માથ્થી 10:18 in Gujarati

ગુજરાતી ગુજરાતી બાઇબલ માથ્થી માથ્થી 10 માથ્થી 10:18

Matthew 10:18
તમને હાકેમો તથા રાજાઓ સમક્ષ હાજર કરવામાં આવશે. આ બધું મારા લીધે તમને કરવામાં આવશે. તમે ત્યારે મારા વિષે એ બધાને કહેજો.

Matthew 10:17Matthew 10Matthew 10:19

Matthew 10:18 in Other Translations

King James Version (KJV)
And ye shall be brought before governors and kings for my sake, for a testimony against them and the Gentiles.

American Standard Version (ASV)
yea and before governors and kings shall ye be brought for my sake, for a testimony to them and to the Gentiles.

Bible in Basic English (BBE)
And you will come before rulers and kings because of me, for a witness to them and to the Gentiles.

Darby English Bible (DBY)
and ye shall be brought before rulers and kings for my sake, for a testimony to them and to the nations.

World English Bible (WEB)
Yes, and you will be brought before governors and kings for my sake, for a testimony to them and to the Gentiles.

Young's Literal Translation (YLT)
and before governors and kings ye shall be brought for my sake, for a testimony to them and to the nations.

And
καὶkaikay
ye
shall
be
brought
ἐπὶepiay-PEE
before
ἡγεμόναςhēgemonasay-gay-MOH-nahs
governors
δὲdethay

καὶkaikay
and
βασιλεῖςbasileisva-see-LEES
kings
ἀχθήσεσθεachthēsestheak-THAY-say-sthay
sake,
my
for
ἕνεκενhenekenANE-ay-kane

ἐμοῦemouay-MOO
for
εἰςeisees
a
testimony
μαρτύριονmartyrionmahr-TYOO-ree-one
them
against
αὐτοῖςautoisaf-TOOS
and
καὶkaikay
the
τοῖςtoistoos
Gentiles.
ἔθνεσινethnesinA-thnay-seen

Cross Reference

માથ્થી 8:4
ઈસુએ તેને કહ્યું કે, “જે કાંઈ બન્યું છે તે વાત કોઈને પણ કરતો નહિ. અહીંથી સીધો જ યાજક પાસે જા અને ત્યાં તારી જાતને બતાવ. મૂસાના આદેશ પ્રમાણે અર્પણ ચઢાવ જેથી લોકો જાણી શકે કે તું સાજો થયો છે.”

પ્રકટીકરણ 11:7
જ્યારે તે બે સાક્ષીઓ પોતાનો સંદેશ કહેવાનું પૂર્ણ કરશે, ત્યારે શ્વાપદ તેઓની વિરુંદ્ધ લડશે. આ તે પ્રાણી છે જે અસીમ ઊંડી ખાઈમાંથી બહાર આવે છે. તે પ્રાણી તેઓને હરાવશે, અને તેઓને મારી નાખશે.

પ્રકટીકરણ 6:9
તે હલવાને પાંચમી મુદ્રા ઉઘાડી. પછી મેં કેટલાક આત્માઓને વેદી નીચે જોયા. તે એ લોકોના આત્માઓ હતા જેઓ દેવના સંદેશને વફાદાર હતા. તથા જે સત્ય તેઓને પ્રાપ્ત થયુ હતું, તેમાં તેઓ વિશ્વાસુ હતા તેથી તેઓને મારી નાખવામાં આવ્યા હતા.

પ્રકટીકરણ 1:9
હું યોહાન છું, અને હું ખ્રિસ્તમાં તમારો ભાઈ છું. આપણે ઈસુમા સાથે છીએ, રાજ્યમાં, વિપત્તિમાં તથા ધૈયૅમાં ભાગીદાર, દેવના વચનને લીધે તથા ઈસુની સાક્ષીને લીધે હું પાત્મસટાપુ પર હતો કારણકે હું દેવના વચનમાં અને ઈસુના સત્યમાં વિશ્વાસ ધરાવતો હતો.

2 તિમોથીને 4:16
પહેલી વાર જ્યારે મેં મારો બચાવ કર્યો, ત્યારે મને કોઈએ મદદ ન કરી. દરેક જણ મને છોડીને ચાલ્યા ગયા હતા. મારી પ્રાર્થના છે કે દેવ તેઓને માફ કરે.

2 તિમોથીને 1:8
તેથી આપણા પ્રભુ ઈસુ વિષે લોકોને કહેતાં તું શરમ કે સંકોચ ન રાખીશ. અને મારા માટે પણ તારે શરમિંદા બનવાની જરૂર નથી કેમ કે હું પ્રભુને ખાતર જ કેદમાં છું. પરંતુ એ સુવાર્તાને લીધે તું પણ મારી સાથે દુ:ખ સહન કર એ સહન કરવા દેવ આપણને સાર્મથ્ય આપે જ છે.

પ્રેરિતોનાં ક્રત્યો 24:1
પાંચ દિવસ બાદ અનાન્યા કૈસરિયા શહેરમાં ગયો. અનાન્યા એ એક પ્રમુખ યાજક હતો, અનાન્યા કેટલાક વડીલ યહૂદિ આગેવાનો અને તેર્તુલુસ વકીલને પણ લાવ્યો. તેઓ હાકેમની આગળ પાઉલની વિરૂદ્ધ આક્ષેપો મૂકવા માટે કૈસરિયા ગયા.

પ્રેરિતોનાં ક્રત્યો 23:33
ઘોડેસવાર સૈનિકો કૈસરિયામાં પ્રવેશ્યા અને હાકેમને પત્ર આપ્યો. પછીથી તેઓએ તેને પાઉલને સોંપ્યો.

પ્રેરિતોનાં ક્રત્યો 12:1
એ સમય દરમ્યાન રાજા હેરોદેમંડળીના કેટલાક લોકોની સતાવણી શરું કરી.

પ્રેરિતોનાં ક્રત્યો 5:25
બીજા એક માણસે તેને આવીને કહ્યું, “ધ્યાનથી સાંભળો, તમે જે માણસોને જેલમાં પૂર્યા હતા તેઓ તો મંદિરની પરસાળમાં ઊભા છે. તેઓ લોકોને બોધ આપે છે!”

માર્ક 13:9
‘પોતા વિષે સાવધાન રહેવું જોઈએ. લોકો તમને પકડશે અને તમને ન્યાય માટે લઈ જશે. તેઓ તમને તેમના સભાસ્થાનમાં મારશે. તમને રાજ્યપાલ અને રાજાઓ સામે ઊભા રાખવામાં આવશે. તમે તેઓને મારા વિષે કહેશો. આ તમારા જીવનમાં બનશે કારણ કે તમે મને અનુસરો છો.

ગીતશાસ્ત્ર 2:1
બીજા રાષ્ટના લોકો શા માટે ધાંધલ કરે છે? શા માટે તેઓ આવી નિરર્થક યોજનાઓ ઘડે છે?