Bible

Genesis 41 - BBE (Gujarati)

1 Now after two years had gone by, Pharaoh had a dream; and in his dream he was by the side of the Nile;બે વર્ષ પૂરા થયા પછી ફારુનને સ્વપ્ન આવ્યું, “જોયું તો પોતે નાઈલ નદીની પાસે ઊભો છે.

2 And out of the Nile came seven cows, good-looking and fat, and their food was the river-grass.પછી ફારુને સાત સુંદર તંદુરસ્ત પુષ્ટ ગાયોને નદીમાંથી બહાર નીકળીને બરુમાં ચરતી જોઇ.

3 And after them seven other cows came out of the Nile, poor-looking and thin; and they were by the side of the other cows.ત્યારબાદ બીજી સાત કદરૂપી અને સુકાઈ ગયેલી ગાયો તેઓની પછવાડે નદીમાંથી બહાર આવી અને કિનારે પેલી બીજી ગાયો સાથે ઊભી રહી.

4 And the seven thin cows made a meal of the seven fat cows. Then Pharaoh came out of his sleep.પછી તે સાત કદરૂપી સૂકાઈ ગયેલી ગાયો સુંદર તથા પુષ્ટ ગાયોને ખાઈ ગઈ. એટલામાં ફારુનની આંખો ઉઘડી ગઈ. તે જાગી ઊઠયો.

5 But he went to sleep again and had a second dream, in which he saw seven heads of grain, full and good, all on one stem.ફરી પાછો તે ઊંધી ગયો, ને એણે બીજું સ્વપ્ન જોયું. તેણે એક જ સાંઠા પર ભરેલાં અને સારાં દાણાવાળા સાત ડૂંડાં જોયા.

6 And after them came up seven other heads, thin and wasted by the east wind.અને પછી તેઓની પછવાડે સાત પાતળા અને લૂથી બળી ગયેલા ડૂંડા ફૂટી નીકળ્યા.

7 And the seven thin heads made a meal of the good heads. And when Pharaoh was awake he saw it was a dream.પછી એ પાતળાં ડૂડાં પેલાં સાત ભરેલાં અને સારાં ડૂંડાને ગળી ગયાં. ત્યાં તો ફારુન જાગી ગયો. અને જાણ્યું કે, આ તો સ્વપ્ન હતું.

8 And in the morning his spirit was troubled; and he sent for all the wise men of Egypt and all the holy men, and put his dream before them, but no one was able to give him the sense of it.સવારે તે આ સ્વપ્નો વિષે ચિંતીત હતો. તેણે મિસરના બધા જયોતિષીઓને તથા શાણા પુરુષોને નિમંત્રણ મોકલ્યા. જ્યારે તેઓ આવ્યા, ફારુને તેમને પોતાના સ્વપ્નો કહ્યાં; પરંતુ તેઓમાંથી કોઈ પણ તેનો અર્થ કહી શકયો નહિ.

9 Then the chief wine-servant said to Pharaoh, The memory of my sin comes back to me now;ત્યારે મુખ્ય પાત્રવાહકએ ફારુનને કહ્યું, “આજે મને માંરો ગુનો યાદ આવે છે.

10 Pharaoh had been angry with his servants, and had put me in prison in the house of the captain of the army, together with the chief bread-maker;જ્યારે ફારુને તેના સેવકો પર ક્રોધે ભરાઈ મને તથા મુખ્ય ભઠિયારાને તેણેે કારાગૃહમાં નાખ્યા, કે, જે અંગરક્ષકોના ઉપરી ચલાવતા હતા.

11 And we had a dream on the same night, the two of us, and the dreams had a special sense.ત્યારે એકજ રાત્રે અમને બંનેને જુંદું જુંદું સ્વપ્ન આવ્યું હતું. અને દરેકને આવેલ સ્વપ્નનો અર્થ જુદો હતો.

