Genesis 39 - BBE (Gujarati)
1 Now Joseph was taken down to Egypt; and Potiphar the Egyptian, a captain of high position in Pharaoh's house, got him for a price from the Ishmaelites who had taken him there.પછી ઇશ્માંએલીઓ યૂસફને મિસર લઈ આવ્યા અને ત્યાંથી ફારુનના એક મિસરી અમલદાર, અંગરક્ષકોના સરદાર પોટીફારે તેને તેમની પાસેથી વેચાતો લીધો.
2 And the Lord was with Joseph, and he did well; and he was living in the house of his master the Egyptian.પરંતુ યહોવાએ યૂસફને મદદ કરી. તેથી તે બધી બાબતોમાં સફળ થયો. તે તેના મિસરી શેઠના ઘરમાં રહેતો હતો.
3 And his master saw that the Lord was with him, making everything he did go well.પોટીફારે જોયું કે, યહોવા યૂસફની સાથે છે. તેથી યૂસફ જે કઈ કરે છે તેમાં યહોવા એને સફળતા બક્ષે છે.
4 And having a high opinion of Joseph as his servant, he made him the overseer of his house and gave him control over all he had.એટલે પોટીફાર યૂસફને પ્રાપ્ત કરીને પ્રસન્ન થયો. યૂસફ પર તેની કૃપાદૃષ્ટિ હતી. તેથી તેણે તેને પોતાની અંગત સેવામાં રાખ્યો.
5 And from the time when he made him overseer and gave him control of all his property, the blessing of the Lord was with the Egyptian, because of Joseph; the blessing of the Lord was on all he had, in the house and in the field.તેણે તેને ઘરનો કારભારી બનાવ્યો અને પોતાની મિલકત તેને સોંપી. જ્યારથી યૂસફને એણે પોતાના ઘરનો અને પોતાની બધી મિલકતનો કારભાર સોંપ્યો ત્યારથી યહોવાએ મિસરીના ઘર પર અને પોટીફારના ઘરમાં અને ખેતરમાં જે કાંઈ હતું તે બધા પર આશીર્વાદ વરસાવ્યા.
6 And he gave Joseph control of all his property, keeping no account of anything, but only the food which was put before him. Now Joseph was very beautiful in form and face.તેથી પોટીફારે ઘરની તમાંમ વસ્તુઓની જવાબદારી યૂસફને સોંપી દીધી. અને પોટીફારે બધી જ ચિંતા છોડી દીધી, તે જે અન્ન ખાતો તે સિવાય બીજી કોઈ ચિંતા કરતો નહિ.યૂસફ સુંદર અને રૂપાળો હતો.
7 And after a time, his master's wife, looking on Joseph with desire, said to him, Be my lover.થોડા સમય પછી યૂસફના શેઠના પત્નીએ યૂસફ તરફ તીવ્ર લાલસાથી જોયુ; અને કહ્યું, “માંરી સાથે સૂઈ જા અને માંરી સાથે સૂ.”
8 But he would not, and said to her, You see that my master keeps no account of what I do in his house, and has put all his property in my control;પરંતુ યૂસફે તેની સ્પષ્ટ ના પાડી અને પોતાના શેઠની પત્નીને કહ્યું, “જુઓ, હું છું તેથી માંરા શેઠને ઘરમાં કોઈ વસ્તુની ચિંતા નથી, તેમણે તેમનું જે કાંઈ છે તે બધું એક તમાંરા અપવાદ સિવાય મને સોંપી દીધું છે.
9 So that no one has more authority in this house than I have; he has kept nothing back from me but you, because you are his wife; how then may I do this great wrong, sinning against God?આ ઘરમાં માંરા કરતાં કોઈનું વધારે ચલણ નથી. તેમ શેઠે કોઈ વસ્તુથી મને બાકાત રાખ્યો નથી, એક તમાંરા વિના, કારણ કે તમે તેમનાં પત્ની છો. માંટે આવું મોટું કુકર્મ કરીને, હું દેવનો ગુનેગાર શી રીતે થઈ શકું?”
10 And day after day she went on requesting Joseph to come to her and be her lover, but he would not give ear to her.તેણી દરરોજ યૂસફને ઉશ્કેરવા પ્રયત્ન કરી તેણીની સાથે સૂવા માંટે કહેતી, છતાં યૂસફ તેણી સાથે સુવા થતો નહોતો.
