Genesis 31 - BBE (Gujarati)
1 Now it came to the ears of Jacob that Laban's sons were saying, Jacob has taken away all our father's property, and in this way he has got all this wealth.એક દિવસ યાકૂબે લાબાનના પુત્રોને વાતો કરતાં સાંભળ્યા, તેઓએ કહ્યું કે, “યાકૂબે અમાંરા પિતાજીનું સર્વસ્વ લઈ લીધું છે. તે ધનવાન બની ગયો છે અને તેણે અમાંરા પિતાની બધી મિલકત લઇ લીધી છે.
2 And Jacob saw that Laban's feeling for him was no longer what it had been before.યાકૂબને એમ પણ થયું કે, લાબાન હવે પહેલાની જેમ મીઠો પ્રેમભાવ રાખતો નથી.
3 Then the Lord said to Jacob, Go back to the land of your fathers, and to your relations, and I will be with you.યહોવાએ યાકૂબને કહ્યું, “તું તારા પિતૃઓની ભૂમિમાં તારી જન્મભૂમિમાં પાછો ચાલ્યો જા. હું તારી સાથે રહીશ.”
4 And Jacob sent for Rachel and Leah to come to him in the field among his flock.તેથી યાકૂબે રાહેલ અને લેઆહને, જે ખેતરમાં ઘેટાંબકરાં હતાં ત્યાં મળવા માંટે આવવા કહેવડાવ્યું.
5 And he said to them, It is clear to me that your father's feeling is no longer what it was to me; but the God of my father has been with meયાકૂબે રાહેલ અને લેઆહને કહ્યું, “હું જાણું છું કે, તમાંરા પિતાજી માંરા પ્રત્યે રોષે ભરાયેલ છે, તેમનો માંરા પ્રત્યે પહેલા જેવો મૈત્રી ભાવ નથી. પણ માંરા પિતાનો દેવ માંરી સાથે છે.
6 And you have seen how I have done all in my power for your father,તમે બંને જાણો છો કે, મેં તમાંરા પિતા માંટે માંરાથી શકય તેટલી સખત મહેનત કરી છે.
7 But your father has not kept faith with me, and ten times he has made changes in my payment; but God has kept him from doing me damage.પરંતુ તમાંરા પિતાએ માંરી સાથે દગો કર્યો. દશ વખત તો માંરી મજૂરીના દરમાં ફેરફાર કર્યો છે. છતાં બધાં જ સમયે દેવે મને લાબાનના પ્રપંચમાંથી બચાવ્યો છે.
8 If he said, All those in the flock which have marks are to be yours, then all the flock gave birth to marked young; and if he said, All the banded ones are to be yours, then all the flock had banded young.“એક વખત લાબાને મને કહ્યું, ‘તારી મજૂરીના બદલામાં બધી જ ટપકાંવાળી બકરીઓ રાખી શકે છે.’ એણે આમ કહ્યું ત્યારથી બધાં જ ઘેટાંબકરાંને ટપકાંવાળાં બચ્ચાં જ જનમતાં. આ પ્રકારનાં બધાં જ પ્રાણીઓ માંરા હતાં. પરંતુ પછી લાબાને કહ્યું, ‘હું ટપકાંવાળાં પ્રાણીઓ રાખીશ, તું ચટાપટાવાળાં રાખી શકે છે. તે તારી મજૂરી ગણાશે.’ તેના એમ કહ્યા પછી બધાં જ પ્રાણીઓને ચટાપટાવાળાં જ બચ્ચાં જનમતાં,
9 So God has taken away your father's cattle and has given them to me.આ રીતે દેવે તમાંરા પિતાના ઢોર લઈને મને આપ્યાં છે.
10 And at the time when the flock were with young, I saw in a dream that all the he-goats which were joined with the she-goats were banded and marked and coloured.“જે સમયે ઘેટાંબકરાં ગર્ભધારણ કરવા મળી રહ્યા હતા ત્યારે મેં એક સ્વપ્ન જોયું. મેં જોયું કે, ગર્ભધારણ કરાવનારા નર જાતિનાં ઢોર ચટાપટાવાળા, ટપકાંવાળા અને કાબરચીતરાં હતાં.
