Joel 3:18-21 in Gujarati
Joel 3:18
“તે દિવસે પર્વતોમાંથી મીઠો દ્રાક્ષારસ ટપકશે અને ડુંગરોમાંથી દૂધ વહેશે. યહૂદાની સુકાઇ ગયેલી ધારાઓ પાણીથી ભરપૂર થશે. શિટ્ટીમની ખીણને પાણી પહોંચાડવા યહોવાના મંદિરમાંથી ઝરો નીકળશે.
Joel 3:19
મિસર ઉજ્જડ થઇ જશે, અને એદોમ ઉજ્જડ મરૂભૂમિ બનશે, કારણ કે આ લોકોએ યહૂદાના લોકોને ઉત્પાત કર્યોં હતો અને તેમનું નિદોર્ષ લોહી વહેવડાવ્યું હતું.
Joel 3:20
પણ યહૂદા સદા નિર્વાસીત થશે અને યરૂશાલેમ પેઢી દર પેઢી વસ્તી વધારો પામશે.
Joel 3:21
કારણ હું તેમના લોહીને દંડીશ. હું તેને વગર દંડયે છોડીશ નહિ.” કારણકે યહોવા સિયોનમાં રહે છે.
Gujarati Bible