Isaiah 3 - YLT (Gujarati)
1 For, lo, the Lord, Jehovah of Hosts, Is turning aside from Jerusalem, And from Judah, stay and staff, Every stay of bread, and every stay of water.જુઓ, સૈન્યોનો પ્રભુ યહોવા યરૂશાલેમમાંથી તથા યહૂદામાંથી ટેકો તથા રોટલી અને પાણીનો સર્વ આધાર લઇ લેનાર છે;
2 Hero and man of war, judge and prophet, And diviner and elder,તેમના વીરપુરુષો અને તેમના યોદ્ધાઓ, તેમના ન્યાયાધીશો અને તેમના પ્રબોધકો, તથા વડીલો;
3 Head of fifty, and accepted of faces, And counsellor, and the wise of artificers, And the intelligent of charmers.સેનાનાં સેનાપતિઓ, સરકારના નેતા, સલાહકાર અને કુશળ કારીગરો તેમજ જાદુગરો એ બધાને તે લઇ લેનાર છે.
4 And I have made youths their heads, And sucklings rule over them.“તે છોકરાઓને તેમના અધિકારીઓ ઠરાવશે, અને નાના બાળકો તેમના પર શાસન કરશે.
5 And the people hath exacted -- man upon man, Even a man on his neighbour, Enlarge themselves do the youths against the aged, And the lightly esteemed against the honoured.પડોશીઓ એકબીજા પર જુલમ કરશે. જુવાનો વૃદ્ધોની સામે વિદ્રોહ કરશે. ઉતરતી કક્ષાના લોકો માણસોની અવગણના કરશે.”
6 When one layeth hold on his brother, `Of' the house of his father, `by' the garment, `Come, a ruler thou art to us, And this ruin `is' under thy hand.'એવો સમય આવશે જ્યારે માણસ પોતાના પિતાના ઘરમાં પોતાના ભાઇને પકડીને કહેશે કે, “તારી પાસે તો વસ્ત્ર પણ છે; ચાલ, તું અમારો આગેવાન થા અને આ ખંડેરના ઢગલા ઉપર રાજ્ય કર.”
7 He lifteth up, in that day, saying: `I am not a binder up, And in my house is neither bread nor garment, Ye do not make me a ruler of the people.'ત્યારે તે બોલી ઊઠશે, “હું તો સુધારનાર થવાનો નથી; વળી મારા ઘરમાં નથી ખાવાનું કે નથી પહેરવાનું; તમે મને લોકોનો આગેવાન ન બનાવશો.”
8 For stumbled hath Jerusalem, and Judah hath fallen, For their tongue and their doings `are' against Jehovah, To provoke the eyes of His glory.યરૂશાલેમ ચોક્કસ રીતે નાશ પામશે કારણ કે યહૂદાના લોકો પોતાની વાણીથી અને કરણીથી યહોવાની વિરુદ્ધ બોલ્યા છે. અને તેમને માન આપતા નથી; તેઓ તેની પવિત્ર હાજરી છતાં વિદ્રોહી બન્યા છે.
9 The appearance of their faces witnessed against them, And their sin, as Sodom, they declared, They have not hidden! Wo to their soul, For they have done to themselves evil.તેઓના ચહેરા જ તેમની વિરુદ્ધ સાક્ષી પૂરે છે; તેઓ સદોમના લોકોની જેમ પોતાના પાપનું પ્રદર્શન કરે છે. તેઓ પાપને છુપાવતાં નથી; તેમનું ભવિષ્ય ભયંકર છે અફસોસ! તેમણે પોતે જ આફત વહોરી લીધી છે.
10 Say ye to the righteous, that `it is' good, Because the fruit of their doings they eat.ન્યાયીને માટે સર્વ સારું થશે. માટે તેને કહે કે, “તારું ભલું થશે. તને તારા સારા સુકૃત્યોનો બદલો મળશે જ!”
11 Wo to the wicked -- evil, Because the deed of his hand is done to him.પણ દુષ્ટ માણસને કહે; “દુષ્કૃત્યોના કરનારા દુ:ખી થશે, તેમનું અકલ્યાણ થશે, તેઓ તેમના હાથે કરેલાં કૃત્યોનું ફળ ભોગવશે.”
12 My people -- its exactors `are' sucklings, And women have ruled over it. My people -- thy eulogists are causing to err, And the way of thy paths swallowed up.મારા લોકો પર બાળકો અન્યાય કરે છે અને સ્ત્રીઓ તેમના પર રાજ્ય કરે છે. અરે મારા લોકો, તમારા આગેવાનો તમને ખોટે માગેર્ દોરે છે, જેથી તમને ખબર પડતી નથી કે કયે રસ્તે જવું.