11 And in my dream the angel of the Lord said to me, Jacob: and I said, Here am I.પછી દેવના દૂતે મને સ્વપ્નમાં કહ્યું, ‘યાકૂબ!’“એટલે મેં કહ્યું, ‘જી!’
12 And he said, See how all the he-goats are banded and marked and coloured: for I have seen what Laban has done to you.“દેવના દૂતે કહ્યું, ‘જો, ગર્ભધારણ કરનારાં ટોળામાં નર ઢોર બધાં જ ચટાપટાવાળા, ટપકાવાળાં અને કાબરચીતરા છે; હું આમ કહી રહ્યો છું કારણ કે લાબાનનો તારી સાથે દુર્વ્યવહાર મેં જોયો છે.
13 I am the God of Beth-el, where you put oil on the pillar and took an oath to me: now then, come out of this land and go back to the country of your birth.હું એ દેવ છું, જે બેથેલમાં તારી પાસે આવેલ એ જગ્યાએ તેં એક વેદી બનાવી અને તેલથી તેનો અભિષેક કર્યો હતો. અને માંરી આગળ શપથ લીધા હતા. હવે ઊભો થા, અને અત્યારે જ આ જગ્યા છોડી દે, અને તારા જન્મસ્થળે પાછો જા.”‘
14 Then Rachel and Leah said to him in answer, What part or heritage is there for us in our father's house?ત્યારે રાહેલ અને લેઆહે જવાબ આપ્યો, “અમાંરા પિતા પાસે તેમના મૃત્યુ પછી અમને વારસામાં આપવા કશું બાકી રહ્યું છે ખરું?”
15 Are we not as people from a strange country to him? for he took a price for us and now it is all used up.“તેણે અમાંરી સાથે એક અજાણ્યા વ્યકિત જેવું વર્તન કર્યુ છે. તેણે અમને તમાંરી પાસે વેચી દીધા છે અને બધા પૈસા ખચીર્ નાખ્યાં છે જે અમાંરા હોવા જોઇએ.
16 For the wealth which God has taken from him is ours and our children's; so now, whatever God has said to you, do.દેવે તે બધી જ સંપત્તિ અમાંરા પિતા પાસેથી લઈ લીધી છે, તે બધી અમાંરી છે, અને અમાંરાં બાળકોની છે; માંટે દેવે જે કરવા માંટે કહ્યું છે તે જ તમે કરો.”
17 Then Jacob put his wives and his sons on camels;તેથી યાકૂબે મુસાફરીની તૈયારી કરી. તેણે પોતાની પત્નીઓ અને પુત્રોને ઊંટ પર બેસાડયાં.
18 And sending on before him all his cattle and his property which he had got together in Paddan-aram, he made ready to go to Isaac his father in the land of Canaan.પછી તે તેના પિતા જયાં રહેતા હતા તે કનાન દેશમાં મેસોપોટામિયામાં જે કાંઈ મળ્યું હતું તે બધું લઈને, પોતાનાં બધાં ઢોરને હંાકતો હાંકતો પોતાના પિતા ઇસહાકને મળવા નીકળી પડયો.
19 Now Laban had gone to see to the cutting of the wool of his sheep; so Rachel secretly took the images of the gods of her father's house.તે સમયે લાબાન પોતાનાં ઘેટાંનું ઊન કાપવા ગયો હતો. તે દરમ્યાન રાહેલે તેના ઘરમાં ધૂસી જઈને પોતાના પિતાના કુળદેવતા ચોરી લાવી.
20 And Jacob went away secretly, without giving news of his flight to Laban the Aramaean.યાકૂબે અરામી લાબાનને દગો કર્યો. તેણે લાબાનને બતાવ્યું નહિ કે, તે ત્યાંથી જઈ રહ્યો છે.
