Genesis 34 - DBY (Gujarati)
1 And Dinah the daughter of Leah, whom she had borne to Jacob, went out to see the daughters of the land.દીનાહ લેઆહ અને યાકૂબની પુત્રી હતી. એક દિવસે તે, એ પ્રદેશની સ્ત્રીઓને મળવા બહાર નીકળી.
2 And when Shechem, the son of Hamor the Hivite, the prince of the country, saw her, he took her, and lay with her, and humbled her.તે પ્રદેશના રાજા હિવ્વી હમોરના પુત્ર શખેમે તેને જોઈ એટલે તેણે તેને પકડી અને તેના પર બળાત્કાર કર્યો અને તેની આબરૂ લીધી.
3 And his soul fastened on Dinah the daughter of Jacob, and he loved the maiden, and spoke consolingly to the maiden.પણ શખેમ દીનાહને પ્રેમ કરવા લાગ્યો અને તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા પ્રગટ કરતો.
4 And Shechem spoke to his father Hamor, saying, Take me this girl as wife.તેણે પોતાના પિતા હમોરને કહ્યું કે, “મને એ છોકરી મેળવી આપો જેથી હું તેની સાથે લગ્ન કરી શકું.”
5 And Jacob heard that he had defiled Dinah his daughter; but his sons were with his cattle in the fields, and Jacob said nothing until they came.યાકૂબને સમાંચાર મળ્યા કે, શખેમે તેની પુત્રી દીનાહની આબરૂ લીધી હતી. પણ તેના પુત્રો ઢોરો સાથે ખેતરમાં હતા એટલે તેઓના આવ્યા સુધી તેણે શાંતિ રાખી.
6 And Hamor the father of Shechem came out to Jacob, to speak to him.પછી શખેમના પિતા હમોર યાકૂબની સાથે વાત કરવા ગયો.
7 And the sons of Jacob came from the fields when they heard [it]; and the men were grieved, and they were very angry, because he had wrought what was disgraceful in Israel, in lying with Jacob's daughter, which thing ought not to be done.ખેતરમાં યાકૂબના પુત્રોને જે કાંઈ બન્યુ હતું તેના સમાંચાર મળ્યા, જયારે તેઓએ આ સાંભળ્યું ત્યારે તેઓ ઘણા ગુસ્સે થઈ ગયા હતા, કારણ કે શખેમે યાકૂબની પુત્રી પર બળાત્કાર કરીને ઈસ્રાએલ વિરુધ્ધ ન કરવા જેવો ભયંકર ગુનો કર્યો હતો.
8 And Hamor spoke to them, saying, My son Shechem's soul cleaves to your daughter: I pray you, give her to him as wife.પરંતુ હમોરે તેમને કહ્યું, “માંરો પુત્ર શખેમ તમાંરી પુત્રી દીનાહને ખૂબ ચાહે છે, કૃપા કરીને તેને તેણીની સાથે પરણવા દો.
9 And make marriages with us: give your daughters to us, and take our daughters to you.અમાંરી સાથે લગ્નસંબંધ બાંધો, તમાંરી કન્યાઓ અમને આપો અને અમાંરી કન્યાઓ તમે લો.
10 And dwell with us, and the land shall be before you: dwell and trade in it, and get yourselves possessions in it.તમે લોકો આ પ્રદેશમાં અમાંરી સાથે રહી શકશો અને આ દેશ તમાંરા માંટે ખુલ્લો રહેશે. તમે લોકો અહીં રહો, વ્યાપાર રોજગાર કરો અને માંલમિલકતવાળા થાઓ.”
11 And Shechem said to her father and to her brethren, Let me find favour in your eyes; and what ye shall say to me I will give.પછી શખેમે પણ યાકૂબ અને ભાઈઓને વાત કરી. શખેમે કહ્યું, “કૃપા કરીને માંરો સ્વીકાર કરો અને મેં જે કાંઈ કર્યુ છે તે બદલ મને માંફી આપો. તમે લોકો મને જે કરવાનું કહેશો તે હું કરીશ.
