Bible

Luke 24 - WEB (Gujarati)

1 But on the first day of the week, at early dawn, they and some others came to the tomb, bringing the spices which they had prepared.વહેલી સવારે, અઠવાડિયાના પહેલા દિવસે, સ્ત્રીઓ કબર પાસે જ્યાં ઈસુનો દેહ મૂક્યો હતો ત્યાં આવી. તેઓ તેને માટે બનાવેલા સુગંધી દ્ધવ્યો લાવી હતી.

2 They found the stone rolled away from the tomb.એક ભારે પથ્થર કબરના દ્ધારને બંધ કરવા મૂકવામાં આવ્યો હતો. પણ સ્ત્રીઓએ જેયું કે પથ્થર ગબડાવી દેવામાં આવ્યો હતો.

3 They entered in, and didn't find the Lord Jesus' body.તેઓ અંદર ગઇ, પણ તેઓએ પ્રભુ ઈસુનો દેહ જોયો નહિ.

4 It happened, while they were greatly perplexed about this, behold, two men stood by them in dazzling clothing.સ્ત્રીઓ આ સમજી શકી નહિ જ્યારે તેઓ આ વિષે અચરજ પામતાં હતાં ત્યારે ચળકતાં લૂગડામાં બે માણસો (દૂતો) તેઓની બાજુમાં આવીને ઊભા.

5 Becoming terrified, they bowed their faces down to the earth. They said to them, "Why do you seek the living among the dead?તે સ્ત્રીઓ ઘણી ગભરાઇ ગઇ; તેઓએ તેમના મસ્તક નીચાં નમાવ્યા. તે બે માણસોએ સ્ત્રીઓને કહ્યું કે, “જે જીવંત વ્યક્તિ છે તેને તમે અહી શા માટે શોધો છો? આ જગ્યા તો મરેલા લોકો માટે છે.

6 He isn't here, but is risen. Remember what he told you when he was still in Galilee,ઈસુ અહી નથી. તે મૃત્યુમાંથી ઊઠ્યો છે! તમને યાદ છે જ્યારે તે ગાલીલમાં હતો ત્યારે શું કહ્યું હતું?

7 saying that the Son of Man must be delivered up into the hands of sinful men, and be crucified, and the third day rise again?"ઈસુએ કહ્યું હતું કે માણસનો દીકરો દુષ્ટ માણસોને સોંપાય, વધસ્તંભ પર જડાય અને મારી નંખાય તથા ત્રીજા દિવસે પાછો ઊઠે એ અવશ્યનું છે.”

8 They remembered his words,પછી સ્ત્રીઓને ઈસુએ જે કહ્યું હતું તે યાદ આવ્યું.

9 returned from the tomb, and told all these things to the eleven, and to all the rest.સ્ત્રીઓ કબર આગળથી પાછી આવી અને અગિયાર શિષ્યો તથા બીજા શિષ્યો પાસે ગઇ. સ્ત્રીઓએ કબરમાં જે કંઈ શયું હતું તે બધું તેઓને કહ્યું.

10 Now they were Mary Magdalene, Joanna, and Mary the mother of James. The other women with them told these things to the apostles.આ સ્ત્રીઓમાં મગ્દલાની મરિયમ, યોહાન્ના યાકૂબની મા મરિયમ તથા કેટલીએક બીજી સ્ત્રીઓ હતી. આ સ્ત્રીઓએ પ્રેરિતોને જે કંઈ બન્યું હતું તે બધું કહ્યું.

11 These words seemed to them to be nonsense, and they didn't believe them.પરંતુ સ્ત્રીઓએ જે કહ્યું તે પ્રેરિતોએ માન્યું નહિ. એ વાતો મૂર્ખાઇ ભરેલી લાગી.

12 But Peter got up and ran to the tomb. Stooping and looking in, he saw the strips of linen lying by themselves, and he departed to his home, wondering what had happened.પણ પિતર ઊભો થયો. જો આ સાચું હોય તો તે જોવા માટે કબરે એકલો દોડ્યો. તેણે અંદર જોયું. પણ તેણે ઈસુને જેમાં વીંટાળ્યો હતો તે લૂગડાં જ માત્ર જોયાં. ત્યાં ફક્ત લૂગડાં જ પડેલા હતાં. ઈસુ નહતો. પિતરે જે થયું હતું તે સંબધી આશ્ચર્ય પામીને એકાંત માટે દૂર ચાલ્યો ગયો.

13 Behold, two of them were going that very day to a village named Emmaus, which was sixty stadia{60 stadia = about 11 kilometers or about 7 miles.} from Jerusalem.તે જ દિવસે શિષ્યોમાંથી બે એમ્મોસ નામના શહેરમાં જતા હતા. તે યરૂશાલેમથી લગભગ સાત માઇલ દૂર હતું.