21 So he went away with all he had, and went across the River in the direction of the hill-country of Gilead.યાકૂબે પોતાનો પરિવાર અને બધી જ મિલકત જલદી જલદી લઈ લીધી અને પછી નદી (ફાત) ઓળંગીને ગિલઆદના પહાડી પ્રદેશ તરફ ચાલવા માંડયું.
22 And on the third day Laban had news of Jacob's flight.ત્રીજે દિવસે લાબાનને ખબર પડી કે, યાકૂબ ભાગી ગયો છે.
23 And taking the men of his family with him, he went after him for seven days and overtook him in the hill-country of Gilead.તેથી તેણે પોતાના માંણસોને સાથે લીધા અને સાત દિવસ સુધી તેનો પીછો કયો, છેવટે યાકૂબ ગિલઆદના પહાડી પ્રદેશમાં પકડાઈ ગયો.
24 Then God came to Laban in a dream by night, and said to him, Take care that you say nothing good or bad to Jacob.પણ તે રાત્રે દેવે લાબાનને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, “યાકૂબને જે કાંઈ કહો તેના એક-એક શબ્દ માંટે સાવચેત રહેજો, યાકૂબને સારું કે, માંઠું કાંઈ કહીશ નહિ.”
25 Now when Laban overtook him, Jacob had put up his tent in the hill-country; and Laban and his brothers put up their tents in the hill-country of Gilead.જયારે યાકૂબને લાબાને પકડી પાડયો, ત્યારે તેણે પહાડી પ્રદેશમાં મુકામ કયો હતો. તેથી તેના માંણસોએ એ જ પહાડી પ્રદેશમાં મુકામ કયો.
26 And Laban said to Jacob, Why did you go away secretly, taking my daughters away like prisoners of war?લાબાને યાકૂબને કહ્યું, “તેં માંરી સાથે દગો શા માંટે કર્યો? અને તું માંરી પુત્રીઓને યુદ્વમાં પકડાયેલી હોય તેમ શા માંટે લઈ જાય છે?”
27 Why did you make a secret of your flight, not giving me word of it, so that I might have sent you away with joy and songs, with melody and music?તું મને છેતરીને કહ્યા વગર જ ચૂપચાપ કેમ ભાગી ગયો? જો તેં મને જણાવ્યું હોત તો મેં ઉજવણી કરીનેે વાજતેગાજતે વિદાય આપી હોત.
28 You did not even let me give a kiss to my sons and my daughters. This was a foolish thing to do.તેં મને માંરાં પૌત્રપૌત્રીઓને તથા માંરી પુત્રીઓને છેલ્લી વાર ભેટવા તથા ચુંબન કરવા દીધા નહિ, તેં આમ કરીને બહુ મૂર્ખામીભર્યુ વર્તન કર્યુ છે.
29 It is in my power to do you damage: but the God of your father came to me this night, saying, Take care that you say nothing good or bad to Jacob.તને નુકસાન કરવું એ તો માંરા ડાબા હાથની વાત છે. પરંતુ ગઈકાલે રાત્રે તારા પિતાના દેવે મને સ્વપ્નમાં આવીને ચેતવણી આપીને કહ્યું,”ખબરદાર, યાકૂબને જરા પણ સારું કે, માંઠું કહીશ નહિ.”
30 And now, it seems, you are going because your heart's desire is for your father's house; but why have you taken my gods?મને ખબર છે કે, તું તારે ઘેર જવા ઘણો આતુર છે, એટલે તું ચાલી નીકળ્યો, એ તો જાણે સમજયા, પરંતુ તેં માંરા ઘરમાંથી દેવોને શા માંટે ચોરી લીધા?”
31 And Jacob, in answer, said to Laban, My fear was that you might take your daughters from me by force.યાકૂબે લાબાનને કહ્યું, “હું તમને કહ્યાં વિના એટલા માંટે ચાલી નીકળ્યો કારણ કે હું ડરી ગયો હતો. મને એમ કે તમે તમાંરી પુત્રીઓને જબરજસ્તી માંરી પાસેથી લઈ લેશો.
