Bible

Genesis 39 - WEB (Gujarati)

1 Joseph was brought down to Egypt. Potiphar, an officer of Pharaoh's, the captain of the guard, an Egyptian, bought him from the hand of the Ishmaelites that had brought him down there.પછી ઇશ્માંએલીઓ યૂસફને મિસર લઈ આવ્યા અને ત્યાંથી ફારુનના એક મિસરી અમલદાર, અંગરક્ષકોના સરદાર પોટીફારે તેને તેમની પાસેથી વેચાતો લીધો.

2 Yahweh was with Joseph, and he was a prosperous man. He was in the house of his master the Egyptian.પરંતુ યહોવાએ યૂસફને મદદ કરી. તેથી તે બધી બાબતોમાં સફળ થયો. તે તેના મિસરી શેઠના ઘરમાં રહેતો હતો.

3 His master saw that Yahweh was with him, and that Yahweh made all that he did prosper in his hand.પોટીફારે જોયું કે, યહોવા યૂસફની સાથે છે. તેથી યૂસફ જે કઈ કરે છે તેમાં યહોવા એને સફળતા બક્ષે છે.

4 Joseph found favor in his sight. He ministered to him, and he made him overseer over his house, and all that he had he put into his hand.એટલે પોટીફાર યૂસફને પ્રાપ્ત કરીને પ્રસન્ન થયો. યૂસફ પર તેની કૃપાદૃષ્ટિ હતી. તેથી તેણે તેને પોતાની અંગત સેવામાં રાખ્યો.

5 It happened from the time that he made him overseer in his house, and over all that he had, that Yahweh blessed the Egyptian's house for Joseph's sake; and the blessing of Yahweh was on all that he had, in the house and in the field.તેણે તેને ઘરનો કારભારી બનાવ્યો અને પોતાની મિલકત તેને સોંપી. જ્યારથી યૂસફને એણે પોતાના ઘરનો અને પોતાની બધી મિલકતનો કારભાર સોંપ્યો ત્યારથી યહોવાએ મિસરીના ઘર પર અને પોટીફારના ઘરમાં અને ખેતરમાં જે કાંઈ હતું તે બધા પર આશીર્વાદ વરસાવ્યા.

6 He left all that he had in Joseph's hand. He didn't concern himself with anything, except for the food which he ate. Joseph was well-built and handsome.તેથી પોટીફારે ઘરની તમાંમ વસ્તુઓની જવાબદારી યૂસફને સોંપી દીધી. અને પોટીફારે બધી જ ચિંતા છોડી દીધી, તે જે અન્ન ખાતો તે સિવાય બીજી કોઈ ચિંતા કરતો નહિ.યૂસફ સુંદર અને રૂપાળો હતો.

7 It happened after these things, that his master's wife cast her eyes on Joseph; and she said, "Lie with me."થોડા સમય પછી યૂસફના શેઠના પત્નીએ યૂસફ તરફ તીવ્ર લાલસાથી જોયુ; અને કહ્યું, “માંરી સાથે સૂઈ જા અને માંરી સાથે સૂ.”

8 But he refused, and said to his master's wife, "Behold, my master doesn't know what is with me in the house, and he has put all that he has into my hand.પરંતુ યૂસફે તેની સ્પષ્ટ ના પાડી અને પોતાના શેઠની પત્નીને કહ્યું, “જુઓ, હું છું તેથી માંરા શેઠને ઘરમાં કોઈ વસ્તુની ચિંતા નથી, તેમણે તેમનું જે કાંઈ છે તે બધું એક તમાંરા અપવાદ સિવાય મને સોંપી દીધું છે.

9 He isn't greater in this house than I, neither has he kept back anything from me but you, because you are his wife. How then can I do this great wickedness, and sin against God?"આ ઘરમાં માંરા કરતાં કોઈનું વધારે ચલણ નથી. તેમ શેઠે કોઈ વસ્તુથી મને બાકાત રાખ્યો નથી, એક તમાંરા વિના, કારણ કે તમે તેમનાં પત્ની છો. માંટે આવું મોટું કુકર્મ કરીને, હું દેવનો ગુનેગાર શી રીતે થઈ શકું?”

10 It happened that as she spoke to Joseph day by day, that he didn't listen to her, to lie by her, or to be with her.તેણી દરરોજ યૂસફને ઉશ્કેરવા પ્રયત્ન કરી તેણીની સાથે સૂવા માંટે કહેતી, છતાં યૂસફ તેણી સાથે સુવા થતો નહોતો.