14 They talked with each other about all of these things which had happened.તેઓ બધા સાથે જે કંઈ બનાવો બન્યા હતા તે અંગે વાતો કરતા હતા.

15 It happened, while they talked and questioned together, that Jesus himself came near, and went with them.જ્યારે તેઓ આ બાબતમાં ભેગા થઈ વાતો કરતા હતા અને ચર્ચા કરતા હતા ત્યારે ઈસુ પોતે તેઓની નજીક આવીને તેઓની સાથે ચાલ્યો.

16 But their eyes were kept from recognizing him.(પણ પેલા બે માણસોને ઈસુને ઓળખવાની દષ્ટિ નહોતી.)

17 He said to them, "What are you talking about as you walk, and are sad?"પછી ઈસુએ કહ્યું કે, “તમે ચાલતાં ચાલતાં એકબીજાની સાથે શાની ચર્ચા કરો છો?”તે બે માણસો ઊભા રહ્યા. તેઓના ચહેરા ઘણા ઉદાસ દેખાતા હતા.

18 One of them, named Cleopas, answered him, "Are you the only stranger in Jerusalem who doesn't know the things which have happened there in these days?"કલિયોપાસ નામના એકે ઉત્તર આપ્યો કે, “યરૂશાલેમમાં ફક્ત તું જ એકલો એવો માણસ હશે જે છેલ્લા થોડા દિવસો પહેલાં ત્યાં શું થયું છે તે તું જાણતો નથી.”

19 He said to them, "What things?" They said to him, "The things concerning Jesus, the Nazarene, who was a prophet mighty in deed and word before God and all the people;ઈસુએ તેઓને કહ્યું કે, “કયા બનાવો?”પેલા માણસોએ તેને કહ્યું કે, “તે ઈસુ વિષે જે નાસરેથનો છે. દેવ અને બધા લોકો માટે તે એક મહાન પ્રબોધક હતો. તેણે કહ્યા પ્રમાણે પરાક્રમમાં મહાન ચમત્કારો કર્યા.

20 and how the chief priests and our rulers delivered him up to be condemned to death, and crucified him.પણ અમારા અધિકારીઓ અને મુખ્ય યાજકોએ મરણદંડ માટે તેને દૂર મોકલી દીધો. તેઓએ ઈસુને વધસ્તંભે ખીલાઓ વડે જડ્યો.

21 But we were hoping that it was he who would redeem Israel. Yes, and besides all this, it is now the third day since these things happened.અમને આશા હતી કે તે એક ઈસ્ત્રાએલનો ઉદ્ધાર કરનાર થશે. પણ પછી આ બધું બન્યું. અને હવે બીજું કંઈક.આ બનાવો બન્યાને આજે ત્રીજો દિવસ છે.

22 Also, certain women of our company amazed us, having arrived early at the tomb;પણ આજે અમારામાંની કેટલીએક સ્ત્રીઓએ અમને આશ્ચર્યજનક વાત કરી. આ વહેલી સવારે સ્ત્રીઓ કબર પાસે ગઇ જ્યાં ઈસુના દેહને મૂકવામાં આવ્યો હતો.

23 and when they didn't find his body, they came saying that they had also seen a vision of angels, who said that he was alive.પણ તેઓએ ત્યાં તેનું શરીર દીઠું નહિ. તેઓએ આવીને અમને કહ્યું કે તેઓએ બે દૂતના પણ દર્શન કર્યા. દૂતોએ કહ્યું કે, “ઈસુ જીવંત છે!”

24 Some of us went to the tomb, and found it just like the women had said, but they didn't see him."તેથી અમારા કેટલાએક જૂથ પણ કબર પાસે ગયા. ત્યાં સ્ત્રીઓએ કહ્યું તેવું જ હતું-કબર ખાલી હતી. અમે જોયું, પણ અમે ઈસુને જોયો નહિ.”

25 He said to them, "Foolish men, and slow of heart to believe in all that the prophets have spoken!પછી ઈસુએ તે બે માણસોને કહ્યું કે, “તમે મૂર્ખ છો, અને ધીમા છો જે બધી વસ્તુઓ તમને પ્રબોધકોએ કહી છે તે સમજવા માટે વિશ્વાસ હોવો જોઈએ.

26 Didn't the Christ have to suffer these things and to enter into his glory?"પ્રબોધકોએ કહ્યું હતું કે ખ્રિસ્તે તેના મહિમામાં પ્રવેશતા પહેલા આ બધું સહેવું પડશે.”

