Bible

Leviticus 3 - BBE (Gujarati)

1 And if his offering is given for a peace-offering; if he gives of the herd, male or female, let him give it without any mark on it, before the Lord.જો કોઈ વ્યક્તિ યહોવા સમક્ષ શાંત્યર્પણ લાવવા ઈચ્છતો હોય, તે પશુ ગાય પણ હોઈ શકે, તે અર્પણ પશુ હોય તો નર હોય કે માંદા હોય, પણ તે ખોડખાંપણ વગરનું હોવું જોઈએ.

2 And he is to put his hand on the head of his offering and put it to death at the door of the Tent of meeting; and Aaron's sons, the priests, are to put some of the blood on and round the altar.જે વ્યક્તિ તે પશુ લાવે તે તેના માંથા પર પોતાનો હાથ મૂકે અને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તેને વધેરે, ત્યાર પછી હારુનના પુત્રો-યાજકો તેનું લોહી વેદીની ચારે બાજુએ છાંટે.

3 And he is to give of the peace-offering, as an offering made by fire to the Lord; the fat covering the inside parts and all the fat on the inside parts,તે વ્યક્તિએ પશુના નીચેનો ભાગ યહોવાને શાંત્યર્પણ તરીકે ચઢાવવા: આંતરડાં ઉપરની અને તેની આજુબાજુની બધી ચરબી,

4 And the two kidneys, and the fat on them, which is by the top part of the legs, and the fat joining the liver and the kidneys, he is to take away;બંને મૂત્રપિંડ અને તે ઉપરની કમર પાસેની ચરબી, તેમજ કાળજા અને મૂત્રપિંડ પરની ચરબી.

5 That it may be burned by Aaron's sons on the altar, on the burned offering which is on the wood on the fire: it is an offering made by fire of a sweet smell to the Lord.આ તમાંમ યાજકોએ દહનાર્પણ ઉપરાંત વેદી પરના લાકડાંના અગ્નિમાં હોમવું. એ યજ્ઞની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે.

6 And if what he gives for a peace-offering to the Lord is of the flock, let him give a male or female, without any mark on it.“જો કોઈ વ્યક્તિ શાંત્યર્પણ તરીકે બકરું કે ઘેટું યહોવા સમક્ષ લાવે, તો પણ તેનામાં કોઈ ખોડખાંપણ હોવી જોઈએ નહિ, વળી તે નર કે માંદા કોઈપણ હોઈ શકે.

7 If his offering is a lamb, then let it be placed before the Lord:જો કોઈ વ્યક્તિ ઘેટું ચઢાવતો હોય તો;

8 And he is to put his hand on the head of his offering and put it to death before the Tent of meeting; and Aaron's sons are to put some of its blood on and round the altar.તેણે યહોવા સમક્ષ ઘરાવી તેના માંથા પર હાથ મૂકી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તેને વધેરવું. ત્યારબાદ હારુનના પુત્રો - યાજકોએ તેનું લોહી વેદીની ચારે બાજુએ છાંટવું.

9 And of the peace-offering, let him give an offering made by fire to the Lord; the fat of it, all the fat tail, he is to take away near the backbone; and the fat covering the inside parts and all the fat on the inside parts,પછી પ્રાણીના નીચે જણાવેલા ભાગો શાંત્યર્પણમાંથી હોમયજ્ઞ તરીકે યહોવા સમક્ષ ચઢાવવા: બધી ચરબી, મેરુ દંડને અડીને કાપી નાખેલી આખી જાડી પૂછડી, આંતરડાં ઉપરની અને તેની આસપાસની બધી જ ચરબી

10 And the two kidneys, with the fat on them, which is by the top part of the legs, and the fat joining the liver and the kidneys, he is to take away;બંને મૂત્રપિંડો અને તેમના પરની કમર પાસેની ચરબી, કાળજા અને મૂત્રપિંડો પરની ચરબી,

11 That it may be burned by the priest on the altar; it is the food of the offering made by fire to the Lord.યાજકે યહોવા સમક્ષ શાંત્યર્પણ તરીકે આ બધું હોમી દેવું.

12 And if his offering is a goat, then let it be placed before the Lord,“જો કોઈ વ્યક્તિ બકરું અર્પણ કરવા લાવે તો,

13 And let him put his hand on the head of it and put it to death before the Tent of meeting; and the sons of Aaron are to put some of its blood on and round the altar.તેણે યહોવા સમક્ષ ઘરાવીને તેના માંથા પર હાથ મૂકી મુલાકાતમંડપમાં પ્રવેશદ્વાર આગળ તેને વધેરવું. ત્યારબાદ હારુનના પુત્રો-યાજકોએ તેનું લોહી વેદીની ચારે બાજુએ છાંટવું.

14 And of it let him make his offering, an offering made by fire to the Lord; the fat covering the inside parts and all the fat on the inside parts,યાજકે તેના નીચેના ભાગ યહોવાને શાંત્યર્પણ તરીકે ચઢાવવા: આંતરડાં પરની અને તેની આસપાસની બધી જ ચરબી,

15 And the two kidneys, with the fat on them, which is by the top part of the legs, and the fat joining the liver and the kidneys, let him take away;બંને મૂત્રપિંડો અને તેની પરની કમર પાસેની ચરબી, કાળજા તેમજ મૂત્રપિંડો પરની ચરબી.

16 That it may be burned by the priest on the altar; it is the food of the offering made by fire for a sweet smell: all the fat is the Lord's.આ તમાંમ યાજકે શાંત્યર્પણ તરીકે હોમી દેવું. એની સુવાસથી યહોવા પ્રસન્ન થાય છે. બધી જ ચરબી યહોવાની ગણાય.

17 Let it be an order for ever, through all your generations, in all your houses, that you are not to take fat or blood for food.તમે ગમે ત્યાં નિવાસ કરતા હો, તમાંરી બધી જ પેઢીઓ માંટે તમાંરા દેશમાં સર્વત્ર આ કાયમી નિયમ છે; તમાંરે કદી પણ ચરબી કે લોહી ખાવા નહિ.”

Gujarati Bible