12 And there was with us a young Hebrew, the captain's servant, and when we put our dreams before him, he gave us the sense of them.અંગરક્ષકોના ઉપરી અમલદારનો સેવક એક જુવાન હિબ્રૂ પણ ત્યાં અમાંરી સાથે હતો; અમે તેને અમાંરાં સ્વપ્નો કહ્યાં એટલે તેણે તે સ્વપ્નોનો અર્થ સમજાવ્યો અને અમને દરેકને પોતપોતાનાં સ્વપ્નનો અર્થ કહી બતાવ્યો.

13 And it came about as he said: I was put back in my place, and the bread-maker was put to death by hanging.તેણે અમને જે અર્થ કહ્યો હતો તે પ્રમાંણે જ બન્યું; મને માંરી પદવી પર પાછો મૂકયો અને ભઠિયારાને ફાંસીની સજા થઇ.”

14 Then Pharaoh sent for Joseph, and they took him quickly out of prison; and when his hair had been cut and his dress changed, he came before Pharaoh.પછી ફારુનને યૂસફને તેડવા માંટે માંણસો મોકલ્યા, ને તેઓ તેને ઝટપટ કારાગારમાંથી બહાર કાઢી લાવ્યા; પછી તેણે હજામત કરાવી, કપડાં બદલ્યાં અને તે ફારુન પાસે આવ્યો.

15 And Pharaoh said to Joseph, I have had a dream, and no one is able to give me the sense of it; now it has come to my ears that you are able to give the sense of a dream when it is put before you.ફારુને યૂસફને કહ્યું, “મને એક સ્વપ્ન આવ્યું છે, પણ તેનો અર્થ સમજાવનાર કોઇ નથી. મેં તમાંરા વિષે એવું સાંભળ્યું છે કે, જો તમને સ્વપ્ન કહેવામાં આવે તો તમે તેનો અર્થ કહી શકો છો.”

16 Then Joseph said, Without God there will be no answer of peace for Pharaoh.પછી યૂસફે ફારુનને જવાબ આપતા કહ્યું, “અર્થ કરનાર હું કોણ? ફારુનનું જેમાં કલ્યાણ હોય એવો જવાબ તો દેવ જ આપશે.”

17 Then Pharaoh said, In my dream I was by the side of the Nile:પછી ફારુનને યૂસફને કહ્યું, “જુઓ, માંરા સ્વપ્નમાં હું નાઇલ નદીને કાંઠે ઊભો હતો;

18 And out of the Nile came seven cows, fat and good-looking, and their food was the river-grass;અને સાત સુંદર તંદુરસ્ત પુષ્ટ ગાયો નદીમાંથી નીકળીને બીડમાં ચરતી હતી;

19 Then after them came seven other cows, very thin and poor-looking, worse than any I ever saw in the land of Egypt;અને જુઓ, તેમની પછવાડે બીજી સાત પાતળી, કદરૂપી અને સૂકલકડી ગાયો નીકળી, આવી કદરૂપી ગાયો મેં કદી આખા મિસરમાં જોઈ નહોતી.

20 And the thin cows made a meal of the seven fat cows who came up first;અને એ સૂકલકડી કદરૂપી ગાયો પેલી હૃષ્ટપુષ્ટ સાત ગાયોને ખાઈ ગઈ.

21 And even with the fat cows inside them they seemed as bad as before. And so I came out of my sleep.પણ તેમ છતા કોઇ ન કહી શકે કે, તેમણે સ્વસ્થ ગાયો ખાધી છે, કેમકે તેઓ તો પહેલાંના જેવી જ કદરૂપી અને પાતળી જ લાગતી હતી. પછી હું જાગી ગયો.

22 And again in a dream I saw seven heads of grain, full and good, coming up on one stem:“ફરી આંખ મળતાં બીજું સ્વપ્ન આવ્યું. મેં એક જ સાંઠા ઉપર ઊગેલાં સાત સારાં ભરાયેલાં દાણાવાળાં ડૂંડા જોયાં.

23 And then I saw seven other heads, dry, thin, and wasted by the east wind, coming up after them:અને પછી તેઓની પાછળ જ સૂકાયેલાં તથા હલકાં, ચિમળાઈ ગયેલાં પાતળાં અને લૂથી બળી ગયેલાં ડૂંડા ફૂટી નીકળ્યાં.