27 Beginning from Moses and from all the prophets, he explained to them in all the Scriptures the things concerning himself.પછી ઈસુએ બધું સમજાવવાની શરુંઆત કરી. જે તેના સંબંધી ધર્મલેખોમાં લખાયેલું હતું. ઈસુએ મૂસાના પુસ્તકોથી શરુંઆત કરી અને પછી પ્રબોધકોએ તેના વિષે શું કહ્યું હતું તેની વાત કરી.

28 They drew near to the village, where they were going, and he acted like he would go further.તેઓ એમ્મોસના શહેરની નજીક આવ્યા અને ઈસુએ ત્યાં રોકાઇ જવાની કોઈ યોજના ના હોય તેમ આગળ જવાનું ચાલું રાખ્યું.

29 They urged him, saying, "Stay with us, for it is almost evening, and the day is almost over." He went in to stay with them.પણ તેઓ તેને રાકવા ઈચ્છતા હતા. તેઓએ તેને આગ્રહ કર્યો, “અમારી સાથે રહે.” મોડું થયું છે લગભગ રાત્રી થઈ ગઇ છે. તેથી તે તેઓની સાથે રહેવા અંદર ગયો.

30 It happened, that when he had sat down at the table with them, he took the bread and gave thanks. Breaking it, he gave to them.ઈસુ તેઓની સાથે નીચે જમવા બેઠો અને થોડી રોટલી લીધી અને તેણે ભોજન માટે સ્તુતિ કરી અને તેના ભાગ પાડ્યા. પછી તે તેઓને આપ્યા.

31 Their eyes were opened, and they recognized him, and he vanished out of their sight.તે વખતે, તેઓને ઈસુને ઓળખવાની દષ્ટિ મળી. પણ જ્યારે તેઓએ જોયું કે તે કોણ હતો ત્યારે તે અદ્ધશ્ય થઈ ગયો.

32 They said one to another, "Weren't our hearts burning within us, while he spoke to us along the way, and while he opened the Scriptures to us?"બંને માણસોએ એકબીજાને કહ્યું કે, “જ્યારે ઈસુ રસ્તા પર આપણી સાથે વાત કરતો હતો ત્યારે આપણા હ્રદયમાં આગ સળગતી હતી. જ્યારે તે ધર્મલેખોના અર્થ સમજાવતો તે ઉત્સાહદાયક હતું.”

33 They rose up that very hour, returned to Jerusalem, and found the eleven gathered together, and those who were with them,પછી તે બંને માણસો ઊભા થયા અને યરૂશાલેમ પાછા ફર્યા. યરૂશાલેમમાં તેઓએ ઈસુના શિષ્યોને ભેગા થયેલા જોયા. અગિયાર પ્રેરિતો અને પેલા લોકો જે તેઓની સાથે હતા.

34 saying, "The Lord is risen indeed, and has appeared to Simon!"તેઓએ કહ્યું કે, “પ્રભુ, ખરેખર મૃત્યુમાંથી ઊઠ્યો છે! તેણે પોતે સિમોનને દર્શન આપ્યા છે.”

35 They related the things that happened along the way, and how he was recognized by them in the breaking of the bread.પછી તે બે માણસોએ રસ્તા પર જે કંઈ બન્યું હતું તે બધું કહ્યું. જ્યારે ઈસુએ રોટલીના ટુકડા કર્યા ત્યારે તેઓએ ઈસુને કેવી રીતે ઓળખ્યો તે વિષે પણ વાત કરી.

36 As they said these things, Jesus himself stood among them, and said to them, "Peace be to you."જ્યારે તે બે માણસો આ વાત કહેતા હતા, ઈસુ પોતે શિષ્યોના સમૂહમાં ઊભો રહ્યો. ઈસુએ કહ્યું કે, “તમને શાંતિ થાઓ.”

37 But they were terrified and filled with fear, and supposed that they had seen a spirit.શિષ્યો આશ્ચર્ય પામ્યા. તેઓ ગભરાઇ ગયા. તેઓએ વિચાર્યું કે તેઓ ભૂત જોઈ રહ્યા હતા.

38 He said to them, "Why are you troubled? Why do doubts arise in your hearts?પણ ઈસુએ કહ્યું કે, “તમે કેમ ગભરાઓ છો? તમે જે જુઓ છો તેમાં શંકા શા માટે કરો છો?

39 See my hands and my feet, that it is truly me. Touch me and see, for a spirit doesn't have flesh and bones, as you see that I have."મારા હાથો અને પગો તરફ જુઓ. તે ખરેખર હું જ છું! મને સ્પર્શ કરો. તમે જોઈ શકશો કે મારી પાસે જીવંત શરીર છે; ભૂતને આના જેવું શરીર હોતું નથી.”

