Genesis 50 - ASV (Gujarati)
1 And Joseph fell upon his father's face, and wept upon him, and kissed him.જયારે ઇસ્રાએલનું અવસાન થયું, યૂસફ બહુજ દુ:ખી થયો. તે પિતાની કોટે વળગી પડયો, અને આંસુ સારવા લાગ્યો. અને ચુંબન કરવા લાગ્યો.
2 And Joseph commanded his servants the physicians to embalm his father: and the physicians embalmed Israel.તેણે પોતાના સેવકોમાંના જે વૈદ્યો હતા, તેઓને પોતાના પિતાના મૃતદેહમાં સુંગંધી દ્રવ્યો ભરવાની આજ્ઞા કરી. એટલે તેઓએ ઇસ્રાએલના મૃતદેહમાં સુગંધીદાર દ્રવ્યો ભર્યા.
3 And forty days were fulfilled for him; for so are fulfilled the days of embalming: and the Egyptians wept for him three-score and ten days.સુગંધી દ્રવ્યો ભરતાં 40 દિવસ લાગે છે તેથી એમાં ચાળીસ દિવસો લાગ્યા. અને તેમને માંટે મિસરીઓએ 70 દિવસ શોક પાળ્યો.
4 And when the days of weeping for him were past, Joseph spake unto the house of Pharaoh, saying, If now I have found favor in your eyes, speak, I pray you, in the ears of Pharaoh, saying,તેના શોકના દિવસો પૂરા થયા પછી યૂસફે ફારુનના ઘરના કુટુંબીજનોને કહ્યું, “હવે જો માંરા પર તમાંરી કૃપાદ્દૃષ્ટિ હોય, તો ફારુનના કાનમાં એમ કહો,
5 My father made me swear, saying, Lo, I die: in my grave which I have digged for me in the land of Canaan, there shalt thou bury me. Now therefore let me go up, I pray thee, and bury my father, and I will come again.માંરા પિતાએ મને સમ ખવડાવીને કહ્યું હતું, “માંરો મરણકાળ નજીક છે, મેં માંરે માંટે કનાનમાં જે કબર ખોદાવેલી છે તેમાં મને દફનાવજો.” એટલે કૃપા કરીને મને જવા દો અને માંરા પિતાને દફનાવવાની રજા આપો. એ પછી હું પાછો આવીશ.”
6 And Pharaoh said, Go up, and bury thy father, according as he made thee swear.ફારુને કહ્યું, “સારું, જા, અને તારા પિતાએ સમ ખવડાવ્યા હતા તે પ્રમાંણે જ તેમને દફનાવ.”
7 And Joseph went up to bury his father; and with him went up all the servants of Pharaoh, the elders of his house, and all the elders of the land of Egypt,એટલે યૂસફ તેના પિતાને દફનાવવા ગયો; અને ફારુનના બધા અમલદારો તેના વડીલો, મિસર દેશના બધા આગેવાનો,
8 and all the house of Joseph, and his brethren, and his father's house: only their little ones, and their flocks, and their herds, they left in the land of Goshen.તેમ જ યૂસફનો આખો પરિવાર, તેના ભાઈઓ અને તેના પિતાનો પરિવાર પણ ગયો, માંત્ર તેમનાં છોકરાં, ઘેટાંબકરાં અને ઢોરો જ ગોશેનમાં રહ્યાં.
9 And there went up with him both chariots and horsemen: and it was a very great company.તેમના ઘણા મોટા સમૂહમાં રથો અને ઘોડેસવારો પણ સાથે હતા.
10 And they came to the threshing-floor of Atad, which is beyond the Jordan, and there they lamented with a very great and sore lamentation: and he made a mourning for his father seven days.પછી યર્દન નદીને પાર આટાદની ખળી છે ત્યાં તેઓ આવ્યા. તેઓએ મોટા અને ભારે વિલાપ સાથે રૂદન કર્યુ; અને તેમણે તથા યૂસફે પોતાના પિતા માંટે સાત દિવસનો શોક પાળ્યો.
11 And when the inhabitants of the land, the Canaanites, saw the mourning in the floor of Atad, they said, This is a grievous mourning to the Egyptians: wherefore the name of it was called Abel-mizraim, which is beyond the Jordan.અને જ્યારે કનાનીઓએ આટાદના ખળીમાં પળાતો શોક જોયો ત્યારે કહેવા લાગ્યા, “મિસરીઓ ખૂબજ દુ:ખી શોકસભા કરી રહ્યાં છે.” આથી એ જગ્યાનું નામ આબેલ-મિસરાઈમ પડયું. જે યર્દનને પેલે પાર છે.
12 And his sons did unto him according as he commanded them:આમ, યાકૂબના પુત્રોએ, પિતાની આજ્ઞા અનુસાર તેમની વ્યવસ્થા કરી.
13 for his sons carried him into the land of Canaan, and buried him in the cave of the field of Machpelah, which Abraham bought with the field, for a possession of a burying-place, of Ephron the Hittite, before Mamre.તેમના પુત્રો તેને કનાન દેશમાં લઇ ગયા. અને માંમરેની પૂર્વમાં આવેલા માંખ્પેલાહના ખેતરમાંથી ઇબ્રાહિમે જે ગુફા હિત્તીઓ પાસે ખરીદીને કબ્રસ્તાન તરીકેનો ઉપયોગ કરવા માંટે કબજો મેળવ્યો હતો, તે જ ગુફામાં તેને દફનાવવાની વિધિ કરી.