24 And the seven thin heads made a meal of the seven good heads; and I put this dream before the wise men, but not one of them was able to give me the sense of it.અને પછી તે હલકાં-પાતળાં ડૂંડા પેલા સાત સારાં ડૂંડાને ગળી ગયાં. તેથી મેં માંરા જોષીઓને તથા જાદુગરોને આ સ્વપ્ન વિષે પૂછયું, પણ તેઓમાંથી પણ કોઇ મને એનો અર્થ બતાવી શક્યું નહિ.”

25 Then Joseph said, These two dreams have the same sense: God has made clear to Pharaoh what he is about to do.ત્યારબાદ યૂસફે ફારુનને કહ્યું, “ફારુનનાં બંને સ્વપ્નનો અર્થ તો એક જ છે. હવે દેવ શું કરનાર છે એ તેણે ફારુનને દર્શાવ્યું છે.”

26 The seven fat cows are seven years, and the seven good heads of grain are seven years: the two have the same sense.સાત સારી ગાયો અને સાત સારાં ડૂંડા એ સાત સારાં વર્ષ છે.

27 The seven thin and poor-looking cows who came up after them are seven years; and the seven heads of grain, dry and wasted by the east wind, are seven years when there will be no food.તેમની પછવાડે જે સાત પાતળી અને કદરૂપી ગાયો નીકળી તે પણ સાત વર્ષ છે. અને લૂથી બળી ગયેલાં સાત ખાલી ડૂંડાં પણ દુકાળનાં સાત વર્ષ છે.

28 As I said to Pharaoh before, God has made clear to him what he is about to do.દેવે તમને તે શું કરવા માંગે છે અને નજીકના ભવિષ્યમાં શું થવાનું છે તેની ફારુનને જાણ કરી છે.

29 Seven years are coming in which there will be great wealth of grain in Egypt;જુઓ, સમગ્ર મિસરમાં તમાંરી આબાદીનાં તથા ધણી જ પુષ્કળતાના સાત વર્ષ આવશે.

30 And after that will come seven years when there will not be enough food; and the memory of the good years will go from men's minds; and the land will be made waste by the bad years;અને ત્યારબાદ સાત વર્ષ દુકાળના આવશે. આખા મિસરમાં લોકો આબાદીની વાતો ભૂલી જશે. એ દુકાળ દેશનો સર્વનાશ કરશે;

31 And men will have no memory of the good time because of the need which will come after, for it will be very bitter.અને એ દુકાળ એવો ભયંકર હશે કે, દેશમાં કયાંય આબાદીનું નામનિશાન જોવા પણ નહિ મળે.

32 And this dream came to Pharaoh twice, because this thing is certain, and God will quickly make it come about.“અને ફારુનને બે વાર સ્વપ્ન આવ્યાં તેનો અર્થ એ કે, દેવ તરફથી આ વાત નક્કી થઈ ગયેલ છે. અને દેવ તેને થોડા સમયમાંજ પૂર્ણ કરશે.

33 And now let Pharaoh make search for a man of wisdom and good sense, and put him in authority over the land of Egypt.તેથી કરીને હવે ફારુને કોઈ બુદ્વિમાંન અને જ્ઞાની પુરુષને પસંદ કરીને મિસર દેશનો વહીવટ સોંપી દેવો જોઈએ.

34 Let Pharaoh do this, and let him put overseers over the land of Egypt to put in store a fifth part of the produce of the land in the good years.દેશભરમાં ફારુને અમલદારો નિયુકત કરવા જોઈએ અને સમૃદ્વિનાં સાત વર્ષ દરમ્યાન મિસરમાંથી પાકનો પાંચમો ભાગ વસૂલ કરવો જોઈએ.

35 And let them get together all the food in those good years and make a store of grain under Pharaoh's control for the use of the towns, and let them keep it.અને જે સાત સારાં વર્ષ આવે તે દરમ્યાન બધી જ જાતનું અનાજ ભેગું કરવું જ. અને ફારુનના તાબા નીચે પ્રત્યેક શહેરમાં તેને સાચવવું જોઈએ.

