Job 36:26
દેવ એટલાં મહાન છે કે આપણે તેમને સમજી શકતા નથી. કેટલા સમયથી દેવ છે તે કોઇ સમજી શકે એમ નથી.
Job 36:26 in Other Translations
King James Version (KJV)
Behold, God is great, and we know him not, neither can the number of his years be searched out.
American Standard Version (ASV)
Behold, God is great, and we know him not; The number of his years is unsearchable.
Bible in Basic English (BBE)
Truly, God is great, greater than all our knowledge; the number of his years may not be searched out.
Darby English Bible (DBY)
Lo, ùGod is great, and we comprehend [him] not, neither can the number of his years be searched out.
Webster's Bible (WBT)
Behold, God is great, and we know him not, neither can the number of his years be searched out.
World English Bible (WEB)
Behold, God is great, and we don't know him. The number of his years is unsearchable.
Young's Literal Translation (YLT)
Lo, God `is' high, And we know not the number of His years, Yea, there `is' no searching.
| Behold, | הֶן | hen | hen |
| God | אֵ֣ל | ʾēl | ale |
| is great, | שַׂ֭גִּיא | śaggîʾ | SA-ɡee |
| and we know | וְלֹ֣א | wĕlōʾ | veh-LOH |
| him not, | נֵדָ֑ע | nēdāʿ | nay-DA |
| neither | מִסְפַּ֖ר | mispar | mees-PAHR |
| can the number | שָׁנָ֣יו | šānāyw | sha-NAV |
| of his years | וְלֹא | wĕlōʾ | veh-LOH |
| be searched out. | חֵֽקֶר׃ | ḥēqer | HAY-ker |
Cross Reference
Psalm 90:2
તમે પૃથ્વી અને જગતને રચ્યાં હતાં અને પર્વતો ઉત્પન્ન થયા હતાં; તે પહેલાંથી તમે જ દેવ છો; તમારી શરૂઆત નથી કે અંત નથી.
Hebrews 1:12
તું તેઓને એક વસ્ત્રની જેમ વાળી લેશે. અને તેઓ વસ્ત્રની જેમ બદલાઇ પણ જશે. પરંતુ તું બદલાશે નહિ, તું સદાકાળ એવોને એવો જ રહેશે.” ગીતશાસ્ત્ર 102:25-27
1 Corinthians 13:12
આપણી સાથે પણ આમ જ છે. અત્યારે તો આપણે દર્પણમાં ઝાખું ઝાંખું જોઈ રહ્યા છીએ. પરંતુ ભવિષ્યમાં આપણે ત્યારે સ્પષ્ટપણે જોઈ શકીશું. અત્યારે તો હું ફક્ત એક અંશને જ જાણું છું. પરંતુ ત્યારે કે જ્યારે હું સંપૂર્ણપણે જ્ઞાત હોઈશ. જેવી રીતે દેવ મને ઓળખે છે. તેવી રીતે હું પણ તેને સંપૂર્ણ જાણીશ.
Psalm 145:3
યહોવા મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે; તેમની મહાનતાનો તાગ પામી શકાય તેમ નથી.
Job 37:23
સર્વસમર્થ દેવ મહાન છે! આપણે તેને સમજી શકતા નથી. દેવ ખૂબજ શકિતશાળી છે પણ તે આપણી સાથે ન્યાયી છે. આપણને નુકસાન પહોચાડવું દેવને ગમતું નથી.
Job 37:5
તેમની ગર્જનાનો અવાજ ભવ્ય હોય છે. જે મહાન કૃત્યો કરે છે જે આપણે સમજી શકતા નથી.
Job 11:7
અયૂબ, શું તું ખરેખર માને છે કે તું દેવને સમજે છે? તું સર્વસમથઁ દેવને સમજી શકતો નથી.
2 Peter 3:8
પરંતુ મારા પ્રિય મિત્રો, આ એક વાત ન ભૂલશો કે પ્રભુની નજરમાં એક દિવસ એક હજાર વરસો બરાબર છે, અને એક હજાર વરસો એક દિવસ બરાબર છે.
Job 26:14
આ તો માત્ર થોડીકજ અદભૂત ચીજો દેવ કરે છે. આપણે તો માત્ર દેવનો મંદ ગણગણાટ જ સાંભળીએ છીએ. કોઇ ખરેખર જાણી શકતું નથી કે દેવ કેવા મહાન અને શકિતશાળી છે.”
Job 10:5
શું તમારા દિવસો અમારા દિવસો જેટલાં ટૂંકાં છે? તમારું જીવન માણસના જીવન જેટલું ટૂંકુ છે
1 Kings 8:27
“પરંતુ ઓ! દેવ! શું એ શકય છે કે તમે સાચે જ આ પૃથ્વી પર રહેશો? કારણ કે આકાશ, અરે! ઉંચામાંઉંચા સ્વગોર્, પણ તમને ધારણ કરી શકે તેમ નથી, તો આ મંદિર જે મેં બંધાવેલું છે તેની શી વિસાત?
Psalm 102:24
મેં તેમને પોકાર કર્યો, “હે મારા દેવ, તમે સદા સર્વકાળ જીવંત છો! મને મારા જીવનના મધ્યાહને મરવા ન દેશો.