાઉં છું.

20 My soul still keeps the memory of them; and is bent down in me.નિરંતર મારું ચિત્ત તેનો જ વિચાર કર્યા કરે છે; અને હું નાહિમ્મત થઇ જાઉં છું.

21 This I keep in mind, and because of this I have hope.એ હું મનમાં લાવું છું અને તેથી જ હું આશા રાખું છું.

22 It is through the Lord's love that we have not come to destruction, because his mercies have no limit.યહોવાની કરૂણા, ખૂટી પરવારી નથી તેમ જ તેની દયાનો પણ અંત આવ્યો નથી.

23 They are new every morning; great is your good faith.દરરોજ સવારે તારી કૃપાઓ નવેસરથી મને મળે છે, માણસ તારી પર હંમેશા નિર્ભર રહી શકે.

24 I said to myself, The Lord is my heritage; and because of this I will have hope in him.મેં કહ્યું, “મારી પાસે જે કંઇ છે તે યહોવા છે. તેથી હું તેનામાં મારી આશા મૂકું છું.

25 The Lord is good to those who are waiting for him, to the soul which is looking for him.જે તેનામાં વિશ્વાસ રાખે છે અને જેઓ તેની વાટ જોવાનું ચાલુ રાખે છે. તેમના માટે યહોવા સારો છે.

26 It is good to go on hoping and quietly waiting for the salvation of the Lord.ચૂપ રહેવું અને યહોવા તમને બચાવે તેની રાહ જોવી તે સારું છે.

27 It is good for a man to undergo the yoke when he is young.હજુ યુવાન હોય તે દરમ્યાન તે વ્યકિત દુ:ખની ઝૂંસરી ઉપાડે એમાંજ એનું કલ્યાણ છે.

28 Let him be seated by himself, saying nothing, because he has put it on him.જ્યારે યહોવા તેના પર ઝૂંસરી મૂકે છે, તેથી તેણે એકલા શાંત બેસવું જોઇએ.

29 Let him put his mouth in the dust, if by chance there may be hope.ભલે તે તેનો ચહેરો ધૂળમાં ઘાલે, ત્યાં હજી પણ કદાચ આશા હશે.

30 Let his face be turned to him who gives him blows; let him be full of shame.જે તેને મારે છે તેના ભણી પોતાનો ગાલ ધરે; અને બધા અપમાન વેઠી લો.

31 For the Lord does not give a man up for ever.યહોવા આપણને કદી પણ નકારશે નહિ.

32 For though he sends grief, still he will have pity in the full measure of his love.કારણ, તે સજા કરે છે અને દુ:ખ દે છે; છતાં તે કરૂણાસાગર હોઇ દયા રાખે છે.

33 For he has no pleasure in troubling and causing grief to the children of men.તે રાજીખુશીથી કોઇને પણ દુ:ખ દેતો નથી, અને તેમને દુ:ખ આપીને તે ખુશ થતો નથી.

34 In a man's crushing under his feet all the prisoners of the earth,જ્યારે પણ પૃથ્વી પરના કેદીને સિતમગાર દ્વારા કચડી નાંખવામાં આવે છે ત્યારે,

35 In his turning away the right of a man before the face of the Most High.જ્યારે પણ કોઇનો હક્ક પડાવી લેવામાં આવે છે, ‘પરમ ઉચ્ચની હાજરીમાં ત્યારે’.

36 In his doing wrong to a man in his cause, the Lord has no pleasure.જ્યારે પણ ન્યાય થતો નથી, યહોવાને તે મંજૂર નથી.

37 Who is able to say a thing, and give effect to it, if it has not been ordered by the Lord?યહોવાની આજ્ઞા વિના કોનું ધાર્યું થાય છે?

38 Do not evil and good come from the mouth of the Most High?પરાત્પર દેવની આજ્ઞાથી જ સુખ અને દુ:ખ બન્ને ઉત્પન્ન થાય છે.

39 What protest may a living man make, even a man about the punishment of his sin?પાપની સજા સામે કોઇ માણસે શા માટે ફરિયાદ કરવી જોઇએ?

40 Let us make search and put our ways to the test, turning again to the Lord;આપણી રીતભાત તપાસીએ અને કસોટી કરીએ અને આપણે યહોવા તરફ પાછા ફરીએ.

41 Lifting up our hearts with our hands to God in the heavens.આપણે બે હાથ જોડીને સાચા હૃદયથી. સ્વર્ગમાં વસતા દેવને પ્રાર્થના કરીએ.

42 We have done wrong and gone against your law; we have not had your forgiveness.અમે બળવો કરીને અપરાધ કર્યો છે; અને તમે અમને માફ કર્યા નથી.

43 Covering yourself with wrath you have gone after us, cutting us off without pity;રોષે ભરાઇને તમે અમારો પીછો કર્યો છે અને નિર્દયી રીતે અમારો વધ કર્યો છે.