36 And let that food be kept in store for the land till the seven bad years which are to come in Egypt; so that the land may not come to destruction through need of food.અને મિસરમાં દુકાળનાં જે સાત વર્ષ આવશે, ત્યારે એ અનાજનો જથ્થો કામ આવશે. અને દુકાળથી દેશનો નાશ થતો અટકી જશે.”

37 And this seemed good to Pharaoh and to all his servants.આ સલાહ ફારુન અને તેના બધા અમલદારોને પસંદ પડી. તેથી ફારુને પોતાના અમલદારોને કહ્યું.

38 Then Pharaoh said to his servants, Where may we get such a man as this, a man in whom is the spirit of God?“આ યોજનાને પાર પાડવા માંટે યૂસફ યોગ્ય માંણસ છે. એનાથી સારો માંણસ આપણને ન મળે, તેની અંદરનો દેવનો આત્માં તેને ઘણો શાણો બનાવે છે!”

39 And Pharaoh said to Joseph, Seeing that God has made all this clear to you, there is no other man of such wisdom and good sense as you:તેથી ફારુને યૂસફને કહ્યું, “યૂસફ જ આ કામ સંભાળવા માંટે લાયક વ્યકિત છે, આની કરતા વધારે લાયકાતવાળું આપણને કોઇ નહિ મળે. દેવનો આત્માં એનામાં છે, જેનાથી એ ખૂબ બુધ્ધિમાંન છે.

40 You, then, are to be over my house, and all my people will be ruled by your word: only as king will I be greater than you.માંટે તું જ માંરો દેશ સંભાળી લે. તારી આજ્ઞાનું પાલન માંરી બધી જ પ્રજા કરશે. ફકત આ રાજગાદીને કારણે જ હું તારા કરતાં મોટો હોઈશ.”

41 And Pharaoh said to Joseph, See, I have put you over all the land of Egypt.વળી તેણે યૂસફને કહ્યું, “જો મેં તને આખા મિસરનો વહીવટ સોંપ્યો છે.”

42 Then Pharaoh took off his ring from his hand and put it on Joseph's hand, and he had him clothed with the best linen, and put a chain of gold round his neck;આમ કહીને ફારુને પોતાના હાથની મુદ્રા લઈને યૂસફના હાથે પહેરાવી દીધી, ને તેને મલમલનાં વસ્ર પહેરાવ્યાં અને ગળામાં સોનાનો હાર પહેરાવ્યો.

43 And he made him take his seat in the second of his carriages; and they went before him crying, Make way! So he made him ruler over all the land of Egypt.પછી તેણે યૂસફને પોતાના પછીના ઉત્તમ રથમાં બેસાડીને ફેરવ્યો. લોકોએ તેની આગળ દયા પોકારી: ‘વંદન હો’ એવી છડી પોકારી. ફારુને આ રીતે યૂસફને આખા મિસર દેશનો શાસનકર્તા બનાવ્યો.

44 Then Pharaoh said to Joseph, I am Pharaoh; and without your order no man may do anything in all the land of Egypt.અને તેણે યૂસફને કહ્યું, “હું ફારુન છું; રાજા છું, તેથી માંરી મરજી મુજબ વતીર્શ, પરંતુ તારી પરવાનગી વિના આખા મિસર દેશમાં કોઈ હાથ કે, પગ હલાવશે નહિ.”

45 And Pharaoh gave Joseph the name of Zaphnath-paaneah; and he gave him Asenath, the daughter of Poti-phera, the priest of On, to be his wife. So Joseph went through all the land of Egypt.પછી ફારુને યુસફનું નામ સાફનાથ-પાનેઆહ રાખ્યું. અને તેને ઓનના યાજક પોટીફેરાની પુત્રી આસનાથને પરણાવી. પછી યૂસફ મિસર દેશમાં ફરવા માંટે નીકળ્યો.

46 Now Joseph was thirty years old when he came before Pharaoh, king of Egypt. And Joseph went out from before the face of Pharaoh and went through all the land of Egypt.જયારે યૂસફ 30 વર્ષનો હતો, ત્યારે ફારુનની નોકરીમાં જોડાયો. તે આખા મિસર દેશમાં ફરી વળ્યો.