32 As for your gods, if anyone of us has them, let him be put to death: make search before us all for what is yours, and take it. For Jacob had no knowledge that Rachel had taken them.પરંતુ મેં તમાંરા દેવોની ચોરી કરી નથી. અહીં માંરા કોઈ પણ માંણસ પાસેથી જો તમાંરા દેવો નીકળે તો હું તેને માંરી નાખીશ. તમાંરા માંણસો જે માંરા સાક્ષી બનશે. આપણા માંણસોના દેખતાં માંરી પાસે તમાંરું જે કંઈ હોય તે ઓળખી બતાવો અને લઈ જાઓ.” હવે, યાકૂબને તો ખબર જ નહોતી કે, રાહેલે લાબાનને ઘરેથી દેવો ચોર્યા છે.
33 So Laban went into Jacob's tent and into Leah's tent, and into the tents of the two servant-women, but they were not there; and he came out of Leah's tent and went into Rachel's.તેથી લાબાન યાકૂબના તંબુમાં ગયો. તેણે ત્યાં શોધ શરૂ કરી. લેઆહના તંબુમાં પણ ગયો અને બે દાસીઓના તંબુમાં પણ ગયો. પણ તેને દેવ મળ્યાં નહિ, પછી તે લેઆહના તંબુમાંથી નીકળી રાહેલના તંબુમાં પ્રવેશ્યો.
34 Now Rachel had taken the images, and had put them in the camels' basket, and was seated on them. And Laban, searching through all the tent, did not come across them.રાહેલે ઊંટના જીનમાં દેવતાઓને સંતાડી દીધા હતા. અને તે તેના પર બેઠી હતી. લાબાને આખા તંબુમાં તપાસ કરી પણ દેવો મળ્યા નહિ.
35 And she said to her father, Let not my lord be angry because I do not get up before you, for I am in the common condition of women. And with all his searching, he did not come across the images.પછી રાહેલે તેણીના પિતાને કહ્યું, “પિતાજી, માંરા પર ગુસ્સો ન કરતા. હું તમાંરી સામે ઊભી રહેવા માંટે પણ અસમર્થ છું. આ સમયે માંરો માંસિકધર્મ ચાલી રહ્યો છે.” તેથી લાબાને આખા તંબુમાં દેવોની તપાસ કરી, પરંતુ તે તેઓને શોધી શકયો નહિ.
36 Then Jacob was angry with Laban, and said, What crime or sin have I done that you have come after me with such passion?પછી યાકૂબ બહુ જ ગુસ્સે થયો, યાકૂબે કહ્યું, “મેં શો અપરાધ કર્યો છે? મેં કયા નિયમનો ભંગ કરીને પાપ કર્યુ છે? તમે માંરી પાછળ શા માંટે પડયા છો?
37 Now that you have made search through all my goods, what have you seen which is yours? Make it clear now before my people and your people, so that they may be judges between us.માંરું જે કાંઈ છે તે બધું તેં તપાસ્યું છતાં તારા ઘરની કોઈ ચીજ તારા હાથમાં આવી ખરી? જો તારા હાથમાં કોઈ ચીજ આવી હોય તો તારા માંણસો અને માંરા માંણસો આગળ રજૂ કર. એ આપણા બંન્નેનો ન્યાય કરે.
38 These twenty years I have been with you; your sheep and your goats have had young without loss, not one of your he-goats have I taken for food.મેં તમાંરા માંટે વીસ વર્ષ સુધી કામ કર્યુ છે. તે બધાં જ સમય દરમ્યાન કોઈ પણ બચ્ચું ઘેટીઓનું જન્મ થતી વખતે મૃત્યુ પામ્યું નથી અને ઘેટી પણ મૃત્યુ પામી નથી. મેં તારાં ઘેટાં-બકરાંનાં ટોળામાંથી એક પણ ઢોર ખાધું નથી.