13 Jehovah hath stood up to plead, And He is standing to judge the peoples.યહોવા અદાલત ભરવાને તૈયાર થયા છે;
14 Jehovah into judgment doth enter With elders of His people, and its heads: `And ye, ye have consumed the vineyard, Plunder of the poor `is' in your houses.અને પ્રજાઓનો ન્યાય તોળવા ઊભા છે. “સૌ પ્રથમ તે વડીલો તથા રાજાઓ પર ગુસ્સો ઠાલવશે. કારણ કે તેઓએ ગરીબો વિરુદ્ધ લાંચ લીધી છે. તેઓએ ગરીબ ખેડૂતોને લૂંટીને પોતાના ભંડારો ભર્યા છે.
15 What -- to you? ye bruise My people, And the faces of the poor ye grind.' An affirmation of the Lord, Jehovah of Hosts, And Jehovah saith:મારા લોકોને કચડી નાખવાનો અને ગરીબોના ચહેરાને ધૂળમાં રગદોડવાનો તમને શો અધિકાર છે?” આ યહોવા મારા માલિક સૈન્યોના દેવનાં વચન છે.
16 `Because that daughters of Zion have been haughty, And they walk stretching out the neck, And deceiving `with' the eyes, Walking and mincing they go, And with their feet they make a tinkling,વળી યહોવા કહે છે, “સિયોનની પુત્રીઓ ઘમંડી થઇ ગઇ છે! તેઓ ઊંચી ડોક કરીને, રમતિયાળ આંખોથી ચારેબાજુ જોતી અને રણકતા ઝાંઝરને ઝમકાવતી લયમાં ચાલે છે.”
17 The Lord also hath scabbed The crown of the head of daughters of Zion, And Jehovah their simplicity exposeth.તેથી મારા માલિક યહોવા સિયોનની પુત્રીઓના માથાને ઊંદરીવાળાઁ કરી નાખશે. તેઓના માથા બોડાં કરી દેશે, અને તેઓના પાપ ઉઘાડાં પાડશે.
18 In that day doth the Lord turn aside The beauty of the tinkling ornaments, And of the embroidered works, And of the round tires like moons,પછી માલિક તેઓના માથાં, પગ, તથા ગળા ફરતે પહેરવાના સર્વ આભૂષણો લઇ લેશે;
19 Of the drops, and the bracelets, and the mufflers,ગળામાં તથા હાથ પર પહેરવાનાં ઘરેણાં, બુટ્ટી, પોંચી, દુપટ્ટા;
20 Of the bonnets, and the ornaments of the legs, And of the bands, And of the perfume boxes, and the amulets,માથા પરના રૂમાલ, બાજુબંધ પગનાં ઝાંઝર, રેશમી કમરપટ્ટા, સુગંધી દ્રવ્યો, માદળિયાં,
21 Of the seals, and of the nose-rings,વીંટીઓ,વાળીઓ,
22 Of the costly apparel, and of the mantles, And of the coverings, and of the purses,સુંદર વસ્ત્રો, ઝભ્ભાઓ, ટોપીઓ, અને બુરખાઓ,અલંકૃત પર્સ,
23 Of the mirrors, and of the linen garments, And of the hoods, and of the vails,કિંનારવાળા કપડાં, મલમલના કપડાં.
24 And it hath been, instead of spice is muck, And instead of a girdle, a rope, And instead of curled work, baldness, And instead of a stomacher a girdle of sackcloth.પછી સુગંધને બદલે દુર્ગંધ, કમરબંધને બદલે દોરડું, સુંદર અંબોડાને બદલે તાલ, કીંમતી વસ્ત્રને બદલે ચીંથરો, અને સુંદરતાને બદલે કુરુપતા રહેશે.
25 For instead of glory, thy men by sword do fall, And thy might in battle.સિયોનનગરીના પુરુષો તરવારનો ભોગ થઇ પડશે. એના વીર યોદ્ધાઓ રણમાં ખપી જશે.
26 And lamented and mourned have her openings, Yea, she hath been emptied, on the earth she sitteth!પછી એના દરવાજા પણ આક્રંદ કરશે અને મરશિયા ગાશે; અને એ નગરીની દશા સર્વસ્વ ગુમાવીને ભોંય પર બેઠેલી સ્ત્રીના જેવી થશે.
Gujarati Bible