Micah 7 - WEB (Gujarati)
1 Misery is mine! Indeed, I am like one who gathers the summer fruits, as gleanings of the vinyard: There is no cluster of grapes to eat. My soul desires to eat the early fig.હું કેટલો ઉદાસ છું! કારણકે હું એવો વ્યકિત થઇ ગયો છું જેને ઉનાળુ કાપણી પછી અને દ્રાક્ષ ભેગી કરવાની ઋતુ પછી ખાવા માટે દ્રાક્ષ મળતી નથી અથવા તો જેના માટે તીવ્ર ઇચ્છા રાખી હતી તે પહેલું ફળ મળતું નથી.
2 The godly man has perished out of the earth, And there is no one upright among men. They all lie in wait for blood; Every man hunts his brother with a net.ભૂમિ પરથી બધાંજ ધામિર્ક માણસો નાશ પામ્યા છે, ને મનુષ્યોમાં કોઇ પ્રામાણિક રહ્યો નથી; કોઇનું ખૂન કરવાનો લાગ શોધી રહ્યાં છે,
3 Their hands are on that which is evil to do it diligently. The ruler and judge ask for a bribe; And the powerful man dictates the evil desire of his soul. Thus they conspire together.તેમના હાથ દુષ્કૃત્યો કરવામાં પાવરધા છે. અમલદારો લાંચ માંગે છે, આદરણીય લોકો પણ નિષ્ઠુરતાથી પોતાના સ્વાર્થનીજ વાતો કરે છે અને પોતાનું ધાર્યું કરે છે.
4 The best of them is like a brier. The most upright is worse than a thorn hedge. The day of your watchmen, Even your visitation, has come; Now is the time of their confusion.તેઓમાં જે શ્રેષ્ઠ છે તેઓ કાંટા ઝાંખરા જેવા છે; સૌથી વધારે પ્રામાણિક ગણાય છે તેઓ ઝાંખરામાંથી બનાવેલી વાડ જેવા છે,પણ હવે તમારો ચોકીદારોનો દિવસ સત્વરે આવે છે. તમારી શિક્ષાનો સમય લગભગ આવી ગયો છે; ગૂંચવણ, વિનાશ અને ગભરાટનો તમે અનુભવ કરશો.
5 Don't trust in a neighbor. Don't put confidence in a friend. With the woman lying in your embrace, Be careful of the words of your mouth!પડોશીનો વિશ્વાસ કરશો નહિ, મિત્ર ઉપર આધાર રાખશો નહિ, તમારી પ્રાણથી પ્યારી પત્ની આગળ પણ મોઢાંનું દ્વાર સંભાળી રાખજો.
6 For the son dishonors the father, The daughter rises up against her mother, The daughter-in-law against her mother-in-law; A man's enemies are the men of his own house.કારણકે એક પુત્ર પોતાના પિતાનો આદર કરતો નથી. પુત્રી માની સામે થાય છે, ને વહું પોતાની સાસુની સામી થાય છે; માણસના કુટુંબીઓ જ તેના વૈરી બની ગયા છે.
7 But as for me, I will look to Yahweh. I will wait for the God of my salvation. My God will hear me.પણ હું તો યહોવા તરફ જોઇશ, હું મારા તારણ કરનાર દેવની વાટ જોઇશ; મારા દેવ મને સાંભળશે.
8 Don't rejoice against me, my enemy. When I fall, I will arise. When I sit in darkness, Yahweh will be a light to me.હે મારા દુશ્મન, મારી દુર્દશામાં હર્ષ ન કર; જો હું પડી જાઉં, તો પણ હું પાછો ઊઠીશ; જો હું અંધકારમાં બેસું, તો પણ યહોવા મને અજવાળારૂપ થશે.
9 I will bear the indignation of Yahweh, Because I have sinned against him, Until he pleads my case, and executes judgment for me. He will bring me forth to the light. I will see his righteousness.હું યહોવાનો કોપ સહન કરીશ, કારણકે મેં તેમની વિરુદ્ધ પાપ કર્યું છે. તેઓ મારી તરફદારી કરશે અને મને ન્યાય કરશે ત્યાં સુધી. દેવ મને અંધકારમાંથી પ્રકાશમાં લાવશે અને હું તેમનું ન્યાયીપણું જોઇશ.