44 Covering yourself with a cloud, so that prayer may not get through.તમે રોષના વાદળ પાછળ છુપાઇ ગયા છો; જેથી અમારી પ્રાર્થના તમને ભેદીને પહોંચી શકે નહિ.

45 You have made us like waste and that for which there is no use, among the peoples.તમે અમને પ્રજાઓની વચમાં. કચરા અને ઉકરડા જેવા બનાવી મૂક્યા છે.

46 The mouths of all our haters are open wide against us.અમારી વિરુદ્ધ મુખ ઉઘાડીને અમારા સર્વ શત્રુઓએ અમારી હાંસી કરી છે.

47 Fear and deep waters have come on us, wasting and destruction.અમે ભયભીત થયા છીએ, જાણે અમે ખાડામાં પડી ગયા હોઇએ એવું લાગે છે. અમે એકલા છીએ અને ભાંગી પડ્યા છીએ.

48 Rivers of water are running down from my eyes, for the destruction of the daughter of my people.મારા લોકોનો વિનાશ જોઇને મારી આંખોમાંથી આંસુની નદીઓ વહે છે.

49 My eyes are streaming without stopping, they have no rest,યહોવા આકાશમાંથી દ્રષ્ટિ કરીને જુએ ત્યાં સુધી.

50 Till the Lord's eye is turned on me, till he sees my trouble from heaven.નિરંતર મારી આંખમાંથી આંસુઓ વહે છે.

51 The Lord is unkind to my soul, more than all the daughters of my town.મારી નગરીની સર્વ કુમારીકાઓની દશા જોઇને મારી આંખો સૂજી ગઇ છે.

52 They who are against me without cause have gone hard after me as if I was a bird;તેઓ કારણ વિના મારા શત્રુ થયા છે અને તેમણે પંખીની જેમ મારો શિકાર કર્યો છે.

53 They have put an end to my life in the prison, stoning me with stones.તેઓએ મને જીવતો ખાડામાં નાખ્યો છે અને તેમણે મારા પર પથ્થર ઢાંક્યો છે.

54 Waters were flowing over my head; I said, I am cut off.મારા માથા પર પાણી ફરી વળ્યાં અને હું બોલી ઉઠયો કે “હું મરી ગયો છુું.”

55 I was making prayer to your name, O Lord, out of the lowest prison.હે યહોવા, કારાગૃહના નીચલા ભોંયરામાંથી. મેં તમારા નામનો પોકાર કર્યો.

56 My voice came to you; let not your ear be shut to my breathing, to my cry.હું મદદ માટે ઘા નાખું છું અને મારી અરજ સાંભળીને તમે તમારો કાન બંધ ન કરશો.

57 You came near in the day when I made my prayer to you: you said, Have no fear.તમે ચોક્કસ મારી હાંક સાંભળીને આવ્યા, અને કહ્યું પણ ખરુ કે,”ડરીશ નહિ.”

58 O Lord, you have taken up the cause of my soul, you have made my life safe.હે યહોવા! તમે અમારો બચાવ કર્યો છે અને મારું જીવન બચાવ્યું છે.

59 O Lord, you have seen my wrong; be judge in my cause.હે યહોવા, તમે મને થયેલા અન્યાય જોયા છે. તમે મારો ન્યાય કરો.

60 You have seen all the evil rewards they have sent on me, and all their designs against me.મારા પ્રત્યેની તેમની વેરવૃત્તિ, અને મારી વિરુદ્ધના સર્વ કાવાદાવા તમે જોયા છે.

61 Their bitter words have come to your ears, O Lord, and all their designs against me;હે યહોવા, તેઓએ કરેલી મારી નિંદા તથા તેઓએ મારી વિરૂદ્ધ કરેલા સર્વ કાવતરા તેં સાંભળ્યાં છે.

62 The lips of those who came up against me, and their thoughts against me all the day.મારા વિરોધીઓ આખો દિવસ બખાળા કાઢે છે. તમે તેમના કાવાદાવા જાણો છો.

63 Take note of them when they are seated, and when they get up; I am their song.પછી ભલે તેઓ બેઠા હોય કે ઉભા હોય, હું તો તેમની ઠઠ્ઠા મશ્કરીનું ધ્યેય બની ગયો છુ.

64 You will give them their reward, O Lord, answering to the work of their hands.હે યહોવા, તમે તેમના હાથની કરણી પ્રમાણે તેઓને, બદલો આપજો.

65 You will let their hearts be covered over with your curse on them.તમે તેઓની બુદ્ધિ જડ બનાવી દેજો અને તેમના પર શાપ વરસાવજો.

66 You will go after them in wrath, and put an end to them from under the heavens of the Lord.ક્રોધે ભરાઇને પીછો પકડીને તમે તેમનો નાશ કરજો અને હે યહોવા! તમે તેમનો પૃથ્વી પરથી સંહાર કરજો.

Gujarati Bible