12 Impose on me very much as dowry and gift, and I will give according as ye shall say to me; but give me the maiden as wife.જો તમે મને દીનાહ સાથે પરણવા દેશો તો, હું તમે જે કાંઈ ભેટ માંગશો તે હું આપીશ.”
13 And the sons of Jacob answered Shechem and Hamor his father deceitfully, and spoke -- because he had defiled Dinah their sister --યાકૂબના પુત્રોએ શખેમ તથા તેના પિતાને કપટભર્યો જવાબ આપ્યો, કારણ કે શખેમે તેઓની બહેન દીનાહની આબરૂ લીધી હતી.
14 and said to them, We cannot do this, to give our sister to one that is uncircumcised; for that [were] a reproach to us.એટલા માંટે તેમણે કહ્યું, “જેણે સુન્નત કરાવી નથી એવા માંણસને અમાંરી બહેન પરણાવવી એ તો અમાંરાથી બને જ નહિ, કારણ, એથી અમાંરી બદનામી થાય.
15 But only in this will we consent to you, if ye will be as we, that every male of you be circumcised;છતાં અમે લોકો તને એની સાથે લગ્ન કરવા દઈશું, જો તમે પણ અમાંરા જેવા બની જાઓ. તમાંરા નગરના સર્વ પુરૂષોની અમાંરી જેમ સુન્નત થઈ જાય.
16 then will we give our daughters to you, and take your daughters to us, and we will dwell with you, and be one people.પછી તમાંરા પુરુષો અમાંરી કન્યાઓ સાથે લગ્ન કરી શકશે અને અમાંરા પુરુષો તમાંરી કન્યાઓ સાથે લગ્ન કરી શકશે. આપણે એકબીજા સાથે રહીએ અને એક પ્રજા બની જઈએ.
17 But if ye do not hearken to us, to be circumcised, then will we take our daughter and go away.પણ જો તમે લોકો સુન્નત ન કરાવો, તો અમે લોકો દીનાહને લઈ ચાલ્યા જઈશું.”
18 And their words were good in the eyes of Hamor and Shechem, Hamor's son.આ કરારથી હમોર અને શખેમ બહું પ્રસન્ન થયા.
19 And the youth did not delay to do this, because he had delight in Jacob's daughter. And he was honourable above all in the house of his father.દીનાહના ભાઈઓએ જે કાંઈ કહ્યું તે પ્રમાંણે કરવામાં શખેમને આનંદ થયો. કારણ તે યાકૂબની પુત્રીને ખૂબ પ્રેમ કરતો હતો.વળી, તે આખા કુટુંબમાં તેનું સૌથી વધારે માંન હતું.
20 And Hamor and Shechem his son came to the gate of their city, and spoke to the men of their city, saying,એટલા માંટે હમોર અને તેનો પુત્ર શખેમ ગામના ભાગળે આવ્યા અને લોકોને કહેવા લાગ્યા કે,
21 These men are peaceable with us; therefore let them dwell in the land, and trade in it. And the land -- behold, it is of wide extent before them. We will take their daughters as wives, and give them our daughters.“ઇસ્રાએલના આ લોકો આપણા મિત્રો થવા માંગે છે. અને અમે લોકો તેઓને આપણા પ્રદેશમાં રહેવા દેવા માંગીએ છીએ. તેેઓ આપણી સાથે શાંતિ કાયમ રાખવા ઈચ્છે છે. આપણી પાસે આપણા લોકો માંટે પર્યાપ્ત ભૂમિ છે. તો ભલે તેઓ રહે અને વેપારધંધો કરે. આપણે તેમની કન્યાઓ સાથે લગ્ન કરીએ અને આપણી કન્યાઓ તેમને આપીએ.
22 But only in this will the men consent to us to dwell with us, to be one people -- if every male among us be circumcised, just as they are circumcised.પરંતુ એક શરતે કે, આપણામાંના સર્વ પુરુષોની તેમની જેમ સુન્નત કરાવવામાં આવે. એ લોકો પણ આપણી સાથે રહેવા અને એક પ્રજા બનવા તૈયાર છે.
