Proverbs 1:8-19 in Gujarati
Proverbs 1:8
મારા દીકરા, તારા પિતાનો ઉપદેશ સાંભળ, અને તારી માતાનું શિક્ષણ નકારીશ નહિ.
Proverbs 1:9
કેમ કે તારા મસ્તક પર ફૂલોના મુગટ અને ગળાના હાર રૂપ બની રહેશે.
Proverbs 1:10
મારા દીકરા, જો દુષ્ટ પાપીઓ તને લલચાવે તો તું એમની વાતો માનતો નહિ.
Proverbs 1:11
જો તેઓ તને કહે કે “અમારી સાથે ચાલ, કોઇની હત્યા કરવા માટે આપણે સંતાઇ રહીએ; અને જે નિદોર્ષ છે તેને ફસાવવા છુપાઇ રહીએ.
Proverbs 1:12
જેમ શેઓલ જીવતા માણસોને ગળી જાય છે તેમ આપણે તેમને ગળી જઇશું.
Proverbs 1:13
વિવિધ પ્રકારનો કિઁમતી માલ આપણા હાથમાં આવશે, આપણે આપણાં ઘર લૂંટથી ભરીશું.
Proverbs 1:14
તું અમારી સાથે જોડાઇ જા. અને અમારો ભાગીદારથા; આપણાં સૌનો ભાગ સિલકમાં સરખો રહેશે.
Proverbs 1:15
મારા દીકરા, એમના માગેર્ ચાલતો નહિ, તેમના માગેર્ તારા પગ મૂકતો નહિ.
Proverbs 1:16
કારણ, તેમના પગ દુષ્ટ પાપ કરવા ઉતાવળા હોય છે અને હત્યા કરવાને દોડી જતા હોય છે.
Proverbs 1:17
કારણ કે જ્યારે પક્ષીઓ સાવધ હોય ત્યારે જાળ પાથરવી તે નિરર્થક છે.
Proverbs 1:18
તેઓ અન્યની હત્યા કરવા સંતાઇ રહે છે, પણ હત્યા એમની જ થાય છે. બીજાનો જીવ લેવા જાય છે. અને પોતાનો જીવ ગુમાવે છે.
Proverbs 1:19
પ્રત્યેક ધનના લોભીના માગોર્ આવા જ છે. આવું ધન તેના માલિકોનું જ સત્યાનાશ વાળે છે.
Gujarati Bible