39 Anything which was wounded by beasts I did not take to you, but myself made up for the loss of it; you made me responsible for whatever was taken by thieves, by day or by night.જો કોઈ જંગલી પ્રાણીઓએ કોઈ ઘેટાને ફાડી નાખ્યું હોય તો મેં તેને તારી આગળ રજૂ કર્યા નથી! એ નુકસાન મેં પોતે ભરપાઈ કર્યુ છે. દિવસે કે, રાતે જે કાંઈ ચોરાઈ જતું તે બધું તમે માંરી પાસે વસૂલ કરતા.
40 This was my condition, wasted by heat in the day and by the bitter cold at night; and sleep went from my eyes.દિવસના સખત તાપથી અને રાતની સખત ઠંડીથી હું થાકી ગયો હતો. તેથી કાતિલ ઠંડી રાત્રિઓને લીધે હું સૂઇ શકતો નહોતો.
41 These twenty years I have been in your house; I was your servant for fourteen years because of your daughters, and for six years I kept your flock, and ten times was my payment changed.મેં માંરા જીવનનાં વીસ વર્ષ એક ગુલામની જેમ તમાંરા ઘરમાં વિતાવ્યાં છે. પહેલાંના ચૌદ વરસ તમાંરી બે પુત્રીઓને પરણીને મેળવવા માંટે અને છેલ્લા છ વર્ષ મેં તમાંરાં ઘેટાં-બકરાંને સંભાળ્યાં છે, અને તે દરમ્યાન તમે દશ વાર માંરી મજૂરીનાં દરમાં ફેરફાર કર્યો છે.
42 If the God of my father, the God of Abraham and the Fear of Isaac, had not been with me, you would have sent me away with nothing in my hands. But God has seen my troubles and the work of my hands, and this night he kept you back.પરંતુ જો માંરા પૂર્વજોના દેવ, ઇબ્રાહિમના દેવ અને દેવ જેની ઈસહાક ઉપાસના કરે છેતે દેવ માંરા પક્ષમાં ના હોત તો તમે મને ખાલી હાથે કાઢી મૂકયો હોત. પરંતુ દેવે માંરી વેદના અને માંરા કામને ધ્યાનમાં લીધાં. અને ગઇ રાતે દેવે સાબિત કર્યુ કે, હું સાચો છું.”
43 Then Laban, answering, said, These women are my daughters and these children my children, the flocks and all you see are mine: what now may I do for my daughters and for their children?લાબાને યાકૂબને કહ્યું, “આ છોકરીઓ તો માંરી પુત્રીઓ છે. તેમનાં બાળકો માંરાં છે. આ ઘેટાંબકરાં માંરાં છે, અને જે બધું તમે અહીં જુઓ છો તે માંરું છે. પરંતુ હું માંરી પુત્રીઓ અને તેનાં બાળકોને રાખવા માંટે કશું જ કરી શકતો નથી.
44 Come, let us make an agreement, you and I; and let it be for a witness between us.એટલા માંટે હું તમાંરી સાથે કરાર કરવા માંગુ છું કે, આપણે પથ્થરોનો એક ઢગલો કરીશું. જે આપણી વચ્ચે સાક્ષી રહેશે કે, આપણે કરાર કર્યો છે.”
45 Then Jacob took a stone and put it up as a pillar.પછી યાકૂબે એક મોટો પથ્થર કરારના સ્માંરકસ્તંભ તરીકે ઉભો કર્યો કે, જેથી તે પુરવાર કરે કે, તેમણે કરાર કર્યો હતો.
46 And Jacob said to his people, Get stones together; and they did so; and they had a meal there by the stones.પછી તેણે પોતાના માંણસોને પથ્થરા ભેગા કરવા માંટે કહ્યું. તેમણે પથ્થરા ભેગા કરીને એક ઢગલો કર્યો. અને તે ઢગલા પાસે બેસીને તેમણે ભોજન કર્યુ.