40 When he had said this, he showed them his hands and his feet.ઈસુએ તેઓને આમ કહ્યા પછી તેણે તેઓને તેના હાથોના અને પગોના ઘા બતાવ્યાં.

41 While they still didn't believe for joy, and wondered, he said to them, "Do you have anything here to eat?"શિષ્યો આનંદથી આશ્ચર્યમાં પડી ગયા હતા. ઈસુ જીવતો હતો તે જોઈને તેઓ ખૂબ ખૂબ પ્રસન્ન થયા. હજુ તેઓએ જે જોયું તે માનવા તેઓ તૈયાર નહોતા. ઈસુએ તેઓને કહ્યું કે, “અહી તમારી પાસે કંઈ ખાવાનું છે?”

42 They gave him a piece of a broiled fish and some honeycomb.તેઓએ તેને એક રાંધેલી માછલીનો ટુકડો આપ્યો.

43 He took them, and ate in front of them.જ્યારે શિષ્યો જોતા હતા ત્યારે ઈસુએ માછલી લીધી અને તે ખાધી.

44 He said to them, "This is what I told you, while I was still with you, that all things which are written in the law of Moses, the prophets, and the psalms, concerning me must be fulfilled."ઈસુએ તેઓને કહ્યું કે, “યાદ કરો જ્યારે હું તમારી સાથે હતો ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે મૂસાના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોનાં પુસ્તકોમાં તથા ગીતશાસ્ત્રમાં મારા સંબંધી જે લખેલું છે તે બધું થવું જોઈએ.”

45 Then he opened their minds, that they might understand the Scriptures.ઈસુએ ધર્મલેખો શિષ્યોને સમજાવ્યા. ઈસુએ તેના વિષે લખેલી વાતો સમજાવવામાં તેમને મદદ કરી.

46 He said to them, "Thus it is written, and thus it was necessary for the Christ to suffer and to rise from the dead the third day,પછી ઈસુએ તેઓને કહ્યું કે, “તે લખેલું છે કે ખ્રિસ્તને મારી નાખવામાં આવશે અને ત્રીજા દિવસે તે મૃત્યુમાંથી ઊઠશે.

47 and that repentance and remission of sins should be preached in his name to all the nations, beginning at Jerusalem.તમે આ બધું થતા જોયું-તમે સાક્ષી છો. તમારે લોકોને જઇને કહેવું જોઈએ કે તેઓના પાપો માફ થઈ શકશે. તેઓને કહો કે તેઓએ પસ્તાવો કરવો જોઈએ અને તેઓનાં પાપો માટે દિલગીર થવું જોઈએ. જો તેઓ આમ કરશે, તો દેવ તેઓને માફ કરશે.

48 You are witnesses of these things.તમારે યરૂશાલેમથી શરુંઆત કરવી જોઈએ અને મારા નામે આ બાબતનો ઉપદેશ આપવો જોઈએ. આ સુવાર્તા દુનિયાના બધા લોકોને કહેવી જોઈએ.

49 Behold, I send forth the promise of my Father on you. But wait in the city of Jerusalem until you are clothed with power from on high."ધ્યાનથી સાંભળો! મારા બાપે તમને જે વચન આપેલ છે તે હું તમને મોકલીશ. પણ જ્યાં સુધી તમે આકાશથી પરાક્રમે વેષ્ટિત થાઓ ત્યાં સુધી તમારે યરૂશાલેમમાં રહેવું જોઈએ.”

50 He led them out as far as Bethany, and he lifted up his hands, and blessed them.ઈસુ તેના શિષ્યોને યરૂશાલેમની બહાર લગભગ બેથનિયા લઈ ગયો. ઈસુએ તેના હાથ ઊંચા કર્યા અને તેના શિષ્યોને આશીર્વાદ આપ્યા.

51 It happened, while he blessed them, that he withdrew from them, and was carried up into heaven.જ્યારે ઈસુ તેઓને આશીર્વાદ આપતો હતો ત્યારે તેઓથી તે છૂટો પડ્યો અને આકાશમાં લઈ જવામાં આવ્યો.

52 They worshiped him, and returned to Jerusalem with great joy,શિષ્યોએ તેનું ભજન કર્યુ. તેઓ યરૂશાલેમમાં પાછા ફર્યા. તેઓ ખૂબ પૂર્ણ આનંદિત હતા.

53 and were continually in the temple, praising and blessing God. Amen.તેઓ બધો જ સમય દેવની સ્તુતિ કરતાં, મંદિરમાં રહ્યા. 

Gujarati Bible