23 Their cattle, and their possessions, and every beast of theirs, shall they not be ours? only let us consent to them, and they will dwell with us.જો આપણે એમ કરીશું, તો તેમનાં ઢોરઢાંખર અને મિલકતથી આપણે ધનવાન થઈ જઈશું. એટલા માંટે ચાલો આપણે તેમની સાથે કરાર કરીએ અને તેઓ અહીં અમાંરા લોકો સાથે રહેશે.”
24 And all that went out at the gate of his city hearkened to Hamor and to Shechem his son; and every male was circumcised -- all that went out at the gate of his city.ભાગળો પર જે લોકોએ આ વાત સાંભળી તે બધા હમોર અને શખેમ સાથે સંમત થઇ ગયા અને શહેરના બધા વડીલોએ હમોર અને તેના પુત્ર શખેમની વાત સ્વીકારી, અને સર્વ પુરુષોની સુન્નત કરાવવામાં આવી.
25 And it came to pass on the third day, when they were sore, that two of the sons of Jacob, Simeon and Levi, Dinah's brethren, took each his sword, and came upon the city boldly, and slew all the males.ત્રીજે દિવસે સુન્નત થયેલા પુરુષોની બળતરા શમી નહોતી, ત્યાં જ યાકૂબના બે પુત્રો શિમયોન અને લેવી, જેઓ દીનાહના સગા ભાઈઓ હતા તેઓ તરવાર, લઈને ઓચિંતા શહેર પર ચઢી આવ્યા અને તેમણે બધા પુરુષોને માંરી નાખ્યા.
26 And Hamor and Shechem his son they slew with the edge of the sword; and took Dinah out of Shechem's house; and went out.દીનાહના ભાઈ શિમયોન અને લેવીએ હમોર અને તેના પુત્ર શખેમને માંરી નાખ્યા. તેઓએ શખેમના ઘરમાંથી દીનાહને બહાર આણી અને તેને લઈને ચાલ્યા ગયા.
27 The sons of Jacob came upon the slain, and plundered the city, because they had defiled their sister.વળી, યાકૂબના બીજા પુત્રોએ ઘાયલ થયેલાઓ પર હુમલો કર્યો અને નગરને લૂંટી લીધું, કારણ કે હજુ સુધી તેમની બહેનની લાજ લૂંટવાથી ઉત્પન્ન થયેલ ક્રોધ શમ્યો નહોતો.
28 Their sheep, and their oxen, and their asses, and what [was] in the city, and what [was] in the field they took;એટલા માંટે દીનાહના ભાઈઓએ તેમનાં બધાં જ ઢોર લૂંટી લીધાં.
29 and all their goods, and all their little ones, and their wives took they captive, and plundered them, and all that was in the houses.તેમણે તેમની બધી માંલમત્તા, બધાં બાળકો અને બધી સ્ત્રીઓ પણ કબજે કરી લીધાં.
30 And Jacob said to Simeon and Levi, Ye have troubled me, in that ye make me odious among the inhabitants of the land -- among the Canaanites and the Perizzites; and I am few men in number, and they will gather themselves against me and smite me, and I shall be destroyed, I and my house.પરંતુ યાકૂબે શિમયોન અને લેવીને કહ્યું, “તમે લોકોએ મને બહુ દુ:ખી કર્યો છે; આ પ્રદેશના વતનીઓ કનાનીઓ અને પરિઝીઓમાં તમે મને અપ્રિય બનાવ્યો છે. તે બધા લોકો આપણા વિરોધી થઈ જશે. અહીં માંરી પાસે તો થોડા જ માંણસો છે, અને જો એ લોકો એકઠા થઈને માંરી વિરુધ્ધ જઈને માંરા પર હુમલા કરે તો માંરા પરિવારનો તો વિનાશ જ થાય.”
31 And they said, Should people deal with our sister as with a harlot?પરંતુ ભાઈઓએ ઉત્તર આપ્યો, “તો શું અમાંરે અમાંરી બહેન સાથે આ લોકોને વેશ્યા જેવો વ્યવહાર કરવા દેવો? ના, અમાંરી બહેન સાથે આવો વ્યવહાર કરનારા લોકો ખરાબ છે.”
Gujarati Bible