Isaiah 11:1
દાઉદનો રાજવંશ એક વૃક્ષ સમાન છે. તેને કાપી નાખવામાં આવ્યું છે. પરંતુ યશાઇના ઠૂંઠામાંથી ફણગો ફૂટશે, અને તેના મૂળિયામાંથી એક ડાળી ઉગવાની શરું થશે.
Isaiah 11:1 in Other Translations
King James Version (KJV)
And there shall come forth a rod out of the stem of Jesse, and a Branch shall grow out of his roots:
American Standard Version (ASV)
And there shall come forth a shoot out of the stock of Jesse, and a branch out of his roots shall bear fruit.
Bible in Basic English (BBE)
And there will come a rod out of the broken tree of Jesse, and a branch out of his roots will give fruit.
Darby English Bible (DBY)
And there shall come forth a shoot out of the stock of Jesse, and a branch out of his roots shall be fruitful;
World English Bible (WEB)
There shall come forth a shoot out of the stock of Jesse, and a branch out of his roots shall bear fruit.
Young's Literal Translation (YLT)
And a rod hath come out from the stock of Jesse, And a branch from his roots is fruitful.
| And there shall come forth | וְיָצָ֥א | wĕyāṣāʾ | veh-ya-TSA |
| rod a | חֹ֖טֶר | ḥōṭer | HOH-ter |
| out of the stem | מִגֵּ֣זַע | miggēzaʿ | mee-ɡAY-za |
| Jesse, of | יִשָׁ֑י | yišāy | yee-SHAI |
| and a Branch | וְנֵ֖צֶר | wĕnēṣer | veh-NAY-tser |
| grow shall | מִשָּׁרָשָׁ֥יו | miššārāšāyw | mee-sha-ra-SHAV |
| out of his roots: | יִפְרֶֽה׃ | yipre | yeef-REH |
Cross Reference
યશાયા 53:2
તે યહોવાની આગળ છોડની જેમ ઊગી નીકળ્યો. એનામાં નહોતું રૂપ કે નહોતી આંખોને આકર્ષતી સુંદરતા કે નહોતી મનમોહક આકૃતિ.
યશાયા 11:10
તે દિવસે રાજા, યશાઇનો વંશજ લોકોને એકત્ર કરવા ધ્વજારૂપ બની રહેશે. દેશવિદેશની પ્રજાઓ તેની આસપાસ ભેગી થશે. તે અને તેનું નિવાસસ્થાન મહિમાવંતુ થશે.
પ્રકટીકરણ 22:16
“મેં, ઈસુએ મારા દૂતને આ વાતો મંડળીઓને કહેવા માટે મોકલ્યો છે. હું દાઉદના પરિવારનો વંશજ છું. હું પ્રભાતનો પ્રકાશિત તારો છું.”
ઝખાર્યા 6:12
અને તેને કહેજે કે, સૈન્યોનો દેવ યહોવાના આ વચન છે. ‘આ રહ્યો એ માણસ જેનું નામ ‘શાખા’ છે. અને એ જ્યાં છે ત્યાં ફૂલશેફાલશે અને યહોવાનું મંદિર ફરી બંધાવશે.
ચર્મિયા 23:5
યહોવા કહે છે, “એવો સમય આવી રહ્યો છે જ્યારે હું દાઉદના વંશમાં એક ન્યાયી “અંકુર” ઉગાવીશ, તેને રાજા તરીકે પસંદ કરીશ. જે ડહાપણપૂર્વક રાજ્ય શાસન કરશે અને દેશમાં ન્યાય અને નીતિમત્તાની આણ વર્તાવશે.
પ્રકટીકરણ 5:5
પરંતું વડીલોમાંના એકે મને કહ્યું કે, “રડીશ નહિ! યહૂદાના કુટુંબના સમુહમાથી તે સિંહે (ખ્રિસ્તે) વિજય પ્રાપ્ત કર્યો છે. તે દાઉદનો વંશજ છે. તે ઓળિયું તથા તેની સાત મુદ્રાઓને ખોલવાને શકિતમાન છે.”
પ્રેરિતોનાં ક્રત્યો 13:22
પછી દેવે શાઉલને દૂર કરીને દાઉદને રાજા બનાવ્યો. દેવે દાઉદ વિષે જે કહ્યું તે આ છે, ‘દાઉદ, એ યશાઇનો દીકરો કે જે તેના વિચારોમાં મારા જેવો છે. હું તેની પાસે જે કરાવવા ઇચ્છું છું તે બધુંજ તે કરશે.’
યશાયા 4:2
તે દિવસે યહોવા ઇસ્રાએલનાઁ વૃક્ષો અને ખેતરોને સુંદર અને મબલખ પાકથી ભરી દેશે. અને જમીનની પેદાશ ઇસ્રાએલના બચી ગયેલા માણસો માટે અભિમાન અને ગૌરવનો વિષય બની રહેશે.
ઝખાર્યા 3:8
હે પ્રમુખ યાજક યહોશુઆ, તું અને તારી મદદમાં રહેનાર યાજકો, હવે સાંભળો, કારણ, તમે શું બનવાનું છે તે માટેના ઉદાહરણો છો. જુઓ, હું શાખા નામે ઓળખાતા મારા સેવકને લઇ આવીશ.
યશાયા 9:7
તેનું રાજ્ય વિશાળ હશે; ત્યાં સદાને માટે અખંડ શાંતિ પ્રવર્તતી હશે. તે દાઉદના રાજસિંહાસન ઉપર બેસશે. ધર્મ અને ન્યાયના પાયા ઉપર પોતાની રાજ્યસત્તાની પ્રતિષ્ઠા કરીને રાજ્ય કરશે. આજથી તે અનંત કાળ સુધી.સૈન્યોના દેવ યહોવાનો સાચો પ્રેમ સિદ્ધ થશે.
ચર્મિયા 33:15
તે સમયે હું દાઉદના કુળનો એક સાચો જ વંશજ પેદા કરીશ. જે નીતિ અને ન્યાયીપણાથી રાજ કરશે.
રોમનોને પત્ર 15:12
અને યશાયા પ્રબોધક કહે છે:“યશાઈના વંશમાંથીએક વ્યક્તિ આવશે. તે વ્યક્તિ બિનયહૂદિઓ પર રાજ કરવાને આવશે;અને એ વ્યક્તિને કારણે બિનયહૂદિઓને આશા પ્રાપ્ત થશે.” યશાયા 11:10
લૂક 2:23
પ્રભુના નિયમશાસ્ત્રમાં જે લખ્યું છે તે પ્રમાણે, “પરિવારમાં જ્યારે પ્રથમ દીકરો જન્મ લે છે તેને પ્રભુને સારું પવિત્ર ગણવો જોઈએ.”
માથ્થી 1:6
યશાઈ દાઉદ રાજાનો પિતા હતો.દાઉદ સુલેમાનનો પિતા હતો.(સુલેમાનની મા પહેલા ઊરિયાની પત્ની હતી.)
1 શમુએલ 17:58
શાઉલે પૂછયું, “તું, કોનો પુત્ર છે?”દાઉદે જવાબ આપ્યો, “હું આપના સેવક બેથલેહેમના યશાઇનો પુત્ર છું.”
રૂત 4:17
આડોસપાડોસની સ્રીઓએ કહ્યું; “નાઓમીને પુત્ર અવતર્યો છે.” અને મહોલ્લાની સ્ત્રીઓએ તે બાળકનું નામ ઓબેદ પાડયું. તે યશાઈનો પિતા હતો અને યશાઈ દાઉદનો પિતા હતો.