11 It happened about this time, that he went into the house to do his work, and there were none of the men of the house inside.એક દિવસ યૂસફ કોઈ કારણસર ઘરમાં ગયો; ત્યારે ઘરમાં ઘરનું કોઈ માંણસ ન હતું.

12 She caught him by his garment, saying, "Lie with me!" He left his garment in her hand, and ran outside.એટલે તે સ્ત્રીએ એનો ઝભ્ભો પકડીને કહ્યું, “માંરી સાથે સૂઈ જા.” પણ યૂસફ તો તેનો ઝભ્ભો તેના હાથમાં રહેવા દઈને ઘરની બહાર નાસી ગયો.

13 It happened, when she saw that he had left his garment in her hand, and had run outside,જયારે પેલી સ્ત્રીએ જોયું કે, યૂસફ તેનો ઝભ્ભો એના હાથમાં રહેવા દઈને બહાર નાસી ગયો છે.

14 that she called to the men of her house, and spoke to them, saying, "Behold, he has brought in a Hebrew to us to mock us. He came in to me to lie with me, and I cried with a loud voice.તેણીએ પોતાના ઘરમાંના પુરુષોને બોલાવ્યા અને કહ્યું, “જુઓ, આપણને શરમાંવવા એક હિબ્રૂ માંણસ મોકલાવાયો છે; તે માંરી સાથે સૂવા અંદર આવ્યો હતો,

15 It happened, when he heard that I lifted up my voice and cried, that he left his garment by me, and ran outside."એટલે મેં મોટા સાદે બૂમ પાડી, એટલે તે બૂમ સાંભળીને તેનુ વસ્ર માંરા હાથમાં મૂકીને ભાગી ગયો.”

16 She laid up his garment by her, until his master came home.પછી તેણીએ તેના પતિના આવતા સુધી ઝભ્ભો પોતાની પાસે રાખી મૂકયો,

17 She spoke to him according to these words, saying, "The Hebrew servant, whom you have brought to us, came in to me to mock me,અને પોતાના પતિને પણ તેણીએ એ પ્રમાંણે કહ્યું કે, “તમે જે હિબ્રૂ ગુલામ લાવ્યા છો, તે માંરી લાજ લૂંટવા માંટે માંરી પાસે આવ્યો હતો;

18 and it happened, as I lifted up my voice and cried, that he left his garment by me, and ran outside."પણ મેં જેવી મોટા સાદે બૂમ પાડી કે, તરત જ તે ઝભ્ભો માંરી પાસે રહેવા દઈને નાસી ગયો.”

19 It happened, when his master heard the words of his wife, which she spoke to him, saying, "This is what your servant did to me," that his wrath was kindled.પછી શેઠે જયારે પોતાની પત્નીની વાત સાંભળી કે, “તમાંરા નોકરે માંરી સાથે આવું વર્તન કર્યુ છે,” ત્યારે તે ગુસ્સામાં રાતોપીળો થઈ ગયો.

20 Joseph's master took him, and put him into the prison, the place where the king's prisoners were bound, and he was there in custody.પછી તેણે યૂસફને પકડીને જેલમાં પૂરી દીધો. જે ઠેકાણે રાજાના બંદીવાન કેદ કરાતા હતા. આમ તે ત્યાં કેદખાનામાં રહ્યો.

21 But Yahweh was with Joseph, and showed kindness to him, and gave him favor in the sight of the keeper of the prison.પણ યૂસફને યહોવાનો સાથ હતો. તેણે તેના પર દયા કરી અને કેદખાનાના સંત્રીની તેના પર દયા થાય તેમ કર્યુ.

22 The keeper of the prison committed to Joseph's hand all the prisoners who were in the prison. Whatever they did there, he was the doer of it.કેદખાનાના સંત્રીએ જેલમાંના બધાં જ કેદીઓને યૂસફના હાથમાં સોંપી દીધા. અને પછી તો તેના હુકમ પ્રમાંણે જ બધું થવા લાગ્યું.

23 The keeper of the prison didn't look after anything that was under his hand, because Yahweh was with him; and that which he did, Yahweh made it prosper.અને યૂસફના હાથમાં જે બાબતો હતી તેના પર સંત્રીએ દેખરેખ રાખવાનું રહ્યું નહિ, કારણ કે યૂસફને યહોવાનો સાથ હતો; તેથી યૂસફ જે કંઇ કરતો તેમાં યહોવા તેનું ભલું કરતો હતો.

Gujarati Bible