10 Then my enemy will see it, And shame will cover her who said to me, Where is Yahweh your God? Then my enemy will see me and will cover her shame. Now she will be trodden down like the mire of the streets.મારા દુશ્મનો આ જોશે અને જેઓ મને એમ કહેતાં હતાં કે, “તારા દેવ યહોવા કયાં છે?” તેઓ શરમિંદા બની જશે, મારી આંખો આ જોશે, તેણી રસ્તાના કાદવની જેમ પગ તળે કચડાયેલી જગ્યા બની રહેશે.
11 A day to build your walls-- In that day, he will extend your boundary.જે દિવસે તારા કોટ બંધાશે, તે દિવસે તારી સરહદ બહુ દૂર થશે.
12 In that day they will come to you from Assyria and the cities of Egypt, And from Egypt even to the River, And from sea to sea, And mountain to mountain.તે દિવસે લોકો-આશ્શૂરથી મિસર સુધીના, અને મિસરથી તે ફ્રાત નદી સુધીના, સમુદ્રથી સમુદ્ર સુધીના, અને પર્વતથી પર્વત સુધીના, લોકો બધે ઠેકાણેથી તારે ત્યાં આવશે.
13 Yet the land will be desolate because of those who dwell therein, For the fruit of their doings.પણ પૃથ્વી એનાં લોકોને કારણે અને તેમણે કરેલાં કમોર્ના ફળરૂપે વેરાન બની જશે.
14 Shepherd your people with your staff, The flock of your heritage, Who dwell by themselves in a forest, In the midst of fertile pasture land, let them feed; In Bashan and Gilead, as in the days of old.હે યહોવા, આવો અને તમારા લોકો ઉપર અધિકાર ચલાવો, તમારા વારસાનાં ટોળાને દોરવણી આપો; તેઓને કામેર્લના જંગલમાં એકલા રહેવા દો. ભલે અગાઉના દિવસોની જેમ બાશાન અને ગિલયાદમાં તેઓ આનંદ પ્રમોદ કરે.
15 "As in the days of your coming forth out of the land of Egypt, I will show them marvelous things."જેવી રીતે મિસરની ભૂમિમાંથી છૂટયા હતાં તે દરમ્યાન કર્યુ હતું તેવીજ રીતે અદૃભૂત કામો હું બતાવીશ.
16 The nations will see and be ashamed of all their might. They will lay their hand on their mouth. Their ears will be deaf.અન્ય પ્રજાઓ આ જોશે અને પોતાની સર્વ શકિત હોવા છતાં લજ્જિત થશે; તેઓ પોતાના હાથ પોતાના મોં પર મૂકશે, તેઓના કાન બહેરા થઇ જશે.
17 They will lick the dust like a serpent. Like crawling things of the earth they shall come trembling out of their dens. They will come with fear to Yahweh our God, And will be afraid because of you.તેઓ સાપની પેઠે ધૂળ ચાટશે; જમીન ઉપર પેટેથી ઘસડાતા પ્રાણીઓની જેમ તેઓ પોતાના કિલ્લાઓમાંથી બહાર આવશે. તેઓ આપણા દેવ યહોવાને કારણે ભયથી થરથર કાંપશે અને તારાથી ડરીને ચાલશે.
18 Who is a God like you, who pardons iniquity, And passes over the disobedience of the remnant of his heritage? He doesn't retain his anger forever, Because he delights in loving kindness.તમારા જેવા દેવ બીજા કોણ છે? કારણકે તમે તો પાપ માફ કરો છો અને તમારા વારસાના બચેલા ભાગના અપરાધને દરગુજર કરો છો; તમે પોતાનો ક્રોધ કાયમ રાખતા નથી; કારણ કે તમે કરુણામાં જ રાચો છો.
19 He will again have compassion on us. He will tread our iniquities under foot; And you will cast all their sins into the depths of the sea.તમે ફરી એક વખત અમારા ઉપર કૃપા કરશો અને અમારા અપરાધોને પગ તળે કચડી નાખશો. અને અમારા બધા પાપોને દરિયામાં પધરાવી દેશો.
20 You will give truth to Jacob, and mercy to Abraham, As you have sworn to our fathers from the days of old.તમે યાકૂબને વિશ્વાસપાત્ર હશો અને ઇબ્રાહિમને કૃપાપાત્ર હશો જેમ તમે પ્રાચીન કાળથી અમારા પૂર્વજોને વચન આપ્યુ હતું.
Gujarati Bible