47 Now in the seven good years the earth gave fruit in masses.અને સમૃદ્વિનાં સાત વર્ષ દરમ્યાન મબલખ પાક ઉતર્યો.

48 And Joseph got together all the food of those seven years, and made a store of food in the towns: the produce of the fields round every town was stored up in the town.સમગ્ર મિસર દેશમાં એ સાત વર્ષ દરમ્યાન જે અનાજનું ઉત્પાદન થયું તે તેણે એકઠું કર્યુ. ને તે અનાજ દરેક નગરમાં આજુબાજુના ખેતરોમાં ભરી રાખ્યું.

49 So he got together a store of grain like the sand of the sea; so great a store that after a time he gave up measuring it, for it might not be measured.યૂસફે સમુદ્રની રેતી જેટલું ખૂબ ખૂબ અનાજ ભેગુ કર્યુ. તે એટલે સુધી કે, તેનો હિસાબ રાખવાનું પણ છોડી દેવું પડયું. કારણ કે તે બેશુમાંર હતું.

50 And before the time of need, Joseph had two sons, to whom Asenath, the daughter of Poti-phera, priest of On, gave birth.દુકાળનાં વષોર્ આવતાં પહેલાં ઓનના યાજક પોટીફેરાની પુત્રી આસનાથથી યૂસફને બે પુત્રો થયા.

51 And to the first he gave the name Manasseh, for he said, God has taken away from me all memory of my hard life and of my father's house.દેવે મને માંરી બધી વિપત્તિઓ અને પિતાનું ઘર ભૂલાવી દીધાં છે.” એમ કહીને યૂસફે મોટા પુત્રનું નામ મનાશ્શા પાડયું.

52 And to the second he gave the name Ephraim, for he said, God has given me fruit in the land of my sorrow.તેણે તેના બીજા પુત્રનું નામ એફ્રાઇમ પાડ્યું. તેણે કહ્યું, “દેવે મને વષોર્ના દુ:ખો પછી આ ભૂમિમાં બાળકો આપીને સફળ બનાવ્યો છે.”

53 And so the seven good years in Egypt came to an end.સમૃદ્વિનાં સાત વર્ષ મિસરનાં આવ્યાં હતાં તે વીતી ગયાં.

54 Then came the first of the seven years of need as Joseph had said: and in every other land they were short of food; but in the land of Egypt there was bread.અને યૂસફના કહ્યા પ્રમાંણે દુકાળનાં સાત વર્ષની શરૂઆત થઈ. બીજા બધા દેશોમાં તો દુકાળ હતો પરંતુ સમગ્ર મિસરમાં અનાજની ખોટ નહોતી.

55 And when all the land of Egypt was in need of food, the people came crying to Pharaoh for bread; and Pharaoh said to the people, Go to Joseph, and whatever he says to you, do it.પછી જયારે મિસરમાં પણ લોકોને ખાવાના સાંસા પડવા લાગ્યા, ત્યારે તેમણે અનાજ માંટે ફારુનની આગળ કાલાવાલા કર્યા; એટલે ફારુને સર્વ મિસરવાસીઓને કહ્યું, “યૂસફ પાસે જાઓ; અને એ તમને જે કહે તે પ્રમાંણે કરો.”

56 And everywhere on the earth they were short of food; then Joseph, opening all his store-houses, gave the people of Egypt grain for money; so great was the need of food in the land of Egypt.અને જયારે સમગ્ર દેશમાં દુષ્કાળ પડયો એટલે યૂસફે અનાજના બધા કોઠારો ખોલી નાખ્યા અને મિસરવાસીઓને અનાજ વેચવા માંડ્યુ. કારણ કે સમગ્ર મિસર દેશને દુકાળે ભરડો લીધો હતો.

57 And all lands sent to Egypt, to Joseph, to get grain, for the need was great over all the earth.અને બીજા તમાંમ દેશોમાંથી લોકો મિસર દેશમાં યૂસફની પાસે અનાજ વેચાતું લેવાને આવ્યાં; કારણ કે, સમગ્ર વિસ્તારમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો.

Gujarati Bible