11 Now one day he went into the house to do his work; and not one of the men of the house was inside.એક દિવસ યૂસફ કોઈ કારણસર ઘરમાં ગયો; ત્યારે ઘરમાં ઘરનું કોઈ માંણસ ન હતું.
12 And pulling at his coat, she said, Come to my bed; but slipping out of his coat, he went running away.એટલે તે સ્ત્રીએ એનો ઝભ્ભો પકડીને કહ્યું, “માંરી સાથે સૂઈ જા.” પણ યૂસફ તો તેનો ઝભ્ભો તેના હાથમાં રહેવા દઈને ઘરની બહાર નાસી ગયો.
13 And when she saw that he had got away, letting her keep his coat,જયારે પેલી સ્ત્રીએ જોયું કે, યૂસફ તેનો ઝભ્ભો એના હાથમાં રહેવા દઈને બહાર નાસી ગયો છે.
14 She sent for the men of her house and said to them, See, he has let a Hebrew come here and make sport of us; he came to my bed, and I gave a loud cry;તેણીએ પોતાના ઘરમાંના પુરુષોને બોલાવ્યા અને કહ્યું, “જુઓ, આપણને શરમાંવવા એક હિબ્રૂ માંણસ મોકલાવાયો છે; તે માંરી સાથે સૂવા અંદર આવ્યો હતો,
15 And hearing it he went running out without his coat.એટલે મેં મોટા સાદે બૂમ પાડી, એટલે તે બૂમ સાંભળીને તેનુ વસ્ર માંરા હાથમાં મૂકીને ભાગી ગયો.”
16 And she kept his coat by her, till his master came back.પછી તેણીએ તેના પતિના આવતા સુધી ઝભ્ભો પોતાની પાસે રાખી મૂકયો,
17 Then she gave him the same story, saying, The Hebrew servant whom you have taken into our house came in to make sport of me;અને પોતાના પતિને પણ તેણીએ એ પ્રમાંણે કહ્યું કે, “તમે જે હિબ્રૂ ગુલામ લાવ્યા છો, તે માંરી લાજ લૂંટવા માંટે માંરી પાસે આવ્યો હતો;
18 And when I gave a loud cry he went running out without his coat.પણ મેં જેવી મોટા સાદે બૂમ પાડી કે, તરત જ તે ઝભ્ભો માંરી પાસે રહેવા દઈને નાસી ગયો.”
19 And hearing his wife's account of what his servant had done, he became very angry.પછી શેઠે જયારે પોતાની પત્નીની વાત સાંભળી કે, “તમાંરા નોકરે માંરી સાથે આવું વર્તન કર્યુ છે,” ત્યારે તે ગુસ્સામાં રાતોપીળો થઈ ગયો.
20 And Joseph's master took him and put him in prison, in the place where the king's prisoners were kept in chains, and he was there in the prison-house.પછી તેણે યૂસફને પકડીને જેલમાં પૂરી દીધો. જે ઠેકાણે રાજાના બંદીવાન કેદ કરાતા હતા. આમ તે ત્યાં કેદખાનામાં રહ્યો.
21 But the Lord was with Joseph, and was good to him, and made the keeper of the prison his friend.પણ યૂસફને યહોવાનો સાથ હતો. તેણે તેના પર દયા કરી અને કેદખાનાના સંત્રીની તેના પર દયા થાય તેમ કર્યુ.
22 And the keeper of the prison put all the prisoners under Joseph's control, and he was responsible for whatever was done there.કેદખાનાના સંત્રીએ જેલમાંના બધાં જ કેદીઓને યૂસફના હાથમાં સોંપી દીધા. અને પછી તો તેના હુકમ પ્રમાંણે જ બધું થવા લાગ્યું.
23 And the keeper of the prison gave no attention to anything which was under his care, because the Lord was with him; and the Lord made everything he did go well.અને યૂસફના હાથમાં જે બાબતો હતી તેના પર સંત્રીએ દેખરેખ રાખવાનું રહ્યું નહિ, કારણ કે યૂસફને યહોવાનો સાથ હતો; તેથી યૂસફ જે કંઇ કરતો તેમાં યહોવા તેનું ભલું કરતો હતો.
Gujarati Bible