અયૂબ 5:25
તને પુષ્કળ સંતાનો થશે અને પૃથ્વી પરના ઘાસની જેમ તારા વંશજો પણ ઘણા થશે.
Thou shalt know | וְֽ֭יָדַעְתָּ | wĕyādaʿtā | VEH-ya-da-ta |
also that | כִּֽי | kî | kee |
thy seed | רַ֣ב | rab | rahv |
great, be shall | זַרְעֶ֑ךָ | zarʿekā | zahr-EH-ha |
and thine offspring | וְ֝צֶֽאֱצָאֶ֗יךָ | wĕṣeʾĕṣāʾêkā | VEH-tseh-ay-tsa-A-ha |
grass the as | כְּעֵ֣שֶׂב | kĕʿēśeb | keh-A-sev |
of the earth. | הָאָֽרֶץ׃ | hāʾāreṣ | ha-AH-rets |
Cross Reference
ગીતશાસ્ત્ર 112:2
તેઓનાં સંતાન પૃથ્વી પર બળવાન થશે; અને ન્યાયીઓના વંશજો સાચા અર્થમાં આશીર્વાદ પામશે.
ગીતશાસ્ત્ર 72:16
દેશમાં પર્વતોનાં શીખરો પર પુષ્કળ ધાન્યનાં ઢગલાં થશે, તેનાં ફળ લબાનોનનાં ફળ જેવાં થાઓ, ઘાસની જેમ વધશે નગરનાં રહેવાસીઓ.
ઊત્પત્તિ 15:5
પછી દેવ ઇબ્રામને બહાર લઈ ગયા. દેવે કહ્યું, “આકાશને જો, અસંખ્ય તારાઓને જો, એ એટલા બધા છે કે, તું ગણી શકે નહિ . ભવિષ્યમાં તારું કુટુંબ આટલું મોટું થશે.”
લેવીય 26:9
“હું તમાંરા તરફ થઈશ, તમાંરી સંભાળ રાખીશ, અને તમાંરું સંખ્યાબળ વધારીશ. તમને ઘણાં સંતાન આપીશ, અને તમાંરી સાથેનો માંરો કરાર હું પૂર્ણ કરીશ.
પુનર્નિયમ 28:4
ઘણાં સંતાનો, પુષ્કળ ધનધાન્ય, અસંખ્ય ઘેટાંબકરાં અને ઢોરઢાંખર દેવનાં આશીર્વાદથી પ્રાપ્ત થશે.
અયૂબ 42:13
તેને પણ સાત પુત્રો અને ત્રણ પુત્રીઓ હતાં.
ગીતશાસ્ત્ર 127:3
બાળકો યહોવા પાસેથી મળેલી ભેટ છે. તેઓ માતાના દેહમાંથી મળેલું ઇનામ છે.
ગીતશાસ્ત્ર 128:3
પુરમાં ફળવત દ્રાક્ષાવેલાના જેવી થશે; તારા સંતાનો તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે.
યશાયા 44:3
“હું તમારી તરસ છીપાવવા ભૂમિ પર પુષ્કળ પાણી વરસાવીશ. સૂકી ધરતી પર ઝરણાં વહાવીશ. તારી સંતતિ ઉપર હું મારી શકિત ઉતારીશ. તારા વંશજો પર મારા આશીર્વાદ વરસાવીશ.