14 And Joseph returned into Egypt, he, and his brethren, and all that went up with him to bury his father, after he had buried his father.પોતાના પિતાને દફનાવ્યા પછી યૂસફે પોતાના ભાઈઓ અને જે કોઈ તેની સાથે તેના પિતાને દફનાવવા ગયા હતા તે સર્વને લઈને મિસર પાછા ફરવા માંટે પ્રયાણ કર્યુ.
15 And when Joseph's brethren saw that their father was dead, they said, It may be that Joseph will hate us, and will fully requite us all the evil which we did unto him.પોતાના પિતાના મૃત્યુ પછી યૂસફના ભાઈઓને થયું કે, કદાચ યૂસફ અમાંરા પર દ્વેષ કરશે, અને આપણે એના ઉપર જે જે અપકાર્ય કર્યા છે તે બધાનો પૂરો બદલો લે તો?
16 And they sent a message unto Joseph, saying, Thy father did command before he died, saying,એટલે તેઓએ યૂસફને સંદેશો મોકલ્યો કે,“તમાંરા પિતાએ મૃત્યુ પામતાં પહેલાં આજ્ઞા કરી હતી:
17 So shall ye say unto Joseph, Forgive, I pray thee now, the transgression of thy brethren, and their sin, for that they did unto thee evil. And now, we pray thee, forgive the transgression of the servants of the God of thy father. And Joseph wept when they spake unto him.તમે યૂસફને આ પ્રમાંણે કહેજો, ‘તારા ભાઈઓએ તારી સાથે ભૂંડો વ્યવહાર કરીને અપરાધ કર્યો હતો, હવે તું તેઓના અપરાધના પાપને માંફ કરજે, એટલું હું માંગું છું.’ તેથી અમે તમને અરજ કરીએ છીએ કે, તમાંરા પિતાના દેવના આ સેવકોનો અપરાધ માંફ કરો.”યૂસફને આ સંદેશો જેવો પહોંચાડવામાં આવ્યો તેવો જ તે રડી પડયો.
18 And his brethren also went and fell down before his face; and they said, Behold, we are thy servants.એટલે તેના ભાઈઓ પોતે તેની આગળ આવ્યા અને ચરણોમાં પડીને કહેવા લાગ્યા, “જુઓ, અમે તમાંરા ગુલામ છીએ.”
19 And Joseph said unto them, Fear not: for am I in the place of God?પણ યૂસફે તેઓને કહ્યું, “ગભરાશો નહિ, હું કંઇ થોડો જ દેવ છું?
20 And as for you, ye meant evil against me; but God meant it for good, to bring to pass, as it is this day, to save much people alive.તમે માંરી સાથે દુષ્ટતા કરવા ચાહી પણ દેવની યોજના સારું કરવાની હતી, કે, જેથી ઘણા લોકોના જીવન બચી જાય, અને આજે એમજ થયું છે.
21 Now therefore fear ye not: I will nourish you, and your little ones. And he comforted them, and spake kindly unto them.તેથી હવે જરા પણ ડરવાની જરૂર નથી. હું તમાંરું તથા તમાંરા પરિવારનાં બાળકોનું ભરણપોષણ કરતો રહીશ.” આમ તેણે તેઓને દિલાસો આપીને હૃદયસ્પશીર્ શબ્દોથી શાંત પાડ્યા.
22 And Joseph dwelt in Egypt, he, and his father's house: and Joseph lived a hundred and ten years., યૂસફ તેના પિતાના પરિવાર સાથે મિસરમાં રહ્યો. તે 110 વર્ષ જીવ્યો.
23 And Joseph saw Ephraim's children of the third generation: the children also of Machir the son of Manasseh were born upon Joseph's knees.અને તેણે એફ્રાઈમની ત્રીજી પેઢીનાં સંતાનો જોયાં, મનાશ્શાના પુત્ર માંખીરનાં દીકરાઓ પણ યૂસફના ખોળામાં ઊછર્યાં.
24 And Joseph said unto his brethren, I die; but God will surely visit you, and bring you up out of this land unto the land which he sware to Abraham, to Isaac, and to Jacob.યૂસફે તેના ભાઈઓને કહ્યું, “હું તો મરવા પડયો છું; પણ દેવ જરુર તારી સંભાળ લેશે, દોરશે, જેના વિષે તેણે ઇબ્રાહિમ, ઇસહાક, તથા યાકૂબની આગળ શપથ લીધાં હતા, તે દેશમાં તમને તે આ દેશમાંથી લઇ જશે.”
25 And Joseph took an oath of the children of Israel, saying, God will surely visit you, and ye shall carry up my bones from hence.પછી યૂસફે ઇસ્રાએલના પુત્રોને સમ ખવડાવીને કહ્યું, “દેવ તમને સહાય કરશે ત્યારે તમે માંરાં હાડકાં અહીંથી લઇ જજો.”
26 So Joseph died, being a hundred and ten years old: and they embalmed him, and he was put in a coffin in Egypt.આમ યૂસફ 110 વર્ષનો થઈને મૃત્યુ પામ્યો, અને તેના દેહને મિસરમાં સુગંધી દ્રવ્યો ભરીને એક શબ પેટીમાં મૂકવામાં આવ્યો.
Gujarati Bible