47 And the name Laban gave it was Jegar-sahadutha: but Jacob gave it the name of Galeed.એ જગ્યાનું નામ લાબાને યગાર-સાહદૂથા રાખ્યું અને યાકૂબે તે જગ્યાનું નામ ગાલએદ રાખ્યું.
48 And Laban said, These stones are a witness between you and me today. For this reason its name was Galeed,લાબાને યાકૂબને કહ્યું, “આ ખડકોનો ઢગલો આપણને આપણા કરારનું સ્મરણ કરવા મદદ કરશે.” એટલા માંટે યાકૂબે તે જગ્યાનું નામ ગાલએદ રાખ્યું.
49 And Mizpah, for he said, May the Lord keep watch on us when we are unable to see one another's doings.એટલે લાબાને કહ્યું, “યહોવા આપણા ‘બે’ જુદા થવાના સાક્ષી રહે, અને તે આપણા ઉપર નજર રાખે.” માંટે એ જગ્યાનું બીજું નામ મિસ્પાહ રાખ્યું.
50 If you are cruel to my daughters, or if you take other wives in addition to my daughters, then though no man is there to see, God will be the witness between us.પછી લાબાને કહ્યું. “જો તમે માંરી પુત્રીઓને દુ:ખ આપશો અથવા બીજી સ્ત્રીઓને પરણશો તો દેવ તમને સજા કરશે, અહીં આપણા વચ્ચે કરારનો કોઇ સાક્ષી નથી. અને છતાં, યાદ રાખજો કે, દેવ તમાંરી અને માંરી વચ્ચે સાક્ષી છે.”
51 And Laban said, See these stones and this pillar which I have put between you and me;પછી લાબાને કહ્યું, “તારી અને માંરી વચ્ચે આ ઢગલો અને આ સ્માંરકસ્તંભ મેં ઊભો કર્યો છે તે આપણને તેનું સ્મરણ કરાવશે કે, આપણે કરાર કર્યો છે. તેનું ધ્યાન રાખજે.
52 They will be witness that I will not go over these stones to you, and you will not go over these stones or this pillar to me, for any evil purpose.આ પથ્થરનો ઢગલો અને આ સ્માંરકસ્તંભ પણ સાક્ષી છે, તે આપણને આપણા કરારનું સ્મરણ કરાવવામાં મદદરૂપ થશે કે, આ ઢગલાને ઓળંગી માંરે તારી પાસે અથવા આ ઢગલાને અને થાંભલાને ઓળંગીને તારે માંરી પાસે લડવા માંટે કે નુકશાન કરવા આવવાનું નથી.
53 May the God of Abraham and the God of Nahor, the God of their father, be our judge. Then Jacob took an oath by the Fear of his father Isaac.જો આપણાંમાંથી કોઇ પણ આ કરારનો ભંગ કરે તો ઇબ્રાહિમના દેવ અને નાહોરના દેવ આપણો ન્યાય કરો.”આથી યાકૂબે પોતાના પિતા ઇસહાક જેની ઉપાસના કરતા હતા તે દેવના સમ ખાધા.
54 And Jacob made an offering on the mountain, and gave orders to his people to take food: so they had a meal and took their rest that night on the mountain.પછી યાકૂબે એક પશુનો વધ કરી અને પહાડ પર યજ્ઞના રૂપમાં ભેટ ધરીને પોતાના માંણસોને ભોજન કરવા માંટે બોલાવ્યા. ભોજન કર્યા પછી તેઓએ પહાડ પર રાત વિતાવી.
55 And early in the morning Laban, after kissing and blessing his daughters, went on his way back to his country.બીજે દિવસે સવારે લાબાન વહેલી સવારે ઉઠયોે પોતાના પૌત્ર-પૌત્રીઓ અને પુત્રીઓને ચુમ્યા અને તેઓને આશીર્વાદ આપ્યા; પછી તે ઘરે પાછો ગયો.
Gujarati Bible